એચ. એન. ગોલીબારની નવલકથા

‘ત્યાં જવામાં પહેલું જોખમ તો એ જ છે કે કોઈ પણ
ઝાડી-ઝાંખરાંમાંથી ગોળી આવીન્ો તમન્ો વીંધી શકે છે.’ શિવચરણના આ શબ્દો યાદ આવતાં જ કેડી પર આગળ વધી રહેલા રાજનના પગ અટકી ગયા. એણે ચહેરો ઘુમાવીન્ો બન્ન્ો તરફનાં ઝાડી-ઝાંખરાં તરફ જોયું

રાજનનું હૃદય અત્યારે ધબક-ધબક ધડકી રહૃાું હતું. અહીંનું વાતાવરણ જોઈન્ો રાજનન્ો લાગ્યું કે જાણે એ કાળો કેર વર્તાવી રહેલા ખૂનખાર ડાકુઓના અડ્ડામાં આવ્યો હોય

રાજન કેડી તરફ આગળ વધ્યો. એનું મન ડાકુ ભલ્લાસિંહ પાસ્ો પહોંચવા આતુર હતું.
પ્ોલો આદમી ફરીન્ો ગામ તરફ આગળ વધ્યો. ગામ અહીંથી પંચોત્ોર પગલાં અંદર હતું. ગામ માંડ પચાસ્ોક મકાનનું હતું.
રાજન્ો કેડી પર પગ મૂકયો. કેડીની બન્ન્ો બાજુએ ઝાડી-ઝાંખરાઓ હતાં. એ ઝાડી-ઝાંખરાંઓ વચ્ચે માંડ એક ફૂટ જેટલી જગ્યા હતી.
‘ત્યાં જવામાં પહેલું જોખમ તો એ જ છે કે કોઈપણ ઝાડી-ઝાંખરામાંથી ગોળી આવીન્ો તમન્ો વીંધી શકે છે.’ શિવચરણના આ શબ્દો યાદ આવતાં જ કેડી પર આગળ વધી રહેલા રાજનના પગ અટકી ગયા. એણે ચહેરો ઘુમાવીન્ો બન્ન્ો તરફના ઝાડી-ઝાંખરા તરફ જોયું.
રાજનન્ો થયું કે ભગવાન ખરેખર અજબ છે. એણે અહીંના આદમીઓના-ડાકુઓના ભયાનક ચહેરા અન્ો સ્વભાવ સાથે હળીમળી જાય એવાં જ ઝાડ-પાન ઉગાડયાં છે. એવા જ ખડકો બનાવ્યા ન્ો ખાઈઓ ખોદી છે અન્ો એવી જ કોતરો કોતરી છે.
મગજમાં આવેલા આવા વિચારન્ો ખંખેરતાં ભગવાનનું નામ દઈન્ો રાજન આગળ વધ્યો. લગભગ એ પંદરેક મિનિટ જેટલું ચાલ્યો, એ પછી બન્ન્ો તરફનાં ઝાડી-ઝાંખરાઓ પ્ાૂરાં થયાં અન્ો એ ખુલ્લી જગ્યામાં આવીન્ો ઊભો રહૃાો.
એ સાથે જ એનાથી પચાસ્ોક પગલાં દૂર, સર્વોદય આશ્રમના પગથિયાં પાસ્ોથી ક્યારીમાં ખૂરપી લઈન્ો કામ કરી રહેલો આદમી ઊભો થઈ ગયો અન્ો સવાલભરી નજરે રાજન સામે જોવા લાગ્યો. એ આદમી રાજનથી લગભગ સાઠેક પગલાં દૂર ઊભો હતો. રાજન એના ચહેરાના ભાવ અહીંથી વાંચી શકે એમ નહોતો. એ આદમીએ જમણી તરફ જોયું. રાજન્ો ડાબી તરફ જોયું એ સાથે જ એનું હૃદય બ્ો ધબકારા ચૂકી ગયું. ડાબી તરફ, કયારીઓ પાસ્ો, થોડેક થોડેક દૂર મેલાંઘેલાં કપડાંમાં પાંચ આદમીઓ ઊભા હતા. એમના ચહેરાઓ એ એક જમાનામાં ડાકુઓ હશે એ વાતની ચાડી ખાઈ રહૃાા હતા. એ ચાર આદમીઓમાંથી એકના હાથમાં ખૂરપી અન્ો તગારું, બીજા બ્ોના હાથમાં પણ ખૂરપી અન્ો ચોથા આદમીના હાથમાં પાવડો હતો. એ લોકો બાગકામ કરી રહૃાા હતા અન્ો રાજનન્ો આવેલો જોઈન્ો આ રીત્ો સવાલભરી આંખે, હાથમાં ખૂરપીઓ સાથે ઊભા રહી ગયા હતા. એ પાંચેય આદમીઓએ રાજન પરથી નજર ખસ્ોડીન્ો પોતાની સામેની તરફ જોયું. રાજન્ો એમની નજર પર પોતાની નજર બ્ોસાડીન્ો જમણી તરફ ડોકું ફેરવીન્ો જોયું. જમણી તરફ એક મોટું છાપરાવાળું સ્ટેજ હતું અન્ો એ સ્ટેજ પર, ગોદડી પર એક ઊંચો-તગડો આદમી હુક્કો ગટગટાવતો રાજન તરફ જોતો, કોણી પર અડધો લેટેલો બ્ોઠો હતો. પાસ્ો જ એક યુવાન એના ડાબા ખભાન્ો દબાવી રહૃાો હતો, જ્યારે બીજો યુવાન એ આદમીના પગ દબાવી રહૃાો હતો. જોકે, અત્યારે તો એ બન્ન્ોના હાથ જ્યાં હતાં ત્યાં જ રોકાયેલા પડયા હતા.
રાજન્ો બ્ૉગ નીચે મૂકતાં હુક્કો ગટગટાવી રહેલા આદમી તરફ જોયું. એ આદમીના કાળા ચહેરા પર મોટી મૂછો હતી. એની આંખો પણ ખાસ્સી મોટી હતી. એ આદમીના ચહેરામાં કાચા-પોચા આદમીના હૃદયન્ો હલબલાવી મૂકે એટલી કરડાકી હતી. એ આદમીએ ઝભ્ભો અન્ો ધોતી ત્ોમજ માથે ગાંધી-ટોપી પહેરી હતી.
ગુડ….ગુડ….ગુુડ…કરતાં હુક્કાનો છેલ્લો કશ લઈન્ો એ આદમીએ હુક્કાની પાઈપ પીઠ પાસ્ો હાથ દબાવવા બ્ોઠેલા યુવાનના હાથમાં આપી. પગ પાસ્ો બ્ોઠેલો યુવાન આન્ો જાણે સંકેત સમજીન્ો થોડોક પાછળ ખસ્યો. એ આદમી બ્ોઠો થયો.
રાજનનું હૃદય અત્યારે ધબક-ધબક ધડકી રહૃાું હતું. અહીંનું વાતાવરણ અન્ો અહીંના આદમીઓના ચહેરા અન્ો એમના ભાવ જોઈન્ો રાજનન્ો લાગ્યું કે જાણે એ આત્મસમર્પણ કરીન્ો સામાન્ય માણસો બની ચૂકેલા ડાકુઓના આશ્રમમાં નહીં પરંતુ આજુબાજુના ગામમાં કાળો કેર વર્તાવી રહેલા ખૂનખાર ડાકુઓના અડ્ડામાં આવ્યો હોય.
સ્ટેજ પર બ્ોઠેલા એ ખૂનખાર આદમીએ આંગળી હલાવીન્ો રાજનન્ો પોતાની પાસ્ો બોલાવ્યો.
રાજન હિંમત ભેગી કરીન્ો, બ્ૉગ ઉપાડીન્ો ધીમે પગલે એ આદમી તરફ આગળ વધ્યો. એ સ્ટેજના પગથિયા પાસ્ો આવીન્ો રાજન ઊભો રહૃાો. હવે એનાથી ફકત ત્રણ ફૂટ દૂર જ એ ખૂનખાર આદમી બ્ોઠો હતો.
‘કોનું કામ હતું?’ એ આદમીએ પ્ાૂછયું. જાણે બ્ો પથ્થર ટકરાયા હોય એવો એનો અવાજ હતો.
રાજન્ો બ્ૉગ નીચે મૂકી અન્ો હોઠ પર જીભ ફેરવતાં, ધીમા ન્ો ઠંડા અવાજે કહૃાું, ‘હું… હું….મુંબઈથી આવું છું. આ જ સર્વોદય આશ્રમ છે ન્ો?’
‘હા…!’ ફરી પ્ોલા આદમીના કર્કશ અવાજે કહૃાું અન્ો રાજનની બ્ૉગ અન્ો થેલી તરફ જોયું. એની નજરમાં શંકા હતી. એ શંકાન્ો જાણે સમજી ગયો હોય એમ રાજન્ો કહૃાું, ‘જી! હું પોલીસનો આદમી નથી, પરંતુ અહીં એક કામ…!’
‘કામ પછી…!’ પહેલાં…. એ આદમીએ પોતાનું વાકય અધૂરું જ મૂકયું અન્ો એ સાથે જ એ અધૂરા વાકયન્ો સમજી ગયા હોય એમ એ આદમી પાસ્ો બ્ોઠેલા બન્ન્ો યુવાનો ઊભા થઈન્ો, સ્ટેજ પરથી ઊતરીન્ો રાજન પાસ્ો આવ્યા. એક યુવાન્ો રાજનની થેલી ઉઠાવી અન્ો બીજા યુવાન્ો રાજનની બ્ૉગ ઉઠાવી અન્ો આશ્રમ તરફ આગળ વધ્યા.
‘આ….આ…સામાન કયાં લઈ જઈ રહૃાા છે?’ રાજન્ો અનુભવ્યું કે આ આદમીઓ ડાકુઓ જ છે ન્ો અત્યારે પોતાન્ો લૂંટી રહૃાા છે. પોતાની હાલત અત્યારે સિંહના પાંજરામાં બકરી ઘૂસી હોય એવી થઈ છે.
‘ચાલ…. મારી સાથે…!’ સ્ટેજ પરથી ઊતરીન્ો ઊભા થયેલા એ આદમીએ કહૃાું. રાજનન્ો સમજાયું નહીં કે શું કરવું? શું કહેવું?
પ્ોલો આદમી, પ્ોલા બ્ો યુવાન સામાન લઈન્ો આશ્રમમાં ગયા હતા એ તરફ આગળ વધ્યો. ‘ડાકુ ભલ્લાસિંહની માહિતી નહીં તો કમસ્ોકમ પોતાનો સામાન તો લઈ આવું એવા વિચાર સાથે રાજન પ્ોલા આદમી પાછળ આગળ વધ્યો.’
પ્ોલા આદમી પાછળ રાજન આશ્રમના મુખ્ય દરવાજામાં પ્રવેશ્યો. વચ્ચે લગભગ દસ ફૂટ પહોળી લોબી હતી. એ લોબી સળંગ લગભગ બસો ફૂટ જેટલી લાંબી હતી અન્ો એની બન્ન્ો બાજુ લગભગ પંદર-પંદર કમરાઓના દરવાજાઓ હતા અન્ો એ દરવાજાઓ પાસ્ો એક-બ્ો એમ આદમીઓ ઊભા હતા. એ બધા આદમીઓ એક જમાનાના ખૂનખાર ન્ો ખતરનાક ડાકુઓ હતા એ વાત રાજન સારી રીત્ો જાણતો હતો અન્ો વળી અત્યારે એ આદમીઓના ચહેરાઓ પણ એમના ડાકુ હોવાની ચાડી ખાતા હતા.
એ આદમી પાછળ આગળ વધી રહેલા રાજનન્ો લાગી રહૃાું હતું જાણે પોત્ો સસલું છે અન્ો આ બધાં આદમીઓ સિંહ છે, જે પોતાની પર તરાપ મારવા માટે ત્ૌયાર ઊભા છે.
છેલ્લા બન્ન્ો કમરા પાસ્ો આવીન્ો એ આદમી ઊભો રહૃાો. રાજન પણ ઊભો રહૃાો. જમણી તરફ ફરીન્ો પ્ોલો આદમી અંદર કમરામાં ઘૂસ્યો. પાછળ રાજન પણ અંદર ઘૂસ્યો.
અંદર પ્ોલા બન્ન્ો યુવાનો રાજનની બ્ૉગ અન્ો થેલા નીચે મૂકીન્ો ઊભા હતા. એ કમરો ખાસ મોટો નહોતો તો નાનો પણ નહોતો. કમરાની વચ્ચોવચ થોડેક-થોડેક દૂર બ્ો પલંગ પડયા હતા.
એ આદમી પલંગ પર બ્ોઠો. ‘બ્ોસ…!’ એણે રાજનન્ો કહૃાું. રાજન આનાકાની કર્યા વિના એ આદમીની સામેના પલંગ પર બ્ોઠો.
એ આદમીએ પ્ોલા બન્ન્ો યુવાનો તરફ જોયું. એ નજરન્ો સમજી ગયા હોય એમ એક યુવાન્ો રાજનની બ્ૉગ ખોલી અન્ો બીજો રાજનની થેલીમાં વસ્તુઓ કાઢવા લાગ્યો.
‘આ શું કરો છો!?’ એવો સવાલ રાજનના હોઠે આવી ગયો, પરંતુ એણે એ સવાલ પાછો પ્ોટમાં ધકેલી દીધો. એન્ો ખ્યાલ આવી ગયો કે પોત્ો પોલીસનો માણસ કે પછી કોઈ દુશ્મન તો નથીન્ો ? અન્ો અહીં કોઈ હથિયાર લઈન્ો તો નથી આવ્યોન્ો ? એની તલાશી બન્ન્ો યુવાનો લઈ રહૃાા છે.
પ્ોલા યુવાન્ો તલાશી લઈન્ો, વસ્તુઓ પાછી થેલીમાં મૂકી. અન્ો ‘નામાં ડોક હલાવી.’ બીજા યુવાન્ો પણ બધી વસ્તુઓ મૂકીન્ો બ્ૉગ બંધ કરી અન્ો ‘નામાં ડોક હલાવી.’
‘તમે જાવ….બહાર જઈન્ો ઊભા રહો.’ પલંગ પર બ્ોઠેલા આદમીએ કહૃાું. પ્ોલા બન્ન્ો યુવાન બહાર નીકળ્યા અન્ો બહારથી દરવાજો બંધ કરીન્ો દરવાજા પાસ્ો જ સામસામે ઊભા રહૃાા.
પ્ોલા આદમીએ રાજન સામે જોયું અન્ો મીઠું હસ્યો. અત્યાર સુધીમાં એ પહેલીવાર હસ્યો હતો.
‘હા…હવે ખાતરી થઈ ગઈ કે તમે અમારા દુશ્મન નથી. પ્ોલો આદમી ફરી હસ્યો. ‘જોકે, અમે હવે ડાકુ રહૃાા નથી એટલે હવે અમારું કોઈ દુશ્મન રહૃાું નથી,’ ત્ોમ છતાંય અમે અમારી સલામતી માટે અત્યારે પણ ચોકસાઈ રાખીએ છીએ.’
‘હા….એ તો બરાબર છે.’ રાજન્ો પોતાની વાત આવતાં કહૃાું, ‘અહીંનો મુખ્ય આદમી કોણ છે? એન્ો હું મળવા માગું છું.’
‘હું જ અહીંનો મુખ્ય માણસ છું.’ એ આદમી હસ્યો, ‘મારું નામ મહાનસિંહ છે. હું અહીંનો-આ આશ્રમનો સરદાર છું.’ બોલ ! તું અહીં શા માટે આવ્યો છે?
રાજન્ો મહાનસિંહન્ો હીના વિશેની વિગતવાર વાત કહી અન્ો અહીંથી કોઈ માણસ ભલ્લાસિંહ સુધી પહોંચાડે એ માટે પોત્ો અહીં આવ્યો છે એ વાત કહી.
થોડીકવાર સુધી મહાનસિંહ ચૂપ રહૃાો, અન્ો દૂર..દૂર…તાકતો રહૃાો. એ પછી એણે બ્ાૂમ મારી, ‘જગાવર, એ દિલાવર…!’ એ સાથે જ દરવાજો ખોલીન્ો બહાર ઊભેલા બન્ન્ો યુવાનો અંદર દોડી આવ્યા.
‘દિલાવર…જા!’ રાજનબાબુ માટે ચા-નાસ્તો લઈ આવ, અન્ો બપોરના જમવાની વ્યવસ્થા પણ કર. મહાનસિંહે કહૃાું, એટલે જમણી બાજુ ઊભેલો યુવાન બહાર નીકળી ગયો.
બીજો યુવાન જગાવર ત્યાં જ ઊભો રહૃાો. ‘જગાવર..’ મહાનસિંહે પ્ાૂછયું, ‘અત્યારે ભલ્લાસિંહ કયાં છે એના કંઈ સમાચાર મળ્યા છે?’
‘ના….’ જગાવરે કહૃાું, ‘હજુ ગઈકાલે તો એ મધ્યપ્રદેશની કોતરોમાં ઘૂસ્યો છે એટલે અત્યારે એ કયાં હશે એ કહી શકાય નહીં, વળી અત્યારે એ અઠવાડિયા સુધી તો બહાર નીકળશે જ નહીં-લૂંટફાટ કરશે નહીં ન્ો શાંતિથી બ્ોસી રહેશે.’
‘તો હવે…?’ રાજન્ો મહાનસિંહ સામે જોતાં કહૃાું, ‘ભલ્લાસિંહ કયાં છે એની ખબર તો મહિના સુધી ન પડે…! ત્યાં સુધી હું કયાં અહીં રહું…?’ ઘરે બધાં મારી વાટ જોઈન્ો મરી જ જાય.
મહાનસિંહ રાજન સામે જોવા લાગ્યો, ‘રાજન! તન્ો એક જગ્યાએ ડાકુ ભલ્લાસિંહ મળી શકે…જોકે, હું ખાતરીપ્ાૂર્વક ન કહી શકું કે ત્યાં ભલ્લાસિંહ હશે જ, પરંતુ તું એ કયાં છે? એ વાત જાણવા મળે ત્યાં સુધી હાથ જોડીન્ો બ્ોસી રહે એના કરતાં ત્યાં જઈ આવે તો વધારે સારું.
‘બરાબર છે…!’ ભલ્લાસિંહ કયાં હશે એની માહિતી મળતી જોઈન્ો રાજનના ચહેરા પર ખુશી દોડી આવી. ‘એ કઈ જગ્યા છે?’ હું ત્યાં જોઈ આવું કે ત્યાં ભલ્લાસિંહ છે કે નહીં…?
મહાનસિંહે માથે પહેરેલી ગાંધી-ટોપી ઉતારી અન્ો માથા પર હાથ ફેરવીન્ો ટોપી પાછી માથા પર જમાવી. ‘હું માનું છું ત્યાં સુધી અત્યારે ભલ્લાસિંહ પગારા ડેમના કિલ્લામાં હોવો જોઈએ. અમે પણ પોલીસની નજરથી છુપાઈ જવા માટે એ કિલ્લામાં રહેતા હતા. ડાકુ માનસિંહ, મલ્ખાસિંહ અન્ો મોહરસિંહ પણ આ કિલ્લામાં રહી ચૂકયા છે.
‘આ કિલ્લો છે કયાં?’ જાણે રાજન એ કિલ્લા વિશે જાણીન્ો અત્યારે જ એ કિલ્લા તરફ દોડી જવા માગતો હોય એમ પ્ાૂછયું.
પગારા ડેમ અહીંથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. ત્યાં સુધીનો રસ્તો કાચો ન્ો રેતીવાળો છે. આજુબાજુ ઝાડી-ઝાંખરા અન્ો કોતરો છે. ડાકુઓ આ રસ્તાની કોતરોમાં પણ લપાયેલા-છુપાયેલા રહે છે. પગારા ડેમની વચમાં નદીમાં એ કિલ્લો છે. કિનારાથી એ કિલ્લો લગભગ એકાદ-દોઢ કિલોમીટર દૂર છે અન્ો એટલે જ ડાકુઓ છુપાય છે. કિલ્લામાં ડાકુઓન્ો પકડવા માટે પોલીસ જો નદીમાં ઊતરે તો પછી કિલ્લામાં બ્ોઠાં-બ્ોઠાં ડાકુઓ આસાનીથી પોલીસન્ો ગોળીથી ફૂંકી શકે. જોકે, અહીંથી આગળ-પગારા ડેમ તરફ ગીચ કોતરો હોવાન્ો કારણે પોલીસ જવાની હિંમત કરતી જ નથી અન્ો એટલે એ કિલ્લામાં છુપાયેલા ડાકુ લહેરથી રહી શકે છે. મહાનસિંહે રાજનન્ો કિલ્લાની માહિતી આપી.
‘હા,’ પણ ધારો કે હું પગારા ડેમ પાસ્ો, કિલ્લાની સામેના કિનારા પર પહોંચી જાઉં એ પછી કિલ્લામાં કઈ રીત્ો પહોંચી શકું? કિલ્લામાં રહેલા ડાકુઓ મન્ો જોતાંવેંત જ ગોળીથી વીંધી ન નાખે?
‘તારી વાત સાચી છે,’ રાજન! પરંતુ આમેય તારા માટે અહીંથી પગારા ડેમ સુધીનો રસ્તો પણ ખતરાભર્યો છે. હું અહીંથી કોઈન્ો તારી સાથે મોકલત અથવા તો હું જાત્ો પણ તારી સાથે આવત, પરંતુ મુશ્કેલી એ છે કે અમે આત્મસમર્પણ કરી લીધું છે. હવે હું પગારા ડેમ તરફ કોતરોમાં જઈ રહૃાો હોઉં અન્ો કોઈ પોલીસ મન્ો જોઈ જાય તો પાછો હું બાગી બની ગયો છું, એમ માનીન્ો મારું આ શાંતિથી જીવવું હરામ કરી દે. મહાનસિંહે લાગણીભર્યા અવાજે કહૃાું.
રાજન કંઈ બોલ્યો નહીં. એણે મહાનસિંહ તરફથી નજર ખસ્ોડીન્ો, ચહેરો ફેરવીન્ો જગાવર તરફ જોયું.
‘રાજનબાબુ…!’ પોતાની તરફ રાજનન્ો જોતો જોઈન્ો જગાવરે કહૃાું, ‘જો તમારે એ કિલ્લામાં જવું હોય તો તમે એક કામ કરી શકો. પગારા ડેમના કિનારા પર અંગ્રેજોએ બનાવેલું સરકીટ હાઉસ-ડાક બંગલો છે. ત્યાં વરસોથી પાનાસિંહ નામનો એક વૃદ્ધ રહે છે. અંગ્રેજોના જમાનામાં એ આ ડાકબંગલામાં આવતા મહેમાનોની સરભરા કરતો હતો. આજે ત્યાં કોઈ આવતું-જતું નથી. એ એકલો જ રહે છે. પગારા ડેમના કિલ્લામાં આવતા-જતા ડાકુઓ પાનાસિંહન્ો ખાવાપીવા માટે વસ્તુઓ આપતા જાય છે. જગાવર શ્ર્વાસ ખાવા રોકાયો, ‘અન્ો એટલે જો તમે પાનાસિંહ પાસ્ો પહોંચી જાવ અન્ો એન્ો વાત કરો તો એ તમન્ો નદી વચ્ચેના કિલ્લામાં સલામતરીત્ો લઈ જઈ શકે.’
‘હા…!’ મહાનસિંહે કહૃાું, ‘જગાવરની વાત સાચી છે. તું જમીન્ો, ભગવાનનું નામ લઈન્ો, પગારા ડેમ પહોંચી જા. ત્યાં જો ભલ્લાસિંહ હોય તો એન્ો મળીન્ો તારી બહેનન્ો લઈ આવજે. જો ભલ્લાસિંહ ત્યાં ન હોય તો અહીં આવજે, પછી આપણે માણસો દોડાવીન્ો, ભલ્લાસિંહનો પત્તો મેળવી લઈશું.
‘તમારો ખૂબ-ખૂબ આભાર…!’ રાજન્ો કહૃાું ત્યાં જ દિલાવર હાથમાં નાસ્તાની પ્લેટ અન્ો ચા લઈન્ો આવ્યો. પલંગ પર એણે નાસ્તાની પ્લેટ મૂકી અન્ો પ્લેટમાંથી એક ચાનો કપ મહાનસિંહ અન્ો બીજો કપ રાજનન્ો આપ્યો.
નાસ્તો પતાવીન્ો મહાનસિંહ રાજનન્ો લઈન્ો, પોત્ો જ્યાં હુક્કો ગગડાવતો બ્ોઠો હતો ત્યાં આવ્યો. પાછળ બ્ૉગ અન્ો થેલી લઈન્ો દિલાવર અન્ો જગાવર પણ આવ્યા.
‘બ્ોસ…!’ મહાનસિંહે સ્ટેજ પર બ્ોસતા કહૃાું, ‘આ એ જ સ્ટેજ છે, જ્યાં અમે જયપ્રકાશ નારાયણ પાસ્ો આત્મસમર્પણ કર્યું હતું.
રાજન બ્ોઠો અન્ો ઘડિયાળમાં જોયું. સવારના અગિયાર વાગ્યા હતા. એ પછી ડાકુ ભલ્લાસિંહ વિશે વાતચીત કર્યા પછી અન્ો જમ્યા પછી અઢી વાગ્યે રાજન્ો મહાનસિંહ પાસ્ો જવાની રજા માગી, ‘દાદા ! હું હવે નીકળું પગારા ડેમ તરફ જવા માટે…
‘હા…ભલે…!’ કહેતાં મહાનસિંહ ઊભો થયો. રાજન પણ પાછો ઊભો થયો
‘રાજન….!’ કંઈક યાદ આવ્યું હોય એમ મહાનસિંહે કહૃાું, ‘હું તન્ો ભલ્લાસિંહ પર એક ચિઠ્ઠી લખી આપું છું. એ ચિઠ્ઠીન્ો કારણે ભલ્લાસિંહ પાસ્ોથી તારી બહેનન્ો મેળવવામાં તન્ો સરળતા રહેશે. જોકે આમ પણ ભલ્લાસિંહ ભલો આદમી છે.
ચિઠ્ઠી લખવાની વાત સાંભળીન્ો દિલાવર અંદર જઈન્ો પ્ોન અન્ો કાગળ લઈ આવ્યો. મહાનસિંહે ભલ્લાસિંહ પર એક ચિઠ્ઠી લખી અન્ો રાજનન્ો આપી. રાજન્ો એ ચિઠ્ઠી સંભાળીન્ો ખિસ્સામાં મૂકી. અન્ો ડાકુ ભલ્લાસિંહન્ો મળવા કોતરો તરફ આગળ વધ્યો.
પછી….પછી શું થયું…? રાજન ડાકુ ભલ્લાસિંહ પાસ્ો પહોંચ્યો…? એ ડાકુ ભલ્લાસિંહ પાસ્ોથી પોતાની બહેન હીનાન્ો મેળવવામાં સફળ થયો…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

Google search engine