Homeદેશ વિદેશઝારખંડમાં આ કારણસર સરકારે લગાવી 144ની ધારા

ઝારખંડમાં આ કારણસર સરકારે લગાવી 144ની ધારા

ભારતના ઝારખંડ રાજ્યમાં સરકાર દ્વારા 144ની ધારા લગાવવામાં આવી છે અને આ ધારા લગાવવાનું કારણે કોઈ રાજકીય હિંસાચાર કે કોમી રમખાણો નહીં પણ આપણા ગજરાજ છે. ઝારખંડમાં હાથીઓનો આંતક યથાવત્ છે. ઝૂંડથી છુટા પડી ગયેલાં હાથીએ 12 દિવસમાં 16 જણનો ભોગ લીધો છે. ઘટના ઝારખંડની રાજધાની રાંચીની છે. લેટેસ્ટ બનાવની વાત કરીએ તો હાથીએ ઈટકી વિસ્તારમાં પાંચ જણને કચડી નાખ્યા હતા, જેમાંથી ચાર જણના તો ઘટનાસ્થળે જ રામ રમી ગયા હતા અને એક જણને ગંભીર ઈજા પહોંચી હોઈ હોસ્પિટલમાં તેની સારવાર કરાી રહી છે. સરકારી આંકડાઓ અનુસાર હઝારીબાગ, રામગઢ, ચતરા, લોહરદગા અને રાંચીમાં હાથીએ અત્યાર સુધી 16 જણને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઉલ્લેખનીય છે પ્રશાસનને પહેલાંથી જ રાંચીના ઈટકી વિસ્તારમાં હાથી ફરી રહ્યો હોવાની માહિતી મળી ગઈ હતી અને તેને કારણે જ આ વિસ્તારમાં 144ની ધારા લગાવવામાં આવી હતી. લોકોને ઘરથી બહાર નીકળવા અને સુનસાન જગ્યાઓ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને તેમ છતાં આ દુઃખદ ઘટના બની હતી. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ જતાં પ્રશાસન સમક્ષ પડકાર ઊભા કરી શકે છે. વનવિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હાથીની નજીક ના જાય. તેને ભગાડવાના કે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવો નહીં આને કારણે તે વધુ ઉગ્ર થઈને લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular