જિન્નાત પ્રકરણ : ૨

લાડકી

એચ. એન. ગોલીબારની નવલકથા

જાગતા ઊભેલા રાજનના મનમાં આ સવાલ આવ્યો અને એ સાથે જ એનું હૃદય ડરથી ધડક્યું. આપોઆપ એનો હાથ જાણે સ્ટોપર પર પહોંચ્યો અને એણે સ્ટોપર ખોલી. ખટ્… રાજને દરવાજો ખોલ્યો અને એ સાથે ખુઉઉઉઉ… કરતાં પવનનો એક આખોય જથ્થો અંદર આવ્યો, ને રાજનના શરીર સાથે અથડાઈને કમરામાં ફેલાઈ ગયો

આ ચિઠ્ઠીએ જાણે રાજનના મગજમાં ઘમસાણ મચાવી દીધું હતું. હવે આ ચિઠ્ઠીનું શું કરવું? શું પોતે જિન્નાતને મળવા જવું જોઈએ?

‘મારી ચિઠ્ઠીન્ો ત્ોં મજાક સમજી ! હું તન્ો નહીં છોડું. ‘કહેતાં જિન્નાત્ો રાજન પર છલાંગ લગાવી અન્ો પોતાના હાથના દસ્ોદસ ખંજર જેવા નખ રાજનના ગળામાં ઘોંચી દીધા. રાજનના ગળામાંથી લોહીનો ફુવારો છૂટ્યો અન્ો એના ગળામાંથી એક ધીમી ચીસ નીકળી.
એ સાથે જ રાજન ઊંઘમાંથી ઝબકી ગયો.
‘શું થયું ? ‘કહેતાં એની છાતી પર સ્ાૂત્ોલી નીમુએ બ્ોઠાં થતાં, ઊંઘભરી આંખે પ્ાૂછયું.
‘કંઈ નહીં, મન્ો ખરાબ સપનું આવ્યું હતું એટલે ઝબકી ગયો.’ ‘કહેતાં એણે નીમુનો ખભો પકડીન્ો બાજુ પર, ઓશીકા પર લેટાવી.’
નીમુ ઊંઘમાં જ હતી એટલે એણે આંખો મીંચી દીધી.
હકીકતમાં રાજન પોતાની છાતી પર સ્ાૂઈ રહેલી નીમુના માથા પર હાથ ફેરવી રહૃાો હતો ત્યારે જ એન્ો ઊંઘ આવી ગઈ હતી અન્ો એ ઊંઘમાં જ એન્ો આ જિન્નાતવાળું ભયાનક સપનું આવ્યું હતું.
રાજન્ો બાજુમાં જોયું. નીમુ ફરીથી ઘસઘસાટ ઊંઘી રહી હતી.
રાજન નીમુની ઊંઘમાં ખલેલ ન પડે એ રીત્ો ધીમેથી પલંગ પરથી નીચે ઊતર્યો અન્ો ડિમલાઈટના ઝાંખા અજવાળામાં જ એ બ્ોઠકરૂમમાં પહોંચ્યો. ત્યાં સાઠ વોલ્ટના બલ્બના અજવાળામાં પમ્મી અન્ો પાયલ નિરાંત્ો ઊંઘી રહૃાાં હતાં.
રાજન્ો મુખ્ય દરવાજા તરફ જોયું. એની સ્ટૉપર બરાબર બંધ હતી. એ ધીમી ચાલે એ દરવાજા પાસ્ો પહોંચ્યો.
એન્ો પોતાનું સપનું યાદ આવ્યું. થોડીક વાર પહેલાં જ એ સપનામાં ઝડપી ચાલે દરવાજા પાસ્ો પહોંચ્યો હતો, અન્ો દરવાજો ખોલતાં જ સામે ભયાનક જિન્નાત ઊભો હતો.
અત્યારે પણ કદાચ જિન્નાત ઊભો હોય તો…??
જાગતા ઊભેલા રાજનના મનમાં આ સવાલ આવ્યો અન્ો એ સાથે જ એનું હૃદય ડરથી ધડકયું. આપોઆપ એનો હાથ જાણે સ્ટૉપર પર પહોંચ્યો અન્ો એણે સ્ટૉપર ખોલી. ખટ્…
એણે દરવાજો ખોલ્યો અન્ો એ સાથે ખુઉઉઉઉ…કરતાં પવનનો એક આખોય જથ્થો અંદર આવ્યો ન્ો રાજનના શરીર સાથે અથડાઈન્ો કમરામાં ફેલાઈ ગયો.
બહાર દરવાજા પાસ્ો જિન્નાત નહોતો. કોઈ નહોતું.
હાશનો શ્ર્વાસ લેતાં રાજન્ો ફરી દરવાજો બંધ કર્યો અન્ો ખટ્ કરતાં સ્ટૉપર બંધ કરી.
* * *
જાગતા ઊભેલા રાજનના મનમાં આ સવાલ આવ્યો અન્ો એ સાથે જ એનું હૃદય ડરથી ધડકયું. આપોઆપ એનો હાથ જાણે સ્ટૉપર પર પહોંચ્યો અન્ો એણે સ્ટૉપર ખોલી. ખટ્…રાજન્ો દરવાજો ખોલ્યો અન્ો એ સાથે ખુઉઉઉઉ…કરતાં પવનનો એક આખોય જથ્થો અંદર આવ્યો, ન્ો રાજનના શરીર સાથે અથડાઈન્ો કમરામાં ફેલાઈ ગયો.
* * *
આ ચિઠ્ઠીએ જાણે રાજનના મગજમાં ઘમસાણ મચાવી દીધું હતું. હવે આ ચિઠ્ઠીનું શું કરવું ? શું પોત્ો જિન્નાતન્ો મળવા જવું જોઈએ ?
એન્ો પોતાની જાત પર જ હસવું આવ્યું. એ આટલો બધો ડરપોક નહોતો, પરંતુ જિન્નાતની એ લીલી ચિઠ્ઠીએ અન્ો જિન્નાતના એ ભયાનક સપનાએ જાણે પોતાના મજબ્ાૂત મનન્ો ડગમગાવી દીધું હતું. હલબલાવી દીધું હતું.
મનમાંથી બધો જ ડર અન્ો ગભરાટ ખંખેરતા રાજન રસોડા તરફ આગળ વધ્યો. રસોડામાંથી પાણી પીન્ો એ પાછો બ્ોઠકરૂમમાં આવ્યો.
બ્ોઠકરૂમમાં પમ્મી અન્ો પાયલ શાંતિથી સ્ાૂઈ રહૃાાં હતાં. રાજન્ો એની પાસ્ો પહોંચીન્ો બરાબર રજાઈ ઓઢાડી અન્ો પાછો પોતાના કમરામાં આવ્યો. દરવાજાન્ો આડો કરીન્ો, એ પલંગ પાસ્ો આવ્યો.
નીમુ શાંતિથી ઊંઘી રહી હતી.
‘પ્ોલી જિન્નાતવાળી ચિઠ્ઠી ઝુબ્ોરે અન્ો પરિમલે શા માટે લખી હશે ?’ એવો વિચાર રાજનના મગજમાં જન્મ્યો. એ સાથે જ ‘કાલે ઝુબ્ોર અન્ો પરિમલ સાથે વાત કરી લઈશ.’ એવા વિચારે પહેલાં જન્મેલા વિચારન્ો મારી નાખ્યો.
રાજન પલંગ પર લેટયો ત્યાં જ જાણે એના માથા પાસ્ોથી-ઓશીકા નીચેથી કાગળનો અવાજ આવ્યો. ‘પોતાન્ો એવું લાગ્યું હશે. એવું વિચારતાં રાજન્ો પડખું ફેરવ્યું, એ સાથે જ એના કાન્ો ફરી કાગળનો અવાજ આવ્યો. રાજન્ો હાથ લંબાવીન્ો, ભીંત પર લાગ્ોલી સ્વિચ દબાવી, કમરામાં અજવાળું ફેલાવ્યું. એણે ઓશીકું ખસ્ોડીન્ો જોયું, એ સાથે જ એની આંખો પહોળી થઈ ગઈ. ત્યાં લીલા રંગની એક ચિઠ્ઠી પડી હતી. એ ચિઠ્ઠીની સુગંધ નાકમાં જતાં એનાં નસકોરાં પણ પહોળાં થઈ ગયાં.
ધ્રૂજતા હાથે રાજન્ો તકિયા પર પડેલી પ્ોલી લીલી ચિઠ્ઠી ઉઠાવી અન્ો એની પરનું લખાણ વાંચ્યું-
‘હું જિન્નાત છું. તન્ો મળવા માગુું છું. તું આ શુક્રવારે સાંજે, બરાબર ચાર વાગ્યે આકાશગંગા બિલ્ડિંગના સાડત્રીસમા માળે મન્ો મળવા આવી જા.
-જિન્નાત.
એક ઝાટકા સાથે ગરદન ફેરવીન્ો રાજન્ો પોત્ો રાત્રે એ ચિઠ્ઠી જે ખૂણા તરફ ફેંકી હતી એ તરફ જોયું.
ત્યાં લીલી ચિઠ્ઠી કે એનો ડૂચો પડ્યો નહોતો.
એ એ જ ચિઠ્ઠી હતી જે એણે ફાડી હતી. જ્યાં-જ્યાંથી પોત્ો એ ચિઠ્ઠી ફાડી હતી ત્યાં-ત્યાં કાળી લીટીઓ દેખાઈ રહી હતી.
ચિઠ્ઠીન્ો હાથમાં પકડેલી રાખીન્ો જ એ નીમુની બાજુમાં લેટ્યો. એન્ો સમજ નહોતી પડતી કે આ ચિઠ્ઠી પ્ોલા ખૂણામાંથી પોતાના ઓશીકા નીચે કેવી રીત્ો આવી ? જો કદાચ નીમુએ મૂકી હોય તો પણ એ, એ રીત્ો સંધાયેલી હતી કે જાણે ક્યારેય એ ચિઠ્ઠી ફાટી ન હોય, બલકે એ ટાઈપની લીટીઓવાળી ચિઠ્ઠી હોય. આ રીત્ો તો નીમુ કઈ રીત્ો ચિઠ્ઠી સાંધી શકે ? અન્ો વળી એ શા માટે આ લીલી ચિઠ્ઠી ફરી પોતાના ઓશીકા નીચે મૂકે ?
આ ચિઠ્ઠીએ જાણે રાજનના મગજમાં ઘમસાણ મચાવી દીધું હતું. હવે આ ચિઠ્ઠીનું શું કરવું ? શું પોત્ો જિન્નાતન્ો મળવા જવું જોઈએ ?
‘ચાલો મોટા- ભાઈ ! હું ત્ૌયાર છું.’ હીનાએ રાજનન્ો કહૃાું.
‘ચાલ ! ઘણું મોડું થઈ ગયું છે. થિયેટર પર પહોંચતાં પહેલાં તો પિક્ચર પણ ચાલુ થઈ જશે. કહેતાં રાજન પોતાના ઘરની બહાર નીકળ્યો. હીનાએ બહાર આવીન્ો દરવાજો બંધ કરીન્ો તાળું માર્યું, અન્ો ચાવીન્ો પાકીટમાં મૂકતાં રાજન પાછળ આગળ વધી.
થોડીક ચાલવાની ઝડપ ઓછી કરીન્ો, રાજન હીનાની જોડાજોડ ચાલતાં બોલ્યો, ‘ઘણી મહેનતથી આ પિક્ચરની ટિકિટ લાવ્યો છું. નહિતર ત્યાં તો પડે એના ભુક્કા…
‘સ્ાૂઈઈઈઈસીઈઈઈ….?’
સીટીનો અવાજ કાન્ો પડતાં જ રાજન્ો વાતન્ો અધૂરી મૂકતાં ડાબી તરફ જોયું.
સામે આઠેક ફૂટ દૂર, બત્તીના થાંભલા પાસ્ો ત્રણ ગુંડા જેવા યુવાનો ઊભા હતા.
એ ત્રણેયન્ો રાજન સારી રીત્ો જાણતો હતો, પિછાણતો હતો. જેણે સીટી વગાડી હતી અન્ો જે જમણી બાજુ ઊભો હતો એનું નામ હરદેવ હતું. એ સાવ નવરોધૂપ હતો અન્ો ચાલના આ નુક્કડ પર આખો દિવસ ઊભો-ઊભો છોકરીઓની મશ્કરી કરતો રહેતો હતો.
હરદેવથી બ્ો ફૂટ દૂર, વચ્ચે બત્તીના થાંભલાન્ો બાથ ભરીન્ો ઊભો હતો, એનું નામ ભૂષણ હતું. એક નંબરનો ગુંડો હતો. આ વિસ્તારમાં રહેતા લોકો તો ઠીક, પણ આજુબાજુના વિસ્તારના લોકો પણ ભૂષણની દાદાગીરી-ગુંડાગીરીથી ત્રાસી-ત્રાસી ગયા હતા. એ દારૂના પીઠામાં કામ કરતો હતો. એના મોઢામાંથી પણ કોઈ સારી છોકરીન્ો જોતાં લાળ ટપકવા લાગતી હતી.
એની ડાબી બાજુ, બ્ો ફૂટ દૂર ઊભો હતો, એનું નામ બલરાજ હતું. જુગારીઓનો એ રાજા હતો. પત્તાંન્ો બદલીન્ો, રૂપિયા જીતવામાં એ ઉસ્તાદ હતો. યુવાન અન્ો સુંદર છોકરીઓ એન્ો પણ ખૂબ જ ગમતી હતી.
ભૂષણ, હરદેવ અન્ો બલરાજ ત્રણેય ફૂટપાથ પર ઊછરીન્ો મોટા થયા હતા. એમનું ઘરબાર, બ્ૌરી-છોકરું કે ભાઈ-બહેન કોઈ જ નહોતું. અન્ો એટલે જ એ રસ્ત્ોથી આવતી-જતી છોકરીની મશ્કરી કરવાના કામન્ો શરમજનક કે ખરાબ સમજતા નહોતા.
‘હાય રાણી…હજુ કયાં સુધી તડપાવીશ?’ થાંભલાન્ો બાથ ભરીન્ો ઊભેલા ભૂષણે એક આંખ મીંચકારતાં કહૃાું.
આ જોતાં જ રાજનનું મગજ ગયું. આજે પહેલી વાર કોઈ ગુંડાએ પોતાની સામે પોતાની બહેનની બ્ોઈજ્જતીભરી મજાક કરી હતી. એણે મુઠ્ઠીઓ ભીંસી અન્ો દાંત કચકચાવ્યા, ‘મોઢું સંભાળ નાલાયક…તારી મા-બહેન છે કે નહીં?’ રાજનના અવાજમાં જાણે ઘવાયેલા સિંહની ગર્જના હતી.
‘નથી…! અમારી મા-બહેન નથી. ભૂષણે બત્તીના થાંભલાન્ો વીંટાળેલા હાથ છોડતાં કહૃાું, ‘પણ તારી બહેન તો છે ન્ો…! તારી બહેન ખરેખર અફલાત્ાૂન….’
રાજન આગળ સાંભળવા માટે રોકાઈ શકે એમ નહોતો. ત્રણ છલાંગમાં જ એ ભૂષણ પાસ્ો પહોંચ્યો અન્ો થાંભલાની પ્ોલી તરફ બન્ન્ો હાથ લંબાવીન્ો એણે ભૂષણના બન્ન્ો હાથ પકડીન્ો ખેંચ્યા. એ સાથે જ ભૂષણની છાતી ન્ો માથું થાંભલા સાથે અથડાયાં.
રાજન આ રીત્ો હુમલો કરશે એવી ત્રણેયન્ો ખબર નહોતી, અન્ો એટલે જ ત્રણેય બ્ોફિકરાઈથી ઊભા હતા.
છાતી અન્ો મોઢા પર થાંભલો વાગતાં જ ભૂષણના મોઢામાંથી ‘ઉફ’ અવાજ નીકળ્યો અન્ો એ સાથે જ જાણે ભાનમાં આવ્યા હોય એમ રાજનની ડાબી બાજુ ઊભેલા બલરાજે રાજનનો ડાબો હાથ અન્ો રાજનની જમણી બાજુ ઊભેલા હરદેવે રાજનનો જમણો હાથ કોણી પાસ્ોથી પકડીન્ો ખેંચ્યો. એ સાથે જ રાજનની ભૂષણના હાથ પરની પક્કડ છૂટી ગઈ.
દૂર….ડરથી….થરથર ધ્રૂજતી હીના ઊભી હતી. એ જાણતી હતી કે આ ત્રણેય ગુંડાઓ કેટલી હદે નીચ ન્ો નાલાયક હતા. આ ત્રણે ગુંડાઓ પોત્ો રોજ સવાર-સાંજ કૉલેજ જતી-આવતી હતી ત્યારે એની છેડતી કરતા હતા, પરંતુ પોત્ો રાજનન્ો આ વિશે કંઈ કહેશે અન્ો રાજન જો આ ગુંડાઓ સાથે લડશે તો રાજનન્ો જ માર ખાવાનો વખત આવશે, એવું પોેત્ો જાણતી-સમજતી હતી. અન્ો એટલે જ પોત્ો આ ગુંડાઓ વિશે રાજનન્ો કોઈ ફરિયાદ કરી નહોતી. આજે પિતાન્ો ગુજરી ગયાન્ો પ્ાૂરું એક વરસ થયું, પછી પોત્ો પહેલી વાર રાજન સાથે પિક્ચરમાં જઈ રહી હતી અન્ો એમાં આ ગુંડાઓએ પોતાની મશ્કરી…
‘સ્સાલ્લા…! ભૂષણે કોલર અધ્ધર કરતાં કહૃાું.
અત્યાર સુધી હરદેવ અન્ો બલરાજ રાજનન્ો જમીન પર પટકી ચૂકયા હતા. બન્ન્ો જણ રાજનના બન્ન્ો હાથ પકડીન્ો બ્ોઠા હતા અન્ો રાજનના પગ પાસ્ો કોલર અદ્ધર કરતો ભૂષણ ઊભો હતો.
‘છોડી દો મારા ભાઈન્ો…!’ કહેતાં હીના ભૂષણ પાસ્ો હાથ જોડતાં પહોંચી.
‘તું કહીશ તો હું જરૂર છોડી દઈશ. કહેતાં ભૂષણે હીનાના જોડાયેલા હાથ પર પોતાનો ખરબચડો હાથ મૂકયો.
પોતાની સામે જ ભૂષણ પોતાની બહેનન્ો હાથ લગાવી રહૃાો હતો અન્ો પોત્ો જોઈ રહૃાો હતો ? ? રાજનન્ો પોતાની જાત પર ખીજ ચઢી, એ કમર પાસ્ોથી ઊછળતો હોય એ રીત્ો અધ્ધર થયો અન્ો પગ પાસ્ો જ ઊભેલા ભૂષણના જમણા પગ પર પોતાનો બ્ાૂટ માર્યો.
‘ઓહ…’ કહેતાં ઘૂંટણ પાસ્ોથી એ પગ વાળીન્ો, કમર પાસ્ોથી વળીન્ો ભૂષણે એ પગ પકડી લીધો.
રાજન્ો પોતાના માથા, છાતી અન્ો પગ પર માર માર્યો હતો અન્ો પોત્ો ચૂપ હતો-શાંત હતો ! ભૂષણનો પિત્તો ગયો. એ પોતાનો પગ છોડીન્ો, લેટેલા રાજનના પ્ોટ પાસ્ો આવ્યો.
અત્યાર સુધી ચારે તરફ લોકોની ભીડ ભેગી થઈ ચૂકી હતી.
ભૂષણે આગળ વધીન્ો નીચે, બલરાજ અન્ો હરદેવના હાથમાં પકડાયેલા પડેલા રાજનના પ્ોટ પર જમણી લાત ફટકારી.
‘ઓહ…’ રાજનના મોઢામાંથી પીડાભર્યો અવાજ નીકળ્યો.
રાજનના મોઢેથી પીડાભર્યો અવાજ નીકળતાં જ ‘છોડી દો મારા ભાઈન્ો ! કહેતાં દોડીન્ો હીનાએ ભૂષણનો પગ પકડી લીધો.
ભીડમાં ભેગા થયેલા પાંચ વૃદ્ધો ભૂષણ પાસ્ો દોડી આવ્યા અન્ો ભૂષણન્ો પકડીન્ો એક બાજુ લઈ ગયા, અન્ો એન્ો સમજાવવા લાગ્યા. ભીડમાંથી છએક યુવાનો આગળ વધીન્ો, હરદેવ અન્ો બલરાજન્ો પકડીન્ો બીજી બાજુ લઈ જઈન્ો સમજાવવા લાગ્યા.
પ્ોટ પર હાથ ફેરવતો રાજન બ્ોઠો થયો.
‘વાગ્યું તો નથીન્ો, ભાઈ?’ હીનાએ રડતા અવાજે પ્ાૂછ્યું. અત્યાર સુધી એની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં.
‘ના…! કહેતાં રાજન ઊભો થયો અન્ો સામે પાંચ વૃદ્ધો વચ્ચે ગુસ્સાથી ધૂંધવાતા ઊભેલા ભૂષણ સામે જોયું.
ભૂષણ એન્ો મારીન્ો કાપી નાખવાની નજરે જોઈ રહૃાો હતો. ભૂષણે એક નજરે રાજન તરફ જોઈન્ો પછી એની બાજુમાં ડરેલા ચહેરે ઊભેલી હીનાન્ો પગથી માથા સુધી જોતાં, બધાં સાંભળી શકે એટલા મોટા અવાજે કહૃાું, ‘હીના… હવે હું તન્ો મારી રાણી બનાવીન્ો જ રહીશ. એણે નજર ફેરવીન્ો રાજન તરફ જોયું’ અન્ો રાજન ! હું તારી આ બહેનની ઈજ્જતની બ્ોઈજ્જતી ન કરું તો મારું નામ ભૂષણ નહીં.
રાજન્ો કંઈ જવાબ આપ્યો નહીં. ભૂષણની આ ધમકીન્ો એક કાન્ોથી સાંભળીન્ો બીજા કાન્ો બહાર કાઢીન્ો રાજન હીનાનો હાથ પકડીન્ો ત્યાંથી આગળ વધી ગયો
રાજન અન્ો હીના દેખાતાં બંધ થયાં એટલે ભીડ વિખરાવા લાગી. દૂર ઊભેલા હરદેવ અન્ો બલરાજ ભૂષણ પાસ્ો આવ્યા.
ભૂષણની નજરમાં કોઈ નિર્ણય ચમકતો હતો. એ શું નિર્ણય હતો એ હરદેવ અન્ો બલરાજ સમજી ગયા અન્ો એટલે એમના ચહેરા પર લુચ્ચું હાસ્ય દોડી આવ્યું.
થિયેટર પર પહોંચીન્ો, અંધારામાં જ હીના સાથે રાજન ખુરશી પર આવીન્ો બ્ોઠો. પિક્ચર તો કયારનુંય શરૂ થઈ ગયું હતું. હીનાએ એક સ્ોક્ધડમાં જ પોતાનું મન પિક્ચરમાં પરોવી દીધું. પરંતુ રાજનનું મન પિક્ચરમાં પરોવાયું નહીં. એનું મન તો ભૂતકાળ તરફ ભાગી ચૂકયું હતું.
હીના પોતાનાથી ચાર વરસ નાની હતી. રાજનની પોતાની મા હીનાન્ો જન્મ આપતાં જ મરી પરવારી હતી. એ પછી પોતાના પિતાએ જ પોતાન્ો અન્ો હીનાન્ો મોટી કરી હતી.
પરંતુ હીના સોળ વરસની અન્ો પોત્ો વીસ વરસનો થયો ત્યારે પોતાના પિતા એક રોડ અકસ્માતમાં, ટ્રક નીચે આવીન્ો મરણ પામ્યા હતા.
એટલે હીનાન્ો સાચવવાની જવાબદારી પોતાની ઉપર આવી પડી હતી. હીના ખૂબ જ સીધી-સાદી હતી, અન્ો એટલી જ સુંદર પણ હતી. પિતા અકસ્માતમાં મરણ પામ્યા પછી પછી હીનાન્ો સાચવવાની જવાબદારી પોતાના પર આવી ત્યારે જ પોતાન્ો ખ્યાલ આવ્યો હતો કે હીના આટલી સુંદર છે અન્ો દિલ્હીના આ વિસ્તારમાં-આ કોલોનીમાં, એન્ો સાચવવી ઘણી મુશ્કેલ છે. અન્ો એનો સાચો ખ્યાલ આજે ભૂષણ, હરદેવ અન્ો બલરાજ સાથે હીનાની બાબતમાં થયેલી અથડામણથી આવી ગયો હતો.
ભૂતકાળમાં ભમતાં પિક્ચર ક્યારે પ્ાૂરું થયું, એ પણ રાજનન્ો ખબર પડી નહીં. એ ઘરે આવ્યો ત્યારે સાત વાગી ચૂક્યા હતા. ભૂષણે પ્ોટમાં મારેલી લાતનો દુખાવો અત્યારે પણ થઈ રહૃાો હતો. આઠ વાગ્યે હીના સાથે થોડુંક જમીન્ો એ પોતાના કમરામાં પલંગ પર આડો પડ્યો.
આ મકાન બ્ો કમરાનું હતું, અન્ો પોતાના પિતાએ જ ઘણી મહેનતથી આ ઘર વસાવ્યું હતું. જોકે પોત્ો આ વરસ્ો જ બી.કોમ. થયો હતો અન્ો પોતાન્ો ખ્યાલ નહોતો કે આ ઘર ખરીદવા પાછળ પોતાના પિતાએ કેટલો પરસ્ોવો અન્ો લોહી વહેવડાવ્યું હતું.
વિચારમાં ન્ો વિચારમાં જ રાજન ઊંઘી ગયો.
‘ઠક…ઠક…ઠક…ઠક….
મોડી રાત્રે અચાનક એકધારો દરવાજો ખટખટાવવાના અવાજથી રાજન જાગી ગયો અન્ો બ્ોઠો થતાં, ‘અત્યારે આટલી મોડી રાત્રે કોણ હશે ?’ એવા સવાલ સાથે બાજુના કમરા તરફ આગળ વધ્યો. (ક્રમશ:)
* * *
પછી….પછી શું થયું…? દરવાજો કોણે ખટખટાવ્યો હતો….? રાજનની બહેન હીનાનું શું થયું…? રાજનનું શું થયું…? જિન્નાતના કહેવા મુજબ શુક્રવારે રાજન જિન્નાતન્ો મળવા જઈ શક્યો…? જિન્નાત શું કરવા રાજનન્ો મળવા માગતો હતો…? રાજનનું પત્ની નીમુનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.