રાજકોટમાં જ્વેલર્સના કર્મચારી પાસેથી ₹ ૧.૪૮ કરોડના ઘરેણાં ઝૂંટવીને ત્રણ ભાગ્યા: યુવતી મુદ્દામાલ સાથે પકડાઇ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: શહેરના યાજ્ઞીક રોડ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલર્સના શોરૂમના કર્મચારીને ઘરેણાં ખરીદવાના નામે બોલાવીને એક મહિલા અને બીજા બે આરોપીએ કર્મચારી પાસેના રૂ. ૧.૪૮ કરોડના સોનાના દાગીના ઝૂંટવીને કાર લઇને ભાગી ગયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીને મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.
આ ઘટનાની વિગતો અનુંસાર યાજ્ઞીક રોડ વિસ્તારમાં આવેલા શોરૂમમાંથી ૧.૪૮ કરોડના સોનાના દાગીના જોવાના બહાને બજરંગનગરવાડીમાં રહેતા બિલ્કીસ, તેના પિતા કેનોને કર્મચારીને ઘરે બોલાવ્યો હતો. કર્મચારી સોનાના દાગીના લઇને ઘરે આવ્યો હતો ત્યારે પુત્રી સોનાના દાગીના ભરેલું બૉક્સ કર્મચારીના હાથમાંથી ઝૂંટવી કારમાં ભાગી ગઈ હતી. જોકે દાગીના સાથે પોલીસે પુત્રીને ઝડપી લીધી હતી અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે.
શોરૂમમાં કર્મચારીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બિલ્કીસબેન, તેના પિતા અને કેનોનનું નામ આપ્યું છે. આથી પોલીસે આ ત્રણેય વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી બિલ્કીસની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી પાસે રહેલા સોના દાગીના જેમાં સોનાની બુટી સહિતના ૫ સેટ, સોનાની ૧૨ બંગડી, સોનાની ૩ ચેઇન, સોનાના ૨ મંગળસુત્ર, સોનાની ૪ વીટી સહિત આ તમામનું વજન ૧૮૦૭.૯૮૦ ગ્રામ જેની કિંમત ૯૭,૩૪,૨૬૭ થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં ૫ બ્રેસલેટ, ૯ વીટી, ૧ નેકલેસ અને ૧ પેન્ડલસેટનું વજન ૩૫૭.૭૨૦ ગ્રામ અને તેની કિંમત ૫૧,૦૯,૦૧૫ રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત ૧,૪૮,૪૩,૨૮૨ રૂપિયા થાય છે. આ તમામ દાગીનાનું બૉક્સ આરોપી બિલ્કીસે પડાવી આરોપી બિલ્કસના પિતા અને કેનોને ફરિયાદીને પકડી રાખ્યા હતા. બાદમાં બન્નેએ ધક્કો મારી ઘરની બહાર નીકળી ગયા હતા. બાદમાં બિલ્કસ સહિત ત્રણેય આરોપીએ પોતાના મકાનને તાળુ મારી ક્રેટા કારમાં નાસી છૂટ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.