જિન્નાત

ધર્મતેજ

પ્રકરણ: ૨૧

રાજનન્ો લાગ્યું કે આજે જિન્નાતભાઈનો અવાજ કર્કશ અન્ો ચહેરા પર કંઈક વધુ કરડાકી છે. એમની આંખોની ચમકની જગ્યાએ, આંખો લાલ હતી. ‘રાજન!’ જિન્નાતભાઈએ કહૃાું, ‘મેં તન્ો અહીં હીના અન્ો તારી સલામતી માટે બોલાવ્યો છે’

‘અત્યારે એટલે તું પ્ાૂછવા શું માગ્ો છે?’ સામેથી જિન્નાતભાઈનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો, ‘હું કહું ત્યારે તારે કોઈપણ સવાલ કર્યા વિના હાજર થઈ જવું જોઈએ.
‘મારો મતલબ આપન્ો ના કહીન્ો ગુસ્સો કરવાનો નહોતો.’ રાજન્ો થોથવાતી જીભે કહૃાું, ‘હું…હું હમણાં જ આવું છું, જિન્નાતભાઈ!
‘હું તારી વાટ જોઉં છું. કહેતાં સામેથી જિન્નાતભાઈએ ફટાક કરતાં ફોન મૂકી દીધો.
રાજન્ો ધીમેથી ફોન મૂકયો. રાજનન્ો સમજાયું નહીં કે આજે જિન્નાતભાઈ આટલી જલદી કેમ પોતાની પર ગુસ્સ્ો થઈ ગયા!
નીમુન્ો કહી-સમજાવીન્ો, ટૅકસીમાં બ્ોસીન્ો રાજન દરિયાકિનારા પાસ્ો ઊતર્યો અન્ો ચાલતો-ચાલતો એ દરિયાકિનારા તરફ આગળ વધ્યો.
દૂર..જિન્નાતભાઈ દરિયાકિનારા તરફ જોતાં ઊભા હતા. રાજન જિન્નાતભાઈથી લગભગ દસ્ોક પગલાં દૂર સુધી પહોંચ્યો ત્યાં જ એન્ો લાગ્યું કે કોઈક ખરાબ વાસ આવી રહી છે. પહેલાં રાજન પોત્ો જિન્નાતભાઈ પાસ્ો આવતો અન્ો જેવી સુગંધ આવતી હતી એવી સુગંધ અત્યારે આવતી નહોતી. ઊલટાની અત્યારે વાસ આવી રહી હતી. રાજન આ વિશે વધુ વિચારે એ પહેલાં જ જિન્નાતભાઈ એની તરફ ફર્યા.
‘આવ, રાજન…!’ જિન્નાતભાઈએ કહૃાું એટલે રાજન જિન્નાતભાઈ તરફ વધુ આગળ વધ્યો અન્ો જિન્નાતભાઈની બરાબર સામે આવીન્ો ઊભો રહૃાો. રાજનન્ો લાગ્યું કે આજે જિન્નાતભાઈનો અવાજ કર્કશ અન્ો ચહેરા પર કંઈક વધુ કરડાકી છે. એમની આંખોની ચમકની જગ્યાએ, આંખો લાલ હતી.
‘રાજન! જિન્નાતભાઈએ કહૃાું, ‘મેં તન્ો અહીં હીના અન્ો તારી સલામતી માટે બોલાવ્યો છે.
‘એટલે…એટલે…હું કંઈ સમજ્યો નહીં? રાજનન્ો કંઈ સમજાયું નહીં.
‘હું તન્ો સમજાવું. ભૂષણ ગઈ કાલે ગ્વાલિયરથી અહીં આવવા માટે નીકળી ચૂકયો છે. એ તન્ો ખતમ કરવા અન્ો હીનાન્ો અહીંથી લઈ જવા માટે આવી રહૃાો છે. જિન્નાતભાઈએ કહૃાું.
‘તો…તો…હવે શું કરીશું, જિન્નાતભાઈ? રાજન્ો થોડાક ડર સાથે પ્ાૂછયું. એ ઈચ્છતો નહોતો કે ભૂષણ ફરીથી આવીન્ો પોતાના અન્ો હીનાના સંસારન્ો વેરવિખેર કરી નાખે.
‘એનો એક સહેલો રસ્તો મારી પાસ્ો છે.’ જિન્નાતભાઈએ કહૃાું, ‘મેં તન્ો ભૂષણનું ચપ્પુ આપ્યું ન્ો, એ ચપ્પુથી તું ભૂષણન્ો ખતમ કરી નાખ. એ ચપ્પુથી તું ભૂષણનું ખૂન કરી નાખ.’
‘ન…ન….ના….ખ….ખૂ…ન… રાજનની જીભ લોચવાઈ. ‘જ…જ….જિન્નાતભાઈ ! એના કરતાં કોઈ બીજો રસ્તો કાઢોન્ો…ભૂષણન્ો દૂર કરવાનો…!
‘આ સિવાય બીજો કોઈ જ રસ્તો નથી,’ રાજન…! જિન્નાતભાઈએ મક્કમ અવાજે કહૃાું.
‘આપણે…આપણે પોલીસની મદદ…!
‘રાજન…!’ બરાડતાં હોય એ રીત્ો જિન્નાતભાઈએ કહૃાું, ‘જો તારે પોલીસની મદદ લેવી છે, તો મારી પાસ્ો વારેઘડીએ મદદ મેળવવા શું કામ આવે છે ? અન્ો…અન્ો જે મારું કહૃાું ન કરે એનું હું ધનોત-પનોત…!
‘ના….ના…જિન્નાતભાઈ, તમે કહેશો એમ હું કરીશ.’ રાજન્ો કહૃાું. રાજનન્ો થયું કે જિન્નાતભાઈ પોતાની સલામતી માટે જ તો ભૂષણનું ખૂન કરવા માટે કહી રહૃાો છે ન્ો !
‘તો….હું કહું છું એમ, તું ભૂષણના એ અણીદાર અન્ો ધારદાર ચપ્પુથી ભૂષણનું ખૂન કરવા માટે ત્ૌયાર છે ન્ો, રાજન…?’ જિન્નાતભાઈએ પ્ાૂછયું.
‘હ….હ…હા….!’ રાજન્ો થોથવાતી જીભે કહૃાું.
‘હા! હું ભૂષણનું ખૂન કરી નાખીશ.’ રાજન્ો કહૃાું એટલે જિન્નાતભાઈએ એની પીઠ થાબડી, ‘શાબ્બાશ, રાજન, શાબ્બાશ.
‘પણ….પણ…જિન્નાતભાઈ !’ જાણે રાજનનો જુસ્સો ઠંડો પડયો. ‘ભૂષણનું ખૂન હું કઈ રીત્ો કરીશ? અન્ો વળી એનું ખૂન કર્યા પછી હું પોલીસના હાથમાં સપડાઈ જાઉં તો…?’
‘રાજન!’ ભૂષણનું ખૂન કયારે ન્ો કઈ રીત્ો કરવું એ હું તન્ો કહીશ.’ જિન્નાતભાઈએ કહૃાું, ‘અન્ો પોલીસથી પણ તારે ડરવાની જરૂર નથી. એનાથી બચવાની પણ હું જ તન્ો તરકીબ બતાવીશ.’
‘તો….તો…પછી કંઈ વાંધો નથી. રાજન્ો કહૃાું, ‘પરંતુ ભૂષણ અહીં આવી ગયો છે એ કઈ રીત્ો ખબર પડશે?
‘એ તો એની મેળે જ ખબર પડી જશે. જિન્નાતભાઈએ રાજનન્ો કહૃાું, ‘બસ! તું તો ચપ્પુ સાથે ભૂષણનું ખૂન કરવા માટે ત્ૌયાર રહેજે.
‘ભલે…!’ રાજન્ો કહૃાું, ‘હવે હું જાઉં. શી ખબર કેમ આજે અહીં રાજનના નાકમાં એટલી બધી વાસ ઘૂસી રહી હતી કે એન્ો અહીં ઊભા રહેવામાં પણ જાણે ચક્કર આવી રહૃાા હતા.’
‘ભલે…તું જા, પણ એક વાત યાદ રાખજે. દર વખત્ો તું મન્ો અહીંથી મળીન્ો જતો હતો પછી આપણી વચ્ચે શું વાતચીત થઈ એ તું ઝુબ્ોર અન્ો પરિમલન્ો કહેતો હતો. પરંતુ આજે આપણી વચ્ચે જે અન્ો જેટલી વાતચીત થઈ એમાંની એક પણ વાત એમન્ો કહેવાની નથી. તું મારા કહેવાથી ભૂષણનું ખૂન કરવા માટે ત્ૌયાર થયો છે, એ વાત તો તારે કોઈન્ો પણ કોઈપણ હાલતમાં કહેવાની નથી. બસ! હવે તું જા, હું પછી ફોન કરીશ જિન્નાતભાઈએ કહૃાું એટલે રાજન આ વિશે કોઈપણ દલીલ-બલીલ કર્યા વિના પાછો ફર્યો અન્ો ઝડપી ચાલે સડક તરફ આગળ વધ્યો. સડક પાસ્ો આવીન્ો એણે પાછળ ફરીન્ો જોયું તો દૂર જિન્નાતભાઈ એની તરફ જોતાં, હસતાં ઊભા હતા.
આમ તો એ જિન્નાતભાઈન્ો મળીન્ો સડક પાસ્ો પહોંચીન્ો, જ્યારે પણ પાછળ ફરીન્ો જિન્નાતભાઈ તરફ જોતો ત્યારે ત્યાં જિન્નાતભાઈ ઊભેલા દેખાતા નહોતા. જ્યારે આજે અત્યારે પણ જિન્નાતભાઈ ઊભેલા દેખાતા હતા. રાજન્ો ફરીન્ો, પાસ્ોથી પસાર થઈ રહેલી ટૅકસી રોકી. ટૅકસીમાં એ બ્ોઠો. ટૅકસી ચાલુ થઈ અન્ો રસ્તા પર દોડવા લાગી. રાજન્ો કાચની બારીમાંથી દૂર…દૂર….જિન્નાતભાઈ તરફ જોયું. હજુ પણ આછા-આછા જિન્નાતભાઈ દેખાઈ રહૃાા હતા. ટૅકસી ઘણે આગળ નીકળી વધી પછી રાજનન્ો જિન્નાતભાઈ દેખાતા બંધ થયા. રાજન્ો ડોક ફેરવીન્ો સામેની તરફ જોયું.
હજુ પણ જાણે રાજનના નાકમાંથી પ્ોલી વાસ ગઈ નહોતી. એણે ટૅકસીની બારીનો કાચ ખોલ્યો એ સાથે જ હવાનો મોટો જથ્થો અંદર, ટૅકસીમાં આવ્યો અન્ો એમાંનો થોડોક જથ્થો નાકમાં પણ ગયો. ચોખ્ખી હવા નાકમાં જતાં જ જાણે રાજનના નાક્ધો શાંતિ થઈ.
રાજનન્ો એ સમજાયું નહીં કે પહેલાં એ જ્યારે પણ જિન્નાતભાઈ પાસ્ો જતો હતો ત્યારે એનું નાક અનોખી સુગંધથી મહેંકી ઊઠતું હતું. જ્યારે શી ખબર કેમ આજે જિન્નાતભાઈ પાસ્ો પહોંચ્યા પછી એનું નાક વાસથી જાણે ગ્ાૂંગળાઈ ગયું હતું.
‘પોત્ો જિન્નાતભાઈ વિશે આવું વિચારવું જોઈએ નહીં.’ રાજનના મનમાં થયું અન્ો એણે સામે જોયું. સામે થોડેક જ દૂર પોતાનો ફલેટ હતો. ટૅકસી ફલેટ પાસ્ો પહોંચી એટલે પ્ૌસા આપીન્ો એ ટૅકસીમાંથી ઊતર્યો અન્ો લિફટમાં ઉપર પહોંચ્યો. દરવાજાની ઘંટડી વગાડી એ સાથે જ નીમુએ દરવાજો ખોલ્યો. નીમુની આંખોમાં ઊંઘ સાથે ચિંતા હતી.
રાજન અંદર આવ્યો એટલે દરવાજાની સ્ટોપર બંધ કરતાં નીમુએ પ્ાૂછયું, ‘શું થયું? મળી આવ્યા જિન્નાતભાઈન્ો શા માટે એમણે આટલી મોડી રાત્ો તમન્ો બોલાવ્યા હતા?
નીમુના આ એકસાથે ત્રણ-ત્રણ સવાલો સાંભળીન્ો રાજનન્ો એકદમ ગુસ્સો ચઢયો. ‘હજુ મન્ો બ્ોસવા તો દે! પાણી તો આપ!’ એ પહેલાં જ આટલા બધા સવાલો પ્ાૂછવા લાગી છે તો…!
નીમુ આંચકા ન્ો નવાઈભર્યા ચહેરે રસોડા તરફ આગળ વધી ગઈ. રાજન આમ તો કયારેય ગુસ્સ્ો થતો નહોતો, અન્ો આમેય એ પોતાની પર તો આ રીત્ો કયારેય ગુસ્સ્ો થયો નહોતો. તો પછી આજે કેમ એ આ રીત્ો ગુસ્સ્ો થયો હશે? જિન્નાતભાઈ સાથે એવું તો શું બન્યું હશે ? વિચારતાં નીમુએ રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવીન્ો રાજનન્ો આપ્યો. રાજન એક જ શ્ર્વાસ્ો એન્ો ગટગટાવી ગયો. ખાલી ગ્લાસ નીમુન્ો આપવાન્ો બદલે એણે બાજુના ટેબલ પર મૂકયો અન્ો ઊભેલી નીમુનો હાથ પકડીન્ો એ પોતાની બાજુ પર બ્ોસાડી, એનું માથું પોતાની છાતી પર મૂકતાં, એના માથે હાથ ફેરવતાં રાજન્ો વહાલથી કહૃાું, ‘નીમુ, રિસાઈ ગઈન્ો મારી નીમુ!’
નીમુ કંઈ બોલી નહીં. એની આંખોમાં ઝળહળિયા આવી ગયાં હતાં.
‘ચાલ સ્ાૂઈ જઈએ.’ કહેતાં નીમુન્ો પોતાની સાથે જ ઊભી કરતાં, બ્ોડરૂમમાં લાવીન્ો એન્ો પલંગ પર લેટાવી, રાજન પણ સાથે લેટયો.
રાજન્ો પોતાના સવાલોના જવાબો હજુ પણ આપ્યા નહોતા, પરંતુ નીમુએ એ સવાલોન્ો ફરી પ્ાૂછવાનું ટાળ્યું. રાજનના ચહેરા પર કંઈક પરેશાની દેખાતી હતી. ‘તમન્ો નહીં ગમતું હોય તો હું તમન્ો આવા સવાલો નહીં પ્ાૂછું, બસ!’ નીમુએ રાજનના ચહેરા સામે જોતાં કહૃાું. રાજન કંઈક વિચારમાં હતો, એણે નીમુની આ વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. નીમુએ પણ રાજનન્ો પછી વધુ કંઈ કહેવા-કરવાનું માંડી વાળ્યું અન્ો આંખો મીંચી. ઘણી મોડી રાત્રે રાજનની આંખ મીંચાઈ.
બીજા દિવસ્ો સવારે, રાજન ઑફિસ્ો જવા માટે બરાબર ત્ૌયાર થયો ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી.
ત્ૌયાર ઊભેલા રાજન્ો જ જઈન્ો દરવાજો ખોલ્યો, સામે પરિમલ અન્ો હીના ઊભાં હતાં.
‘હું હીનાન્ો મૂકવા માટે જ આવ્યો હતો.’ ચલ, તું ત્ૌયાર છે ન્ો ઑફિસ્ો જવા માટે?’ પરિમલે કહૃાું, ‘સાંજે પણ આપણે સાથે આવીશું, પછી હું હીનાન્ો લઈન્ો નીકળી જઈશ.’
‘હા, પણ જમીન્ો જ જજો. રસોડામાંથી બહાર આવીન્ો, પરિમલની વાત સાંભળી ચૂકેલી નીમુએ કહૃાું.
પરિમલે હીના સામે જોયું અન્ો પછી હસ્યો. હસતાં-હસતાં એણે નીમુભાભી સામે જોયું. ‘સારું, પણ અત્યારે તો અમે જલદી નીકળીએ, ખૂબ જ મોડું થઈ ગયું છે. કહેતાં પરિમલે રાજન સામે જોયું.
‘હા, ચલ…તારું સ્કૂટર મૂકી દે, હું મારું સ્કૂટર લઈ લઉં છું.’ કહેતાં રાજન નીમુ તરફ ફર્યો. નીમુએ રાજનના હાથમાં બ્રીફકેસ આપી, ‘હું નીકળું છું. કહેતાં રાજન્ો નીમુ અન્ો હીના તરફ જોયું અન્ો પછી બહાર નીકળ્યો.
પરિમલ સાથે નીચે આવીન્ો, સ્કૂટર પર બન્ન્ો સાથે જ ઑફિસ્ો પહોંચ્યા અન્ો કામમાં લાગી ગયા.
હીના અન્ો નીમુ પણ કામ પતાવીન્ો વાતો કરતાં બ્ોઠાં. અત્યારે ચાર વાગ્યા હતા. પમ્મી અન્ો પાયલ બન્ન્ો સ્કૂલે ગયાં હતાં અન્ો નીમુ ત્ોમજ હીના બન્ન્ો એકલાં હતાં. હીનાન્ો નીમુભાભી અન્ો નીમુન્ો નણંદ હીના ખૂબ જ ગમી હતી. બન્ન્ોનાં દિલ થોડાક દિવસમાં જ જબરાં મળી ગયાં હતાં.
ટ્રીન…ટ્રીન…
ટ્રીન…ટ્રીન…
ફોનની ઘંટડી ધણધણી ઊઠી. નીમુએ ઊભા થઈન્ો, ફોન પાસ્ો પહોંચીન્ો ફોન ઉઠાવ્યો, ‘હેલ્લોે…!’
‘હેલ્લો….! સામેથી એક ભારે ભરખમ અવાજ આવ્યો. ‘રાજનન્ો ત્યાંથી બોલો છો ન્ો?’
‘હા…હા…બોલો…! નીમુએ કહૃાું. આ ભારેખમ અવાજ એણે પહેલીવાર સાંભળ્યો હતો.
‘તમે કોણ ? સામેથી ભારેખમ અવાજે પ્ાૂછયું, ‘તમે હીના બોલો છો?’
‘ના…!’ હું એની ભાભી બોલું છું. નીમુએ કહૃાું, ‘એક મિનિટ ચાલુ રાખો, હું એન્ો આપું છું. એણે હીના સામે જોયું. ‘હીના, તારો ફોન છે.
‘પરિમલનો હશે. એવા ચહેરા પર ભાવ સાથે હીના ઊભી થઈ અન્ો નીમુ પાસ્ો પહોંચીન્ો, નીમુના હાથમાંથી ફોન લીધો અન્ો ફોન પર બન્ો એટલો અવાજ પ્રેમભર્યો કરતાં કહૃાું, ‘હેલ્લો, હું હીના બોલું છું.’
‘હા..હીના…મારે તારું જ કામ છે.’ સામેથી ભારેખમ અવાજ આવ્યો. એ અવાજ સાંભળતાં જ હીનાના હૃદયમાં જાણે ચીરો પડયો, ‘મારો અવાજ ઓળખ્યો ન્ો હીના…?’ સામેથી ભારેખમ અવાજે પ્ાૂછયું, ‘હું…હું… ભૂષણ બોલું છું.’
હીનાના હાથમાંથી રિસીવર પડતાં-પડતાં રહી ગયું. એનો હાથ જાણે ધ્રૂજવા લાગ્યો. એના ચહેરા પર ડર દોડવા લાગ્યો, ‘શું થયું, હીના?’ કહેતાં નીમુ હીના પાસ્ો આવીન્ો ઊભી રહી.
‘હીના….તું મન્ો કહૃાા વિના, મન્ો છોડીન્ો તું અહીં ભાગી આવી એટલે હું તન્ો લેવા માટે આવ્યો છું,’ પરંતુ…. સામેના ભારેખમ અવાજે અટકીન્ો પછી આગળ કહૃાું, ‘પરંતુ આ વખત્ો તો હું રાજનન્ો ખતમ જ કરી નાખીશ. એ પછી જ હું તન્ો અહીંથી ઉઠાવી જઈશ અન્ો એટલે એ પછી ભવિષ્યમાં કયારેય રાજન તન્ો લેવા માટે આવે એ સવાલ જ નહીં રહે.’
‘તું…તું…અહીં સુધી પહોંચ્યો કેવી રીત્ો નાલાયક…? ! ?’ હીનાએ ધ્રૂજતા અવાજે કહૃાું.
‘ભૂષણ તન્ો મેળવવા માટે જમીન આસમાન એક કરી શકે છે હીના…’ સામેથી ભારેખમ અવાજે હસતાં-હસતાં કહૃાું, ‘તું ત્ૌયાર રહેજે, તારા ભાઈ રાજનના મોત પર રડવા માટે અન્ો મારી સાથે જવા માટે…! અન્ો સામેથી એ ભારેખમ અવાજે ફોન મૂકી દીધો.
હીનાએ પણ ધીમેથી ફોન મૂકયો. એના ચહેરા પર પરસ્ોવો નીતરી આવ્યો હતો. ‘શું થયું હીના…! નીમુએ હીનાન્ો હલબલાવી નાખી.
‘કંઈ….કંઈ….નહીં….!’ હીનાએ જાણે ઝબકતાં કહૃાું, ‘તમે….તમે…જરા….રાજનભાઈન્ો ફોન લગાવી આપોન્ો!’ મારે રાજનભાઈ સાથે વાત કરવી છે.
નીમુએ રિસીવર હાથમાં લીધું અન્ો રાજનની ઑફિસના નંબર લગાવવા લાગી.
હીનાનું હૃદય ડર ન્ો ગભરાટથી ધક…ધક…ધડકી રહૃાું હતું. એ જેમ બન્ો એમ જલદી રાજનભાઈન્ો જણાવી દેવા માગતી હતી કે, ‘ભૂષણ મુંબઈ આવી પહોંચ્યો છે, ભૂષણથી તમે…’
‘હેલ્લોે….કોણ, પરિમલભાઈ? નીમુએ સામેથી પરિમલે ફોન ઉઠાવ્યો એટલે કહૃાું, ‘જરા ફોન રાજનન્ો આપોન્ો, હીનાબહેન વાત કરવા માગ્ો છે.
‘કેમ નીમુભાભી…આટલા ગભરાયેલા કેમ લાગો છો…? નીમુભાભીએ પોતાની સાથે કોઈપણ વાતચીત કર્યા વિના જ રાજનન્ો આપવાનું કહૃાું એટલે પરિમલે પ્ાૂછયું.
નીમુએ કંઈ પણ જવાબ આપ્યા વિના ફોન હીનાન્ો આપ્યો. હીનાએ ફોન હાથમાં લેતાં જ કહૃાું, ‘હેલ્લો! રાજનભાઈ ! પ્ોલો…પ્ોલો…ભૂષણ મુંબઈ આવી ગયો છે. એ… એ…તમારું ખૂન કરીન્ો… મન્ો…ફરીથી ઉઠાવી…!
‘શું વાત કરે છે, હીના…!’ પરિમલે ખુરશી પરથી ઊભા થતાં કહૃાું.
‘રાજનભાઈન્ો તમે બચાવી લેજો… મ…. મ…મન્ો…. પણ પ્ોલો….ભૂષણ ઉઠાવી જશે…! કહેતાં હીના ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.
‘તું…તું…ગભરા નહીં…!’ પરિમલે કહૃાું.
મૅન્ોજરની ઑફિસમાંથી નીકળીન્ો, રાજન પરિમલના ટેબલ પાસ્ો પહોંચ્યો ન્ો ત્યાં જ એના કાન્ો પરિમલના શબ્દો પડયા.
‘શું થયું, પરિમલ…?’ ફાઈલ ટેબલ પર મૂકતાં રાજન્ો પ્ાૂછયું. રાજનન્ો વિગતવાર જવાબ આપવાન્ો બદલે પરિમલે ફોનનું રિસીવર રાજનના હાથમાં આપ્યું. રાજન્ો રિસીવર કાન પર ધર્યું તો એન્ો હીનાના રડવાનો અવાજ સંભળાયો, ‘હીના…!’ રાજન બોલી ઊઠયો, ‘હું રાજન બોલું છું, હીના….કેમ રડે છે મારી બહેન…?’
‘ભાઈ…!’ રાજનનો અવાજ સાંભળીન્ો એક ધ્રુસકું મૂકતાં સામેથી અચકાતાં-અચકાતાં હીનાએ કહૃાું, ‘ભાઈ…ભાઈ….અત્યારે ભૂષણનો ફોન આવ્યો હતો-એ…એ…તમન્ો ખતમ કરવા અન્ો મન્ો લઈ જવા આવ્યો છે.’
‘તું રડ નહીં-ગભરા નહીં, હીના’ રાજન્ો હીનાન્ો ઢાઢસ બંધાવતાં કહૃાું, ‘એ કયાંથી બોલતો હતો…? એણે કંઈ કહૃાું?’
‘ના…એવું તો એણે કંઈ જ કહૃાું નથી. એણે તમન્ો ખતમ કરવાની અન્ો મન્ો ઉઠાવી જવાની વાત કરીન્ો ફોન મૂકી દીધો હતો.’ હીનાએ ધ્રુસકું ભરતાં કહૃાું.
પછી….પછી શું થયું…? ભૂષણે રાજનનું ખૂન કરી નાખ્યું…? કે પછી રાજન્ો જ ભૂષણન્ો ખતમ કરી નાખ્યો…? જિન્નાતભાઈના બદલાયેલા રૂપનું રહસ્ય શું હતું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? હીના અન્ો પરિમલનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોરનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.