સુપરસ્ટાર શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની દીકરી ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી રહી છે. તેની ફિલ્મોએ ખૂબ જ સારો બિઝનેસ નથી કર્યો પણ ગૂંજન જેવી ફિલ્મથી જાહ્નવીએ પોતાની નોંધ લેતા સૌને કર્યા છે. ધડક ફિલ્મથી શરૂઆત કરનારા જાહ્નવીના ફિલ્મ ઉલઝનું પોસ્ટર બહાર પડ્યું છે. બબલી લાગતી આ સ્ટારનો આ ફિલ્મનો લૂક માત્ર બધાને ચોંકાવવા કાફી છે. ફિલ્મ ઉલઝમાં જ્હાનવી કપૂર સાડી પહેરેલી એક આઈએએસ ઓફિસરના લૂકમાં જોવા મળી રહી છે. પોસ્ટરમાં તેની સાથે રાજેશ તૈલંગ, મિયાંગ ચાંગ, સચિન ખેડેકર, રાજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર જોશી પણ ઊભેલા જોવા મળી રહ્યા છે. ઉલઝના પોસ્ટરને જોઈને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે આ ફિલ્મ આઈએએસ ઓફિસર પર બેસ્ડ છે.
રિપોર્ટ અનુસાર ફિલ્મ ઉલઝ દ્વારા લોકોને જાણ થશે કે એક સરકારી અધિકારીના જીવનમાં કેવા-કેવા પડકાર હોય છે અને તે તમામ પડકારોનો સામનો કરતા એક આ ઓફિસર ભારત માતાની સેવામાં તત્પર રહે છે. જ્હાનવી કપૂરની અપકમિંગ ફિલ્મ ઉલઝનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ થશે. એક્ટ્રેસે ફિલ્મનું પહેલુ પોસ્ટર શેર કરી દીધુ છે. ફિલ્મની કહાની પરવેઝ શેખ અને સુધાંશુ સરિયાએ લખી છે. ઉલ્લેખનીય છે કે ઉલઝ સિવાય જ્હાનવી કપૂર સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની સાથે NTR 30 માં પણ જોવા મળશે. અત્યારે તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં તો તેના પોસ્ટરે ઉત્સુકતા જગાવી છે. ફિલ્મ રીલિઝ થશે તે બાદ જાહ્વવીએ આવા નોન-ગ્લેમરસ રોલમાં કેટલું કાઠુ કાઢી શકી છે તે જોવાનું રહ્યું.
માતા શ્રીદેવી જેવી દેખાતી જાહ્નવી સોશિયલ મીડિયમાં ભારે એક્ટિવ છે. તે અલગ અલગ વીડિયો-ફોટો શેર કરતી હોય છે. આ સાથે તેની બહેન ખુશી પણ ફિલ્મોમાં દેખા દેશે. સ્ટારકિડ્સ ઘણીવાર એક બે ફિલ્મોમાં જોવા મળતા હોય છે. જાહ્નવી કપૂર લાંબી રેસનો ઘોડો સાબિત થશે તેવું હાલ લાગી રહ્યું છે.