ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર સંન્યાસ લેશે, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં હશે અંતિમ મેચ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારતની મહિલા ક્રિકેટ ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની મહાન ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઝૂલન 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી વનડે રમશે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડની સામે ત્રીજી એટલે કે સીરિઝની અંતિમ વન-ડે ઝૂલનની ફેરવેલ મેચ હશે. આ મેચ લોર્ડ્સમાં રમાશે.
ઝૂલન ગોસ્વામી મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 201 મેચમાં 252 વિકેટ લીધી છે. આ સાથે જ મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તેણે વર્લ્ડ કપની 34 મેચમાં 43 વિકેટ લીધી છે. તેણે વર્લ્ડ કપમાં બે વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. 39 વર્ષીય ઝૂલનને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી છે. જોકે, તે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય T20 ટીમનો ભાગ નહોતી. યુવાનોને તક આપવા માટે ઝૂલને નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.