Homeટોપ ન્યૂઝજેહાદી દુલ્હન: ડોક્યુમેન્ટરી બાદ બીબીસીના પોડકાસ્ટ અંગે વિવાદ, બ્રિટનમાં રોષની લાગણી

જેહાદી દુલ્હન: ડોક્યુમેન્ટરી બાદ બીબીસીના પોડકાસ્ટ અંગે વિવાદ, બ્રિટનમાં રોષની લાગણી

ગુજરાત રમખાણો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી રીતે જવાબદાર ઠેરવતી BBCની ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરી અંગેનો વિવાદ હજુ શમ્યો ન નથી કે BBCના પોડકાસ્ટ પર વિવાદ ઉભો થયો છે. બીબીસીની પોડકાસ્ટ સીરીઝ ‘ધ શમીમા બેગમ સ્ટોરી’ અંગે બ્રિટનના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બ્રિટનના લોકો BBCનું સબસ્ક્રિપ્શન રિન્યુ નહીં કરવાની વાત કરી રહ્યા છે.
આ વિવાદ એટલા માટે ઉભો થયો કારણ કે 2015માં યુકેમાં રહેતી શમીમા બેગમ નામની 15 વર્ષની છોકરી સીરિયા ભાગી ગઈ અને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગઈ. સીરિયામાં તેના રોકાણ દરમિયાન તે ‘જેહાદી દુલ્હન’ તરીકે કુખ્યાત બની હતી. હવે બીબીસીએ તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતી પોડકાસ્ટ સીરીઝ બનાવી છે.
BBCએ શમીમા બેગમ પર પોડકાસ્ટ સીરીઝ રીલીઝ કરી છે. BBCના પોડકાસ્ટ ‘આઇ એમ નોટ એ મોન્સ્ટર’ અંતર્ગત શમીમા બેગમની વાર્તા રજુ કરવામાં આવી છે. પોડકાસ્ટમાં શમીમા બેગમની યુકેથી સીરિયા સુધીની સફરની વાર્તા કહેવામાં આવી છે. પરંતુ આ વાર્તા એવી રીતે રજુ કરવમાં આવી છે જેનાથી કે શમીમા પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય.
પોડકાસ્ટ સીરીઝ રીલીઝ બાદ BBC સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, યુકેના ઘણા નાગરિકોએ તેમનું સબ્સ્ક્રિપ્શન્સન રીન્યુ ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજકીય નેતાઓ સહીત અનેક જાણીતી હસ્તીઓએ માગણી કરી હતી કે ISIS આતંકવાદીઓના બચાવ કરવા બદલ ચેનલને સરકાર તરફથી મળતું ફંડ રદ કરવું જોઈએ.
બ્રિટીશ સાંસદ સ્કોટ બેન્ટને ટ્વિટ કર્યું, ‘શમીમા બેગમને પ્લેટફોર્મ આપવાનો બીબીસીનો નિર્ણય શરમજનક છે. જેનો જરા પણ બચાવ ન થઇ શકે. BBC માં આવા નિર્ણયો કોણ લે છે?”

“>

રિફોર્મ પાર્ટીના નેતાએ ટ્વિટ કરીને વિરોધ કરતા કહ્યું કે “બીબીસીને ફંડ આપવાનું બંધ કરો. તે હવે આપણા સ્ટેટ બ્રોડકાસ્ટર માટે યોગ્ય નથી,”

“>

કોણ છે શમીમા બેગમ? જાણો:
યુકેમાં રહેતી 15 વર્ષની છોકરી શમીમા બેગમ ફેબ્રુઆરી 2015માં તેની બે મિત્ર કદિજા સુલ્તાના અને અમીરા અબાસે સાથે યુકેથી સીરિયા ભાગી ગઈ હતી, જ્યાં તેણે IS સાથે ત્રણ વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. બાદમાં તે ISની દુલ્હન તરીકે કુખ્યાત બની ગઈ હતી કારણ કે તેણે સીરિયા પહોંચ્યા બાદ તરત જ એક ડચ આઈએસ આતંકવાદી સાથે લગ્ન કર્યા હતા.
બાંગ્લાદેશી મૂળના માતા-પિતાના ઘરે બ્રિટનમાં જન્મેલી શમીમા બેગમની યુકે સરકારે નાગરિકતા 2019માં રાષ્ટ્રીય સુરક્ષાના આધારે છીનવી લીધી હતી. આ દરમિયાન સીરિયામાં ISની પીછેહઠ થઇ, ત્યારથી શમીમા બેગમ યુકે પરત ફરવા માંગે છે પરંતુ સરકાર તેને મંજૂરી નથી આપી રહી.
તેનો યુકે પરત ફરવાનો નિર્ણય કોર્ટમાં પેન્ડીંગ છે, ત્યારે બીબીસીએ તેની તરફેણ કરતી પોડકાસ્ટ સીરીઝ રીલીઝ કરી દીધી છે જેને લઈને વિવાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular