જિન્નાત

મેટિની

પ્રકરણ : ૮

જિન્નાત ઘણાની સુંદરતા, અવાજ કે સ્વભાવ પર મોહી પડે છે અન્ો એન્ો મદદ કરવા ખડેપગ્ો ત્ૌયાર રહે છે. જિન્નાત જો સ્ત્રી પર મોહી પડયો હોય તો એ સ્ત્રીન્ો પોતાની બહેન કે દીકરી કે પછી પત્ની પણ માની શકે છે, અન્ો એની સાથે એ રીતના સંબંધ જેવો જ વર્તાવ કરે છે.
——————–
રાજનની વાત સાંભળીન્ો ઝુબ્ોર નવાઈથી રાજનન્ો જોઈ રહૃાો.
નવાઈથી પોતાની સામે જોઈ રહેલા ઝુબ્ોરન્ો રાજન્ો મક્કમ અવાજે કહૃાું, ‘હા…હા…! હું ઊંઘમાં તો નહોતો જ. અન્ો જો મેં એ બધું ઊંઘમાં સપનામાં જોયું હોત તો અત્યારે હું અહીં નહીં બલકે ઘરે પલંગ પર સ્ાૂતો હોત.’
‘હં….!’ કહેતાં ઝુબ્ોર ફરી કંઈક વિચારમાં પડી ગયો અન્ો પછી કંઈક વિચારતાં રાજન તરફ જોતાં બોલ્યો, ‘તારી વાત પરથી તો લાગ્ો છે કે એ જરૂર જિન્નાત હોવો જોઈએ. જિન્નાત ઘણાની સુંદરતા, અવાજ કે સ્વભાવ પર મોહી પડે છે અન્ો એન્ો મદદ કરવા ખડેપગ્ો ત્ૌયાર રહે છે. જિન્નાત જો સ્ત્રી પર મોહી પડયો હોય તો એ સ્ત્રીન્ો પોતાની બહેન કે દીકરી કે પછી પત્ની પણ માની શકે છે, અન્ો એની સાથે એ રીતના સંબંધ જેવો જ વર્તાવ કરે છે. જ્યારે જિન્નાત કોઈ પુરુષની કોઈ ખૂબી પર મોહી પડે છે તો એન્ો પોતાનો ભાઈ કે દીકરો પણ બનાવે છે, અન્ો એન્ો પણ મદદ કરવા માટે ખડેપગ્ો ત્ૌયાર રહે છે. જિન્નાત્ો તન્ો નાનો ભાઈ બનાવ્યો છે, અન્ો તન્ો મદદ કરવા માટે ત્ૌયાર ન્ો તત્પર થયો છે એ સારી વાત કહેવાય.
‘પરંતુ હું મારી રીત્ો ખુશ છું.’ મન્ો જિન્નાતની મદદથી કોઈ વસ્તુ જોઈતી નથી. રાજન્ો કહૃાું, ‘મન્ો તો એ બીક છે કે કયાંક એ જિન્નાત મન્ો હેરાન-પરેશાન ન કરે ન્ો કોઈ જાતનું નુકસાન ન પહોંચાડે.’
‘ના…!’ એ જિન્નાત તન્ો કોઈ જાતનું નુકસાન પહોંચાડે એવું મન્ો લાગતું નથી. ઝુબ્ોરે રાજનન્ો કહૃાું, ‘જો એવું હોત તો તન્ો આકાશગંગા બિલ્ડિંગના ઉપરના માળ પરથી ફેંકીન્ો તન્ો બચાવત નહીં અન્ો તન્ો અહીં જીવતો પાછો આવવા દેત નહીં.’
રાજન કંઈ બોલ્યો નહીં. એ ચૂપ રહૃાો.
‘તું હવે સહેજ પણ ફિકરચિંતા કર નહીં.’ તું નિરાંત્ો ઘરે જઈન્ો આરામ કર ન્ો બધું ભૂલી જા.
‘હું અહીં રોકાઉં-કંઈ કામકાજ હોય તો…?’ રાજન્ો ઝુબ્ોરન્ો પ્ાૂછયું.
‘ના!’ અહીં હવે અબ્બાજાનની તબિયત સારી છે એટલે ખાલી હેરાન થવાની જરૂર નથી. તું જા…ઘરે નિર્મલાભાભી તારી વાટ જોઈન્ો બ્ોઠાં હશે.
‘સારું…!’ કહેતાં રાજન ઊભો થયો.
‘ચાલ!’ હું તન્ો બહાર સ્કૂટર સુધી મૂકી દઉં. કહેતાં ઝુબ્ોર પણ ઊભો થયો.
‘સ્કૂટર…!’ રાજન વિચારવા લાગ્યો. પોત્ો અહીં હૉસ્પિટલમાં તો આકાશગંગા બિલ્ડિંગથી ટૅકસીમાં આવ્યો હતો અન્ો આકાશગંગા બિલ્ડિંગ પર, એ ઝુબ્ોરના રેડીમેડ સ્ટોર પરથી ટૅકસીમાં જ પહોંચ્યો અન્ો ટૅકસીમાં જ એ ડૉકટર નાણાંવટીન્ો ત્યાંથી ઝુબ્ોરના રેડીમેડ સ્ટોરમાં પહોંચ્યો હતો. હા ! ડૉકટર નાણાંવટીન્ો ત્યાં, દવાના બૉકસમાંથી જિન્નાતની ચિઠ્ઠી મળી હતી અન્ો પોત્ો ગભરાટમાં ઉતાવળમાં ટૅકસીમાં બ્ોસી ગયો હતો અન્ો સ્કૂટર ત્યાં જ પડયું રહૃાું હતું.
‘મારું સ્કૂટર તો ડૉકટર નાણાંવટીન્ો ત્યાં જ પડયું છે.’ રાજન્ો હૉસ્પિટલના મુખ્ય દરવાજા તરફ ચાલતાં કહૃાું.
‘અચ્છા…અચ્છા…!’ કહેતો ઝુબ્ોર રાજન સાથે હૉસ્પિટલના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો.
બહાર અત્યારે હવે સાંજન્ો ઢાળીન્ો, એની પર રાત સવાર થઈ રહી હતી.
‘ચલ ત્યારે હું જોઉં છું, કાલે તન્ો મળીશ.’ કહેતાં રાજન જે. જે. હૉસ્પિટલની બહાર નીકળ્યો.
ઝુબ્ોર પાછળ ફરીન્ો અંદરની તરફ આગળ વધ્યો.
રાજન થોડીકવાર સુધી ખાલી ટૅકસીમાં વાટ જોઈન્ો ઊભો રહૃાો, પરંતુ ખાલી ટૅકસી આવતી દેખાઈ નહીં એટલે રાજન્ો ડૉકટર નાણાંવટીના દવાખાના સુધી ચાલી નાખવાનું નક્કી કરીન્ો ફૂટપાથ પર આગળ વધ્યો.
પચીસ મિનિટમાં રાજન ડૉકટર નાણાંવટીના દવાખાના પર પહોંચ્યો. સ્કૂટર એમનું એમ જ પડયું હતું. રાજન ખિસ્સામાંથી ચાવી કાઢીન્ો સ્કૂટરના સ્ટીયરીંગનું લૉક ખોલ્યું. ડાબો પગ કીક પર મૂકીન્ો એ કીક મારવા જ જતો હતો ત્યાં જ એની નજર સામેના ટેલિફોન બુથ પર પડી અન્ો એ સાથે જ એના મગજમાં જિન્નાતના શબ્દો ગુંજ્યા, ‘એ તો તું કોઈપણ ફોન પરથી મનમાં ‘જિન્નાતભાઈ બાદશાહ નંબર ૭૭૭ બોલીન્ો સાતસો સિત્યોત્ોર નંબર લગાવીશ તો હું સામેથી તારી સાથે વાત કરીશ.’
‘શું જિન્નાતભાઈની આ વાત સાચી હશે?’ રાજનના મગજમાં વિચાર આવ્યો. ‘લાવન્ો ! ફોન કરીન્ો જોઈ તો લઉં. સામેથી જિન્નાતભાઈ બોલે છે કે નહીં ?’
મગજના આ વિચારન્ો અમલમાં મૂકવા, રાજન્ો કીક પરથી ડાબો પગ ઉપાડીન્ો જમીન પર મૂકયો અન્ો ચાવી ફેરવીન્ો સ્ટીયરિંગન્ો લૉક મારીન્ો, ચાવી ખિસ્સામાં મૂકી. ખિસ્સામાંથી પચાસ પ્ૌસાનો સિક્કો કાઢીન્ો એ ટેલિફોન બુથ તરફ આગળ વધ્યો.
ટેલિફોન બુથનો દરવાજો ખોલતાં જ રાજનનું દિલ રોમાંચથી ઊછળ્યું. ‘શું સામેથી જિન્નાતભાઈ ફોન ઉઠાવશે ? પોતાની સાથે વાત કરશે ?’
ટેલિફોન બુથનો દરવાજો બંધ કરીન્ો રાજન્ો ટેલિફોનનું રિસીવર જમણા હાથથી ઉઠાવીન્ો ડાબા હાથમાં પકડયું અન્ો જમણો હાથ એણે ડાયલ પર મૂકયો અન્ો મનમાં ‘જિન્નાતભાઈ બાદશાહ નંબર ૭૭૭ બોલતાં એણે ૭ નંબર ફેરવ્યો.
કટટટટટટટ અવાજ સાથે ડાયલ પાછું એની જગ્યાએ આવ્યું.
રાજન્ો બીજી વાર નંબર ફેરવ્યો.
કટટટટટટટ…અવાજ સાથે ડાયલ ફરી એની જગ્યાએ આવ્યું.
રાજન્ો ધ્રૂજતાં દિલે ત્રીજી વાર ૭ નંબર ફેરવ્યો.
કટટટટટટટ…અવાજ સાથે ડાયલ ફરી એની જગ્યાએ આવ્યું.
ત્રીજી વાર સાત નંબર ફેરવ્યા પછી ડાયલ એની જગ્યાએ આવ્યું એટલે રાજન્ો પોતાના કાન સરવા કર્યા પરંતુ સામે ઘંટડી વાગવાન્ો બદલે ઘરરરર….અવાજ આવવા લાગ્યો.
રાજન્ો ફોન કટ કર્યો અન્ો ફરીથી મનમાં ‘બાદશાહ નંબર ૭૭૭ નંબર લગાવ્યો’ ન્ો આઠ આનાનો સિક્કો પ્ોટીમાં નાખવા માટે હાથ ત્ૌયાર રાખ્યો. પરંતુ આ વખત્ો પણ સામેથી ઘરરરરર અવાજ જ આવી ગયો.
રાજન્ો નિસાસા સાથે ફોન ક્રેડલ પર મૂકયો. ફોન બગડેલો હતો એટલે પોત્ો એ જાણી શકયો નહોતો કે ‘૭૭૭ નંબર પર ફોન કરવાથી જિન્નાત જવાબ આપતો હતો કે નહોતો આપતો.’
જિન્નાતના વિચારોમાં જ રાજન ટેલિફોન બુથની બહાર નીકળ્યો. બહાર ધીમો-ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજન દોડીન્ો સ્કૂટર પાસ્ો પહોંચ્યો અન્ો સ્કૂટર ચાલુ કરીન્ો ઘર તરફ દોડાવી મૂકયું. એ અડધે પહોંચ્યો ત્યાં જ વરસાદ ત્ાૂટી પડયો.
સ્કૂટર મૂકીન્ો, ઉપર આવીન્ો એણે પોતાના ફલેટની ઘંટડીની સ્વિચ દબાવી ત્યારે સાડા આઠ વાગ્યા હતા. એ ગઈકાલની જેમ આજે પણ પગથી માથા સુધી પલળી ગયો હતો.
ગઈકાલની જેમ આજે પણ ત્ૌયાર ઊભી હોય એમ બીજી જ સ્ોક્ધડે નીમુએ દરવાજો ખોલ્યો.
આજે પણ એના હાથમાં ટુવાલ હતો જ. રાજન્ો ચહેરા પર મુસ્કુરાહટનો જવાબ મુસ્કુરાહટથી આપ્યો નહીં. એ મોઢું ચઢાવેલું રાખીન્ો ફરી રસોડા તરફ આગળ વધી ગઈ.
રાજન પોતાના ચહેરા પર આવેલી મુસ્કુરાહટ ખાઈ ગયો અન્ો ફરીથી અંદરથી દરવાજો બંધ કરીન્ો સ્ટોપર બંધ કરી.
‘હવે નીમુન્ો મનાવવી ભારે પડશે…’ એવા વિચાર સાથે રાજન પોતાના કમરામાં આવ્યો તો પમ્મી અન્ો પાયલ બન્ન્ો લડતાં-ઝઘડતાં સ્કૂલનું હોમવર્ક કરી રહૃાાં હતાં.
રાજનન્ો અંદર આવેલો જોઈન્ો પમ્મી અન્ો પાયલ બન્ન્ો દોડીન્ો ‘પપ્પા… પપ્પા…!’ કરતાં રાજનન્ો વળગી પડયાં.
‘ચલો !’ આઘા ખસો. પપ્પા પલળીન્ો આવ્યા છે ! એમન્ો શરદી થઈ જશે. નીમુએ કમરામાં આવતાં કહૃાું એટલે પમ્મી અન્ો પાયલ ખસી ગયાં. પમ્મી અન્ો પાયલ જાણે સમજી ગયાં હતાં કે મમ્મીનો ગુસ્સો આજે ગરમ હતો.
રાજન મીઠું મલકતો બાથરૂમમાં ઘૂસી ગયો.
એ શરીર સાફ કરીન્ો, ઝભ્ભો લેંઘો પહેરીન્ો બહાર નીકળ્યો ત્યારે પમ્મી અન્ો પાયલ કમરામાં નહોતાં. એ બ્ોઠકરૂમમાં આવ્યો તો પમ્મી-પાયલની સાથે ટેબલ પર જમવાનું પીરસીન્ો નીમુ પોતાની વાટ જોઈન્ો બ્ોઠી હતી.
રાજન જમીન્ો ઊભો થયો ત્યાં સુધી નીમુ કંઈ બોલી નહીં. રાજન્ો નીમુન્ો બોલાવવાની કોશિશ કરી પરંતુ નીમુએ જાણે બન્ન્ો કાન અન્ો મોઢાન્ો હડતાળ પર ઉતારી દીધાં હતાં.
જમીન્ો રાજન પોતાના કમરામાં આવ્યો અન્ો પલંગ પર આડો પડયો. એ સાથે જ એનું મગજ જિન્નાતના વિચારોમાં ઘૂમરાવા લાગ્યું.
પોણા કલાક પછી, સાફ-સફાઈથી ન્ો પમ્મી-પાયલન્ો સુવડાવવાના કામથી પરવારીન્ો નીમુ રાજન પાસ્ો આવી તો…રાજન ખુલ્લી આંખે છત પર નજર જમાવીન્ો જિન્નાતના વિચારોમાં ખોવાયેલો હતો.
‘શું વિચારે ચઢી ગયા હવે…!’ નીમુએ કહૃાું એ સાથે જ ઝબકતો હોય એ રીત્ો રાજન બ્ોઠો થયો અન્ો નીમુ સામે જોયું.
‘એક તો મોડા આવ્યા છો, ન્ો હવે શાના વિચારે ચઢી ગયા છો…?’ નીમુએ કહૃાું. હકીકતમાં આજે પણ રાજન મોડો આવ્યો હતો એનો નીમુના મગજ પર ચઢેલો ગુસ્સો રાજનના માસ્ાૂમ ચહેરાન્ો જોઈન્ો જાણે ગાયબ થઈ રહૃાો હતો.
‘નીમુ…’ કહેતાં રાજન્ો પોતાના બન્ન્ો હાથોમાં નીમુનો ચહેરો પકડયો અન્ો એનું મોઢું પોતાની છાતી પર મૂકયું ન્ો એના વાળ પર હાથ ફેરવવા લાગ્યો.
‘નીમુ…!’ ગઈકાલે તન્ો મારી બ્રીફકેસમાંથી લીલી ચિઠ્ઠી મળી હતી એ યાદ છે ન્ો ?
‘હા…!’ એ જિન્નાતવાળી ચિઠ્ઠીનું નામ આવતાં જ નીમુના શરીરમાં ડરનું એક લખલખું પસાર થઈ ગયું.
‘એ ચિઠ્ઠી હું રાત્રે ઝબકીન્ો ઊઠયો ત્યારે ફરીથી મારા ઓશિકા નીચેથી મળી આવી હતી…!’
અન્ો એ પછી રાજન્ો પોત્ો એ ચિઠ્ઠી સળગાવી, ત્યારથી છેલ્લે પોત્ો જિન્નાતન્ો ફોન કર્યો, પરંતુ ફોન બગડેલો હતો અન્ો પોત્ો અહીં પહોંચ્યો, ત્યાં સુધીની વિગતવાર વાત નીમુન્ો કહી સંભળાવી.
નીમુએ એકધ્યાનથી રાજનની એકેએક વાત સાંભળી.
અત્યારે હવે રાજન અન્ો નીમુ બન્ન્ો પલંગ પર એકબીજાની સામે બ્ોઠાં હતાં.
નીમુના મનમાં આ બધી ચમત્કારોવાળી વાત બ્ોસતી નહોતી.
‘તમન્ો ખરેખર આકાશગંગા બિલ્ડિંગના સત્યાવીસમા માળેથી જિન્નાત્ો ધક્કો માર્યો હતો ?’
‘હા…!’ આ જો બ્ો-ત્રણ ઘસરકા. કહેતાં રાજન્ો પોતાની કોણી અન્ો પ્ોટ પરના ઘસરકા બતાવ્યા.
નીમુ ભણેલી-ગણેલી હતી. સમજદાર હતી. જિન્નાતની ચિઠ્ઠીથી એ ગભરાઈ જરૂર હતી, પરંતુ રાજન જિન્નાતન્ો મળીન્ો અન્ો એના ચમત્કારો જોઈન્ો આવ્યો છે એ વાત એના માનવામાં આવતી નહોતી.
‘તમે મારી મશ્કરી તો નથી કરતાન્ો !’ મોડા આવવાનું આ ચમત્કારભર્યું બહાનું તમે સરસ બનાવ્યું છે. નીમુએ કહૃાું.
‘ના, નીમુ, ના…!’ આ હકીકત છે…હું ખોટું નથી બોલતો, તું ઝુબ્ોરન્ો…!
‘ના…કાલે હું ફોન કરું એ પહેલાં તમે ઝુબ્ોરન્ો સમજાવી દો તો…’ નીમુએ કહૃાું અન્ો ત્યાં જ એના મગજમાં જાણે બત્તી થઈ. ‘તમે મન્ો હમણાં જ કહૃાુંન્ો કે,’ જિન્નાત્ો તમન્ો કહૃાું છે કે, ‘જ્યારે પણ તારે મારું કામ પડે ત્યારે ‘બાદશાહ નંબર ૭૭૭ બોલીન્ો ૭૭૭ નંબર પર ફોન જોડજે,’ હું તારી સાથે વાત કરીશ ?
‘હા…!’ રાજન્ો કહૃાું.
‘તો….તો તમે અત્યારે તમારા જિન્નાતભાઈન્ો એ નંબરે ફોન કરીન્ો મારી સાથે વાત કરાવડાવો, તો જ હું તમારી વાત સાચી માનું.’
‘ના…આ રીત્ો ખાલી-ખાલી ફોન કરાય…!’ રાજન્ો કહૃાું.
‘એના કરતાં તમે સીધેસીધું એમ કેમ નથી કહેતા કે તમે આટલા મોડે સુધી તમારી કોઈ સગલીન્ો લઈન્ો રખડતા રહૃાા હશો ન્ો મન્ો બહાનાં…!’
‘નીમુ, આ તું શું બોલે છે ?’ રાજન્ો થોડોક અવાજ મોટો કરતાં કહૃાું. નીમુમાં નવ્વાણું સારા ગુણ હતા અન્ો એકસોમો આ અવગુણ હતો. એ શંકાશીલ સ્વભાવની હતી. રાજન પોત્ો જાણતો હતો કે, હવે જો પોત્ો નીમુના મનની આ શંકા દૂર નહીં કરે તો નીમુ સીધા મોઢે વાત પણ નહી કરે.
પોત્ો ટેલિફોન બુથ પરથી જિન્નાતન્ો ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ ફોન બગડેલો હતો એટલે વાત થઈ શકી નહોતી.
પોત્ો અત્યારે જ જિન્નાતન્ો ફોન કરીન્ો નીમુ સાથે વાત કરાવી દેવી જોઈએ, અન્ો આમ પોતાન્ો પણ એ વાતની સચ્ચાઈની ખબર પડી જશે કે જિન્નાતના કહેવા મુજબ જિન્નાત ૭૭૭ નંબર જોડવાથી સામે ફોન ઉઠાવે છે અન્ો પોતાની સાથે વાત કરે છે ખરો ?
‘ચાલ….ઊભી થા…!’ આપણે મહેતાકાકાન્ો ત્યાંથી જિન્નાતન્ો ફોન કરીએ. તું વાત કરી લેજે. કહેતાં રાજન પલંગ પરથી નીચે ઊતર્યો.
‘અન્ો જો સામે જિન્નાત ફોન નહીં ઉઠાવે તો રાજનની પોલ પકડાઈ જશે.’ એવો બીજો વિચાર નીમુના મનમાં જન્મ્યો એ સાથે જ એનો પહેલો વિચાર ઠંડો પડી ગયો. એ પલંગ પરથી ઊભી થઈ અન્ો રાજન પાછળ આગળ વધી.
બ્ોઠકરૂમમાં પમ્મી અન્ો પાયલ નિરાંત્ો સ્ાૂતાં હતાં.
અવાજ ન થાય એ રીત્ો રાજન્ો સ્ટોપર ખોલીન્ો દરવાજો ખોલ્યો.
એ બહાર આવ્યો. એની પાછળ નીમુ પણ દબાતાં પગલે બહાર આવી.
રાજન્ો ધીમેથી દરવાજો બંધ કર્યો અન્ો બહારની સ્ટોપર બંધ કરી.
નીમુ મહેતાકાકાના ફલેટ તરફ આગળ વધી ચૂકી હતી.
રાજન મહેતાકાકાના ફલેટ તરફ ફર્યો.
નીમુએ ઘંટડીની સ્વિચ દબાવી.
રાજન નીમુ પાસ્ો આવીન્ો ઊભો રહૃાો.
બીજી જ મિનિટે મહેતાકાકાએ દરવાજો ખોલ્યો. સામે રાજન અન્ો નીમુન્ો ઊભેલા જોઈન્ો ‘આવો….આવો…. કહેતાં મહેતાકાકા બાજુમાં ખસ્યા.’
રાજન અન્ો નીમુ બન્ન્ો અંદર આવ્યાં એટલે મહેતાકાકાએ દરવાજો બંધ કર્યો.
‘કયાં છે, કાકી?’ કહેતાં નીમુ કાચના ટેબલ પર પડેલા ફોન પાસ્ો પડેલા સોફા પર બ્ોઠી.
‘રસોડામાં ચા બનાવે છે. તમન્ો તો ખબર છે કે હું ચાનો ચડસી છું.’ મહેતાકાકાએ હસતાં-હસતાં કહૃાું.
પાંચેક દિવસ પછી આજે રાજન મળવા આવ્યો હતો એટલે મહેતાકાકા આનંદમાં આવી ગયા હતા.
રાજન ફોનની બીજી તરફના સોફા પર બ્ોઠો અન્ો ફોનનું રિસીવર હાથમાં લેતાં બોલ્યો, ‘કાકા ! તમે કાકીન્ો કહોન્ો અમારા માટે પણ અડધો-અડધો કપ ચા મૂકે.’
‘ભલે…!’ કહેતાં મહેતાકાકા રસોડા તરફ આગળ વધી ગયા.
મહેતાકાકા અન્ો રાજન વચ્ચે સગા કાકા-ભત્રીજા જેવો સંબંધ બંધાઈ ગયો હતો, અન્ો એટલે રાજન મહેતાકાકાના ઘરન્ો પોતાનું ઘર જ સમજતો હતો.
‘બાદશાહ નંબર ૭૭૭ મનમાં બોલતાં રાજન્ો ફોનનો ૭૭૭ નંબર ઘુમાવ્યો અન્ો રિસીવર કાન પર ધર્યું. સામે ધ્રીન…ધ્રીન….ધ્રીન…ધ્રીન…. જેવી ભારે ઘંટડી વાગવા લાગી.’
રાજનનું હૃદય ધક…ભક…ધક…ભક…ધડકવા લાગ્યું.
નીમુ પણ ખતરનાક ઝડપ્ો ધડતા દય સાથે, આતુર નજરે રાજનના કાન પર ધરાયેલા રિસીવર સામે જોઈ રહી હતી. જાણે…જાણે….જિન્નાત એમાંથી બોલવાન્ો બદલે એની અંદરથી બહાર કૂદીન્ો પોતાની પર છલાંગ ન મારવાનો હોય !
પછી….પછી શું થયું…? રાજન્ો ફોન પર જિન્નાત સાથે વાત કરી…? રાજનન્ો ભાઈ બનાવનાર જિન્નાત્ો કર્યું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોરનું શું થયું…? રાજનની બહેન હીનાનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર . (ક્રમશ:)
——————–
‘ના…!’ એ જિન્નાત તન્ો કોઈ જાતનું નુકસાન પહોંચાડે એવું મન્ો લાગતું નથી. ઝુબ્ોરે કહૃાું,
‘જો એવું હોત તો તન્ો આકાશગંગા
બિલ્ડિંગના ઉપરના માળ પરથી
ફેંકીન્ો તન્ો બચાવત નહીં’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.