જિન્નાત

પુરુષ

પ્રકરણ: ૧૬

રાજન ઝાડી તરફ આગળ વધ્યો. પહેલું પગલું… બીજું પગલું… ત્રીજું પગલું… ચોથું પગલું… પાંચમું પગલું અન્ો વીસમા પગલે એ ઝાડી-ઝાંખરાં પાસ્ો પહોંચી ગયો. હવે ઝાડી-ઝાંખરાં વચ્ચે પ્ોલી તરફ જવા માટે એક ફૂટ જેટલી જ જગ્યા હતી. રાજન વાંકો વળ્યો એ સાથે જ એન્ો પાછળથી કોઈએ જોરદાર ધક્કો માર્યો…
———————-
રાજન્ો થોડીક વાર સુધી પોતાની ચારે તરફની ઝાડીઓ-કોતરો જોઈન્ો ભગવાનનું નામ લીધું અન્ો આગળ વધ્યો.
લગભગ સાડા પાંચ વાગ્યે રાજનન્ો દૂર…., એક નાનકડું મકાન જેવું દેખાયું. રાજનન્ો ખ્યાલ આવી ગયો કે એ સરકિટ હાઉસ જ હતું.
રાજન એ સરકીટ હાઉસ સામે આવીન્ો ઊભો રહૃાો. સરકિટ હાઉસ ખાસ મોટું નહોતું.
રાજન્ો સરકિટ હાઉસની આજુબાજુ નજર ફેરવી. નજીકમાં કોઈ નહોતું. રાજનની નજર પગારા ડેમ પર પડી. ત્યાંથી એની નજર નદીની વચમાં ઊભેલા, અહીંથી ખૂબ જ નાના દેખાતા કિલ્લા પર પડી. ‘હે ભગવાન! આ કિલ્લામાં ભલ્લાસિંહ હોય તો સારું.’ એવી પ્રાર્થના સાથે રાજન સરકિટ હાઉસના મુખ્ય દરવાજા તરફ ફર્યો અન્ો દરવાજો ખટખટાવ્યો.
દસ મિનિટ સુધી કોઈ આવ્યું નહીં એટલે રાજન્ો ફરી જોરથી દરવાજો ખટખટાવ્યો અન્ો એ સાથે જ ધક્કો લાગતાં દરવાજો ખૂલી ગયો. અંદરથી દરવાજો ખુલ્લો હતો.
‘પાનાસિંહ…!’ રાજન્ો બ્ાૂમ મારી, પરંતુ સામેથી જવાબ મળ્યો નહીં. હાથમાં થેલી અન્ો બ્ૉગ ઉઠાવીન્ો રાજન અંદર આવ્યો. એ એક મોટો કમરો હતો, કમરો ખૂબ જ અવ્યવસ્થિત હતો. જ્યાં-ત્યાં બીડીનાં ઠૂંઠાં પડયાં હતાં. આ કમરાના એક ખૂણા પર બાજુના કમરાનો દરવાજો હતો. ‘કદાચ અંદર પાનાસિંહ હશે.’
એવા વિચાર સાથે બ્ૉગ અન્ો થેલી ત્યાં મૂકીન્ો રાજન કમરાના એ દરવાજા તરફ આગળ વધ્યો. કમરાનો દરવાજો ખુલ્લો જ હતો. રાજન અંદર આવ્યો. એ કમરો ખાલી હતો. અંદર પાનાસિંહ નહોતો. કોઈ જ નહોતું.
રાજન બહાર આવ્યો. ‘પાનાસિંહ…!’ એણે જોરથી બ્ાૂમ મારી. જવાબ માટે એણે વાટ જોઈ, પરંતુ પાનાસિંહનો અવાજ કે પાનાસિંહ આવ્યો નહિ. રાજન સરકિટ હાઉસનું ચક્કર લગાવીન્ો આવ્યો. પરંતુ આસપાસ કે દૂર સુધી પાનાસિંહનો પત્તો નહોતો.
‘હવે….હવે શું કરવું?’ એવા વિચાર સાથે રાજન બ્ૉગ પાસ્ો આવીન્ો ઊભો રહૃાો. ત્યાં જ એન્ો પરિમલે આપ્ોલું દૂરબીન યાદ આવ્યું. એણે બ્ૉગ ખોલી અન્ો એમાંથી બગલથેલો કાઢયો અન્ો પરિમલે આપ્ોલો નાસ્તો, નકશો અન્ો દૂરબીન એ બગલથેલામાં મૂકયું.
ખાલી થેલી એણે બ્ૉગમાં બંધ કરી. બગલથેલો ખભે લટકાવીન્ો એ ઊભો થયો. બહાર આવ્યો. દૂરબીન કાઢીન્ો એણે આંખે લગાવ્યું અન્ો એમાં જોયું. દૂરની વસ્તુઓ હવે ઘણી નજીક દેખાવા લાગી હતી. દૂરબીનમાં જોવા લાગ્યો. પરંતુ એમાં પાનાસિંહ દેખાયો નહીં. હા ! એન્ો પ્ોલો કિલ્લો દેખાયો, જે ખૂબ જ નજીક લાગતો હતો. એ કિલ્લાની આગળ ઝાડી-ઝાંખરા હતાં એટલે કિલ્લા પાસ્ો કોઈ છે કે નહીં એ અહીંથી દેખાતું નહોતું.
હવે શું કરવું? પાનાસિંહ હોત તો પોત્ો કિલ્લા સુધી પહોંચી શકત, પરંતુ અત્યારે પાનાસિંહ તો નથી, એ કયાં ગયા હશે? વળી એ કયારે આવે? એનું તો કંઈ કહેવાય જ નહીં.
આવા વિચાર સાથે રાજન નદીના કિનારા તરફ આગળ વધ્યો. એ થોડોક આગળ વધ્યો ત્યાં જ એન્ો ઝાડી પાછળ હોડી દેખાઈ. એની આંખો ખુશીથી ચમકી ઊઠી. પોત્ો હવે સહેજ પણ વાર લગાડયા વિના એ હોડીમાં સામે-કિલ્લામાં પહોંચી જવું જોઈએ. અત્યારે સાડા પાંચ વાગવા આવ્યા હતા અન્ો સાંજનું અંધારું પથરાવા લાગ્યું હતું.
‘બ્ૉગ ભલે સરકીટ હાઉસમાં પડી.’ એમ વિચારીન્ો રાજન ઝડપથી હોડી પાસ્ો પહોંચ્યો. ભગવાનનું નામ દઈન્ો એમાં બ્ોઠો. બગલથેલો બાજુમાં મૂકતાં એણે હલેસું હાથમાં લીધું. હલેસું એન્ો થોડુંક ભારે લાગ્યું. એ પાણીમાં હલેસું હલાવવા લાગ્યો.
પહેલાં તો હોડી એની જગ્યા પરથી સરકી નહીં, પરંતુ એ પછી ધીમે-ધીમે સરકવા લાગી. હોડી બીજી તરફ સરકી રહી હતી, હલેસું આમત્ોમ કરીન્ો માંડમાંડ એણે હોડીનું મોઢું કિલ્લા તરફ કર્યું અન્ો હલેસું હલાવવા લાગ્યો. એ હલેસું હલાવતો હતો એટલે એની પીઠ અત્યારે કિલ્લા તરફ હતી.
હોડી કિલ્લા તરફ જ જાય છે ન્ો ! એ જોવા માટે એન્ો વારેઘડીએ ગરદન ફેરવીન્ો પાછળ જોવું પડતું હતું. વળી એનું હૃદય એ ડરથી પણ ઊછળી રહૃાું હતું કે અચાનક કિલ્લામાંથી કોઈ ડાકુ ગોળી છોડીન્ો એન્ો ખતમ કરી દેશે તો?
જોકે, અત્યારે એ પણ એક સવાલ હતો કે કોઈ ડાકુ અન્ો ખાસ કરીન્ો ભલ્લાસિંહ-કિલ્લામાં હશે ખરો?
કિલ્લાના કિનારે લાવીન્ો હોડી ઊભી રાખી. રાજન હોડીમાં ઊભો રહીન્ો સામે જોવા લાગ્યો. સામે લગભગ વીસ્ોક ફૂટ જેટલી ખુલ્લી જમીન હતી, અન્ો એ પછી ઝાડી-ઝાંખરાં હતાં, અન્ો એ ઝાડી-ઝાંખરા પાછળનો કિલ્લો અહીંથી અડધો પણ દેખાતો નહોતો.
પાંચ મિનિટ સુધી રાજન એમ ન્ો એમ ઊભો રહૃાો. પરંતુ કોઈનો અવાજ કે કોઈની હિલચાલ સંભળાઈ નહીં એટલે બગલથેલો ખભે લટકાવીન્ો એ કિનારા પર ઊતર્યો. કિનારા પર પગ પડતાં જ એનું હૃદય વધુ જોરથી ધડકયું. પોત્ો હવે આ કિલ્લા સુધી પહોંચી ગયો હતો, પરંતુ અહીં પોતાન્ો ભલ્લાસિંહ મળશે ખરો? અન્ો ખાસ કરીન્ો જિન્નાતભાઈએ કહૃાું મુજબ ભલ્લાસિંહ પાસ્ો હીના મળશે ખરી?
જિન્નાતભાઈનું નામ યાદ આવતાં જ રાજનન્ો થયું કે અત્યારે પોતાની સાથે જિન્નાતભાઈ હોત તો પોત્ો આટલી મુશ્કેલી અન્ો ગભરામણ ભોગવવી પડત નહીં. આજે શનિવાર હતો અન્ો જિન્નાતભાઈએ કહૃાા મુજબ આજે સવારે તો એમની સભા પ્ાૂરી થઈ ગઈ હતી. અન્ો એટલે જો જિન્નાતભાઈ અહીં અત્યારે આવી જાય તો કેટલી મજા પડે!
રાજન ત્યાં જ દસ મિનિટ સુધી ઊભો રહૃાો. જિન્નાતભાઈ તો આવ્યા નહીં, પરંતુ એનામાં થોડીક હિંમત આવી ખરી.
એ ઝાડી તરફ આગળ વધ્યો. પહેલું પગલું….બીજું પગલું….ત્રીજું પગલું…ચોથું પગલું….પાંચમું પગલું અન્ો વીસમા પગલે એ ઝાડી-ઝાંખરા પાસ્ો પહોંચી ગયો. હવે ઝાડી-ઝાંખરાં વચ્ચે પ્ોલી તરફ જવા માટે એક ફૂટ જેટલી જ જગ્યા હતી. રાજન વાંકો વળ્યો અન્ો ઝાડી-ઝાંખરામાં ઘૂસીન્ો બીજી બાજુ પહોંચ્યો, એ સાથે જ એન્ો પાછળથી કોઈએ જોરદાર ધક્કો માર્યો…
‘હે ભગવાન….’ કહેતો રાજન જમીન પર ઊંધો પછડાયો.
રાજન્ો સીધા થઈન્ો સામે જોયું એ સાથે જ એનું હૃદય બ્ો ધબકારા ચૂકી ગયું. એની ચારે તરફ લગભગ દસ્ોક ડાકુઓ એની તરફ જ બંદુકો તાકીન્ો ઊભા હતા.
રાતનું અંધારું ફેલાવા લાગ્યું હતું અન્ો એટલે અત્યારે એ દસ્ોય ડાકુઓના ભયાનક ચહેરાઓ વધુ ભયાનક દેખાતા હતા. એમના હાથમાંની બંદુકો તો ઓર વધુ ભયાનક લાગતી હતી.
રાજનન્ો લાગ્યું કે હવે પોતાની સામે ડાકુઓ બંદુકો લઈન્ો નહીં પરંતુ મોત લઈન્ો ઊભા છે, પોતાન્ો મોતન્ો ઘાટ ઊતારવા માટે આ દસ બંદુકોમાંથી, એક બંદુકમાંથી નીકળેલી એક ગોળી પણ પ્ાૂરતી હતી.
દસ બંદુકોમાંથી, કોઈ એક બંદુકમાંથી, એક ગોળી નીકળે એ પહેલાં જ રાજન, સામેની તરફ હાથ ધરતો બોલી ઊઠયો, ‘હું…હું… પોલીસનો આદમી નથી.’
પ્ોલા દસ્ોક ડાકુઓએ રાજનના ચહેરા પરથી નજર કે એની છાતી પરથી બંદુકો હટાવી નહીં.
‘હું…હું…ભલ્લાસિંહન્ો મળવા આવ્યો છું.’ કહેતાં રાજન્ો ઝડપથી ખિસ્સામાંથી ડાકુ મહાનસિંહે લખી આપ્ોલી ચિઠ્ઠી કાઢીન્ો જમણી તરફ ઊભેલા ડાકુ તરફ ધરી.
જમણી તરફ ઊભેલા ડાકુએ એ ચિઠ્ઠી હાથમાં લીધી અન્ો ખોલી, પરંતુ એન્ો વાંચતાં ન આવડતું હોય એમ એણે એ ચિઠ્ઠી પર નજર ફેરવવા લાગ્યો.
ભલ્લાસિંહ,
ચિઠ્ઠી લાવનાર રાજન તન્ો મળવા આવ્યો છે. તું બની શકે એટલી એન્ો મદદ કરજે. રાજન ખૂબ જ ભોળો છે. એ જે કામ માટે આવ્યો છે એ કામ તું સહેલાઈથી પતાવી આપીશ એવી હું આશા રાખું છું.
પ્ોલા ડાકુએ ચિઠ્ઠી વાંચી લીધા પછી રાજન તરફ જોયું. અન્ો જમણા હાથનો અંગ્ાૂઠો અન્ો બીજી આંગળીથી ચપટી વગાડી. એ સાથે જ પ્ોલા નવ ડાકુઓએ રાજન તરફ તાકેલી બંદુકો ખસ્ોડી લીધી અન્ો થોડાક પાછળ ખસ્યા. ચિઠ્ઠી વાંચનાર ડાકુએ હાથ લંબાવીન્ો રાજનન્ો ઊભો કર્યો. ‘તમે અહીં ઊભા રહો, હું હમણાં આવું છું.’ કહેતાં એ ડાકુ કિલ્લા તરફ આગળ વધી ગયો.
રાજનન્ો ખબર હતી કે આ કિલ્લામાં ડાકુઓ રહે છે એટલે એ ઓળખી શકતો હતો કે આ બંદુકવાળા આદમીઓ ડાકુ છે, નહીંતર એ દસ્ોક આદમીઓએ પોલીસ જેવું પ્ોન્ટ અન્ો શર્ટ પહેર્યા હતાં. પહેલી નજરે ત્ોઓ પોલીસ જ લાગતા હતા.
અંધારું હવે પ્ાૂરી રીત્ો છવાઈ ચૂકયું હતું. એક ડાકુ કિલ્લાના દરવાજા પાસ્ો મશાલ મૂકી રહૃાો હતો. એ મશાલના અજવાળામાં કિલ્લો અત્યારે વધુ ભયાનક લાગતો હતો.
પ્ોલા નવ ડાકુઓમાંથી આઠ ડાકુઓ પાછા ત્યાંથી, અંધારામાં, ઝાડી પાછળ સરકી ગયા હતા. રાજનની બાજુમાં ઊભેલા નવમા ડાકુએ બંદુક્ધો ખભે લટકાવીન્ો બીડી સળગાવી, રાજન સામે ધરી.
‘ના, બસ….આભાર!’ રાજન્ો કહૃાું. ત્યાં જ ચિઠ્ઠી લઈન્ો ગયેલો ડાકુ કિલ્લાના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળ્યો.
રાજન્ો કિલ્લા તરફથી આવેલા ડાકુ તરફ જોયું. હવે એ ડાકુના ચહેરા પર હાસ્ય હતું.
‘ચાલો….!’ પ્ોલા ડાકુએ કહૃાું, અન્ો કિલ્લા તરફ ફર્યો. કોઈ પણ જાતનો સવાલ કર્યા વિના જ રાજન એની પાછળ આગળ વધ્યો.
પ્ોલો ડાકુ કિલ્લાના મુખ્ય દરવાજાની અંદર આવીન્ો આગળ વધ્યો. રાજન પણ અંદર આવ્યો. અંદર મોટો કમરો હતો. કમરાની ચારે દીવાલોમાં, બાજુના કમરાઓમાં જવા માટે દરવાજા હતા. સામે દીવાલ પર મશાલ લગાવેલી હતી. એનું અજવાળું કમરામાં પડી રહૃાું હતું.
પ્ોલો ડાકુ ડાબી તરફના કમરામાં ઘૂસ્યો. રાજન પણ અંદર આવ્યો. અંદર પણ ડાબી તરફના ખૂણામાં, દીવાલ પર લાગ્ોલી મશાલ સળગી રહી હતી. આ કમરાની બધી દીવાલોમાં, બાજુના કમરામાં જવાના દરવાજા હતા. રાજન્ો સામેના કમરા તરફ આગળ વધી રહેલા ડાકુ પાછળ આગળ વધતાં નીચે જમીન તરફ જોયું.
જમીન પરના પથ્થરો ઠેકઠેકાણેથી ઊખડી ગયા હતા. આ કિલ્લો ખાસ્સો એવો જૂનો લાગતો હતો. વળી કમરાઓની અંદર એ રીતના કમરાઓ હતા જાણે આ કિલ્લો અંગ્રેજોએ ખાસ સંતાકૂકડી રમવા માટે જ બનાવ્યો હોય.
આડાઅવળા કમરાઓમાંથી પસાર થઈન્ો એ ડાકુ એક જગ્યાએ આવીન્ો ઊભો રહૃાો. રાજન પણ એની બાજુમાં આવીન્ો ઊભો રહૃાો, અન્ો પોતાની ચારે તરફ નજર કરી.
અત્યારે એ પોત્ો એક મોટા ચોગાનમાં આવીન્ો ઊભો હતો. ચોગાનની ચારે તરફ કિલ્લાની અંદર જવાના દરવાજાઓ હતા.
એ દરવાજાઓ પાસ્ોની દીવાલમાં મશાલો સળગી રહી હતી. દરવાજાઓની આગળ આ તરફ, ડાકુઓ હાથમાં બંદુક લઈન્ો ઊભા હતા.
ચોગાનમાં વચ્ચોવચ ખાટલો હતો અન્ો ખાટલામાં એક આદમી પોતાની તરફ જોતો બ્ોઠો હતો. એ બ્ોઠો હતો છતાંય એની ઊંચાઈ-પહોળાઈનો ખ્યાલ આવી જતો હતો. એની આંખો અન્ો મૂછો પણ મોટી-મોટી હતી. એણે ઈન્સ્પ્ોકટર જેવું પ્ોન્ટ અન્ો શર્ટ પહેર્યા હતા.
એ જે અદાથી બ્ોઠો હતો એ જોતાં રાજનન્ો સમજતાં વાર લાગી નહીં કે આ જ ડાકુ ટોળકીનો સરદાર છે.
ખાટલા પર બ્ોઠેલો એ ડાકુ ઊભો થયો અન્ો એ રાજન તરફ આગળ વધ્યો. રાજનની સામે આવીન્ો ઊભો રહૃાો અન્ો રાજનનો ચહેરો જોવા લાગ્યો.
રાજન્ો હોઠ ખોલ્યા, ‘તમે….? ?’
‘હા…હું જ ભલ્લાસિંહ છું, રાજન…’ કહેતાં ભલ્લાસિંહે રાજનના ખભા પર હાથ મૂકયો. ‘ચાલ આવ….બ્ોસ મારી પાસ્ો…! કહેતાં ભલ્લાસિંહે રાજનન્ો લઈન્ો ખાટલા પાસ્ો આવ્યો. પહેલાં રાજનન્ો બ્ોસાડયો અન્ો પછી ભલ્લાસિંહ એની બાજુમાં બ્ોઠો. ‘જામુ…રાજનબાબુ માટે ચા-પાણી તો લાવો. ભલ્લાસિંહે કહૃાું એટલે રાજનન્ો અહીં સુધી લાવના જામુ ‘જી, સરદાર…હમણાં લાવ્યો. કહેતાં ડાબી તરફના દરવાજા તરફ આગળ વધી ગયો.
રાજનન્ો જાણે મુંબઈમાં, પોતાના કોઈ મિત્રન્ો ત્યાં આવ્યો હોય એવું લાગી રહૃાું હતું. અત્યારે ભલ્લાસિંહ ભલે ચહેરાથી ભયાનક લાગતો હોય, પરંતુ એના આવા આવકારથી એના દિલમાં રહેલો પ્રેમ છતો થતો હતો.
રાજન પોતાની નજર જમણી તરફથી ફેરવીન્ો ડાબી તરફ જોવા લાગ્યો. રાજનન્ો આ રીત્ો જોતો જોઈન્ો ભલ્લાસિંહે કહૃાું, ‘રાજન, તું શું જોઈ રહૃાો છે એ મન્ો ખબર છે…! એ આગળ બોલે એ પહેલાં જ જામુ હાથમાં પાણીનો ગ્લાસ લઈન્ો આવ્યો. ‘લે પહેલાં પાણી પી લે, પછી હું તન્ો મોકલું છું.’
રાજન્ો પાણીનો ગ્લાસ હોઠે મૂકયો. એન્ો થયું કે પોત્ો હજુ સુધી હીના વિશેની વાત તો ભલ્લાસિંહન્ો કહી નથી. વળી મહાનસિંહે પણ ચિઠ્ઠીમાં હીનાનો ઉલ્લેખ કર્યો નથી. તો પછી પોત્ો શું જોઈ રહૃાો છે? આ ભલ્લાસિંહ શું સમજ્યો હશે? શું એ સમજી ગયો હશે કે પોત્ો હીનાન્ો જ શોધી રહૃાો હતો?
રાજન્ો ખાલી ગ્લાસ નીચે મૂકયો.
બરાબર એ જ વખત્ો જામુ જે દરવાજામાંથી પાણી પીન્ો આવ્યો હતો એ દરવાજામાંથી એક સફેદ દાઢીવાળો આદમી નીકળીન્ો, ભલ્લાસિંહ પાસ્ો ઊભો રહૃાો.
ભલ્લાસિંહે રાજન તરફ જોતાં એ આદમીની ઓળખાણ કરાવી, ‘આ પાનાસિંહ છે, સામેના કિનારા પરના સરકીટ હાઉસમાં રહે છે.’
‘હા….હું ત્યાં જઈન્ો જ આવ્યો. મહાનસિંહે મન્ો એમન્ો જ મળવા માટે કહૃાું હતું, પરંતુ એ મળ્યા નહીં એટલે હું એકલો જ આ બાજુ આવી ગયો.’
‘અચ્છા…!’ કહેતાં પાનસિંહે ભલ્લાસિંહ સામે જોયું. ભલ્લાસિંહ જાણે પાનાસિંહની આંખોના સવાલન્ો સમજી ગયો હોય એમ બોલ્યો ‘અન્ો પાનાદાદા, આ રાજન છે…!’
‘રાજન…!’ પાનાસિંહ જાણે ભલ્લાસિંહના અવાજનો ધીમો પડઘો પાડતો હોય એમ બોલ્યો.
‘જામુ….જરા રાજનબાબુન્ો રસોડામાં લઈ જા તો….!’ પાનાસિંહ આગળ કંઈ બોલે એ પહેલાં જ ભલ્લાસિંહે રાજન તરફ જોતાં કહૃાું, ‘જા…જરા અંદર જઈ આવ…!’
‘કયાં…?’ એવો કોઈ સવાલ પ્ાૂછવાન્ો બદલે રાજન જામુ પાછળ આગળ વધ્યો.
જામુ પાછળ સામેના દરવાજામાંથી ઘૂસીન્ો, રાજન એની પાછળ ડાબી તરફના કમરાના દરવાજા તરફ આગળ વધ્યો.
પાનાસિંહ ધીમા અવાજે ભલ્લાસિંહ સાથે વાતો કરવા લાગ્યો.
એ દરવાજા પાસ્ો આવીન્ો જામુ ઊભો રહૃાો. રાજન પણ એની બાજુમાં ઊભો રહૃાો. અંદરની તરફ ઈશારો કર્યો, રાજન ગરદન ફેરવીન્ો અંદરની તરફ જુએ પહેલાં જ જામુ ત્યાંથી બહારના કમરા તરફ આગળ વધી ગયો.
રાજન્ો અંદરના કમરા તરફ જોયું. એ રસોડું હતું. રસોડામાં એક સ્ત્રી બ્ોઠી હતી. રસોઈ બનાવી રહી હતી. એની પીઠ પોતાની તરફ હતી.
રાજન બ્ો પગલાં ચાલીન્ો અંદર આવ્યો. એ સ્ત્રી રસોઈ બનાવવામાં મશગ્ાૂલ હતી.
બરાબર એ જ વખત્ો એ સ્ત્રી હાથમાં ચા ભરેલો કપ લઈન્ો રાજન તરફ ફરી. અન્ો સામે રાજનન્ો જોતાં જ જાણે એ ચોંકી. પછી ઝીણી નજર કરતાં એ રાજનન્ો જોવા લાગી. જાણે કંઈ વિશ્ર્વાસ ન બ્ોસતો હોય એમ એ બ્ો પગલાં રાજન તરફ આગળ વધી. એ સ્ત્રીન્ો જાણે વિશ્ર્વાસ નહોતો બ્ોસતો. પોત્ો જાગ્ો છે કે ઊંઘે છે એ જોવા માટે એણે કપની ગરમાગરમ ચામાં આંગળી બોળી દીધી એ સાથે જ એના મોઢામાંથી ઉંહકારા સાથે જ રાજનના મોઢામાંથી અવાજ નીકળ્યો…‘હીના….
‘ભ…ભ…ભ…!’ હીના આગળ બોલી શકી નહીં. એની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી.
પછી….પછી શું થયું…? રાજન ડાકુ ભલ્લાસિંહ પાસ્ોથી પોતાની બહેન હીનાન્ો લઈન્ો હેમખેમ પોતાના ઘરે પહોંચવામાં સફળ થયો…? જિન્નાતભાઈનું થયું…? એમણે રાજનની મદદ કરી…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.
—————————–
‘જામુ… જરા રાજનબાબુન્ો રસોડામાં લઈ જા તો…!’ પાનાસિંહ આગળ કંઈ બોલે એ
પહેલાં જ ભલ્લાસિંહે રાજન તરફ
જોતાં કહૃાું, ‘જા…જરા અંદર જઈ આવ…!’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.