જિન્નાત

અવર્ગીકૃત

પ્રકરણ: ૨૨

હવે પોતે કઈ રીત્ો જિન્નાતભાઈન્ો શોધવા? પોતે કઈ રીતે એમની સાથે વાતચીત કરવી? રાતના તો પાતે ભૂષણ પાસ્ો જીવન અન્ો મરણનો મુકાબલો કરવા પહોંચવાનું છે, એ પહેલાં જો જિન્નાતભાઈ નહીં મળે તો પછી પોતે ભૂષણની સામે શું કરી શકશે? પોતે ભૂષણના હાથે ખતમ તો નહીં થઈ જાયન્ો?!
—————–
‘તું ફિકર ના કર, હીના…!’ રાજન્ો કહૃાું, ‘હું હમણાં ઘરે આવું છું.’ એ દરમિયાનમાં જ ભૂષણનો ફરીથી ફોન આવે, તો એન્ો આડીઅવળી વાતોમાં લગાવી દેજે. રાજન્ો ફોન મૂકીન્ો પરિમલ સામે જોયું. ‘પરિમલ, હું ઘરે જાઉં છું.’
‘હું પણ આવું છું. કહેતાં પરિમલ આગળ વધવા ગયો ત્યાં જ રાજન્ો એન્ો અટકાવ્યો. ‘પરિમલ, તું અહીં જ રહે, હું ઘરે જાઉં છું, ન્ો બધું સંભાળી લઈશ.’ કહેતાં રાજન્ો ખિસ્સામાંથી સ્કૂટરની ચાવી કાઢીન્ો પરિમલન્ો આપી, ‘તું સાંજના સ્કૂટર પર આવી જજે, અત્યારે હું ટૅકસીમાં ઘર તરફ દોડું છું.’ કહેતાં રાજન મેન્ોજરની ઑફિસ તરફ આગળ વધી ગયો. મેન્ોજરન્ો કહીન્ો રાજન ટૅકસીમાં ઘરે પહોંચ્યો તો હજુ પણ હીના ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી.
રાજન હીનાની બાજુમાં બ્ોઠો. નીમુ પાણી લેવા માટે રસોડા તરફ આગળ વધી. રાજનન્ો બાજુમાં આવેલો જોતાં જ હીના એન્ો વળગી પડી. ‘ભાઈ…. ભાઈ..મન્ો…મન્ો….આ વખત્ો બચાવી લેજો. હું… હ…હવે તમારાથી અલગ થવા નથી માંગતી. હવે… હવે…તમારાથી અલગ થઈન્ો હું નહીં જીવી શકું.’
‘રડ નહીં હીના…! રાજન્ો હીનાન્ો માથે હાથ ફેરવતાં કહૃાું, ‘આ વખત્ો ભૂષણ તન્ો હાથ પણ નહિ અડકાડી શકે…હું એનું…! (ખૂન કરી નાખીશ) એ શબ્દો રાજનના હોઠ સુધી આવી ગયા, પરંતુ રાજન્ો એ શબ્દોન્ો પાછા પ્ોટમાં ધકેલી દીધા.
નીમુ પાણી લાવીન્ો, રાજન અન્ો હીના પાસ્ો આવીન્ો ઊભી રહી. રાજન્ો નીમુના હાથમાંથી ગ્લાસ લઈન્ો હીનાના હોઠ પર અડકાવ્યો. હીનાએ બ્ો ઘૂંટડા પાણી પીધું. રાજન્ો ગ્લાસ પાછો નીમુના હાથમાં આપ્યો. હીનાના ધ્રુસકાં થોડાં ઓછા થયાં. રાજન્ો હીનાન્ો માથે હાથ ફેરવતાં કહૃાું, ‘હીના, હવે તું…!’
ટ્રીન…ટ્રીન…ટ્રીન…ટ્રીન…
ફોનની ઘંટડી ધણધણી ઊઠી. નીમુ ફોન ઉપાડવા માટે આગળ વધી ત્યાં જ રાજન્ો એન્ો અટકાવી. ‘નીમુ, ફોન નહીં ઉપાડતી.’ કહેતાં રાજન્ો હીના સામે જોયું. ‘હીના, તું ફોન ઉપાડ અન્ો કહે કે તું હીના બોલે છે, સામે ભૂષણ હોય તો તું તરત જ મન્ો ફોન આપજે.’
ટ્રીન…ટ્રીન…ટ્રીન…ટ્રીન…
ઊભી થઈન્ો હીના, ધણધણી રહેલા ફોન પાસ્ો આવી. રાજન પણ એની પાસ્ો આવીન્ો ઊભો રહૃાો. હીનાએ ફોન ઉપાડવા માટે હાથ આગળ વધાર્યો. ફોન પાસ્ો હાથ પહોંચતાં જ એનો હાથ અટકી ગયો. ‘હીના ! ડર નહીં ! ફોન ઉઠાવ.’ રાજન્ો કહૃાું એ સાથે જ ઝાટકા સાથે હીનાએ ફોનનું રિસીવર ઉઠાવીન્ો કાન પર ધર્યું. ‘હેલ્લો! હું હીના બોલું છું.’
‘હીના, હું ભૂષણ બોલું છું. સામેથી અવાજ આવ્યો એવું જ હીનાએ ફોનનું રિસીવર રાજનના હાથમાં આપ્યું. રાજન્ો રિસીવર કાન પર ધર્યું. સામેથી અવાજ આવ્યો, ‘હીના ! ત્ોં તો ભઈ, રાજનન્ો જબરી દોડાદોડ કરાવી દીધી ન્ો ! રાજનન્ો ઘરે પણ બોલાવી લીધોન્ો!’ સામેથી એક પળ માટે ભૂષણ અટકયો, આગળ બોલ્યો, ‘જરા ફોન રાજનન્ો તો આપ.
‘અત્યારે ફોન મારા હાથમાં જ છે, ભૂષણ !’ રાજન ચિલ્લાતો હોય એ રીત્ો બોલ્યો, ‘ત્ોં ફરીવાર હીનાન્ો ઉઠાવી જવાનો વિચાર મનમાં લાવીન્ો સારું નથી કર્યું, ભૂષણ…!’
‘હ….હ….હા….હા….હા…!’ સામેથી ભૂષણ વિચિત્ર રીત્ો હસ્યો, ‘રાજન! આ વિચારન્ો હું અમલમાં પણ મૂકીશ. એક-બ્ો દિવસમાં જ તન્ો ખતમ કરીન્ો હું હીનાન્ો ઉઠાવી જઈશ.’
રાજન હસ્યો, ‘મન્ો ખતમ કરવા માટે તું ત્રણ-ચાર દિવસ મારી પાછળ રખડપટ્ટી કયાં કરીશ? એના કરતાં તું કહે ત્યાં હું આવી જઉં. આપણે સામસામે બાથડી લઈએ. જેમાં દમ હશે એ જીવશે ન્ો જેમાં દમ નહીં હોય એ ખતમ થશે.’
‘ભલે, મન્ો મંજૂર છે.’ સામેથી ભૂષણે કહૃાું, ‘તું કહે ત્યાં, અન્ો તું કહે એટલા વાગ્યે હું આવી જાઉં.’
‘અત્યારે તું કયાંથી બોલે છે?’ રાજન્ો પ્ાૂછયું.
સામેથી ભૂષણ હસ્યો, ‘હું કયાંથી બોલું છું, એવું અત્યારે તન્ો કહું એટલો બુદ્ધુ નથી. તું પોલીસન્ો કહી દે તો..? ભૂષણ ફરીથી હસ્યો, ‘હા! તું ઘરે આવી ગયો છે, એ વાતની મન્ો ખબર પડી ગઈ એ પરથી તું સમજી શકીશ કે, હું તારા ઘરની આસપાસમાંથી જ બોલું છું.’
‘ભલે…તો હવે એમ કર, તું રાત્રે બરાબર બાર વાગ્યે નરિમાન પોઈન્ટ પરની ઓબ્ોરોય હોટલ સામેના દરિયાકિનારા પર આવી જા. ત્યાં આપણે મુકાબલો કરીન્ો, આપણી જિંદગી અન્ો મોતનો ફેંસલો કરી લઈશું.
‘સારું…બરાબર બાર વાગ્યે, હું તારા મોતનો પરવાનો લઈન્ો ત્યાં જ મળીશ.’
‘હા…એ તો ત્યારે જોઈ લઈશું-કોના મોતનો પરવાનો, કોણ લઈન્ો આવે છે?’ રાજન્ો કહૃાું.
‘સારું..! કહેતાં સામેથી ભૂષણે ફોન મૂકી દીધો.
રાજન્ો પણ ફોન મૂકયો અન્ો ફરીન્ો નીમુ ત્ોમજ હીના સામે જોયું. હીના અન્ો નીમુ સામે જાણે રાજન નહીં પણ સિંહ ઊભો હોય એમ પહોળી આંખે ઊભો હતો.
‘તમ…તમે…એ ભૂષણ પાસ્ો જશો…એની સાથે બ…બ….બાથ…ભીડશો?’ હીનાએ પહોળી આંખે રાજન તરફ જોતાં, પહોળું મોઢું કરતાં પ્ાૂછયું.
‘હું…હું…તમન્ો નહીં જવા દઉં.’ નીમુએ મક્કમ અવાજે કહૃાું.
‘તમે બન્ન્ો બ્ોસો.’ કહેતાં રાજન પોત્ો જ બ્ોઠો. નીમુ અન્ો હીના પણ રાજનની સામે બ્ોઠાં. રાજન્ો નીમુ સામે જોયું. ‘નીમુ!’ તું નથી જાણતી કે ભૂષણ કેટલો ખતરનાક છે. એણે હીનાન્ો ધમકી આપી છે કે એ મન્ો ખતમ કરીન્ો હીનાન્ો ઉઠાવી જશે. એટલે એ મન્ો ખતમ કરે ન્ો હીનાન્ો ઉઠાવી જાય એવી વાટ જોવામાં માલ નથી, બલકે એની સામે બાથ ભીડીન્ો હું એનો નિવેડો લાવી દેવા માગું છું.
નીમુ કંઈ બોલી નહીં. હીના પણ કંઈ બોલી શકી નહીં.
‘તમે બન્ન્ો ડરો નહીં…પરંતુ હિંમત રાખો.’ કહેતાં રાજન ઊભો થયો અન્ો પોતાના કમરા તરફ આગળ વધ્યો. કમરામાં પહોંચીન્ો એણે પોતાનું કબાટ ખોલ્યું અન્ો કપડાં નીચે સંતાડેલું, જિન્નાતભાઈએ આપ્ોલું ભૂષણનું ચપ્પુ કાઢીન્ો એણે ખિસ્સામાં મૂકયું અન્ો પાછળ ફર્યો. નીમુ કમરાનો દરવાજો બંધ કરી રહી હતી. રાજન નીમુ તરફ આગળ વધ્યો. નીમુ રાજન તરફ ફરી અન્ો પાસ્ો આવેલા રાજનન્ો વળગી પડી. ‘હું…હું તમન્ો ભૂષણ સામે જવા નહીં દઉં.’
‘નીમુ…!’ રાજન્ો નીમુના માથે હાથ ફેરવતાં કહૃાું, ‘હું હાથ બાંધીન્ો બ્ોસી રહીશ તો ભૂષણ મન્ો સહેલાઈથી ખતમ કરી નાખશે, એના કરતાં હું સામેથી એની સાથે લડી લેવા માગું છું. તારી હા સાથ હશે તો જ હું એની સાથે લડી શકીશ.’
નીમુએ રાજન સામે જોયું અન્ો પછી આંખોમાં આવી રહેલાં આંસુન્ો રોકતાં એણે કહૃાું, ‘ભલે! હું ભગવાન પાસ્ો પ્રાર્થના કરીશ કે તમે ભૂષણ સામેની લડાઈમાં પાર ઊતરો.’
‘હા…!’ આનું નામ કહેવાય ખરી પત્ની!’ રાજન્ો કહૃાું.
નીમુએ હસવાનો પ્રયત્ન કર્યો.
‘નીમુ, હું હમણાં બહાર જઈન્ો આવું છું.’ કહેતાં નીમુ પાસ્ોથી ખસીન્ો રાજન્ો દરવાજો ખોલ્યો, ‘કયાં જાવ છો?’ એવા સવાલન્ો નીમુએ હોઠની બહાર નીકળવા દીધો નહીં.
રાજન કમરાની બહાર નીકળ્યો તો હીના ઉચ્ચક જીવે જ ઊભી હતી. રાજન હીના પાસ્ો આવ્યો અન્ો એના માથે વહાલથી હાથ ફેરવતાં બોલ્યો, ‘હવે તું સહેજ પણ ચિંતા ના કર, આજે રાત્રે બાર વાગ્યે તો ભૂષણની સાથે હું એવો બાથડીશ કે એ ફરી કયારેય તારી ન્ો મારી સામે આવવાની હિંમત પણ નહીં કરે.’ રાજન અટકયો. ‘હીના, હું હમણાં બહાર જઈન્ો આવું છું. કહેતાં રાજન દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજો ખોલીન્ો એણે હીના તરફ જોયું. ‘હીના, હું આવું નહીં ત્યાં સુધી દરવાજો બંધ રાખજો. દરવાજો ખોલો તો જોઈ-પ્ાૂછીન્ો ખોલજો. કદાચ ભૂષણ અહીં આવી પણ ચઢે. કહેતાં રાજન બહાર નીકળ્યો અન્ો દરવાજો બંધ કર્યો. દોડતી ચાલે આવીન્ો હીનાએ દરવાજાની સ્ટૉપર બંધ કરી.’
રાજન લિફટમાં નીચે આવ્યો. ફલેટની બહાર નીકળતાં જ એન્ો ખ્યાલ આવ્યો કે ભૂષણે આટલામાંથી જ ફોન કર્યો હતો એટલે એ અત્યારે પોતાન્ો કયાંક સંતાઈન્ો-છુપાઈન્ો જોઈ રહૃાો હશે અન્ો કદાચ એટલે એ અચાનક આવીન્ો પોતાની પર હુમલો પણ કરી શકે છે. રાજનન્ો આ ખ્યાલ-આ વિચાર આવતાં જ એ સાવધ બન્યો. એણે પોતાના ખિસ્સામાં હાથ નાખીન્ો, પોતાના ખિસ્સામાંનું ચપ્પુ બરાબર પકડયું અન્ો નજરન્ો આમત્ોમ ફેરવતાં એ આગળ વધ્યો.
‘ભૂષણે કયાંથી ફોન કર્યો હોવો જોઈએ?’ રાજનના મગજમાં સવાલ ઊઠયો. ‘કદાચ એણે પોતાના ફલેટની આસપાસના બીજા ફલેટમાંના કોઈ એક ફલેટમાંથી પોતાન્ો ફોન કર્યો હોવો જોઈએ અથવા તો પછી એણે અહીં નજીકના ટેલિફોન બ્ાૂથ પરથી ફોન કર્યો હોવો જોઈએ. રાજનના મગજે જ એના સવાલનો જવાબ આપ્યો, એટલે એ સડક ઓળંગીન્ો, સામેની ફૂટપાથ પરના ટેલિફોન બ્ાૂથ તરફ આગળ વધ્યો. એ ટેલિફોન બ્ાૂથ પાસ્ો પહોંચ્યો, ટેલિફોન બ્ાૂથમાં કોઈ જ નહોતું, ટેલિફોન બ્ાૂથ ખાલી હતું.
રાજન્ો ટેલિફોન બ્ાૂથની ચારે તરફ ધીમે-ધીમે નજર ફેરવી. રસ્તા પર ઘણા લોકો આવન-જાવન કરતા હતા. રાજન્ો વિચાર્યું, આ લોકોમાં ભૂષણ પણ હોઈ શકે, રાજન્ો પોત્ો ભૂષણન્ો આજથી સાત વરસ પહેલાં જોયો હતો. રાજનના મગજમાં ભૂષણનો ચહેરો અંકાયેલો અન્ો આંખોમાં ભૂષણનો ચહેરો છુપાયેલો હતો. જો ભૂષણના ચહેરામાં, એના શરીરમાં વધારે ફેરફાર ન થયો હોય તો રાજન પોત્ો પહેલી જ નજરે ભૂષણન્ો ઓળખી શકે એમ હતો.
‘પોત્ો ભૂષણન્ો પહેલી નજરે ઓળખી તો જશે, પરંતુ ભૂષણન્ો ખતમ કરી શકશે ખરો? આ માટે તો પોતાન્ો જિન્નાતભાઈની મદદની ખાસ જરૂર પડશે. પોત્ો આજ દિવસ સુધી એક માખી પણ મારી નહોતી અન્ો આજે એક જીવતા-જાગતા, ભૂષણ જેવા શક્તિશાળી માણસન્ો મારવાનો વખત ન્ો વારો આવ્યો હતો. પોત્ો જોખમ લેવા માગતો નહોતો.’
રાજન્ો વિચાર્યું અન્ો ટેલિફોન બ્ાૂથનો દરવાજો ખોલીન્ો એ અંદર આવ્યો. ‘પોત્ો અત્યારે જિન્નાતભાઈન્ો ફોન કરીન્ો કહી દેવું જોઈએ કે રાત્રે ભૂષણ અન્ો પોત્ો દરિયાકિનારે જીવન-મરણનો ખેલ ખેલવાના છે, અન્ો એમાં પોતાન્ો જીવન અન્ો ભૂષણન્ો મરણ આપવામાં એમણે પોતાન્ો મદદ કરવાની છે.
રાજન્ો ખિસ્સામાંથી સિક્કો કાઢયો અન્ો ટેલિફોનનું રિસીવર ઉઠાવી કાન પર ધર્યું. રિસીવરમાં ડાયલટોન આવતો નહોતો. ફોન જાણે બંધ હતો. રાજન્ો ટેલિફોનના ડબલાન્ો ખખડાવ્યું-પરંતુ ફોન ચાલુ થયો નહીં. ‘ઉફ, કહેતાં એણે ટેલિફોનનું રિસીવર પાછું મૂકયું અન્ો ટેલિફોન બ્ાૂથનો દરવાજો ખોલીન્ો બહાર નીકળ્યો, ત્યાં જ અચાનક એક માણસ દોડતો આવીન્ો રાજન સાથે જોરથી ટકરાયો, અન્ો રાજન ધક્કો વાગતાં જ જમીન પર પછડાયો.
જમીન પર પછડાયેલા રાજન્ો, પોતાની સાથે અથડાનાર માણસ સામે જોયું. લાંબો-પહોળો એ માણસ પણ ફરીન્ો રાજન પાસ્ો બ્ોસતાં બોલ્યો, ‘માફ કરજો, ભાઈ ! વાગ્યું તો નથીન્ો ?
‘ના…ના…!’ કહેતાં રાજન ઊભો થયો.
‘હું બસ માટે દોડયો, એમાં અચાનક તમારી સાથે અથડાઈ ગયો. માફ કરજો.’ પ્ોલા માણસ્ો પણ ઊભા થતાં કહૃાું.
‘કંઈ વાંધો નહીં…!’ રાજન્ો કહૃાું.
બીજી બસ આવતી જોઈન્ો ‘ચલો જાઉં.’ કહેતાં એ માણસ ફરી દોડયો અન્ો ઊભી રહેલી બસમાં ચઢી ગયો. બસ આગળ વધી અન્ો એ સાથે જ અહીં ઊભેલા રાજનના વિચારો પણ આગળ વધ્યા.
પોત્ો જિન્નાતભાઈન્ો પોતાના ઘરેથી કે મહેતાકાકાના ઘરેથી ફોન કરી શકે એમ નહોતો. કારણ કે જિન્નાતભાઈએ એન્ો કહૃાું હતું કે, ‘ભૂષણન્ો ખતમ કરવાની વાત એ પોત્ો કોઈન્ો કહે નહીં. અન્ો એટલે કોઈ એક યા બીજી રીત્ો આ વાત સાંભળે અન્ો જિન્નાતભાઈ ગુસ્સ્ો થાય એવું એ પોત્ો કરવા માગતો નહોતો. અહીંથી થોડેક દૂર બીજું એક ટેલિફોન બ્ાૂથ હતું. રાજન એ ટેલિફોન બ્ાૂથ પાસ્ો પહોંચ્યો. એણે ઘડિયાળમાં જોયું. સાડા પાંચ વાગ્યા હતા. ટેલિફોન બ્ાૂથનો દરવાજો ખોલીન્ો રાજન અંદર આવ્યો. ટેલિફોનનું રિસીવર હાથમાં લઈન્ો એણે કાન પર મૂકયું ત્યાં જ જાણે એન્ો આંચકા જેવું લાગ્યું. આ ફોન પણ બંધ હતો. રાજન્ો મનમાં ટેલિફોનવાળાન્ો એક ગાળ ભાંડી. એન્ો એમ પણ થયું કે જાણે પોત્ો જિન્નાતભાઈન્ો ફોન કરીન્ો ન બોલાવે એટલા માટે જાણે ભૂષણે બધાં ટેલિફોનના વાયર ન કાપી નાખ્યા હોય!’
રાજન ટેલિફોન બ્ાૂથની બહાર નીકળ્યો.
હવે પોત્ો કઈ રીત્ો જિન્નાતભાઈન્ો શોધવા? પોત્ો કઈ રીત્ો એમની સાથે વાતચીત કરવી? રાતના તો પોત્ો ભૂષણ પાસ્ો જીવન અન્ો મરણનો મુકાબલો કરવા પહોંચવાનું છે, એ પહેલાં જો જિન્નાતભાઈ નહીં મળે તો પછી પોત્ો ભૂષણની સામે શું કરી શકશે? કદાચ જો ભૂષણ એકલો આવવાન્ો બદલે બીજા આઠ-દસ ગુંડાઓન્ો લઈન્ો આવશે તો પોત્ો એકલો શું કરી શકશે ? શું પોત્ો ભૂષણના હાથે ખતમ તો નહીં થઈ જાયન્ો?!’
મગજમાં આવતા અશુભ વિચારોન્ો ખંખેરતાં રાજન્ો ઘડિયાળમાં જોયું. સાડા છ વાગ્યા હતા. આકાશમાંથી રાતનું અડધું અંધારું જમીન પર ઊતરી આવ્યું હતું. એટલે અત્યારે સાંજ પડી ચૂકી હતી. રાજન પોતાના ફલેટ તરફ આગળ વધ્યો. ફલેટ પર પહોંચીન્ો એણે ઘંટડી વગાડી, એ સાથે જ પરિમલે દરવાજો ખોલ્યો.
રાજન અંદર આવ્યો એટલે પરિમલે દરવાજો બંધ કર્યો. ઝુબ્ોર સોફા પર બ્ોઠો હતો. પરિમલ એન્ો પોતાની સાથે જ લઈન્ો આવ્યો હતો. નીમુ અન્ો હીના પણ ઉચ્ચક જીવે સોફા પર બ્ોઠાં હતાં, રાજનન્ો અંદર આવેલો જોઈન્ો એ બન્ન્ો ઊભી થઈ ગઈ. પાયલ અન્ો પમ્મી અત્યારે ઘરમાં ધમાચકડી કરી રહૃાાં હતાં.
રાજન ઝુબ્ોરની બાજુમાં સોફા પર બ્ોઠો. પરિમલ એની બાજુમાં આવીન્ો બ્ોઠો. રાજન્ો નીમુ અન્ો હીના સામે જોયું. એ બન્ન્ોની નજરમાં ‘શું થયું?’ એવો સવાલ હતો.
નીમુન્ો ખ્યાલ આવ્યો હોય એમ એ રસોડા તરફ પાણી લેવા માટે આગળ વધી. હીના રાજનના પગ પાસ્ો આવીન્ો બ્ોઠી. ‘શું થયું, રાજનભાઈ?’ તમે કયાં ગયા હતા?’ રાજન્ો હીનાના સવાલનો કોઈ જ જવાબ આપ્યો નહીં.
નીમુએ પાણીનો ગ્લાસ રાજનના હાથમાં આપ્યો. રાજન એક જ ઊંડા શ્ર્વાસ્ો આખોય પાણીનો ગ્લાસ ગટગટાવી ગયો. અન્ો ખાલી ગ્લાસ એણે નીમુના હાથમાં પાછો આપ્યો. હાથમાં ખાલી ગ્લાસ સાથે નીમુ ત્યાં જ ઊભી રહી.
‘તમે બન્ન્ો હવે વધુ ફિકર-ચિંતા ન કરો.’ રાજનન્ો શાંત જોઈન્ો ઝુબ્ોરે ઊભા થતા કહૃાું, ‘તમે બન્નં પાયલ અન્ો પમ્મીન્ો લઈન્ો અંદર કમરામાં બ્ોસો, અમે જરા વાત કરી લઈએ.’
નીમુ, પાયલ અન્ો પમ્મીન્ો લઈન્ો અંદર કમરામાં ગઈ. પાછળ ધીમી ચાલે હીના પણ અંદર ગઈ.
ઝુબ્ોર રાજન સામે આવીન્ો ઊભો રહૃાો, ‘રાજન, આ ભૂષણ અચાનક કયાંથી ટપકી પડયો?’
‘શી ખબર! મન્ો તો એ જ ખબર નથી પડતી કે એણે મારું સરનામું કયાંથી મેળવ્યું ! ભલ્લાસિંહ તો એન્ો સરનામું કોઈપણ હિસાબ્ો આપ્ો જ નહીં.
‘રાજન! પરિમલે કહૃાું, ‘અત્યારે અગત્યની વાત એ નથી કે ભૂષણ અહીં કેવી રીત્ો પહોંચ્યો? પરંતુ અગત્યની વાત એ છે કે હવે એ અહીં પહોંચી ચૂકયો છે, તો પછી એનું શું કરવું?’
‘પરિમલ!’ હું ઑફિસ્ોથી અહીં આવ્યો પછી ભૂષણનો અહીં ફરીવાર ફોન આવ્યો હતો. મેં એની સાથે આજે રાત્રે બાર વાગ્યે, દરિયાકિનારે લડી લેવાની વાત કરી લીધી છે.
‘આ ત્ોં શું પાગલપણું કર્યું છે, રાજન! ઝુબ્ોરે કહૃાું, ‘એ ત્યાં પોતાના દસ-બાર ગુંડાઓન્ો લઈન્ો આવશે તો…?’
‘તોય હું એમની સાથે લડી લઈશ. બીજા કોઈન્ો નહીં તો હું ખતમ થતાં પહેલાં એક ભૂષણન્ો તો ખતમ કરી જ નાખીશ, જેથી હીના તો સુખેથી રહી શકે.
પછી….પછી શું થયું…? ભૂષણે રાજનનું ખૂન કરી નાખ્યું…? કે પછી રાજન્ો જ ભૂષણન્ો ખતમ કરી નાખ્યો…? જિન્નાતભાઈના બદલાયેલા રૂપનું રહસ્ય શું હતું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
—————————-
રાજન હસ્યો, ‘મને ખતમ કરવા માટે તું ત્રણ-ચાર દિવસ મારી પાછળ રખડપટ્ટી ક્યાં કરીશ? એના કરતાં તું કહે ત્યાં હું આવી જઉં. જેમાં દમ હશે એ જીવશે ને જેમાં દમ નહીં હોય
એ ખતમ થશે’

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.