પ્રકરણ : ૧૨

ઝુબ્ોરે ખાલી કપ રકાબીમાં મૂકયો અન્ો એ ખાલી કપની અંદર જોવા લાગ્યો. પરિમલે તો કયારનોય ચા પીન્ો કપ મૂકી દીધો હતો. રાજન્ો કપ રકાબી પર મૂકયો. ઠક્ અવાજ થયો એટલે ઝબકતો હોય એ રીત્ો ચહેરો અદ્ધર કરતાં ઝુબ્ોરે રાજન સામે જોયું. ‘રાજન!’ ગઈકાલે તન્ો જે મળ્યો એ જિન્નાત જ હતોન્ો?
——————–
‘નીમુ…!’ હું આજે તન્ો જેટલો ચાહું છું એટલો જ મારી બહેન હીનાન્ો ચાહું છું. રાજનનું ગળું ભરાયું, ‘હું મારી હીનાન્ો જોવા માગું છું અન્ો મારી સાથે સુખેથી રાખવા માગું છું.’ હું….હું ગમે એટલી મુસીબતોનો સામનો કરીન્ો પણ બાહ નામના વિસ્તારમાં પહોંચવા માગું છું-એ ડાકુન્ો મળીન્ો, હીનાન્ો એના પંજામાંથી છોડાવી લાવવા માગું છું. પણ…! રાજનની આંખમાં આંસુનાં બ્ો ટીપાં ધસી આવ્યાં.
‘પણ….પણ…શું?’ નીમુએ પોતાની સાડીથી કપાળ પરનો પરસ્ોવો લૂછતાં કહૃાું.
‘પણ…..પણ….તું મન્ો જવા દેવા માટે રાજી હોય તો…!’ રાજન્ો ગળે બાઝેલા ડૂમાન્ો ખંખેરતાં કહૃાું. નીમુ રાજનના ભોળા ચહેરાન્ો તાકી રહી. એણે બન્ન્ો હાથ લંબાવીન્ો, બન્ન્ો હથેળીમાં રાજનનો ચહેરો પકડયો અન્ો આગળ વધીન્ો રાજનના કપાળ પર ચુંબન કર્યું. એ પોત્ો રાજનન્ો ચાહતી હતી-ખૂબ જ ચાહતી હતી-એ રાજન આવી ખતરનાક જગ્યાએ-ભયાનક ડાકુ પાસ્ો જાય એ ઈચ્છતી નહોતી. એમાં રાજનના-પોતાના સુહાગના-જીવનું જોખમ હતું, પરંતુ એ પોત્ો એ પણ જાણતી હતી કે પોત્ો રાજનન્ો જેટલું ચાહે છે એટલું જ અથવા તો એનાથી પણ કંઈક કેટલાય ગણું વધુ રાજન હીનાન્ો ચાહે છે. સાત-સાત વરસથી રાજન હીનાન્ો શોધી રહૃાો છે. આજે સામે ચાલીન્ો ખબર મળતી હોય, કે હીના કયાં છે? અન્ો જો એન્ો પાછી લેવા માટે રાજન જતો હોય તો પછી પોતાન્ો કોઈ અધિકાર કે હક નથી એમન્ો રોકવાનો.
‘તમે ખુશીથી જઈ શકો છો હીનાન્ો લેવા માટે, પણ…!’ નીમુની આંખોમાં આંસુ ધસી આવ્યાં. ગળે ડૂમો બાઝયો.
‘પણ….પણ….શું, નીમુ?’ રાજન્ો નીમુના બન્ન્ો ખભા પકડી લીધા. નીમુએ ફરી રાજનના કપાળ પર ચુંબન કર્યું, ‘પણ…તમે એ નહીં ભૂલતા કે તમારી નીમુ અહીં એકલી છે.’ એનો-એનો ચૂડી-ચાંદલો અમર રહે એ રીત્ો જ આગળ વધજો-હીનાન્ો શોધવામાં તમે નીમુન્ો ન ભૂલી જતા. તમારા વિના…તમારા વિના નીમુ નહીં જીવી શકે. અન્ો આગળ નીમુ બોલી શકી નહીં. એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. રાજન્ો એન્ો છાતીસરસી ચાંપી લીધી.
બીજા દિવસ્ો સવારે રાજન વહેલો ઝુબ્ોરના સ્ટોર પર પહોંચ્યો. ત્યાં પરિમલ હજુ આવ્યો નહોતો. એ ઝુબ્ોરની સામે બ્ોઠો. ઝુબ્ોરે ચા મંગાવી. ચા આવી ત્યાં સુધી તો પરિમલ આવી ગયો. ઝુબ્ોરે બ્ો કપ ચામાંથી ત્રણ કપ ચા કરી. ચા પીતાં-પીતાં જ રાજન્ો જિન્નાતભાઈએ ‘હીના કયાં છે?’ એ વાતથી રાતના નીમુ સાથે થયેલી વાતચીત સુધી બધી વિગતવાર વાત કહી સંભળાવી.
ઝુબ્ોરે ખાલી કપ રકાબીમાં મૂકયો અન્ો એ ખાલી કપની અંદર જોવા લાગ્યો. પરિમલે તો કયારનોય ચા પીન્ો કપ મૂકી દીધો હતો. રાજન્ો કપ રકાબી પર મૂકયો. ઠક્ અવાજ થયો એટલે ઝબકતો હોય એ રીત્ો ચહેરો અદ્ધર કરતાં ઝુબ્ોરે રાજન સામે જોયું. ‘રાજન!’ ગઈકાલે તન્ો જે મળ્યો એ જિન્નાત જ હતોન્ો?
‘કેમ? તું આવો સવાલ કેમ પ્ાૂછે છે??’ રાજન્ો પ્ાૂછયું.
‘ના….મન્ો એવો વિચાર આવ્યો કે, કોઈ કદાચ તારું દુશ્મન હોય, ધારી લો કે ભૂષણ જ હરદેવ અન્ો બલરાજ એ ત્રણેએ કોઈન્ો તારી પાસ્ો મોકલ્યો હોય અન્ો આ રીત્ો હીના વિશે કહેવડાવ્યું હોય જેથી તું છેક બાહ જેવા વિસ્તારમાં, એ ખતરનાક ડાકુઓ વચ્ચે જાય અન્ો એ ડાકુઓ તન્ો ફૂંકી મારે. અન્ો એ ત્રણેય અહીં નીમુન્ો પકડી…!’
‘ના…!’ રાજન બોલી ઊઠયો. ‘હું જિન્નાતભાઈન્ો-એમના શરીરમાંથી નીકળતી સુગંધન્ો સારી રીત્ો ઓળખું છું.’ ગઈકાલે મળ્યા એ જિન્નાતભાઈ જ હતા.
‘ભલે…!’ આ તો આવું બની શકે, એવો વિચાર આવતાં જ મેં તન્ો કહૃાું. ઝુબ્ોરે કહૃાું, ‘પણ રાજન…એક વાત તો એ છે જ !’ ચંબલની કોતરો અન્ો ચંબલના એ વિસ્તારમાં જવું એ સામેથી મોતના મોઢામાં જવા બરાબર છે.
‘હા…!’ પરિમલ પહેલીવાર બોલ્યો, ‘ડાકુઓ તો ઝોડ હોય છે.’ માણસન્ો જોતાં જ બંદૂકની ગોળીએ ફૂંકી મારે. એ કંઈ તારી સાથે વાત કરવા નહીં રોકાય, કે તું શા માટે આવ્યો છે?
રાજનન્ો કંઈ સ્ાૂઝયું નહીં કે આનો શું જવાબ આપવો.
‘રાજન…!’ ઝુબ્ોર બોલ્યો, ‘અમે પણ એવું ઈચ્છીએ છીએ, કે હીના પાછી આવી જાય. અમે તન્ો ડરાવવા માટે કે ત્યાં જતો રોકવા માટે આવી વાત નથી કરતા, પરંતુ એ વાત સાચી છે કે ત્યાં જવામાં જોખમ છે,’ અન્ો… ઝુબ્ોર અટકયો, ‘અન્ો તન્ો સાચું કહું,’ રાજન…અમે તારા જેવો દોસ્ત ગુમાવવા નથી માગતા.
રાજન્ો જોયું કે ઝુબ્ોરની આંખો ભીની થઈ ગઈ હતી. પરિમલ કંઈ બોલ્યો નહિ. એ ખાલી પડેલા કપ સામે જોઈ રહૃાો હતો.
રાજન્ો પરિમલ સામે જોયું. પરિમલે રાજન સામે જોયું અન્ો ગળું ખંખેરતાં બોલ્યો, ‘રાજન!’ મન્ો તો નીમુભાભીનો વિચાર આવે છે. તન્ો કંઈક થઈ…! પરિમલ આગળ ન બોલી શકયો. એણે બીજી તરફ મોઢું ફેરવી લીધું.
રાજન્ો ઝુબ્ોર સામે જોયું. એની આંખો પણ ભરાઈ આવી હતી. ‘હું દુનિયાનો સહુથી નસીબદાર માણસ છું.’ મન્ો…મન્ો….તમારા જેવા દોસ્ત મળ્યા છે. હું…હું તમારા વહાલે-સહારે મારી નીમુન્ો મૂકીન્ો-મારી હીનાન્ો શોધવા જવા માગું છું. શું તમે મન્ો સાથ નહીં…!
‘સાથ…!’ તારા માટે તો અમારી જાન પણ હાજર છે. રાજનન્ો આગળ બોલતો અટકાવતાં ઝુબ્ોર બોલી ઊઠયો.
‘હું તો તારી સાથે આવવા ત્ૌયાર છું. હીનાન્ો લાવવા માટે એક કરતાં બ્ો ભલા..!’ પરિમલ બોલી ઊઠયો.
રાજન્ો આંખોમાં આવી ગયેલાં આંસુઓ લૂછયાં. ખરેખર પોત્ો નસીબદાર હતો. ડરપોક પરિમલ પણ પોતાન્ો એકલો ડાકુઓ વચ્ચે ન જવા દેવા પોતાની સાથે આવવા માટે ત્ૌયાર હતો.
‘હું પણ ત્ૌયાર છું. રાજન!’ એક કરતાં ત્રણ ભલા! ઝુબ્ોરે પણ આંખો લૂછતાં ચહેરા પર હાસ્ય લાવતાં કહૃાું.
‘ના…હું જઈશ તો એકલો જ જઈશ. વળી જિન્નાતભાઈએ પણ મન્ો સાથ આપવાનો વાયદો કર્યો છે. એમણે જ શોધી કાઢયું છે કે હીના કયાં છે? તો એ થોડોઘણો તો મન્ો સાથ આપશે જ!
ઝુબ્ોર અન્ો પરિમલે રાજન સાથે જવાની ઘણી જિદ્દ કરી, પરંતુ રાજન માન્યો નહીં. ઝુબ્ોર અન્ો પરિમલના જીવ જોખમમાં મૂકવા રાજન માગતો નહોતો. ઝુબ્ોરની પાસ્ો ભારતનો નકશો હતો. ત્રણેએ નકશામાં બાહ નામનો વિસ્તાર શોધી કાઢયો. બાહ સુધી ગાડીમાં જવાય એમ નહોતું. ગ્વાલિયર સુધી ગાડીમાં જઈ શકાય એમ હતું.
રાજન્ો નક્કી કર્યું કે પોત્ો ગ્વાલિયર સુધી પહોંચી જવું અન્ો પછી ત્યાં પ્ાૂછપરછ કરીન્ો બાહ પહોંચવું.
ઝુબ્ોર અન્ો પરિમલન્ો પણ રાજનની વાત બરાબર લાગી.
પરિમલે રેલવે સ્ટેશન પર ફોન કરીન્ો ગ્વાલિયરની ગાડી વિશે પ્ાૂછપરછ કરી. ગ્વાલિયરની ગાડી રાત્રે ઊપડતી હતી. પરિમલે ફોન મૂકયો અન્ો રાજન સામે જોયું. ‘રાત્રે સાડા દસ વાગ્યે ગ્વાલિયર જવા માટે ગાડી અહીંથી ઊપડે છે.’
‘ચાલશે…હું આજે જ નીકળી જવાનો છું.’ રાજન્ો કહૃાું.
‘તો…તું એમ કર… ઑફિસ્ો જઈન્ો રજા મંજૂર કરાવીન્ો ઘરે પહોંચી જા. બ્ૉગ ત્ૌયાર કરાવી લે.’ હું મારા માણસ સાથે ગ્વાલિયરની રાતની ગાડીની ટિકિટ મંગાવી લઉં છું.
‘હા ! બરાબર છે,’ અન્ો હું તારા માટે થોડાંક નાસ્તા-પાણીની વ્યવસ્થા કરી લઉં. કારણ કે સહેજેય તન્ો જવા-આવવામાં અઠવાડિયું લાગી જશે. પરિમલ ઊભો થયો.
રાજન ત્યાંથી નીકળીન્ો પરિમલ સાથે ઑફિસ્ો પહોંચ્યો. એણે આઠ દિવસની રજા મુકાવી દીધી. પરિમલે પણ આજ બપોર પછીની રજા લઈ લીધી અન્ો રાજનની સાથે પોત્ો સીધો સ્ટેશન પર જ મળશે એ નક્કી કરી લીધું.
રાજન લગભગ બપોરના સાડા બાર વાગ્યે ઘરે પહોંચ્યો તો એની નવાઈ વચ્ચે ટેલિફોનવાળા ટેલિફોન લગાવી ગયા હતા, પરંતુ આજે રાજન પોત્ો ગ્વાલિયર જવાનો હતો એ દુ:ખે નીમુની ટેલિફોનની ખુશી જાણે હવા થઈ ગઈ હતી.
‘કયારે ફોન લગાવી ગયા?’ રાજન્ો ફોન પાસ્ો, સોફા પર ધબ દેતાં બ્ોસતાં પ્ાૂછયું.
‘હજુ હમણાં હાલ જ ફોનવાળા ફોન લગાવીન્ો ગયા.’ કહેતાં નીમુ રાજનની બાજુમાં આવીન્ો બ્ોઠી.
રાજન્ો સહુ પહેલો ફોન ઝુબ્ોરન્ો લગાવ્યો. સામેથી ઝુબ્ોરનો જ અવાજ આવ્યો, ‘હેલ્લો…!’
‘હું રાજન બોલું છું.’ રાજન્ો કહૃાું, ‘મારે ત્યાં હમણાં જ નવો ફોન લાગી ગયો છે.’
‘સરસ!’ સામેથી ઝુબ્ોરે કહૃાું, ‘તારા આ નવા ફોનના પ્ોંડા તું હીનાન્ો લઈન્ો પાછો ફરીશ ત્યારે ખાઈશું.’
‘ચોક્કસ….!’ રાજન્ો કહૃાું અન્ો પ્ાૂછયું, ‘ગ્વાલિયરની ટિકિટનું શું થયું?’
‘આવી ગઈ છે. રાત્રે સાડા દસ વાગ્યે ગાડી અહીંથી ઊપડશે. જે તન્ો કાલ સાંજે લગભગ ત્રણેક વાગ્યે ગ્વાલિયર પહોંચાડશે.’ ઝુબ્ોરે કહૃાું.
‘ચાલશે.’ રાજન્ો કહૃાું, ‘તું કયારે આવીશ?’
‘હું રાતના કાર લઈન્ો લગભગ સાડા આઠ નવ વાગ્ો આવી જઈશ. ગાડી સાડા દસ વાગ્યાની છે, આપણે સાડા નવ વાગ્યે ઘરેથી નીકળી જઈશું.’ ઝુબ્ોરે કહૃાું. ‘બરાબર છે!’ હું લગભગ નવ વાગ્યે જ જમી-કરીન્ો ત્ૌયાર રહીશ. રાજન્ો કહૃાું.’
‘ભલે…!’ ઝુબ્ોરે કહૃાું, ‘રાત્રે મળીએ છીએ. હું ફોન મૂકું છું.’ કહેતાં ઝુબ્ોર રાત્રે સાડા આઠ વાગ્યે રાજનના ઘરે પહોંચ્યો તો રાજન બ્ૉગ અન્ો બિસ્તરા સાથે ત્ૌયાર જ હતો. ઝુબ્ોર પોત્ો જ બ્ૉગ ઉઠાવીન્ો, નીચે કારમાં મૂકી આવ્યો.
નીમુ, પમ્મી અન્ો પાયલ ત્ૌયાર થયાં ત્યારે લગભગ સવા નવ વાગી ગયા હતા.
‘રાજન…!’ ઝુબ્ોરે પમ્મી અન્ો પાયલની આંગળી પકડતાં કહૃાું, ‘હું પમ્મી અન્ો પાયલન્ો લઈન્ો નીચે કારમાં બ્ોઠો છું. તમે તરત જ આવો,’ અન્ો ઝુબ્ોર પમ્મી અન્ો પાયલ લઈન્ો ફલેટના દરવાજાની બહાર નીકળી ગયો.
રાજન્ો આગળ વધીન્ો દરવાજો બંધ કર્યો અન્ો સ્ટૉપર બંધ કરી. ધીમી ચાલે એ નીમુ બ્ોઠી હતી એ સોફા પાસ્ો આવ્યો અન્ો નીમુની બાજુમાં બ્ોઠો.
જેમ-જેમ રાજનનો જવાનો સમય નજીક આવતો જતો હતો એમ-એમ નીમુનું મન વધુ ન્ો વધુ ગમગીન બનતું જતું હતું.
નીમુએ બાજુમાં બ્ોઠેલા રાજનની છાતી પર માથું મૂકયું અન્ો એ સાથે જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. રાજન નીમુના માથે હાથ ફેરવવા લાગ્યો. બ્ો મિનિટ સુધી તો એણે નીમુન્ો રડવા દીધી. પછી ધીમા અવાજે નીમુન્ો સમજાવતો હોય એ રીત્ો એણે કહૃાું, ‘નીમુ, હું અહીંથી કેટલો દૂર જઈ રહૃાો છું એ તન્ો ખબર છે ન્ો ! એટલે તું મન્ો હસતા ચહેરે વિદાય નહીં આપ્ો?’
નીમુએ રડવાનું ચાલુ રાખ્યું, ‘નીમુ, હું જેમ બન્ો એમ જલદી પાછો આવીશ. અન્ો વળી હું તારી નણંદ હીનાન્ો લેવા જાઉં છું ન્ો ! એ આવી જશે પછી તન્ો એક બહેનપણી મળી જશે.’
નીમુએ રાજનની છાતી પરથી માથું હટાવીન્ો, રડતી આંખે રાજન સામે જોયું. રાજન્ો નીમુના ગાલ પર જીભ ફેરવીન્ો એ આંસુ પીધાં. ‘નીમુ…તું આમ જ રડતી રહીશ અન્ો હું આમ જ તારા આંસુ પીતો રહીશ તો પછી હું અહીંથી કઈ રીત્ો જઈ શકીશ?’
નીમુના ચહેરા પર હાસ્યની રેખા આવી. રાજન્ો પણ ચહેરા પર હાસ્ય લાવતાં રૂમાલથી નીમુનાં આંસુ લૂછયાં.
‘તમે ત્યાંથી મન્ો કાગળ તો લખશોન્ો?’ નીમુએ પ્ાૂછયું.
‘હા…કેમ નહીં…?’ કહેતાં રાજન્ો ઘડિયાળમાં જોયું. નવ વાગ્યા હતા. ‘ચાલ ! નીચે ઝુબ્ોર વાટ જોઈન્ો ઊભો હશે. નીમુ ઊભી થઈ નહીં.’ રાજન સમજી ગયો હોય એમ એણે વાંકા વળીન્ો, નીમુનો ચહેરો હાથમાં પકડીન્ો, પ્રેમભરી આખરી ભેટ આપી. ખીલેલા ચહેરા સાથે નીમુ ઊભી થઈ.
બ્ૉગ તો ઝુબ્ોર નીચે લઈ ગયો હતો.
નીમુએ તાળું અન્ો ચાવી લીધી, અન્ો દરવાજો ખોલીન્ો ફલેટની બહાર આવી.
ધ્રીન….ધ્રીન…ધ્રીન…ધ્રન…
રાજન હજુ ફલેટની બહાર પગ મૂકે ત્યાં જ ફોનની ઘંટડી ધણધણી ઊઠી.
‘કોનો ફોન હશે અત્યારે?’ નીમુની આંખોમાં સવાલ ડોકાયો.
રાજનન્ો પણ ખ્યાલ આવ્યો નહીં કે, ‘અત્યારે કોનો ફોન હશે?’ કદાચ પરિમલનો ફોન હોય!’ પરંતુ એન્ો તો ખબર જ નથી કે, પોતાન્ો ત્યાં ફોન આજે આવી ગયો છે? તો કોનો ફોન હશે? એવા સવાલ સાથે રાજન ફરીન્ો, ફોન તરફ આગળ વધ્યો.
નીમુ દરવાજાની અંદર આવીન્ો ફોન તરફ જોતી ઊભી રહી.
રાજન્ો ફોન ઉઠાવ્યો અન્ો બોલ્યો, ‘હેલ્લો !
‘કોણ, રાજન?’ સામેથી મીઠો અવાજ આવ્યો, ‘હું જિન્નાતભાઈ બોલું છું.’
આ સાંભળતાં જ રાજનનું હૃદય ઊછળ્યું. ખુશીના આંચકાથી. આવા સમયે જિન્નાતભાઈનો ફોન આવ્યો એ એન્ો ખૂબ જ ગમ્યું.
‘બોલો જિન્નાતભાઈ!’ શાના માટે ફોન કર્યો, આપ્ો? રાજન્ો પ્ાૂછયું.
જિન્નાતભાઈનું નામ સાંભળતાં જ નીમુ બ્ો પગલાં બ્ો આગળ વધી, રાજનની વાત સાંભળવા એણે પોતાના કાન ઊંચા કર્યા. જિન્નાતભાઈનું નામ સાંભળતાં જ એની આંખોની પાંપણો તો પહેલાંથી જ ઊંચી થઈ ગઈ હતી.
‘મેં ખાસ તો તન્ો એટલું કહેવા માટે જ ફોન કર્યો હતો કે તું સહેજ પણ ગભરાયા કે ડર્યા વિના આગળ વધજે. અન્ો હા! અહીં તું નીમુ, પમ્મી અન્ો પાયલની ફિકર ન કરતો.’
‘ભલે…!’ રાજનનું મન ભરાઈ ગયું. ‘તમે મારું, પમ્મી, પાયલ અન્ો નીમુનું કેટલું ધ્યાન રાખો છો? હું તમારો…!’
‘વળી પાછો અહેસાનની વાત ન કરતો.’ સામેથી જિન્નાતભાઈએ કહૃાું, ‘મન્ો પોતાન્ો પણ અફસોસ છે કે હું તારી સાથે આવી શકું એમ નથી.’ ખેર! તું ગભરાયા વિના ઊપડ.
‘હા..!’ રાજન એનાથી વધુ આગળ બોલી શકયો નહીં.
‘સારું તો હું ફોન મૂકું છું,’ તું ઊપડ.’ કહેતાં જિન્નાતભાઈએ કહૃાું અન્ો સામેથી ફોન મૂકી દીધો.
રાજન્ો પણ ફોન મૂકી દીધો અન્ો ચાલીન્ો નીમુ પાસ્ો આવ્યો. નીમુની આંખોમાં અન્ો મનમાં ઘણા સવાલો હતા, પરંતુ અત્યારે, રાજનન્ો આ વિશે પ્ાૂછવાનું નીમુએ મુનાસિબ માન્યું નહીં.
રાજન અન્ો નીમુ બન્ન્ો આવીન્ો કારમાં બ્ોઠાં. ઝુબ્ોરે કાર ચાલુ કરી અન્ો કારન્ો વી. ટી. સ્ટેશન તરફ દોડાવી.
સ્ટેશન પર પહોંચ્યાં ત્યારે સાડા નવ વાગ્યા હતા. ગ્વાલિયરની ગાડી પ્લેટફોર્મ પર લાગી ચૂકી હતી. ઝુબ્ોરે રાજન અન્ો નીમુ, પાયલ-પમ્મીન્ો એક બાજુ ઊભા રાખીન્ો રાજનની ટિકિટ પ્રમાણેનો નંબર શોધ્યો. જોકે, ડબ્બો શોધવામાં ઝુબ્ોરન્ો ખાસ મહેનત કરવી પડી નહીં. કારણ કે એ ડબ્બા પાસ્ો જ પરિમલ આવીન્ો ઊભો હતો. પરિમલે બપોરે ફોન પર જ ઝુબ્ોરન્ો રાજનની સીટ-ડબ્બા નંબર વિશે પ્ાૂછી લીધું હતું.
‘હું રાજનન્ો લઈન્ો આવું છું.’ કહીન્ો ઝુબ્ોર રાજન, નીમુ, પાયલ, પમ્મીન્ો એ ડબ્બા પાસ્ો લઈ આવ્યો.
પરિમલે અગાઉથી પોત્ો મૂકેલા બગલથેલા પાસ્ો રાજનની બ્ૉગ મૂકી.
પમ્મી અન્ો પાયલ ધમાલ કરતાં ડબ્બામાં દોડાદોડી કરવા લાગ્યાં.
ઉદાસ ચહેરે રાજન નીમુની સામેની સીટ પર બ્ોઠો.
પછી….પછી શું થયું…? જિન્નાત્ો બતાવેલી જગ્યા પર ડાકુ પાસ્ોથી પોતાની બહેન હીનાન્ો મેળવવામાં રાજન સફળ થયો…? ડાકુ પાસ્ો રહેલી હીનાની હાલત કેવી હતી…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે. (ક્રમશ:)
——————-
ઝુબ્ોરે કહૃાું, ‘પણ રાજન…એક વાત તો
એ છે જ!’ ચંબલની કોતરો અન્ો
ચંબલના એ વિસ્તારમાં જવું એ
સામેથી મોતના મોઢામાં
જવા બરાબર છે

Google search engine