જિન્નાત પ્રકરણ : ૧૮

લાડકી

એચ. એન. ગોલીબારની નવલકથા

‘વિજય! આમાં એવું છે ન્ો કે, જિન્નાતની દુનિયા વિશે કોઈ કંઈ છાતી ઠોકીન્ો કહી શકે એમ નથી. અન્ો એટલે ઘણા લોકો જિન્નાત વિશે માનતા નથી, પરંતુ જે લોકોન્ો જિન્નાતનો પરચો મળી ચૂક્યો હોય એ લોકો જિન્નાતમાં માનતા હોય એમન્ો માનવા દેવા જોઈએ’
——-
વિજયે હાથની આંગળીઓ તરફ જોયું. જ્યાંથી આંગળીઓ બ્ો દરવાજા વચ્ચે ફસાઈ હતી
ત્યાં લોહી ફરતું બંધ થઈ ગયું હતું,
‘સાલ્લું, ગઈ કાલ રાતથી જાણે
પનોતી બ્ોઠી છે,’ વિજય બબડ્યો
——–
વિજયના હાથમાંથી લીધેલા ફોનન્ો કાન પર ધરતાં રાજન બોલ્યો, ‘હેલ્લો…. હેલ્લો…!’ પરંતુ સામેથી અવાજ આવ્યો નહીં. હીના અન્ો પરિમલનાં બા પણ રાજન તરફ જોવા લાગ્યાં હતાં.
‘હેલ્લો… હેલ્લો…!’ રાજન ફરી ફોનમાં બોલ્યો એટલે સામેથી અવાજ આવ્યો, ‘હું જિન્નાતભાઈ બોલું છું, રાજન…!’
‘હા…. હા….બોલો જિન્નાતભાઈ…!’ રાજન્ો ઝડપથી કહૃાું.
‘હીનાન્ો લઈન્ો તું આવી ગયોન્ો?’ જિન્નાતભાઈએ સાધારણ વાત કહેતા હોય એ રીત્ો પ્ાૂછયું.
‘હા…!’ રાજનન્ો થયું કે, પોત્ો અત્યારે જ જિન્નાતભાઈન્ો હીનાન્ો લેવા જતાં રસ્તામાં શું-શું બન્યું એ બધું જણાવી દે.
‘રાજન, તું એમ કર, આજે તો આરામ કર. કાલ રાત્રે અગિયાર વાગ્યે મન્ો દરિયાકિનારે મળ, આપણે બન્ન્ો બ્ોસીન્ો વાતચીત કરીશું.’
‘ભલે!’ રાજન્ો કહૃાું. એનું મન જિન્નાતભાઈન્ો મળવા માટે થનગની રહૃાું હતું.
‘તો કાલે આપણે મળીએ છીએ.’ કહેતાં જિન્નાતભાઈએ ફોન મૂકી દીધો.
રાજન્ો પણ ફોન મૂકયો, એ સાથે જ વિજયે પ્ાૂછયું, ‘કોણ, જિન્નાતનો ફોન હતો?’
જિન્નાતભાઈએ પોત્ો જ સામેથી કહૃાું હતું કે, પોત્ો જિન્નાત બોલે છે એટલે રાજન્ો ‘હા કહેવામાં કંઈ વાંધો જોયો નહીં. અન્ો એટલે એણે કહૃાું, ‘હા, સામેથી જિન્નાતભાઈ જ બોલતા હતા.’
‘ભૂતની જાતન્ો મળતા આવતા જિન્નાતનો જ આ જિન્નાત હતોન્ો?’ વિજયે પ્ાૂછયું.’
‘હા…!’ રાજન્ો કહૃાું.
‘એટલે તારો મતલબ એ છે કે અત્યારે તારી સાથે એ જિન્નાત્ો વાત કરી, નહીં?’ વિજયના ચહેરા પર વ્યંગભર્યું હાસ્ય આવ્યું.
‘હા…હા…મારી સાથે જિન્નાત્ો જ વાત કરી.’ રાજન્ો કહૃાું.
‘તું ગાંડો….!’ વિજય આગળ બોલે એ પહેલાં જ દરવાજાની ઘંટડી વાગી.
‘હું આવું.’ કહેતાં રાજન્ો જઈન્ો દરવાજો ખોલ્યો. તો સામે પરિમલ અન્ો ઝુબ્ોર ઊભા હતા.
‘અરે! તું આવી ગયો!! કયારે આવ્યો?!’ કહેતાં ઝુબ્ોર અંદર આવ્યો.
‘હીનાન્ો લાવ્યો…?’ કહેતાં પરિમલ પણ અંદર આવ્યો.
ઝુબ્ોર અન્ો પરિમલન્ો અંદર આવેલા જોઈન્ો હીના ઊભી થઈ ગઈ.
ઝુબ્ોર અન્ો પરિમલ હીનાન્ો જોવા લાગ્યા. ‘આવો, હું તમારી ઓળખાણ કરાવું.’ કહેતાં ઝુબ્ોર અન્ો પરિમલન્ો લઈન્ો રાજન હીના પાસ્ો આવ્યો, ‘આ મારી લાડકી બહેન હીના છે અન્ો આ મારા જિગરી દોસ્ત, ઝુબ્ોર અન્ો પરિમલ છે.’ રાજન્ો ઓળખાણ કરાવી.
હીનાએ ઝુબ્ોર અન્ો પરિમલ બન્ન્ો તરફ જોઈન્ો નમસ્ત્ો કર્યા.
‘બ્ોસોન્ો…’ રાજન્ો કહૃાું એટલે ઝુબ્ોર અન્ો પરિમલ વિજયની બાજુના સોફા પર બ્ોઠા. હીના પણ પાછી બ્ોઠી. પરિમલની નજર જાણે હીના પર જ ચોંટી ગઈ હતી. પરિમલ પોતાન્ો એકધારું જોઈ રહૃાો છે એ ખ્યાલ આવતાં જ હીનાએ નજર ઝુકાવી લીધી.
‘આ ત્રણેય મારા દીકરા છે, પરંતુ આ જે સામે બ્ોઠો છે ન્ો!’ પરિમલ તરફ આંગળી ચીંધતાં એની બાએ હીનાન્ો કહૃાું, ‘એ મારો ગાંડો દીકરો છે.’
હીનાએ નજર અધ્ધર કરીન્ો પરિમલ સામે જોયું. પરિમલ હજુ પણ પોતાની તરફ જોઈ રહૃાો હતો. એણે પોત્ો નજર બા સામે ફેરવી લીધી અન્ો વાતો કરવાની કોશિશ કરવા લાગી.
‘રાજન…! અમે તો નીમુભાભીન્ો મળવા આવ્યા હતા-અમન્ો તો સપન્ોય ખ્યાલ નહોતો કે તું આવી ગયો હોઈશ. કમસ્ોકમ તારે અમન્ો જાણ તો કરવી હતી?’ ઝુબ્ોરે ઠપકાભર્યા અવાજે કહૃાું.
‘હું હમણાં થોડીક વાર પહેલાં જ આવ્યો.’ વિજયની બાજુમાં બ્ોસી ચૂકેલા રાજન્ો કહૃાું, ‘હું નહાઈન્ો નીકળ્યો ત્યાં જ જિન્નાતભાઈનો ફોન આવ્યો. એ ફોન વિશે આ વિજય સાથે વાત કરતો હતો ત્યાં જ તમે આવ્યા.’
‘અન્ો તમે આવ્યા એટલે મારી અન્ો રાજનની જિન્નાતની વાત અધૂરી રહી ગઈ.’ વિજયે કહૃાું, ‘પહેલાં તો હું તમન્ો મારી ઓળખાણ કરાવું. હું બાજુમાં જ રહેતા મહેતાકાકાનો દીકરો છું. રાજન સાથે મારી દોસ્તી છે. ત્રણ વરસ પહેલાં હું લંડન રહેવા ચાલ્યો ગયો હતો. ત્યાં જ લગ્ન કરીન્ો અહીં મમ્મી-પપ્પાન્ો મળવા આવ્યો છું. આજે રાજન આવ્યો એટલે એન્ો મળવા આવ્યો ત્યાં જ જિન્નાતનો ફોન આવ્યો.’ વિજય હસ્યો, ‘જિન્નાતનો ફોન હતો એવું રાજનનું કહેવું છે, પરંતુ હું એ વાતન્ો માનતો નથી.’ વિજયે કહૃાું.
‘માનતો તો હું પણ નહોતો, પરંતુ હવે માનતો થઈ ગયો છું.’ રાજન્ો કહૃાું, ‘આ સામે જે મારી બહેન હીના બ્ોઠી છે ન્ો, એન્ો સાત વરસ પહેલાં ત્રણ ગુંડાઓ ઉઠાવી ગયા હતા, એન્ો હું શોધી-શોધીન્ો થાકયો હતો. પરંતુ હમણાં થોડાક દિવસ પહેલાં જ જિન્નાતભાઈએ શોધી કાઢયું કે હીના ડાકુઓ પાસ્ો છે અન્ો હું એ ડાકુ પાસ્ોથી હીનાન્ો લઈન્ો હજુ હમણાં ચાલ્યો જ આવું છું.’ રાજન્ો કહૃાું અન્ો એ પછી એણે પોતાની જિન્નાતની પહેલી મુલાકાતથી અત્યારે એનો ફોન આવ્યો ત્યાં સુધીની વિગતવાર વાત કરી.
વિજય હસ્યો, ખડખડાટ હસ્યો. ‘ભારતના લોકોની અંધશ્રદ્ધાન્ો કોઈ પહોંચી શકે એમ નથી. દુનિયા આટલી આગળ પહોંચી ચૂકી છે છતાં આપણા ભારતના લોકો આવા ઢોંગન્ો ચમત્કાર સમજીન્ો નમસ્કાર કરે છે.’
‘વિજય, મેં જે તન્ો વાત કહી એ રજેરજ સાચી છે. હું પોત્ો પણ ભણેલો-ગણેલો છું.’ રાજનન્ો વિજય જિન્નાતભાઈ પર હસતો હતો એ ગમતું નહોતું.
‘રાજન! એ જિન્નાતભાઈ નહીં હોય, પરંતુ કોઈ ઢોંગી હશે, જે તન્ો એના કોઈ ચક્કરમાં ફસાવી રહૃાો હશે.’ વિજયે કહૃાું.
રાજનન્ો શું બોલવું એ સ્ાૂઝયું નહીં. એન્ો થયું કે વળી આજે જ કયાં આ વિજય આવી ગયો? અન્ો વળી આવી માથાઝીંકમાં પડી ગયો? એ જિન્નાતની વાતન્ો ન માનતો હોય તો કંઈ નહિ, પરંતુ પોતાન્ો શા માટે જિન્નાતન્ો નહીં માનવાની સલાહ આપ્ો છે?
રાજન કંઈ બોલ્યો નહીં એટલે ઝુબ્ોરે વચ્ચે પડવું પડયું. ‘વિજય!’ આમાં એવું છે ન્ો કે, જિન્નાતની દુનિયા વિશે કોઈ કંઈ છાતી ઠોકીન્ો કહી શકે એમ નથી. અન્ો એટલે ઘણા લોકો જિન્નાત વિશે માનતા નથી, પરંતુ જે લોકોન્ો જિન્નાતનો પરચો મળી ચૂકયો હોય એ લોકો જિન્નાતમાં માનતા હોય એમન્ો માનવા દેવા જોઈએ. જિન્નાતમાં ન માનનારા લોકોએ, જિન્નાતમાં માનનારા લોકોની હાંસી ઉડાવવી જોઈએ નહીં, કે જિન્નાત વિશે આડુંઅવળું બોલવું જોઈએ નહીં, નહિતર…’ ઝુબ્ોર અટકયો.
‘નહિતર શું ? એવો સવાલ ત્યાં બ્ોઠેલાં બા, હીના, રાજન, પરિમલ અન્ો વિજયના મનમાં જાગ્યો.
‘નહિતર…જિન્નાત એવા લોકોન્ો પોતાનો પરચો બતાવે છે, એમન્ો એવા હેરાન-પરેશાન કરે છે કે એ જિન્નાતમાં માનતા થઈ જાય.’
વિજય પ્ોટ પકડીન્ો હસવા લાગ્યો, ‘હવે તમન્ો લોકોન્ો શું કહેવું.’ કહેતાં હસતાં-હસતાં વિજય ઊભો થયો. દરવાજા પાસ્ો પહોંચ્યો અન્ો હસતાં-હસતાં બહાર નીકળી ગયો. દરવાજો પાછો બંધ થઈ ગયો.
કમરામાં બ્ો પળ માટે શાંતિ છવાયેલી રહી. રાજનની જિન્નાત વિશેની વાત સાંભળીન્ો પરિમલનાં બા અન્ો હીનાના મનમાં પણ જિન્નાત વિશેના સવાલો સળવળી રહૃાા હતા પરંતુ ઝુબ્ોરે કહેલી વાતથી એ સવાલો મનમાં જ દબાઈ રહૃાા હતા.
‘જવા દે એ વિજયન્ો! ચલ રાજન…આજે હીના અન્ો તું સહીસલામત આવી ગયાં એની ખુશીમાં હું અહીં જ જમીશ. ઝુબ્ોરે કહૃાું.
‘જરૂર…!’ રાજન્ો કહૃાું અન્ો ફરી પહેલાં જેવું જ ઘરમાં ખુશીભર્યું વાતાવરણ થઈ ગયું.
વિજય પોતાના ફલેટના દરવાજા પાસ્ો પહોંચ્યો અન્ો ફલેટના દરવાજાન્ો એણે ધક્કો મારીન્ો ખોલ્યો એ સાથે જ અંદરથી એક કાળી બિલાડીએ વિજય પર છલાંગ લગાવી. વિજય ચીસ પાડતો પાછળની તરફ પછડાયો.
વિજયની ચીસ સાંભળીન્ો આજુબાજુના ફલેટવાળા ફટાફટ પોતાના ફલેટના દરવાજા ખોલીન્ો લોબીમાં આવ્યા. રાજન, ઝુબ્ોર અન્ો પરિમલ પણ લોબીમાં દોડી આવ્યા. મહેતાકાકા, કાકી અન્ો વિજયની પત્ની પણ દોડી આવી. કાકી નીચે પડેલા વિજય પાસ્ો બ્ોસી જતાં પ્ાૂછવા લાગ્યાં, ‘શું થયું? શું થયું?’
‘તમે ઘરમાં શું કરો છો ? ઘરમાં બિલાડી ઘૂસી જાય છે, તો પણ ધ્યાન નથી રાખતાં?’ વિજયે બ્ોઠાં થતાં બા અન્ો રીટા સામે જોતાં થોડાક ગુસ્સા સાથે કહૃાું.
‘બિલાડી….ઘરમાં કયાંથી આવી…?’ મહેતાકાકાએ પ્ાૂછયું.
‘કયાંથી આવી શું? મેં જેવો ફલેટનો દરવાજો ખોલ્યો એ સાથે જ એક કાળી બિલાડી મારી પર ત્રાટકી અન્ો એટલે મારાથી ચીસ પડાઈ ગઈ.
ઝુબ્ોરે આગળ વધીન્ો વિજય તરફ હાથ લંબાવ્યો. એ હાથ પકડીન્ો વિજય ઊભો થયો એટલે ઝુબ્ોરે એન્ો પ્ાૂછયું, ‘કયાં છે એ કાળી બિલાડી?’
‘શી ખબર?’ કયાંક ભાગી-સંતાઈ ગઈ હશે. કહેતાં વિજય પોતાના ફલેટમાં ઘૂસી ગયો. ત્યાં ઊભેલા બધાં જ પોતપોતાના ફલેટમાં ઘૂસ્યા.
દરવાજો બંધ કરીન્ો કાકી વિજય તરફ ફર્યા એટલે વિજયે કહૃાું, ‘બિલાડી અંદર ઘૂસી ગઈ છતાંય તમન્ો એનો ખ્યાલ ન રહૃાો?’
‘શું કયારનોય ખોટેખોટી બ્ાૂમાબ્ાૂમ કરી રહૃાો છે?’ મહેતાકાકાએ ગુસ્સ્ો થતાં કહૃાું, ‘ત્ોં દરવાજો ખોલ્યો અન્ો ચીસ પાડી ત્યારે અમે આ બ્ોઠકરૂમમાં જ હતાં. અમે તો કોઈ બિલાડી જોઈ નથી.’
વિજયન્ો હવે કંઈ સ્ાૂઝયું નહીં, કે શું બોલવું. એ ચૂપ રહૃાો.
રાત્રે ઝુબ્ોરે ઘેર ફોન કરી દીધો અન્ો રાજનન્ો ઘરે જ રોકાઈ ગયો. પરિમલ પણ ત્યાં જ રોકાઈ ગયો. મોડે સુધી બધાં વાતો કરતાં રહૃાાં.
અહીં, મહેતાકાકાના ઘરમાં, રીટાની બાજુમાં લેટેલો વિજય પણ જિન્નાત વિશે વિચારતો મોડી રાત સુધી જાગતો રહૃાો.
સવારે વિજય ઊઠયો અન્ો બાથરૂમમાં ઘૂસ્યો. અંગ્રેજી ગીત ગણગણતાં એ શરીર પર સાબુ લગાવવા લાગ્યો. એ જેમ-જેમ સાબુ લગાવતો હતો, ત્ોમ-ત્ોમ ફીણના ગોટા વળતા જતા હતા. એની આંખો બંધ હતી અન્ો ચહેરા પર, આંખો પર, આખાય શરીર પર સાબુના ફીણના ગોટા વળેલા હતા. એણે બંધ આંખે જ, ડાબા હાથે ફુવારાનો કોક શોધ્યો અન્ો ફેરવ્યો. પરંતુ ફુવારામાંથી પાણી છૂટયું નહીં. એણે એક પળ વધુ વાટ જોઈ, પરંતુ ફુવારામાં પાણી આવ્યું નહીં એટલે, વાંકા વળીન્ો એણે ડોલમાંનું થોડુંક પાણી પોતાના માથા પર રેડયું. આંખો પરનું ફીણ પાણી સાથે નીચે ઊતરી જતાં, એણે ખોલી. એણે નળ ચાલુ કર્યો, તોય પાણી આવ્યું નહીં એટલે એણે પોતાની કમર ફરત્ો ટુવાલ લપ્ોટયો અન્ો બાથરૂમનો દરવાજો ખોલીન્ો બહાર આવ્યો, ‘મમ્મી….રીટા…!’
‘શું છે, વિજય?’ કહેતાં કાકી રસોડામાંથી અહીં આવ્યાં. પાછળ રીટા પણ આવી.
‘મમ્મી! બાથરૂમમાં પાણી કેમ નથી આવતું?’ વિજયે બાથરૂમના દરવાજા પાસ્ોથી ખસતાં કહૃાું.
‘ના હોય! રસોડામાં તો પાણી આવે છે.’ કહેતાં કાકી બાથરૂમમાં ઘૂસ્યાં. ફુવારાનો કોક તો ચાલુ જ હતો. એમણે ફુવારાનો કોક આમ-ત્ોમ ફેરવ્યો ત્યાં જ ફુવારામાંથી પાણી છૂટયું. એ એક બાજુ ખસી ગયાં. નળમાંથી પણ પાણી નીકળવાનું ચાલુ થઈ ચૂકયું હતું. ‘વિજય! લે આમાંથી તો પાણી આવે છે!’ કહેતાં કાકી બાથરૂમની બહાર નીકળ્યાં.
‘તમે શું કર્યું?’ વિજયે પ્ાૂછયું.
‘કંઈ જ નહીં…! ફુવારાનો કોક અન્ો નળ તો પહેલેથી જ ખુલ્લા હતા, મેં હાથ લગાડયો ત્યાં જ પાણી ચાલુ થઈ ગયું.’
વિજય આગળ કંઈ બોલ્યો નહીં. ‘આવું કેમ થયું?’ એમ વિચારતો એ બાથરૂમમાં ઘૂસ્યો, અન્ો દરવાજો બંધ કરીન્ો, ફુવારા નીચે નહાવા લાગ્યો.
વિજયે પોતાની અન્ો રીટાની આજના બપોરના ત્રણથી છની અંગ્રેજી ફિલ્મની ટિકિટ મંગાવી હતી. એ કારમાં થિયેટર પર પહોંચ્યો. રીટા સાથે હસતો વાતો કરતો પાર્કિંગ તરફ આગળ વધ્યો. પાર્કિંગમાં પોત્ો જ્યાં પોતાની કાર મૂકી હતી ત્યાં આવતાં જ વિજય ચોંકયો. પોત જ્યાં પોતાની કાર મૂકી હતી, એ અત્યારે ત્યાં નહોતી. ‘કાર કયાં ગઈ ? એવા સવાલ સાથે વિજયે પાર્કિંગવાળાન્ો પ્ાૂછપરછ કરી.
પાર્કિંગવાળાએ નવાઈ સાથે વિજયની સામે જોયું અન્ો પછી કહૃાું, ‘શું વાત કરો છો, સાહેબ ! લગભગ પોણા ચાર વાગ્યે, અડધી ફિલ્મે તો તમે બહાર આવીન્ો, તમારી જાત્ો કાર લઈ ગયા છો, અન્ો અત્યારે વળી પાછા કાર લેવા આવ્યા છો? કયાંક તમારું મગજ તો ભમી-બમી ગયું નથીન્ો?’
‘શું વાત કરો છો તમે? રીટા બોલી ઊઠી, ‘એ કાર કયાંથી લઈ જાય ? ફિલ્મની શરૂઆતથી ત્ો અત્યાર સુધી તો એ મારી બાજુની સીટ પર જ બ્ોઠા હતા.’
પાર્કિંગવાળો ખડખડાટ હસવા લાગ્યો, ‘બહેનજી, કદાચ અંધારામાં કોઈ બીજો માણસ તમારી બાજુમાં આવીન્ો બ્ોસી ગયો હશે એટલે તમન્ો એવું લાગ્યું હશે. બાકી હું તો અહીં અજવાળામાં ઊભો હતો અન્ો વળી અડધી ફિલ્મ છોડીન્ો જનારા માણસોનો ચહેરો હું જલદીથી કઈ રીત્ો ભૂલી શકું?’
વિજયન્ો લાગ્યું કે, ‘પોતાનું મગજ ભમી ગયું છે. પાર્કિંગવાળો છાતી ઠોકીન્ો કહી રહૃાો હતો કે પોત્ો કાર લઈન્ો ગયો છે! પરંતુ એ કઈ રીત્ો બની શકે?’ પોતાની કાર મેળવવા માટે પોત્ો પોલીસમાં ફરિયાદ લખાવવી જોઈએ.
રીટાનો હાથ પકડીન્ો વિજય ત્યાંથી આગળ વધી ગયો.
પોલીસ ચોકીમાં કાર ખોવાયાની ફરિયાદ લખાવીન્ો, પોતાનો ફોન નંબર આપીન્ો વિજય ટૅકસીમાં પોતાના ફલેટ પર પહોંચ્યો.
રીટા લિફટમાં આવી એટલે પછી ‘કાર કયાં ગઈ ? એ વિશે વિચારતો વિજય લિફટમાં આવ્યો અન્ો દસમા માળનું બટન દબાવ્યું. લિફટ ઝુઉઉઉઉઉઉ..કરતી ઉપરની તરફ ચઢવા લાગી.
વિજયે પોતાની ઘડિયાળમાં જોયું. એમાં આઠ વાગી ન્ો પંચાવન મિનિટ થઈ હતી.
લિફટ દસમા માળે આવીન્ો ઊભી રહી. લિફટનો ઓટોમેટિક દરવાજો ખૂલ્યો. વિજય અડધો બહાર નીકળ્યો એ સાથે સડડડ કરતાં ફરીથી એ દરવાજો બંધ થયો, વિજયે પોતાની જાતન્ો પાછી અંદર લિફટમાં ખેંચી, પરંતુ એની જમણા હાથની ચાર આંગળીઓ લિફટના બ્ો દરવાજા વચ્ચે ફસાઈ ગઈ. આમ તો લિફટના દરવાજા પતરાના અન્ો પોલા હતા, માણસના હાથ-પગ એમાં ફસાય તો ઈજા થવાનો કોઈ સવાલ નહોતો. પરંતુ જાણે અત્યારે વિજયની આંગળીઓ છૂંદવા માટે એ બન્ન્ો દરવાજાન્ો કોઈ એકબીજા તરફ ધકેલી રહૃાું હોય એવું લાગી રહૃાું હતું. આંગળીઓ વધુ દબાતાં વિજયના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી. અન્ો ત્યારે જ રીટાન્ો ખ્યાલ આવ્યો કે વિજયની આંગળીઓ ખરાબ રીત્ો ફસાઈ ગઈ છે. એણે હાંફળી-ફાંફળી થતાં દરવાજાન્ો હાથ લગાવ્યો ત્યાં જ ખૂલી ગયો. વિજય ઝડપથી બહાર આવી ગયો. રીટા પણ ઝડપથી બહાર આવી. વિજયે સિસકારો બોલાવતા પોતાના જમણા હાથની આંગળીઓ તરફ જોયું. જ્યાંથી આંગળીઓ બ્ો દરવાજા વચ્ચે ફસાઈ હતી ત્યાં લોહી ફરતું બંધ થઈ જવાન્ો કારણે સફેદ લીટો પડી ગયો હતો. ‘સાલ્લું ! ગઈકાલ રાતથી જાણે પનોતી બ્ોઠી છે.’ વિજય બબડયો.
‘ગઈકાલ રાત યાદ આવતાં જ વિજયન્ો ઝુબ્ોરે કહેલા શબ્દો યાદ આવ્યા. ‘જિન્નાતમાં ન માનનારા લોકોએ, જિન્નાતમાં માનનારા લોકોની હાંસી ઉડાવવી જોઈએ નહીં, કે જિન્નાત વિશે આડુંઅવળું બોલવું જોઈએ નહીં, નહીંતર જિન્નાત એવા લોકોન્ો પોતાનો પરચો બતાવે છે, એમન્ો એવા હેરાન-પરેશાન કરે છે કે એ જિન્નાતમાં માનતા થઈ જાય.
પછી….પછી શું થયું…? વિજયના હાલહવાલ શું જિન્નાતભાઈએ કર્યા હતા…? રાજનનું શું થયું…? જિન્નાતભાઈ રાજનન્ો શું કામ મળવા માગતા હતા….? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.