જિન્નાત પ્રકરણ :૧૯

મેટિની

એચ. એન. ગોલીબારની નવલકથા

રાજન ટૅક્સીમાં બ્ોઠો. ટૅક્સી રસ્તા પર દોડવા લાગી. પરંતુ રાજનનું હૃદય જાણે ગભરાટથી ધક…. ધક….ધડકતું હતું. ‘પોતાના મોડા પહોંચવા બદલ જિન્નાતભાઈ ગુસ્સ્ો થશે તો? વિજયની જેમ પોતાની પર વીફરશે ન્ો પોતાન્ો હેરાન-પરેશાન કરશે તો?’
———
‘રાજન! પ્ોલા વિજયમાં અન્ો તારામાં ફરક છે. તું મન્ો-મારી વાતન્ો માન્ો છે. જ્યારે પ્ોલો
વિજય મારી હસ્તીન્ો-હયાતીન્ો 
માનવાનો ઈનકાર કરતો હતો.’
અન્ો એટલે…
——-
વિજયન્ો થયું કે, કદાચ-કદાચ ગઈકાલ રાતથી જિન્નાત પોતાનો પરચો બતાવી રહૃાો હોવો જોઈએ અન્ો એટલે જ તો જિન્નાત વિશેની વાત થયા પછી પોત્ો ફલેટનો દરવાજો ખોલ્યો એ સાથે જ અચાનક કયાંકથી ફૂટી નીકળી બિલાડીએ પોતાની પર છલાંગ લગાવી હતી અન્ો પછી જાણે કયાંક ગાયબ થઈ ગઈ હતી. આજે સવારે પણ પોતાનાથી ફુવારો ચાલુ થયો નહોતો અન્ો મમ્મીનો હાથ લાગતાં જ પાણી નીકળવા માંડયું હતું અન્ો બપોરે થિયેટરમાંથી પણ કાર ગાયબ થઈ ગઈ હતી અન્ો પાર્કિંગવાળાનું કહેવું હતું કે પોત્ો જાત્ો જ અડધી ફિલ્મ પછી કાર લઈન્ો ચાલ્યો ગયો હતો. તો શું આમાં જિન્નાત્ો પોતાનો પરચો બતાવ્યો હશે?
અન્ો અત્યારે લિફટમાંથી નીકળતાં પણ જાણે જિન્નાત એનો પરચો આપતો હોય એમ લિફટના બન્ન્ો દરવાજાઓ પ્ાૂરી તાકાત સાથે એની આંગળીઓ છૂંદી રહૃાા હતા.
પોત્ો અત્યારે જ રાજનન્ો મળીન્ો આ વાત કરવી જોઈએ.
‘શું વિચારો છો?’ વિજયની આંગળીઓન્ો મોઢામાં ચૂસીન્ો, એની પર ફૂંક મારતાં રીટાએ પ્ાૂછયું.
‘કંઈ નહીં…તું એમ કર, ઘરમાં જા. હું રાજનન્ો મળીન્ો આવું છું.’
‘પણ…!’
‘તન્ો કહૃાુંન્ો,’ હું રાજનન્ો મળીન્ો આવું છું. કહેતાં વિજય રાજનના ફલેટ તરફ આગળ વધી ગયો.
રીટા પોતાના ફલેટ તરફ આગળ વધી.
વિજયે રાજનના ફલેટની દરવાજાની ઘંટડી દબાવી. બીજી જ મિનિટે રાજન્ો દરવાજો ખોલ્યો.
‘આવ….’ કહેતાં રાજન બાજુ પર ખસ્યો. ડાબા હાથમાં, જમણા હાથની છૂંદાયેલી આંગળી પકડતાં વિજય અંદર આવ્યો તો અંદર પરિમલનાં બા, હીના, ઝુબ્ોર અન્ો એની પત્ની સલમા અન્ો નીમુ બ્ોઠાં હતાં.
‘મેં તમન્ો ડિસ્ટર્બ તો નથી કર્યાંન્ો? કહેતાં વિજયે કોઈનો જવાબ સાંભળ્યા પહેલા જ કહૃાું, ‘તારું કામ હતું એટલે હું આવ્યો, રાજન!
‘આવન્ો…!’ કહેતાં રાજન વિજયન્ો સોફા પાસ્ો લઈ આવ્યો. વિજય જમણો હાથ પકડીન્ો જ સોફા પર બ્ોઠો એટલે રાજનની નજર એ હાથ પર પડી, ‘શું થયું હાથમાં, વિજય?
‘હું એના માટે તો આવ્યો છું.’ કહેતાં વિજયે ગઈકાલ રાતની બિલાડીની છલાંગ લગાવ્યાની, સવારે ફુવારો બંધ થયાની, કાર ગાયબ થયાની અન્ો લિફટના દરવાજામાં હાથ દબાયાની વાત કહી સંભળાવી અન્ો આગળ કહૃાું, ‘રાજન, મન્ો તો લાગ્ો છે કે ઝુબ્ોરભાઈએ કહૃાા પ્રમાણે મેં જિન્નાતન્ો પાગલ કહૃાો અન્ો તન્ો જિન્નાતમાં નહીં માનવા માટે બહેકાવવાની કોશિશ કરી એટલે એમણે મન્ો આ રીત્ો હેરાન-પરેશાન કર્યો હશે.’
રાજન કંઈ બોલ્યો નહીં. એણે ઝુબ્ોર સામે જોયું. ઝુબ્ોરે એક પળ રાજન અન્ો બ્ો પળ વિજય સામે જોતાં, કંઈક વિચારતાં કહૃાું, ‘વિજયની શંકા સાચી હોઈ શકે છે.’ ગઈકાલે વિજયે જિન્નાતભાઈન્ો પાગલ કહૃાા, એમની હ્યાતી વિશે શંકા કરી અન્ો તન્ો પણ જિન્નાતભાઈમાં ન મનવા માટે કહૃાું, એટલે કદાચ જિન્નાતભાઈ ગુસ્સ્ો થયા હોય. જોકે, રાજન, તું જેમન્ો મળે છે એ પાક જિન્નાતભાઈ છે, એટલે એમણે વિજયન્ો વધુ નુકસાન ન થાય એ રીત્ો પોતાનો પરચો બતાવ્યો હોય.
‘તો હવે શું કરું?’ વિજયે ઝુબ્ોરન્ો પ્ાૂછયું.
‘તું મનોમન જિન્નાતભાઈની માફી માગી લે.’ બીજું કે રાજન પણ તારા વતી માફી માગી લેશે, અન્ો તારી કાર કયાં ગાયબ થઈ ગઈ? કોણે ગાયબ કરી? એ વિશે પણ જિન્નાતભાઈન્ો પ્ાૂછી લેશે. ઝુબ્ોરે વિજયન્ો રસ્તો બતાવ્યો.
‘તારો ખૂબ ખૂબ આભાર, ઝુબ્ોર.’ વિજયે કહૃાું, ‘રાજન, હું મનમાં તો જિન્નાતભાઈની માફી માગી લઉં છું.’ તું પણ એમન્ો મળે ત્યારે મારા વતી માફી માગી લેજે ન્ો!
‘ભલે….!’ રાજન્ો કહૃાું. ‘જિન્નાતભાઈ ખૂબ જ ભોળા છે. મન્ો તો વિશ્ર્વાસ નથી બ્ોસતો કે એમણે તન્ો આ રીત્ો હેરાન-પરેશાન કર્યા હોય. ખેર! હું એમન્ો પ્ાૂછી લઈશ.
‘તો હું જાઉં.’ કહેતાં વિજય ઊભો થયો.
‘અરે!’ વાતોમાં ન્ો વાતોમાં તારી છુંદાયેલી આંગળીઓ પર મલમ લગાડવાનું તો હું ભૂલી જ ગયો. કહેતાં રાજન ઊભો થયો.
‘ના…ના…!’ હું ઘરે જઈન્ો મલમ લગાડી દઉં છું. કહેતાં વિજય દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજો ખોલીન્ો બહાર આવ્યો એ સાથે જ પરિમલ લિફટની બહાર નીકળ્યો. વિજયે એ તરફ જોયું. આ વખત્ો લિફટનો દરવાજો ફરી પાછો બંધ થયો નહોતો. વિજય ફલેટમાં અંદર આવ્યો અન્ો દરવાજાની સ્ટૉપર બંધ કરી.
પરિમલ પણ રાજનના ફલેટની અંદર આવ્યો અન્ો દરવાજો પાછો બંધ કર્યો. એની નજર સીધી જ હીના પર પડી. હીના એની તરફ જ જોઈ રહી હતી. પરંતુ એની નજર સાથે નજર મળતાં જ હીનાએ પોતાની નજર ઝુકાવી લીધી.
‘આવ પરિમલ!’ કહેતાં રાજન્ો પોતાની બાજુમાં, ખાલી સોફા પર હાથ દબાવ્યો. પરિમલ રાજનની બાજુમાં બ્ોઠો. એની નજર સલમા પર પડી, એટલે એણે પ્ાૂછયું, ‘કેમ છો, સલમાભાભી?’
‘મજામાં….!’ સલમાએ સ્મિત આપતાં જવાબ આપ્યો.
‘અમે બધાં તો મજામાં જ છીએ, પરિમલભાઈ!’ નીમુએ હસતાં-હસતાં કહૃાું, ‘પરંતુ તમે કંઈક ઉદાસ-ઉદાસ લાગો છો. કોઈ છોકરી-બોકરીના ચક્કરમાં પડયા છો કે શું?
‘હા, ભાભી…!’ પરિમલે કહૃાું, ‘હું એક છોકરીના ચક્કરમાં છું. તમે જો મદદ કરો તો મારા એ છોકરી સાથે લગ્ન થઈ જાય.
‘કોણ છે એ છોકરી?’ પરિમલનાં બાએ પ્ાૂછયું. પરિમલન્ો કોઈ છોકરી ગમી હતી અન્ો એ લગ્ન કરવા ત્ૌયાર હતો એ વાત જ એમના માટે ખુશીની હતી.
ઝુબ્ોર અન્ો રાજન પણ વિચારમાં પડી ગયા કે, ‘સ્સાલો!’ છોકરી સાથે ચક્કર ચલાવીન્ો લગ્ન સુધી વાત પહોંચી ગઈ છે છતાંય અમન્ો આ વિશે કહૃાું નથી.
‘નીમુભાભી!’ એ છોકરી મન્ો ખૂબ જ ગમે છે. હું એની સાથે લગ્ન કરવા ત્ૌયાર છું. પરંતુ હું કહી શકું એમ નથી કે એ હા પાડશે કે ના!
‘અલ્યા, કોયડા કહેવાન્ો બદલે સીધેસીધી વાત કરન્ો, એ છોકરી છે કોણ?’ ઝુબ્ોરે કહૃાું.
‘એ છોકરી અહીં જ છે. એ છે હીના…હું એની સાથે લગ્ન કરવા ત્ૌયાર છું….!’
‘વાહ દીકરા,’ ત્ોં તો મારા દિલની વાત કહી. પરિમલનાં બા ખુશીથી બોલી ઊઠયાં.
હીનાએ પોતાનું માથું ઝુકાવી લીધું. રાજન સ્તબ્ધ જેવો થઈ ગયો. નીમુ, ઝુબ્ોર અન્ો સલમાના ચહેરા પર ખુશી દોડી આવી.
‘નીમુભાભી, તમે પ્ાૂછી જુઓન્ો!’ હીના લગ્ન કરવા ત્ૌયાર છે? પરિમલે હીનાન્ો સંભળાય એ રીત્ો નીમુન્ો પ્ાૂછયું.
હીનાએ માથું અદ્ધર કરીન્ો પરિમલ સામે જોયું. એની આંખો આંસુઓથી છલકાઈ ચૂકી હતી. ‘હું…હું….તમારી સાથે લગ્ન કરવા… હીના આગળ બોલી ન શકી. એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.’
રાજન ઊભો થયો અન્ો હીના પાસ્ો પહોંચ્યો. હીના એન્ો વળગી પડી. રાજન્ો પરિમલ સામે જોયું. ‘પરિમલ, તું જાણે છે કે હીનાન્ો ત્રણ ગુંડાઓ ઉઠાવી ગયા હતા અન્ો એ સાત વરસથી ડાકુઓ….!’
‘રાજન..!’ પરિમલ ઊભો થઈ ગયો. ‘હીનાના ભૂતકાળ સાથે મારે કંઈ જ લેવાદેવા નથી. એના ભૂતકાળન્ો યાદ કરીન્ો, હું એના વર્તમાનન્ો દુ:ખી કરવા માગતો નથી. મન્ો ખરેખર હીના ગમી છે.’ રાજન, હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ અન્ો નહીંતર
નહીં કરું.
‘રાજન…!’ ઝુબ્ોર પણ ઊભો થયો. ‘બાન્ો અન્ો પરિમલન્ો હીના પસંદ છે. વળી હીના માટે આનાથી સારું ઠેકાણું બીજું કયું હોઈ શકે ? એટલે આપણે હીનાના લગ્ન પરિમલ સાથે કરી દેવા જોઈએ. પરંતુ આ લગ્ન માટે હીના તો રાજી છે ન્ો? ઝુબ્ોરે હીના તરફ જોતાં પ્ાૂછયું.
હીના બોલી શકી નહીં. એ રાજન પાસ્ોથી સરકીન્ો પરિમલનાં બાન્ો વળગી પડી. આનો મતલબ એ કે, આ લગ્ન માટે રાજી હતી.
ઘરમાં ખુશી ફેલાઈ ગઈ. પરિમલ તો જાણે દુનિયાની બધી જ ખુશી પોતાની પાસ્ો આવી ગઈ હોય એટલો ખુશ હતો. રાજનના દિલમાં પણ ખુશી સમાતી નહોતી.
જમીન્ો બધાં ઊભાં થયાં ત્યારે રાજન્ો ઘડિયાળમાં જોયું, તો સવા અગિયાર વાગ્યા હતા. એ ઝાટકા સાથે ઊભો થયો. જિન્નાતભાઈએ પોતાન્ો અગિયાર વાગ્યે દરિયાકિનારે બોલાવ્યો હતો અન્ો સવા અગિયાર તો અહીં જ વાગ્યા હતા.
‘ઝુબ્ોર-પરિમલ, હું જરા બહાર જઈન્ો આવું છું.’ રાજન્ો કહૃાું.
બન્ન્ોએ જાણી-જોઈન્ો ‘કયાં જાય છે? એવો સવાલ પ્ાૂછયો નહીં. નીમુન્ો પણ ‘હું હમણાં કલાકમાં આવું છું.’ એમ કહીન્ો રાજન લિફટમાં નીચે પહોંચ્યો. સ્કૂટરમાં ચાવી ફેરવીન્ો, કીક મારીન્ો એ સ્કૂટર ઉપર બ્ોઠો, ગિયરમાં સ્કૂટર એણે ચલાવ્યું તો સ્કૂટર સીધું ચાલવાન્ો બદલે ત્રાંસું ચાલ્યું. એણે સ્કૂટર ઊભું રાખ્યું. નીચે ઊતરીન્ો જોયું તો સ્કૂટરના પાછળના ટાયરમાં પંકચર હતું. સ્કૂટરન્ો સ્ટેન્ડ પર ચઢાવીન્ો એણે ઘડિયાળમાં જોયું તો સાડા અગિયાર વાગ્યા હતા.
પોત્ો બરાબર અગિયાર વાગ્યે જિન્નાતભાઈન્ો મળવા નથી પહોંચ્યો એટલે તો એમણે સ્કૂટરન્ો પંકચર પાડીન્ો પોતાન્ો પરચો નથી બતાવ્યો ન્ો? એવા સવાલ સાથે રાજન ટૅકસીમાં બ્ોઠો. ટૅકસી રસ્તા પર દોડવા લાગી. પરંતુ રાજનનું હૃદય જાણે ગભરાટથી ધક…. ધક…. ધડકતું હતું. ‘પોતાના મોડા પહોંચવા બદલ જિન્નાતભાઈ ગુસ્સ્ો થશે તો ? વિજયની જેમ પોતાની પર વિફરશે ન્ો પોતાન્ો હેરાન-પરેશાન કરશે તો?
દરિયાકિનારેથી થોડેક દૂર ટૅકસીમાંથી ઊતરીન્ો રાજન દરિયાકિનારા તરફ આગળ વધતો જતો હતો. એણે ઘડિયાળમાં જોયું, પોણા બાર વાગ્યા હતા. જિન્નાતભાઈએ પોતાન્ો અગિયાર વાગ્યે અહીં મળવા માટે બોલાવ્યો હતો અન્ો પોત્ો પોણો કલાક મોડો, પોણા બાર વાગ્યે ત્ોમન્ો મળવા માટે અહીં પહોંચ્યો હતો એટલે જિન્નાતભાઈ ગુસ્સ્ો ભરાઈન્ો…
સામે દસ્ોક પગલાં દૂર દરિયાકિનારા તરફ મોઢું રાખીન્ો ઊભેલા જિન્નાતભાઈન્ો જોઈન્ો રાજનના મગજમાં વિચારો અટકયા. એ વધુ બ્ો પગલાં જિન્નાતભાઈ તરફ આગળ વધ્યો, ત્યાં જ જિન્નાતભાઈ એની તરફ ફર્યા. જિન્નાતભાઈના હાથમાં મોટું ચપ્પુ હતું. રાજનનું હૃદય ધક… ધક… ધડકવા લાગ્યું. હમણાં જિન્નાતભાઈ એમના હાથના ચપ્પુથી પોતાનું પ્ોટ ચીરી નાખશે, એવા ડર સાથે એનું પ્ોટ ફડ….ફડ….ફડ…ફડકવા લાગ્યું.
જિન્નાતભાઈના હોઠો પર થોડુંક હાસ્ય આવ્યું એટલે થોથવાતી જીભે રાજન્ો કહૃાું, ‘જિન્નાતભાઈ, જિન્નાતભાઈ’ મન્ો માફ કરજો. મન્ો આવતાં જરા મોડું થઈ ગયું.
જિન્નાતભાઈ હસ્યા અન્ો હાથમાં ચપ્પુ સાથે રાજન તરફ આગળ વધ્યા. રાજનના ચહેરા પર પરસ્ોવો નીતરવા લાગ્યો. જિન્નાતભાઈ રાજનની એકદમ પાસ્ો આવીન્ો ઊભા રહૃાા, ‘રાજન!’ એમણે ડાબો હાથ રાજનના ખભા પર મૂકયો. ‘મન્ો ખબર છે,’ તન્ો અહીં આવવામાં શા માટે મોડું થયું? હીના અન્ો પરિમલનાં લગ્નની વાત ચાલી રહી હતીન્ો?
‘હા!’ રાજન્ો શાંતિથી શ્ર્વાસ છોડતાં કહૃાું.
‘એ બન્ન્ોનાં લગ્ન થઈ જાય તો સારું, બન્ન્ો સુખી થશે, પરંતુ એ બન્ન્ોના લગ્ન આડે મુસીબતો પણ આવશે, પરંતુ એ નહીં જેવી હશે, એ માટે ગભરાવાની જરૂર નથી.’ જિન્નાતભાઈએ કહૃાું, ‘અન્ો વળી અત્યારે તું અહીં મોડો આવ્યો એમાં આટલા ગભરાવાની પણ જરૂર નથી.
‘મન્ો….મન્ો…એમ કે પ્ોલા વિજય…!’ રાજન આગળ બોલે એ પહેલાં જ જિન્નાતભાઈ હસ્યા. ‘રાજન!’ પ્ોલા વિજયમાં અન્ો તારામાં ફરક છે. તું મારો નાનો ભાઈ છે. તું મન્ો-મારી વાતન્ો માન્ો છે. જ્યારે પ્ોલો વિજય મારી હસ્તીન્ો-હયાતીન્ો માનવાનો ઈન્કાર કરતો હતો. વળી એ તન્ો પણ મારામાં નહીં માનવા માટે કહેતો હતો અન્ો એટલે…
‘એટલે…એટલે તમે એની પર બિલાડીન્ો છલાંગ મરાવડાવી હતી?’ તન્ો એના ફુવારા-નળમાં પાણી બંધ કર્યું હતું?? શું તમે એની કાર ગાયબ કરી હતી??? શું તમે એની આંગળીઓ લિફટના દરવાજામાં છૂંદી હતી????
જિન્નાતભાઈ હસ્યા, ખડખડાટ હસ્યા, ‘એન્ો મારામાં માનતો કરવા માટે મેં આવા નાના-નાના પરચ બતાવ્યા હતા. ન્ો એટલે એ હવે મારામાં માનતો પણ થઈ ગયો છે અન્ો એણે મારી માફી પર માગી લીધી છે. એટલે હવે હું એન્ો વધુ પરચો બતાવીશ નહીં.
‘હા, જિન્નાતભાઈ!’ એણે મન્ો પણ એના વતી તમારી પાસ્ો માફી માગવાનું કહૃાું છે. રાજન્ો કહૃાું, ‘હા, પણ જિન્નાતભાઈ! તમે બિલાડી વિજય ઉપર ફેંકાવડાવી કે એનો નળ અન્ો ફુવારાનું પાણી બંધ કરાવડાવ્યું અન્ો એની આંગળીઓ લિફટના દરવાજામાં છુંદાવી એ તો તમે સહેલાઈથી કરી શકો, પરંતુ કાર ગાયબ થઈ ત્યારે પાર્કિંગવાળાનું કહેવું હતું કે ખુદ વિજય અડધી ફિલ્મમાં કાર લઈ ગયો હતો, તો ત્ો કઈ રીત્ો શકય બન્યું?
જિન્નાતભાઈ વળી ખડખડાટ હસવા લાગ્યા, ‘રાજન,’ પાર્કિંગવાળાની નજરન્ો હું ઈચ્છું એવી જોતી કરવા અન્ો હું જેના જેવો થવા માગતો હોઉં એ થતાં મન્ો કયાં વાર લાગવાની હતી?
‘એટલે હું સમજી ગયો કે કાં તો તમે વિજયનું રૂપ ધારણ કર્યું હશે કાં તો તમે પાર્કિંગવાળાન્ો વિજય દેખાયા હશો!’ રાજન્ો કહૃાું.
‘બરાબર રાજન!’ જિન્નાતભાઈએ કહૃાું, ‘બોલ, હવે તું ફોનમાં શું કહેતો હતો? હું તો દુનિયાના જિન્નાતની સભામાં હતો એટલે મન્ો ખ્યાલ નથી, પણ હવે કહે, તું હીનાન્ો કઈ રીત્ો લઈ આવ્યો?
‘હું અહીંથી રાત્રે નીકળીન્ો બીજા દિવસ્ો સાંજના પાંચ વાગ્યે ગ્વાલિયર પહોંચ્યો.’ રાજન્ો કહૃાું, અન્ો એ પછી છેક પોત્ો ડાકુ ભલ્લાસિંહ પાસ્ો પહોંચ્યો અન્ો ત્યાંથી છેક અહીં હીનાન્ો લઈન્ો આવ્યો ત્યાં સુધીની વાત જિન્નાતભાઈન્ો કહી સંભળાવી.
વાત સાંભળ્યા પછી જિન્નાતભાઈ હસ્યા અન્ો પોતાના હાથમાંના ચપ્પુ તરફ જોયું, ‘રાજન!’ ત્ોં રસ્તામાં ભૂષણન્ો જોયો હતો ખરો?
‘નહીં તો….!’ રાજન્ો નવાઈભરી આંખો જિન્નાતભાઈ તરફ જોયું.
‘રાજન! આ મારા હાથમાં ચપ્પુ છે ન્ો?’ જિન્નાતભાઈએ કહૃાું, ‘આ ચપ્પુ ભૂષણે તારી પીઠ તરફ તન્ો ખતમ કરવા માટે ફેંકયું હતું.’
‘પણ…પણ… મેં તો કયાંય ભૂષણન્ો જોયો નહીં. રાજનન્ો જિન્નાતભાઈની વાત સમજાતી ન હતી.’
‘તન્ો વિગતવાર વાત સમજાવું, રાજન.’ જિન્નાતભાઈએ કહૃાું, હું શનિવારે સભામાંથી જેવો નવરો પડયો એવો જ તારી મદદ કરવા માટે નીકળી પડયો હતો. હું જ્યારે તારી પાસ્ો પહોંચ્યો ત્યારે તું ડાકુ ભલ્લાસિંહના કિલ્લા તરફના કિનારા પરથી હોડીમાં બ્ોસી રહૃાો હતો. તું હોડીમાં અડધે રસ્ત્ો પહોંચ્યો ત્યાં જ થોડેક દૂરથી ભૂષણ કિલ્લા તરફ જવા માટે પસાર થઈ રહૃાો હતો. ભૂષણે તન્ો જોયો, તું હીનાન્ો લઈન્ો જઈ રહૃાો છે એવો ખ્યાલ આવતાં જ ખિસ્સામાંથી એણે ચપ્પુ કાઢયું હતું, અન્ો તન્ો ખતમ કરવા માટે તારી પીઠ તરફ નિશાન તાકીન્ો અણીદાર ચપ્પુ ફેંકયું હતું. પરંતુ હું ત્યાં હાજર હતો, મેં આ જોયું એટલે એ ચપ્પુન્ો અધવચ્ચેથી જ મેં પકડીન્ો મારા ખિસ્સામાં સરકાવી લીધું. ભૂષણ અત્યાર સુધીમાં પાકો નિશાનબાજ બની ચૂકયો હતો. મેં એન્ો ખ્યાલ આવવા દીધો નહીં કે એ ચપ્પુ કયાં ગયું. એ તારો પીછો કરવા આગળ વધતો હતો ત્યાં જ એન્ો ડાકુ ભલ્લાસિંહે બોલાવી લીધો. મન મારીન્ો એન્ો પાછા વળવું પડયું અન્ો તું હેમખેમ અહીં આવી પહોંચ્યો.
રાજનન્ો તો એ વાતનો ખ્યાલ જ નહોતો કે એનો દુશ્મન ભૂષણ એની પાછળ આવી રહૃાો છે. ‘જો જિન્નાતભાઈ સમયસર ન આવી પહોંચ્યા હોત તો….’ આ વિચાર સાથે જ રાજન ધ્રૂજી ઊઠયો.
પછી….પછી શું થયું…? જિન્નાતભાઈ અન્ો રાજનની મુલાકાતમાં શું વાત થઈ…? રાજનનું શું થયું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? શું હીના અન્ો પરિમલના લગ્ન થયાં…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.