જિન્નાત

પુરુષ

જિન્નાત- પ્રકરણ : ૧૧

‘રાજન…!’ જિન્નાતભાઈએ નરમ અવાજે કહૃાું, ‘તારો પહેલો સવાલ છે કે હીના કેવી હાલતમાં છે? એનો જવાબ એ છે કે અત્યારે એ આપણન્ો આનંદ થાય એવી હાલતમાં નથી. તારો બીજો સવાલ એ છે કે એ કેવી રીત્ો જીવે છે? એનો જવાબ એ છે કે એ જીવવા ખાતર જીવે છે, અન્ો તારો ત્રીજો સવાલ એ છે કે એ કોની સાથે રહે છે…?’ આ ત્રીજા સવાલ પર જિન્નાતભાઈ અટક્યાં.’

જિન્નાતભાઈ દરિયાકિનારે આવ્યા નહિ એટલે રાજન વિચારવા લાગ્યો, ‘શું પોત્ો હીનાન્ો જિન્નાતભાઈ શોધી લાવવાના છે એ વાત પરિમલ અન્ો ઝુબ્ોરન્ો કહી દીધી છે એટલે તો કદાચ જિન્નાતભાઈ નારાજ નહીં થઈ ગયા હોય ન્ો…? અન્ો કદાચ એટલે તો એમણે અહીં આવવાનું ન્ો પોતાન્ો મળવાનું નહીં માંડી વાળ્યું હોય ન્ો?’
કે પછી….? કે પછી…? હીનાન્ો કંઈક થઈ ગયું હશે? કે….કે…એ આ દુનિયામાં નહીં હોય એટલે જિન્નાતભાઈ પોતાની પાસ્ો અશુભ સમાચાર લઈન્ો આવતાં અચકાયા હશે…?
‘ના…હે ભગવાન…! મારી હીનાન્ો કંઈ ન થયું હોય તો સારું…!’
મનમાં આમ પ્રાર્થના સાથે, મગજમાંથી હીના વિશેના અશુભ વિચાર એણે કાઢીન્ો સામે ઘૂઘવાતા દરિયા તરફ જોઈન્ો ફેંકયા. દરિયો એ જ રીત્ો ઘૂઘવાતો હતો. દરિયાનાં મોજાં એ રીત્ો ઊછળી રહૃાાં હતાં જાણે એ રાજનન્ો કહી રહૃાા હોય, ‘રાજન, અત્યારે જિન્નાતભાઈ નહીં આવે. હીના પણ નહીં આવે, એના કરતાં તું જ અમારી પાસ્ો આવી જ-અમારામાં સમાઈ જા.’
રાજન્ો એવાં મોજાં પરથી નજર ખસ્ોડીન્ો ડાબી તરફ જોયું. ડાબી બાજુ થોડેક દૂર સુધી ચાંદનીનું અજવાળું દેખાતું હતું, એ પછી એ ચાંદનીનું અજવાળું પણ અંધારા સાથે લડીન્ો થાકી ગયું હોય એમ ભાગી ગયું હતું. એ તરફ જિન્નાતભાઈ નહોતા.
રાજન પાછળ ડાબી તરફ ફર્યો. સામે ઊંચી-ઊંચી ઈમારતોની બારીઓ દેખાતી હતી અન્ો એ ઈમારતોની બારીમાંથી લાઈટ તારાઓની જેમ ચમકી ઝગમગી રહી હતી. એ તરફ પણ જિન્નાતભાઈ નહોતા.
રાજન ફરી ડાબી બાજુ ફર્યો. સામે પણ મુંબઈની ઊંચી-ઊંચી ઈમારતો દેખાઈ રહી હતી. આ તરફ પણ જિન્નાતભાઈ નહોતા. રાજન્ો ઘડિયાળમાં જોયું. અગિયાર વાગ્યા ન્ો ઉપર વીસ મિનિટ થઈ હતી.
‘શું જિન્નાતભાઈ ખરેખર નહીં આવે? શું પોત્ો હવે ફરી કયારેય હીનાન્ો મળી નહીં શકે? મેળવી નહીં શકે?’
એ ફરી ડાબી બાજુ ફર્યો અન્ો સામે, દરિયાનાં મોજાંઓની આગળ પોતાની તરફ મોઢું રાખીન્ો, હસતાં ઊભેલાં જિન્નાતભાઈન્ો જોતાં જ રાજનના ચહેરા પર આનંદનાં મોજાં દોડી આવ્યાં.
રાજનથી દસ પગલાં દૂર ઊભેલો જિન્નાત રાજનની બિલકુલ પાસ્ો આવ્યો.
રાજન ખુશીના આવેશમાં જિન્નાતભાઈનો જમણો હાથ પકડીન્ો ચૂમવા લાગ્યો. જિન્નાત્ો ધીમેથી રાજનના હાથમાંથી હાથ સરકાવીન્ો એના માથે હાથ ફેરવ્યો.
માથે જિન્નાતભાઈનો હાથ ફર્યો એ સાથે જ જાણે રાજનના શરીરમાં શક્તિનો નવો સંચાર થયો. એણે ‘તમે હમણાં તો અહીં નહોતાં ! કયાંથી આવ્યા? એવા સવાલની ભાંજગંડમાં પડવાન્ો બદલે ‘હીના મળી? એવી સવાલભરી નજરે જિન્નાતભાઈ સામે જોયું.’
‘રાજન…!’ જિન્નાતભાઈ બોલ્યા એટલે રાજન્ો કાન વધુ સરવા કર્યા. એના કાન ‘હીના’ કયાં છે? એ સાંભળવા તત્પર હતા ન્ો હીનાન્ો જઈન્ો લઈ આવવા માટે એના પગ ખડેપગ્ો ત્ૌયાર હતા.
‘આજે ફોનનો કાગળ આવી ગયો ન્ો?’
‘હા…! રાજન્ો ટૂંકમાં જવાબ આપતાં સવાલ પ્ાૂછયો. ‘હીના કયાં છે એ ખબર પડી, જિન્નાતભાઈ !
‘શાંતિ રાખ રાજન, હું તન્ો બધું જ કહું છું. કહેતાં જિન્નાતભાઈ મીઠું હસ્યા. ‘ચાલ, બ્ોસ અહીં…! કહેતાં ચોખ્ખી રેતી પર જિન્નાતભાઈ પલાંઠીવાળીન્ો બ્ોઠા. રાજન પણ એમની સામે અદબપ્ાૂર્વક પલાંઠીવાળીન્ો બ્ોઠો.
‘રાજન ! મારો દોસ્ત એટલું જાણીન્ો લાવ્યો છે કે, હીના અત્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અન્ો મધ્ય પ્રદેશની જ્યાં સીમા મળે છે ત્યાં છે.
‘એ….એ જગ્યા કઈ…?’ રાજનના ખ્યાલમાં ન આવ્યું કે, આ ત્રણેય રાજ્યોની સીમા એક જ જગ્યાએ મળે છે એ વિસ્તાર કયો?
‘હીના અત્યારે એવા વિસ્તારમાં છે, જેની એક તરફ યમુના નદી વહે છે અન્ો બીજી તરફ ચંબલ નદી વહે છે. વચમાં લાંબી જમીનમાં ગીચ ઝાડીઓ ન્ો ખાડા-ટેકરાવાળો ભયાનક વિસ્તાર છે. આ વિસ્તાર બાહ તરીકે ઓળખાય છે.’
‘હા ! પણ એ વિસ્તારમાં હીના કેવી હાલતમાં, કેવી રીત્ો જીવે છે? ન્ો એ કોની સાથે રહે છે? રાજન્ો જિન્નાતભાઈન્ો એક સાથે ત્રણ સવાલ પ્ાૂછી નાખ્યા.’
‘રાજન…!’ જિન્નાતભાઈએ નરમ અવાજે કહૃાું, ‘તારો પહેલો સવાલ છે કે હીના કેવી હાલતમાં છે? એનો જવાબ એ છે કે અત્યારે એ આપણન્ો આનંદ થાય એવી હાલતમાં નથી. તારો બીજો સવાલ એ છે કે એ કેવી રીત્ો જીવે છે? એનો જવાબ એ છે કે એ જીવવા ખાતર જીવે છે, અન્ો તારો ત્રીજો સવાલ એ છે કે એ કોની સાથે રહે છે…? આ ત્રીજા સવાલ પર જિન્નાતભાઈ અટકયા.’
રાજનન્ો ખાતરી હતી કે, આ ત્રીજા સવાલના જવાબમાં જિન્નાતભાઈ એમ જ કહેશે, ‘હીના અત્યારે ભૂષણ, હરદેવ અન્ો બલરાજ સાથે રહે છે.
‘રાજન…! હીના અત્યારે ડાકુ ભલ્લાસિંહ પાસ્ો રહે છે.’ જિન્નાતભાઈનો આ જવાબ સાંભળતાં જ જાણે સામે ઘૂઘવાતા દરિયાનાં મોજાંએ એના ચહેરા પર લપડાક મારી હોય, આકાશમાંથી ચાંદના અસંખ્ય ટુકડાઓ એની પર પડ્યા હોય અન્ો એના શરીરનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હોય એવી હાલત રાજનની થઈ ગઈ.
રાજન ડાકુ ભલ્લાસિંહ વિશે ઘણુંબધું જાણતો હતો. ડાકુ ભલ્લાસિંહ ભાલાની અણી જેટલો ખતરનાક ન્ો ખૂની હતો. એ અત્યારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અન્ો રાજસ્થાનની પોલીસન્ો હંફાવી રહૃાો હતો. એણે અત્યાર સુધી વીસ ખૂન, એકસોથી વધુ ધાડ, પચીસથી વધુ અપહરણો કર્યાં હતાં, અન્ો પંદરથી વધુ વાર પોલીસની સામે બંદૂક લઈન્ો સામનો કર્યો હતો. એના ચાળીસ અલગ-અલગ સાથીઓન્ો પકડી આપવા પોલીસ્ો પાંચથી લગાવીન્ો દસ-દસ હજાર રૂપિયા સુધીના ઈનામો જાહેર કર્યા હતાં અન્ો આવા ચાળીસ સાથીઓના સરદાર ભલ્લાસિંહન્ો પકડી આપવા પોલીસ્ો પ્ાૂરા એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
આવા…આવા….નાગ જેવા ખતરનાક ડાકુ ભલ્લાસિંહ અન્ો એના ચાળીસ્ો સાપ જેવા સાથીઓ પાસ્ો અત્યારે હીના હતી એ સાંભળીન્ો રાજનનું જાણે મગજ બહેર મારી ગયું. એની નજર સામે ડાકુ ભલ્લાસિંહ અન્ો ચાળીસ સાથીઓ વચ્ચે જકડાયેલી, પકડાયેલી-ઘેરાયેલી હીના તરવરવા લાગી. એકતાળીસ ડાકુઓ વચ્ચે હીના તરફડી રહી હતી, ફડફડી રહી હતી. બચાવો-બચાવોની ચીસો પાડી રહી હતી, કાન ફાડી નાંખે એવી ચીસો હીના પાડી રહી હતી. એની બહેન હીના તરફડી રહી હતી.
રાજન હીનાનો આ તરફડાટ-ફડફડાટ ન જોઈ શકયો-એ હીનાની આ દર્દભરી ચીસો ન સાંભળી શકયો, એણે ‘નહીં….નહીં….નહીં… કહેતાં આંખો મીંચી અન્ો પોતાના બન્ન્ો કાન પર પોતાના બન્ન્ો હાથ દબાવી દીધાં.
‘રાજન…! કાન પર હાથ દબાવી અન્ો આંખો મીંચીન્ો બ્ોઠેલા રાજનન્ો જિન્નાત્ો કહૃાું.’ જિન્નાતનો અવાજ કાન્ો પડતાં જ હસતા એકતાળીસ ડાકુઓ અન્ો એમની વચ્ચે તરફડતી-ફડફડતી ચીસો પાડતી હીના રાજનની બંધ નજર સામેથી ગાયબ થઈ ગઈ. એણે ધીમેથી આંખો ખોલી. એના ગાલ પર આંસુઓનાં ટીપાં ચોંટેલા હતાં. ચહેરા પર પરસ્ોવો પણ નીતરી આવ્યો હતો. રાજન્ો રૂમાલથી ચહેરા પરનો પરસ્ોવો સાફ કર્યો.’
‘રાજન ! હીના ડાકુ ભલ્લાસિંહ પાસ્ો છે એ સાંભળીન્ો તારે આટલા ગભરાઈ જવાની ન્ો ચીસો પાડવાની જરૂર નથી. જિન્નાતભાઈએ કહૃાું.’
‘પણ….પણ….તો હું શું કરું? શું કરી શકું?? શયતાન જેવા ખતરનાક ડાકુના હાથમાંથી હવે હીના કઈ રીત્ો છટકી શકે?? રાજન્ો જાણે લાચાર અવાજે પ્ાૂછયું.’
‘એ છટકી ન શકે પરંતુ તારે સામે ચાલીન્ો, ડાકુ ભલ્લાસિંહન્ો મળીન્ો હીનાન્ો પાછી લાવવી જોઈએ. જિન્નાતભાઈએ કહૃાું.
‘પણ….પણ….એ શયતાન જેવો ડાકુ ભલ્લાસિંહ મારી સાથે વાત કરે ખરો? એ પહેલાં એ મન્ો બંદૂકની ગોળીથી ફૂંકી ન મારે?? રાજન્ો કહૃાું,’ ‘અન્ો વળી ડાકુમાં દિલ નામની વસ્તુ કયાં હોય છે? એ એટલી સહેલાઈથી થોડો હીનાન્ો મન્ો સોંપ્ો?!’
જિન્નાતભાઈ જાણે કાંઈક વિચારમાં પડયા. ‘રાજન, તારી વાત તો સાચી છે. એ પાછા કંઈક વિચારમાં પડયા.’
‘જિન્નાતભાઈ ! શું તમે મારી સાથે ન આવી શકો, એ ડાકુ પાસ્ોથી હીનાન્ો છોડાવવા? રાજન્ો ડરતાં-ડરતાં જિન્નાતભાઈન્ો પ્ાૂછયું.’
વિચારમાંથી બહાર આવતાં જિન્નાતભાઈએ રાજન સામે જોયું.
‘રાજન ! હું પણ તારી સાથે આવી શકું, પરંતુ મુશ્કેલી એ છે કે, કાલ રાત્રે બાર વાગ્યે કચ્છના રણમાં અમારા જિન્નાતોની એક સભા છે. દર વરસ્ો આ જ સમયે અમારી સભા થાય છે. આ સભામાં દુનિયાભરના જિન્નાત ભેગા થાય છે. આ સમયે સહુએ અચૂક હાજર રહેવું પડે છે. આ સભામાં આખાય વરસમાં કોણે શું કર્યું? કોન્ો મદદ કરી? એની વાતચીત ન્ો ચર્ચાવિચારણા થાય છે. અમારા દુશ્મન નાપાક જિન્નાત્ો કોના-કોના કામમાં અડચણો ઊભી કરી અન્ો એનો સામનો થઈ શકયો કે નહીં? અન્ો એનો સામનો કરવા આગળ બીજું શું-શું કરી શકાય? એ વિશેની વાતચીત થાય છે. આ સભા બ્ો રાત ચાલે છે. કાલ, ગુરુવારની રાત્રે બાર વાગ્યાથી આ સભા ચાલુ થશે ત્ો શુક્રવારની સવાર સુધી અન્ો પરમ દિવસ્ો શુક્રવારની રાત્રે બાર વાગ્યે શરૂ થઈન્ો શનિવારના દિવસની સવાર સુધી ચાલશે.’
‘કંઈ વાંધો નહિ, જિન્નાતભાઈ ! રાજન્ો કહૃાું, ‘તમે સભામાં જઈન્ો આવી જાવ પછી આપણે હીનાન્ો લેવા માટે જઈશું.’
‘ના…! એટલું મોડું કરવાની કંઈ જ જરૂર નથી. તું તારે કાલે જ હીનાન્ો લેવા માટે નીકળી જા…!’
‘પણ…ડાકુ ભલ્લા….!’
‘ડાકુ ભલ્લાસિંહ એમ ન્ો એમ જ તો તન્ો હીના નહીં જ સોંપ્ો એ વાત સાચી. પરંતુ તું પણ મરદ છે. તારે એમાં આટલા ગભરાવાની જરૂર નથી. વળી, હું પણ ભલે દેખીતી રીત્ો હાજર ન હોઉં, પરંતુ ત્ોમ છતાંય ગ્ોબી રીત્ોય હું તન્ો મદદ કરતો રહીશ. અન્ો વળી શનિવારે સવારે સભા પ્ાૂરી થયા પછી હું જો બનશે તો તારી મદદે આવી જઈશ.’
રાજન ચૂપ રહૃાો. એ બોલ્યો નહીં.
‘હું કહું છું એમ તું કાલે જ નીકળી જા. જિન્નાત્ો રાજનન્ો જાણે હુકમ કરતો હોય એ રીત્ો કહૃાું.’
‘ભલે! રાજન્ો કહૃાું,’ ‘તમે કહો છો એમ હું કાલે જ હીનાન્ો લેવા માટે નીકળી જઈશ.’
‘બરાબર છે. કહેતાં જિન્નાતભાઈ ઊભા થયા. રાજન પણ ઊભો થયો.
‘તું હવે તારા સ્કૂટર પર નીકળ. ઘરે નીમુ વાટ જોતી બ્ોઠી હશે. જિન્નાતભાઈએ કહૃાું.’
‘અન્ો તમે અત્યારે શેમાં જશો? રાજન્ો ભોળાભાવે પ્ાૂછયું.’
જિન્નાતભાઈ ખડખડાટ હસી પડયા, ‘હું તો ચાલ્યો જઈશ. તું તારે નીકળ.’
‘જિન્નાતભાઈ ! રાજનન્ો આજે પહેલી જ વાર એ ખ્યાલ આવ્યો કે જિન્નાતભાઈ પોતાના મોટાભાઈ બન્યા હતા પરંતુ એણે પોત્ો એમન્ો એકેય વાર ઘરે આવવા માટે કહૃાું નહોતું.’ ‘જિન્નાતભાઈ ! જો અત્યારે તમારે બીજું કામ ન હોય તો ચાલોન્ો મારા ઘરે !’
જિન્નાતભાઈ રાજનની આ વાત સાંભળીન્ો ફરી ખડખડાટ હસ્યા, ‘અરે, ગાંડા ! હું તારા ઘરે કેટલીય વાર આવી ગયો છું. હા, પણ આ રૂપમાં નહીં ! ત્ોમ છતાંય હું તારા ઘરે કયારેક આ રૂપમાં પણ આવીશ, બસ?’
‘હા…! રાજન્ો કહૃાું,’ ‘હું જાઉં છું ત્યારે…! કહેતાં એ પોતાના સ્કૂટરની કીક મારીન્ો એણે દૂર ઊભેલા જિન્નાતભાઈ સામે જોયું. જિન્નાતભાઈએ હાથ હલાવ્યો. રાજન સ્કૂટર પર બ્ોઠો અન્ો ફરી એક નજર દૂર ઊભેલા જિન્નાતભાઈ પર નાખીન્ો એણે સ્કૂટરન્ો પોતાના ઘર તરફ દોડાવી મૂકયું.’
એ ઘરે પહોંચ્યો ત્યારે બાર વાગી ન્ો ઉપર દસ મિનિટ થઈ હતી. નીમુ એની વાટ જોઈન્ો જ બ્ોઠી હતી. પમ્મી અન્ો પાયલ તો કયારનાય સ્ાૂઈ ગયાં હતાં.
જમીન્ો રાજન પલંગ પર દીવાલની તરફ ટેકો લગાવીન્ો બ્ોઠો.
થોડીક વારમાં નીમુ પણ આવીન્ો રાજનની છાતી પર માથું મૂકીન્ો બ્ોઠી.
રાજન થોડીક વાર કંઈક વિચારીન્ો પછી ધીમેથી બોલ્યો, ‘નીમુ….!’
‘હં… આંખો બંધ કરીન્ો, શાંત ન્ો સંતોષભર્યા ચહેરે રાજનની છાતી પર સ્ાૂત્ોલી નીમુએ કહૃાું,’ ‘નીમુ…આજે હું સાંજના શેઠની કોઈ પાર્ટી સાથે હોટલમાં જમવા કે એમન્ો ફેરવવા માટે નહોતો ગયો.’
‘તો….? નીમુની આંખો ખૂલી ગઈ.’
‘હું જિન્નાતભાઈન્ો મળવા માટે ગયો હતો. રાજન્ો આ વાકય પ્ાૂરું કર્યું ત્યાં જ નીમુએ એની છાતી પરથી માથું ઉઠાવી લીધું અન્ો બ્ોઠી થઈ. નવાઈભરી આંખે એ રાજન તરફ જોવા લાગી. એન્ો રાજનની વાત પર જાણે વિશ્ર્વાસ નહોતો બ્ોસતો.’
‘તમે જિન્નાતભાઈન્ો મળવા ગયા હતા…? જિન્નાત આટલી સહેલાઈથી અન્ો સામેથી કોઈન્ો મળી શકે એ વાત જ ભણેલી-ગણેલી નીમુના મગજમાં જાણે પ્ોસતી નહોતી.’
‘હા…! ગઈકાલે એ સવારે મન્ો મળ્યા હતા. એમણે કહૃાું હતું કે તારી બહેન હીના કયાં છે?-એની તપાસ કરાવવા મેં મારા દોસ્તન્ો મોકલ્યો છે, એટલે તું કાલ રાત્રે, એટલે કે આજે રાત્રે અગિયાર વાગ્ો ચોપાટી પર મળવા આવજે.’
‘પછી….શું એમણે કહૃાું કે હીના કયાં છે? નીમુન્ો હીનાની વાત આવી એટલે હવે જાણે જિન્નાતભાઈની વાત-બાબત કેટલી સાચી ન્ો કેટલી ખોટી છે એની પડી નહોતી. એણે પોતાની નણંદનો ફોટો-જે અત્યારે બ્ોઠકરૂમની દીવાલ પર લાગ્ોલો હતો એ જોયો હતો. એ ફોટામાં હીના, પોતાના પતિ રાજન, પોતાના સસરા અન્ો સાસુ ઊભાં હતાં એ ફોટામાં હીના ખૂબ જ સુંદર લાગતી હતી. નીમુ પોત્ો હીનાનો સંગાથ ઈચ્છતી હતી. એણે પોત્ો પણ હીના મળી જાય એ માટે અત્યાર સુધી ઘણી પ્રાર્થનાઓ કરી હતી.’
‘હા…જિન્નાતભાઈએ કહૃાું કે, અત્યારે હીના કયાં છે. આટલું કહીન્ો રાજન અટકયો.’ ‘પોત્ો હીના ચંબલની કોતરમાં, ડાકુ ભલ્લાસિંહ પાસ્ો છે એ વાત નીમુન્ો કહેશે તો નીમુ પોતાન્ો ત્યાં જવા દેશે? આ વિચારે રાજન અટકયો હતો.’
‘શું કહૃાું જિન્નાતભાઈએ? નીમુએ રાજનન્ો ઝંઝોડતી હોય એમ પ્ાૂછયું.’
રાજન્ો જુઠ્ઠું બોલવાનું માંડી વાળ્યું અન્ો કહૃાું, ‘અત્યારે હીના ડાકુ ભલ્લાસિંહ પાસ્ો છે.’
રાજનની આ વાત સાંભળતાં જ નીમુની આંખો પહોળી થઈ ગઈ.
એ પછી રાજન્ો જિન્નાતભાઈએ પોતાન્ો કહેલી વાત વિગતવાર કહી સંભળાવી.
રાજનની વાત નીમુન્ો આંખોનું એકેય મટકું માર્યા વિના ધ્યાન દઈન્ો સાંભળી. એના કપાળ પર થોડોક પરસ્ોવો પણ નીતરી આવ્યો.
‘નીમુ…! હું આજે તન્ો જેટલો ચાહું છું એટલો જ મારી બહેન હીનાન્ો ચાહું છું. રાજનનું ગળું ભરાયું,’ ‘હું મારી હીનાન્ો જોવા માગું છું અન્ો મારી સાથે સુખેથી રાખવા માગું છું.’ હું….હું ગમે એટલી મુસીબતોનો સામનો કરીન્ો પણ બાહ નામના વિસ્તારમાં પહોંચવા માગું છું-એ ડાકુન્ો મળીન્ો, હીનાન્ો એના પંજામાંથી છોડાવી લાવવા માગું છું. પણ…! રાજનની આંખમાં આંસુનાં બ્ો ટીપાં ધસી આવ્યાં.
‘પણ….પણ…શું? નીમુએ પોતાની સાડીથી કપાળ પરનો પરસ્ોવો લૂછતાં કહૃાું.’
પછી….પછી શું થયું…? જિન્નાત્ો બતાવેલી જગ્યા પર ડાકુ પાસ્ોથી પોતાની બહેન હીનાન્ો મેળવવામાં રાજન સફળ થયો…? ડાકુ પાસ્ો રહેલી હીનાની હાલત કેવી હતી…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

‘હું ગમે એટલી મુસીબતોનો સામનો કરીન્ો પણ-એ ડાકુન્ો મળીન્ો, હીનાન્ો એના પંજામાંથી છોડાવી લાવવા માગું છું, પણ…!’ રાજનની આંખમાં
આંસુનાં બ્ો ટીપાં ધસી આવ્યાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.