જિન્નાત પ્રકરણ : ૨૫

મેટિની

રાજન્ો ચાનો એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અન્ો પછી કંઈક વિચાર આવ્યો હોય એમ એણે ચાનો કપ ટેબલ પર મૂક્યો અન્ો કહૃાું, ‘ઝુબ્ોર ! ઈન્સ્પ્ોક્ટર વેલણકરન્ો મારા પર ખૂન કર્યાની શંકા છે, એટલે કદાચ એણે મારા પર નજર રાખવા માટે અહીં પોતાના માણસો ગોઠવ્યા પણ હોય’

એચ. એન. ગોલીબારની નવલકથા

‘સાહેબ…!’ કમરામાંથી આવેલા પોલીસ્ો કહૃાું એટલે ઈન્સ્પ્ોકટર વેલણકરે એની સામે જોયું. પોલીસ્ો ‘નામાં’ ગરદન હલાવી.
‘બધી વસ્તુઓ તો તમે પાછી વ્યવસ્થિત મૂકી દીધી છે ન્ો ? ઈન્સ્પ્ોકટર વેલણકરે પ્ાૂછયું.’
‘હા…સાહેબ…!’ બન્ન્ો પોલીસોએ એકસાથે કહૃાું.
‘તમે બન્ન્ો આ કમરો પણ તપાસી લો. ઈન્સ્પ્ોકટર વેલણકરે કહૃાું.’
પ્ોલા બન્ન્ો પોલીસોએ આખોય કમરો તપાસી લીધો, પરંતુ કંઈ મળ્યું નહીં.
‘ચાલો ત્યારે, મિસ્ટર રાજન…!’ તમન્ો તકલીફ આપી. કહેતાં ઈન્સ્પ્ોકટર વેલણકર રાજન પાસ્ો આવ્યા. રાજન ઊભો થયો અન્ો ઈન્સ્પ્ોકટર સાથે હાથ મિલાવ્યા, ‘મન્ો જો જરૂર પડશે તો ફરી હું અહીં આવીશ. ઈન્સ્પ્ોકટર વેલણકરે કહૃાું.
‘જરૂર…! રાજન્ો ચહેરા પર હાસ્ય લાવતાં કહૃાું,’ ‘તમે ગમે ત્યારે અહીં આવી શકો છો.’
‘આભાર…! ઈન્સ્પ્ોકટર વેલણકરે કહૃાું, ‘હું અહીં પાસ્ોની જ પોલીસ-ચોકીમાં બ્ોસું છું. તમન્ો ભવિષ્યમાં કામ પડે તો મારી પાસ્ો ચાલ્યા આવજો.’
‘ભલે…! રાજન્ો કહૃાું.’
ઈન્સ્પ્ોકટર દરવાજા તરફ આગળ વધ્યા. દરવાજો ખોલીન્ો એ બહાર નીકળ્યા. પાછળ-પાછળ પ્ોલા બન્ન્ો પોલીસો પણ બહાર નીકળી ગયા. નીમુએ જઈન્ો દરવાજો બંધ કર્યો.
‘ઉફ્….!’ કહેતાં રાજન સોફા પર પછડાયો. એન્ો પોતાન્ો આજે ભગવાન્ો જ બચાવ્યો હતો. જો ઈન્સ્પ્ોકટરે એ ફૂલદાનીનાં ફૂલ કાઢીન્ો જોયાં હોત તો એમન્ો એ ચપ્પુ મળી જાત અન્ો તો અત્યાર સુધીમાં તો પોતાના હાથમાં હથકડીઓ હોત.
નીમુ રાજનની બાજુમાં આવીન્ો બ્ોઠી અન્ો એન્ો માથે હાથ ફેરવવા લાગી. એના ચહેરા પર ડરના ભાવ ડોકાઈ રહૃાા હતા, ‘તમે એનું ખૂન કરી નાખ્યું?’
રાજન્ો નીમુ સામે જોયું. એક મિનિટ સુધી એ ચૂપ જ રહૃાો, પછી બોલ્યો, ‘નીમુ….! તું મારી એક વાત માનીશ?’
‘હા…! નીમુએ કહૃાું.
‘તું મન્ો આ વિશે કંઈ ન પ્ાૂછે તો સારું…! રાજન્ો કહૃાું.’
નીમુએ પછી કંઈ કહૃાું નહીં-પ્ાૂછયું નહીં.
રાજનન્ો થયું કે, પોતાન્ો ત્યાં પોલીસ આવી હતી એ વાત પોત્ો ફોન કરીન્ો ઝુબ્ોરન્ો કહે. અન્ો એન્ો કહે કે, ‘એ ચપ્પુ પણ અહીંથી લઈ જઈન્ો કયાંક ફેંકી દે. રાજન ઊભો થયો અન્ો ફોન પાસ્ો પહોંચ્યો. રિસિવર એણે કાન્ો ધર્યું ત્યાં જ વળી એન્ો બીજો વિચાર આવ્યો, ‘કદાચ ઈન્સ્પ્ોકટર વેલણકર પોતાનો ફોન ટેપ કરી રહૃાો હશે તો….ના…ઝુબ્ોરન્ો ફોન નથી કરવો. એ રાત્રે આવશે તો પોત્ો એની સાથે વાત કરી લેશે. રાજન્ો રિસિવર પાછું ક્રેડલ પર મૂકયું અન્ો સોફા પર બ્ોઠેલી નીમુ પાસ્ો આવ્યો. નીમુના ખોળામાં માથું મૂકીન્ો એ સોફા પર લેટયો.
જ્યારે ત્યાં પગારા ડેમના કિલ્લામાં અત્યારે ભલ્લાસિંહનો સાથી ડાકુ જીવા પથ્થર પર માથું મૂકીન્ો લેટેલો પડયો હતો. અત્યારે ચાર વાગ્યા હતા. બધા ડાકુઓ આરામ કરતા પડયા હતા, પરંતુ જીવાના મગજમાં અત્યારે વિચારોનું ઘમસાણ મચ્યું હતું. એન્ો પોતાન્ો પોતાની પર ફિટકાર વરસાવવાનું મન થઈ રહૃાું હતું.
જીવો પોત્ો પાંચ વરસથી ડાકુ ભલ્લાસિંહની ટોળકીમાં જોડાયો હતો. એની પત્ની, ગામના જ યુવાન શીવુ સાથે ભાગી ગઈ હતી. એટલે એ બન્ન્ોન્ો શોધીન્ો એમનાં બન્ન્ોનાં ખૂન કરીન્ો જીવો ચંબલની કોતરોમાં ઘૂસી આવ્યો હતો. ચંબલની કોતરોમાં એની મુલાકાત ડાકુ ભલ્લાસિંહ સાથે થઈ હતી અન્ો ડાકુ ભલ્લાસિંહે એન્ો પોતાની ટોળકીમાં સામેલ કરી દીધો હતો. ડાકુ ભલ્લાસિંહની ટોળકીમાં આવ્યા પછી તરત જ એની દોસ્તી ભૂષણ સાથે થઈ હતી. બીજા બધા ડાકુઓની જેમ પોત્ો પણ હીનાન્ો પોતાની બહેન બનાવી લીધી હતી. એ પોત્ો પાંચ-પાંચ વરસથી હીનાના હાથની રોટલીઓ ખાતો આવ્યો હતો. હીનાન્ો એનો ભાઈ રાજન અહીંથી લઈ ગયો એટલે પોતાન્ો દુ:ખ થયું હતું. એની સાથે એ વાતની ખુશી પણ થઈ હતી, કે હીના એના ભાઈ સાથે સુખથી રહેશે. પરંતુ હમણાં ચાર દિવસ પહેલાં જ એણે ડાકુ ભલ્લાસિંહ પાસ્ોથી હીનાનું-એના ભાઈ રાજનનું સરનામું જાણીન્ો ભૂષણન્ો આપ્યું હતું. પોત્ો પાંચ વરસમાં ભલ્લાસિંહના ડાબા હાથ જેવો બની ગયો હતો એટલે ભલ્લાસિંહે એન્ો વાતવાતમાં રાજનનું સરનામું આપી દીધું હતું અન્ો એ સરનામું પોત્ો ભૂષણન્ો આપ્યું હતું. ભૂષણ એ સરનામું લઈન્ો ફરીથી હીનાન્ો ઉઠાવીન્ો લઈ જવા માટે નીકળી ગયો હતો, પરંતુ હવે એ પોત્ો પસ્તાઈ રહૃાો હતો. ત્રણ દિવસથી એન્ો ચેન પડતું નહોતું. એનું પોતાનું મન પોતાન્ો ધિક્કારી રહૃાું હતું-એની પર ફિટકાર વરસાવી રહૃાું હતું. જે હીનાએ પોતાન્ો પાંચ-પાંચ વરસ સુધી બહેનનો પ્યાર આપ્યો. હાથેથી રોટલી બનાવીન્ો જમાડયો એ બહેનની જિંદગી ધૂળધાણી કરવા પોત્ો ભૂષણન્ો એનું સરનામું આપી દીધું…એણે એક ખૂબ જ મોટું પાપ કર્યું હતું…પરંતુ પોતાનું આ પાપ, હીનાની જિંદગીન્ો દુ:ખનાં જ્વાળામુખીમાં ધકેલે એ પહેલાં પોત્ો કંઈક કરવું જોઈએ. પોત્ો…પોત્ો ભલ્લાસિંહન્ો કહીન્ો….ભૂષણન્ો હીનાન્ો ઉપાડીન્ો ભાગી જતો અટકાવવા જોઈએ. આ વિચાર આવતાં જ જીવો ઝાટકા સાથે ઊભો થયો અન્ો કિલ્લા તરફ આગળ વધ્યો. કિલ્લાની અંદર, વચ્ચે ચોગાનમાં ભલ્લાસિંહ ખાટલા પર જાગતો પડયો હતો. એની આજુબાજુ થોડેક-થોડેક દૂર બીજા પણ દસ-બાર ડાકુઓ આરામ કરતા પડયા હતા.
‘સરદાર…! ડાકુ ભલ્લાસિંહની સામે આવીન્ો ઊભા રહેતાં જીવાએ કહૃાું.
‘સરદાર…મેં…મેં એક ખૂબ ખોટું કામ કર્યું છે. જીવાએ થોથવાતી જીભે કહૃાું.
‘શું….? કહેતાં આળસ મરડતાં ડાકુ ભલ્લાસિંહ બ્ોઠો થયો.
ડાકુ ભલ્લાસિંહે નજરન્ો ઝીણી કરતાં, નજરન્ો જીવાના ચહેરા પર જમાવી. આજુબાજુ લેટેલા બીજા ડાકુઓમાંથી જેના કાન્ો જીવાના આ શબ્દો ગયા એ બ્ોઠા થઈ ગયા.
‘સરદાર!’ મેં ભૂષણન્ો હીનાનું-રાજનનું સરનામું આપી દીધું છે અન્ો એટલે એ મુંબઈ જ ગયો છે, ત્યાંથી એ હીનાન્ો ઉઠાવીન્ો દૂર…દૂર ચાલ્યો જવાનો છે.
‘શું બકે છે તું…?’ કહેતાં ઝાટકા સાથે બંદૂક હાથમાં લઈન્ો ડાકુ ભલ્લાસિંહ ઊભો થઈ ગયો. બાકીના લેટેલા ડાકુઓ પણ સફાળા બ્ોઠા થઈ ગયા.
‘સરદાર…સરદાર….મન્ો માફ કરી દો…!’ કહેતાં જીવો દોડયો અન્ો ડાકુ ભલ્લાસિંહના પગ પકડી લીધા.
‘ચલ હટ નાલાયક !’ કહેતાં ડાકુ ભલ્લાસિંહે એન્ો જોરથી લાત મારી, જીવો પ્ોટ પકડતો દૂર પડયો. ત્યાં બ્ોઠા થઈ ગયેલા બારેય ડાકુઓ ઊભા થઈ ગયા.
‘પ્ોલા હરદેવન્ો બોલાવો. ડાકુ ભલ્લાસિંહે એક તરફ ડાકુ તરફ જોતાં ત્રાડ પાડી.’
એ ડાકુ બહારની તરફ દોડયો.
હરદેવ કિલ્લાની બહાર નદીકિનારા પર બ્ોઠો હતો. એ ભૂષણ અન્ો રાજનન્ો ખતમ કરવામાં અન્ો હીનાન્ો પોતાના કબજામાં લેવામાં સફળ થયો હશે કે નહીં ? એ વિશે જ વિચારી રહૃાો હતો. પોત્ો અન્ો બલરાજ ભૂષણનો સંદેશો આવે એની વાટ જોઈન્ો ભાગી જવા માટે ત્ૌયાર જ બ્ોઠા હતા ત્યાં જ ગઈકાલે ભલ્લાસિંહે કારત્ાૂસો લઈન્ો પોતાન્ો બોલાવ્યો હતો. આ અઠવાડિયામાં જ ભલ્લાસિંહ જમીનદાર જાલિમસિંહ પર ત્રાટકવાનો હતો અન્ો એટલે એણે તાત્કાલિક કારત્ાૂસો મગાવ્યા હતા. નાછૂટકે એણે અહીં કારત્ાૂસો લઈન્ો આવવું પડયું હતું. એ મોડામાં મોડા આજે રાત્રે અહીંથી નીકળી જવા માગતો હતો.
‘હરદેવ…!’ પ્ોલા ડાકુએ હરદેવ પાસ્ો આવીન્ો કહૃાું, ‘સરદાર બોલાવે છે.’
હરદેવ એ ડાકુ સામે જોતાં ઊભો થયો. એ ડાકુના ચહેરા પરનો ગભરાટ જોઈન્ો એન્ો ફાળ પડી. ઝડપી ચાલે એ કિલ્લા તરફ આગળ વધ્યો.
કિલ્લાની અંદરના ચોગાનમાં પ્ાૂતળાની જેમ ઊભેલા ડાકુઓન્ો જોતાં જ હરદેવની ચાલ ધીમી થઈ. હરદેવની આગળનો ડાકુ એક બાજુ ઊભો રહૃાો. હરદેવ સરદારથી દસ પગલાં દૂર આવીન્ો ઊભો રહૃાો. જમીન પર લેટેલા જીવાન્ો અન્ો સરદારના ચહેરા પરની ગુસ્સાની આગ જોતાં જ જાણે હરદેવના પગ ડગમગવા લાગ્યા.
‘ભૂષણ કયાં ગયો છે, હરદેવ…?’ ડાકુ ભલ્લાસિંહે દાંત કચકચાવતાં પ્ાૂછયું.
‘સ….સરદાર…એ તો ત્રણ દિવસ પહેલાં અમન્ો ગ્વાલિયરમાં મળીન્ો ચાલ્યો ગયો હતો.’ હરદેવે કહૃાું.
ડાકુ ભલ્લાસિંહે ધારીન્ો હરદેવના ચહેરા સામે જોયું. હરદેવના ચહેરા પર પરસ્ોવો નીતરવા લાગ્યો. ડાકુ ભલ્લાસિંહે બંદૂકની અંદરના જ કારત્ાૂસ જોઈન્ો, બંદૂક્ધો હરદેવ તરફ તાકતાં ઠંડા અવાજે કહૃાું, ‘હરદેવ…તું સાચું બોલ…નહીંતર હું હમણાં જ આ બંદૂકનો ઘોડો દબાવી દઈશ. તારા લાવેલા કારત્ાૂસથી તન્ો જ ખતમ કરી દઈશ.
‘મ….મન્ો માફ કરી દો, સરદાર!’ કહેતાં હરદેવ ત્યાં જ ઘૂંટણિયે બ્ોસી ગયો. ‘સરદાર!’ ભૂષણ ત્યાં રાજનનું સરનામું લઈન્ો આવ્યો હતો. એ મુંબઈ ગયો છે. એ રાજનન્ો ખતમ કરીન્ો, હીનાન્ો ઉઠાવી લઈન્ો શાકાની હોટલમાં છુપાવીન્ો પછી અમન્ો બોલાવવાનો હતો. પછી અમે ત્રણેય હીનાન્ો લઈન્ો કયાંય દૂર ચાલ્યા જવાના હતા.
‘હરદેવ…!’ પોતાના ગુસ્સાન્ો કાબ્ાૂમાં રાખતાં ડાકુ ભલ્લાસિંહે કહૃાું, ‘તું અત્યારે જ અહીંથી ગ્વાલિયર જા…ત્યાંથી બલરાજન્ો લઈન્ો મુંબઈ જા…’ ભૂષણન્ો કોઈપણ હાલત્ો શોધીન્ો પાંચ દિવસની અંદર-અંદર પાછો આવ. બરાબર પાંચ દિવસમાં તમે ત્રણેય અહીં પાછા નહીં આવો, તો પછી હું મારા માણસોન્ો અહીંથી મોકલીશ. મારા માણસો તમન્ો આકાશ-પાતાળ એક કરીન્ો, તમન્ો શોધી લાવીન્ો મારી સામે ઊભા કરશે. અન્ો પછી હું તમન્ો નહીં છોડું.
‘ભલે સરદાર…! કહેતાં હરદેવ ઊભો થયો.’
‘અન્ો સાંભળ ! જો હીના કે રાજનનો વાળ પણ વાંકો થયો હશે તો તમન્ો ખતમ કરીન્ો, તમારી લાશના ટુકડે-ટુકડા કરીન્ો સમડીઓન્ો ખવડાવી દઈશ. ભલ્લાસિંહ ચિલ્લાયો, ‘ચલ જા… સુવ્વર…!’
અન્ો હરદેવ ત્યાંથી જીવ લઈન્ો બહારની તરફ દોડયો.

ડિંગ…ડોંગ…
ડિંગ…ડોંગ… દરવાજાની ઘંટડી વાગી. રાજન્ો ઘડિયાળમાં જોયું. સાડા છ વાગ્યા હતા. નીમુ રસોડામાં હતી. એ ઊભો થયો, અન્ો દરવાજા પાસ્ો પહોંચીન્ો દરવાજો ખોલ્યો. સામે ઝુબ્ોર અન્ો પરિમલ ઊભા હતા. બન્ન્ો અંદર આવ્યા. રાજન્ો પાછો દરવાજો બંધ કર્યો. પરિમલ સોફા પર બ્ોઠો.
‘કેમ રાજન!’ તારો ચહેરો સાવ ઊતરી ગયો છે ? કંઈ વધારે તબિયત સારી નથી કે શું ? ઝુબ્ોરે સોફા પર બ્ોસતાં પ્ાૂછયું.
‘ના…! કહેતાં રાજન એમની સામે બ્ોઠો.’ તબિયત તો સારી છે, પરંતુ પાછી એક પરેશાની આવીન્ો ઊભી રહી ગઈ છે.
‘શું…? પરિમલે પ્ાૂછયું. ઝુબ્ોરે પોતાના કાન સરવા કર્યાં.’
‘બપોરે અહીં, ભૂષણના ખૂનીન્ો શોધતી પોલીસ આવી હતી. કહેતાં રાજન્ો એન્ો બધી વિગતવાર વાત કરી.
‘પ્ોલા ઈન્સ્પ્ોકટર વેલણકરે પોતાના હાથમાં એ ફૂલદાની ઉઠાવી હતી ? ! ! પરિમલે પહોળી આંખે પ્ાૂછયું.
‘હા…! એ તો સારા નસીબ્ો બચી ગયો. ઈન્સ્પ્ોકટરે ચપ્પુ જોયું નહીં, નહીંતર અત્યારે તો હું જેલના સળિયા પાછળ હોત. રાજન્ો કહૃાું.’
‘….તો અત્યારે તો હવે સહુ પહેલાં આપણે આ ફૂલદાનીમાંથી ચપ્પુ કાઢીન્ો, એન્ો ઠેકાણે પાડવું પડશે. ઝુબ્ોરે કહૃાું, ‘આ ઈન્સ્પ્ોકટર વેલણકર ગમે ત્યારે પાછો આવી ચઢે, એનું કંઈ કહી શકાય નહીં.’
‘હા…પણ આ ચપ્પુન્ો કયાં ઠેકાણે પાડીશું?’ રાજન્ો પ્ાૂછયું.
‘એ તો હું હમણાં ઘરે જઈશ ત્યારે લેતો જઈશ.’ ઝુબ્ોરે કહૃાું, ‘આ ઈન્સ્પ્ોકટર વેલણકર ગમે ત્યારે પાછો આવી ચઢે, એનું કંઈ કહી શકાય નહીં.
‘હા…પણ આ ચપ્પુન્ો કયાં ઠેકાણે પાડીશું ? રાજન્ો પ્ાૂછયું.’
‘એ તો હું હમણાં ઘરે જઈશ ત્યારે લેતો લઈશ. ઝુબ્ોરે કહૃાું,’ તું એની ફિકર ના કર.
‘સારું ! પણ અત્યારે બન્ન્ો જમીન્ો જ જજો.’ રાજન્ો કહૃાું.
‘ના…! મારે સલમાન્ો લઈન્ો એક લગ્નમાં જવાનું છે, એટલે મારે અહીંથી જલદી નીકળવું પડશે.’ ઝુબ્ોરે કહૃાું.
‘અન્ો મારે ઘરે હીના વાટ જોઈન્ો બ્ોઠી હશે, એટલે મારે પણ ઘરે વહેલા પહોંચવું પડશે. પરિમલે કહૃાું.
‘સારું !’ પણ ચા તો પીઓ. કહેતાં રાજન્ો બ્ાૂમ મારી, ‘નીમુ…!’
‘જી, આવી. ’કહેતાં નીમુ રસોડામાંથી બહાર આવી અન્ો ઝુબ્ોર અન્ો પરિમલન્ો જોતાં બોલી, ‘અરે ! તમે કયારે આવ્યા ?!?
‘હમણાં થોડીક વાર પહેલાં જ.’ ઝુબ્ોરે કહૃાું, ‘કેમ પાયલ અન્ો પમ્મી નથી દેખાતાં?’
‘બાજુમાં ગયાં છે.’ નીમુએ કહૃાું, ‘તમે બન્ન્ો જમીન્ો જ જજો.’
‘ના… પરિમલે કહૃાું,’ ‘આજે નહીં, ફરી કયારે, અત્યારે તો અમન્ો એક-એક કપ ચા પીવડાવી દો.’
‘ભલે. કહેતાં નીમુ રસોડામાં ગઈ.’
ઝુબ્ોર ઊભો થયો અન્ો ફૂલદાની પાસ્ો પહોંચ્યો. ફૂલદાનીમાંથી એણે ફૂલ કાઢયાં અન્ો ફૂલદાનીની અંદરથી ચપ્પુ કાઢયું. ઝુબ્ોરે ચપ્પુ બરાબર ધ્યાનથી જોયું. ચપ્પુ પર હજુ પણ કયાંક કયાંક લોહીના સુકાયેલા ડાઘ હતા. એણે ચપ્પુ પરથી નજર ખસ્ોડીન્ો રાજન સામે જોયું, ‘રાજન ! ત્ોં ઉતાવળમાં આ ચપ્પુ બરાબર ધોયું પણ નથી. આમાં હજુ પણ લોહીના ડાઘ છે. જો ઈન્સ્પ્ોકટર વેલણકરના હાથમાં આ ચપ્પુ આવી જાત તો આ ચપ્પુ પરના લોહીના ડાઘ અન્ો ભૂષણની લાશના લોહીની સરખામણી કરતાં એ સાબિત કરતાં વાર ન લાગત કે, આ ચપ્પુથી જ ભૂષણનું ખૂન થયું છે.
‘એ તો એ વખત્ો હું એટલો ગભરાયેલો હતો કે ન પ્ાૂછો વાત.’ રાજન્ો કહૃાું, ‘એ તો સારું થયું કે ભાગતો હતો ત્યારે ભૂષણના પ્ોટમાં ખૂંપ્ોલું આ ચપ્પુ મારી નજરે ચઢયું અન્ો હું એન્ો લઈ આવ્યો. નહીંતર આ ચપ્પુ પરની આંગળીઓની છાપ પરથી ઈન્સ્પ્ોકટર વેલણકર એ સહેલાઈથી સાબિત કરી દેત કે મેં જ ભૂષણનું ખૂન કર્યું છે.’
‘ખેર…!’ પરિમલે કહૃાું, ‘અત્યારે તો હવે આ ચપ્પુ ઝુબ્ોર સલામતીપ્ાૂર્વક ઠેકાણે પાડી દે એ જ જોવાનું છે.’
‘હા…!’ આ ચપ્પુ ઠેકાણે પાડવું એ મારા માટે ડાબા હાથનું કામ છે. કહેતાં ઝુબ્ોરે પોતાના પ્ોન્ટનો પાંયચો અદ્ધર કર્યો અન્ો મોજાની અંદર એ ચપ્પુ મૂકીન્ો, પાછો પાંયચો નીચે કરી દીધો. હવે કોઈન્ો સહેજ પણ ખ્યાલ આવે એમ નહોતો કે ઝુબ્ોરના પગમાં મોજાની અંદર ચપ્પુ છે.
ઝુબ્ોર ચાલતો-ચાલતો આવીન્ો સોફા પર બ્ોઠો. બરાબર એ જ વખત્ો નીમુ ટ્રેમાં ચાના ત્રણ કપ લઈન્ો આવી. ત્રણેયના હાથમાં ચાના કપ આપીન્ો, ટ્રે ટેબલ પર મૂકીન્ો નીમુ પાછી રસોડામાં ગઈ.
રાજન્ો ચાનો એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અન્ો પછી કંઈક વિચાર આવ્યો હોય એમ એણે ચાનો કપ ટેબલ પર મૂકયો અન્ો કહૃાું, ‘ઝુબ્ોર ! ઈન્સ્પ્ોકટર વેલણકરન્ો મારા પર ખૂન કર્યાની શંકા છે, એટલે કદાચ એણે મારા પર નજર રાખવા માટે અહીં પોતાના માણસો ગોઠવ્યા પણ હોય. રાજન અટકયો.’
ઝુબ્ોર રાજનની સામે સવાલભરી નજરે જોઈ રહૃાોે.
પછી….પછી શું થયું…? ઝુબ્ોરે એ ચપ્પુથી કેવી રીત્ો છુટકારો મેળવ્યો….? ભૂષણનું ખૂન કર્યા પછી રાજનનું શું થયું…? રાજનની પાછળ પડેલા ઈન્સ્પ્ોકટરે વેલણકરે શું કર્યું…? જિન્નાતભાઈના બદલાયેલા રૂપનું રહસ્ય શું હતું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
———————
ઝુબ્ોરે ફૂલદાનીમાંથી ફૂલ કાઢ્યાં અન્ો ફૂલદાનીની અંદરથી ચપ્પુ કાઢ્યું. ઝુબ્ોરે ચપ્પુ બરાબર ધ્યાનથી જોયું. ચપ્પુ પર હજુ પણ
ક્યાંક ક્યાંક લોહીના સુકાયેલા
ડાઘ હતા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.