રણવીરની રાહે જેનિફર લોપેઝ! જન્મદિવસે શેર કર્યો ન્યૂડ વીડિયો , ચાહકો દંગ રહી ગયા

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

હોલીવૂડ બ્યુટી જેનિફર લોપેઝ એનો 53મો જન્મ દિવસ ઉજવી રહી છે. 53માં જન્મદિવસ પર અભિનેત્રી-સિંગર જેનિફર લોપેઝે તેના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. ‘ઓન ધ ફ્લોર’ હિટમેકરે તેની JLO બ્યુટી લોન્ચ કરતી વખતે પોતાની એક નગ્ન તસવીર શેર કરી છે. ચાહકો આ પોસ્ટને ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
જેનિફર લોપેઝ એક અમેરિકન અભિનેત્રી, ગાયિકા, નૃત્યાંગના અને ફેશન ડિઝાઇનર છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, લેટિન અમેરિકનમાં જન્મેલી જેનિફર લોપેઝ હોલીવુડની સૌથી અમીર વ્યક્તિ છે. લોપેઝે ટેલિવિઝન કોમેડી શો “ઈન લિવિંગ” માં નૃત્યાંગના તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
જેનિફર લોપેઝે હોલીવૂડ હીરો બેન એફ્લેક સાથે લગ્ન કર્યાના અઠવાડિયા પછી તેની નવી બ્યુટી બ્રાન્ડ JLo Body લોન્ચ કરી રહી છે. એની જાહેરાત કરવા તે ઇન્સ્ટાગ્રામ પર ગઇ હતી. બ્રાન્ડ લોન્ચ માટે તેણે નગ્ન પોઝ આપ્યો હતો.

પોસ્ટ સાથે એણે લખ્યું છે કે, ‘આપણે જેટલું ચહેરા અને ત્વચા પર ધ્યાન આપીએ છીએ એટલું આપણા શરીર પર ધ્યાન આપતા નથી. શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્કિનકેર રૂટિન બનાવવું મારા માટે મહત્વપૂર્ણ હતું, જેની મેં શરૂઆત કરી છે.’ જેનિફરે આ પ્રોડક્ટ વિશે માહિતી પણ આપી છે. જેનિફરે આ તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. અલગ-અલગ પોઝ આપતાં જેનિફર લોપેઝે તેના શરીર પર લોશન લગાવ્યું અને વીડિયો પૂરો થતા જ તે હસી પડી. જેલોનો વીડિયો જોઇને ચાહકો આફરીન પોકારી ઉઠ્યા હતા. એના વીડિયોને ઘણા લાઇક્સ અને કમેન્ટ્સ મળી હતી. ઘણા નેટિઝન્સે લખ્યું કે જેલો 53 વર્ષની છે એ માની જ શકાતું નથી. એક યુઝરે કોમેન્ટ કરી, ‘પરફેક્શન’.
નોંધનીય છે કે હાલમાં જ જેનિફરે લાસવેગાસમાં એક ખાનગી સમારંભમાં બેન એફ્લેક સાથે લગ્ન કર્યા હતા.
તાજેતરમાં જ બોલીવૂડ અભિનેતા રણવીર સિંહે નવીનતમ મેગેઝિન કવર માટે નગ્ન પોઝ આપી સનસનાટી મચાવી દીધી હતી. રણવીર બાદ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાના પતિ અને એક્ટર વિષ્ણુ વિશાલે પણ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.