Jharkhand ED raid: CM હેમંત સોરેનના નજીકના સાથીદારના ઘરે EDના દરોડા, 2 એકે-47 રાઈફલ જપ્ત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના નજીકના સાથીદાર માનવામાં આવતા પ્રેમ પ્રકાશના રાંચી ખાતેના નિવાસસ્થાન પર આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દરોડા પડ્યા હતા. EDએ ગેરકાયદે ખાણકામ, ખંડણી અને મની લોન્ડરિંગના મામલાની તપાસ માટે દરોડા પડ્યા હતા પરતું તપાસ દરમિયાન કથિત રીતે બે AK-47 રાઈફલ મળી આવી છે. આ હથિયારો ગેરકાયદેસર છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેન્દ્રીય એજન્સીએ હથિયાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હજુ સુધી પ્રેમ પ્રકાશ કે હેમંત સોરેને કોઈ પ્રતિક્રિયા આપી નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે EDએ ઝારખંડ ઉપરાંત બિહાર, તમિલનાડુ અને દિલ્હી-એનસીઆરમાં 20 સ્થળો પર દરોડા પડ્યા છે

ED આ મામલાને મની લોન્ડરિંગના દૃષ્ટિકોણથી જ જોઈ રહી છે, આ કેસ મુખ્યત્વે ગેરકાયદેસર ખાણકામ અને ખંડણીનો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રા અને બચ્ચુ યાદવે EDને આપલી માહિતીને આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે બંને લાંબા સમયથી કસ્ટડીમાં છે. EDએ પંકજ મિશ્રા અને તેના કથિત સહયોગીઓ પર 8 જુલાઈએ ઝારખંડમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ માર્ચમાં મિશ્રા અને અન્ય લોકો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. જુલાઈમાં દરોડા પાડ્યા બાદ EDએ 50 બેંક ખાતાઓમાં પડેલા 13.32 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત ઈડીએ 27 જુલાઈના રોજ એમવી ઈન્ફ્રાલિંક નામનું જહાજ પણ જપ્ત કર્યું હતું. તેની કિંમત 30 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.