તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં ઈર્ષ્યાભાવ વધુ ઉત્પન્ન થતો જોવા મળે છે

લાડકી

ઉડાન -મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

સુરભિ અને સુહાની જેવા કિસ્સા તરુણીઓમાં છાશવારે જોવા મળે છે. જેમાં ગાઢ મિત્રતા હોવા છતાં પણ સાવ નજીવી બાબતે ઈર્ષ્યા પ્રવેશી જાય છે એમ ક્યારેક ટીનેજમાં નાનાં ભાઈ-બહેનો પરત્વે અદેખાઈના ભાવ ઉત્પન્ન થઈ જવા પણ સહજ છે. આમ તો ખૂબ સરળ અને આનંદી સ્વભાવની વિહામાં તરુણાવસ્થા આવતાં જ આ એક મુખ્ય ફેરફાર થવા લાગ્યો હતો. છેક હમણાં સુધી પોતાના નાના ભાઈને સતત રમાડતી રહેતી ને વહાલ કરતી રહેતી વિહાને હવે ભાઈને લઈને નાની નાની વાતમાં વાંકું પડવા લાગ્યું હતું. વિહા અલગ અલગ રીતે તેનો વિરોધ દર્શાવતી, જેમ કે ભાઈનું ધ્યાન રાખવાની ચોખ્ખી ના પાડવી, તેની સાથે વાત ન કરવી કે તેની સાથે રમતો ઓછી રમવી, વારંવાર તમને મારા કરતાં ભાઈ વધુ ગમે છે જેવી ફરિયાદો કરવી, ભાઈને કારણે પોતાના પર ઓછું ધ્યાન અપાય છે એ મતલબની દરેક જગ્યાએ વાતો કરવી, વગેરે, પરંતુ વિહાના આવા બદલાયેલા વર્તન તરફ ઘરમાંથી કોઈએ ધ્યાન આપવા યોગ્ય સમજ્યું નહોતું એટલે વિહાને એવું દૃઢપણે લાગવા લાગ્યું હતું કે કોઈને પોતાની પરવા નથી. મમ્મી-પપ્પા, દાદા-દાદી કોઈ તેણીને પ્રેમ નથી કરતું અને એનું મુખ્ય કારણ તેનો નાનો ભાઈ છે એટલે વિહા ઘરમાં અતડી રહેવા લાગેલી, વારંવાર બેધ્યાનપણું દાખવતી તેમ જ થોડું રૂક્ષ વર્તન કરતી થઈ ગયેલી. મમ્મી જરા એવું નાના ભાઈ પર વધુ ધ્યાન આપે કે પપ્પા ભાઈનાં વખાણ કરે ત્યાં તો વિહા અંદરથી કાળઝાળ થઈ ઊઠે. ધીરે ધીરે એ અદેખાઈ વધતી ચાલી અને
એક દિવસ કંટાળીને જોરથી તેણે તેના ભાઈને નજીવી વાતમાં તમાચો ઠોકી દીધો. આવું રૌદ્ર સ્વરૂપ વિહાના મને ક્યારે ધારણ કરી લીધું એનો અન્યોને તો ઠીક, પરંતુ ખુદ વિહાને પણ ખ્યાલ
નહોતો રહ્યો.
વિહા તો ખેર હજુ તેની તરુણાવસ્થાનાં શરૂઆતનાં વર્ષોમાં પ્રવેશેલી એટલે કોઈ વિજાતીય સંબંધો, પ્રેમ, આકર્ષણ જેવા ભાવો તેના પર હાવી થયેલા નહોતા, પરંતુ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કાવ્યા માટે ઈર્ષ્યામાત્ર મિત્ર કે ભાઈ-બહેન સુધી સીમિત ન રહેતાં પોતાના બોયફ્રેન્ડ અને તેની સાથેના સંબંધો સુધી વિસ્તરી ગઈ હતી. સામેવાળાને અકળામણ તો ઠીક, પરંતુ ગૂંગળામણ થઈ ઊઠે એ હદે માત્ર પોતાની ઈર્ષ્યાને છાવરવા સતત માલિકીભાવ જતાવતી રહેતી કાવ્યાના એ સંબંધો લાંબા ટકતા નહીં અને એ કારણે જ તેનામાં એક અલગ પ્રકારની હીન વૃત્તિ પ્રવેશેલી કે જેમાં તેણે તુરંત જ ઈર્ષ્યાને તાબે થવું પડતું. કાવ્યાની જ બેચ મેટ મિશ્કાને જોકે આવા કોઈ સંબંધોમાં રસ નહોતો, કોલેજની બાસ્કેટબોલ ટીમની કેપ્ટન મિશ્કા માટે પોતાના કરતાં કોઈ સારું રમવું જ ન જોઈએ એવી છૂપી જીદ હતી જેના કારણે એ સતત અન્ય ખેલાડીઓ સામે ઈર્ષ્યાની આગમાં બળ્યા કરતી.
અમેરિકન સાઈકિયાટ્રિક સોસાયટીના એક સર્વે મુજબ તરુણાવસ્થા દરમિયાન ઈર્ષ્યાભાવ ઉત્પન્ન થવો એ છોકરાઓ કરતાં છોકરીઓમાં વધુ જોવા મળે છે. આવું થવાનાં કોઈ વિજ્ઞાનિક કારણો નથી હોતાં, પરંતુ સંબંધોમાં અપેક્ષા રાખવાની તીવ્રતા છોકરીઓમાં વધુ જોવા મળે છે જેના કારણે તેમની અંદર આવા ઈર્ષ્યા જેવા નેગેટિવ ઈમોશન્સ પણ વધારે જોવા મળે છે. બીજા લોકો પોતાના માટે શું વિચારે છે, શું બોલે છે, કઈ રીતે જુએ છે આ દરેક બાબતોની પરવા પણ છોકરીઓ જ વધુ કરતી જોવા મળતી હોય છે.
જ્યારે આ પ્રકારના ઈર્ષ્યાભાવ ટીનેજર યુવતીઓના સંબંધમાં પ્રવેશે છે ત્યારે તેઓ એક પ્રકારના ઈમોશનલ રોલર કોસ્ટરમાં બેઠી હોય તેવી અનુભૂતિ થવાની શરૂઆત થાય છે.
આપણાં શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે
ઇૃશ્ર્રૂી ઢૈઞિ ણ ર્લૈટૂર્શ્ર્ીં ઇૃં઼ળજ્ઞઢણળજ્ઞ રુણટ્ટ્રૂળયાજ્રઇંર્ટીં ક્ષફધળક્ક્રૂળજ્ઞક્ષઘમિિ ખ રજજ્ઞટજ્ઞ રુણટ્ટ્રૂડર્ળ્ીં રુઈંટર્ળીં
ઈર્ષ્યા, ઘૃણા, અસંતોષ જીવનમાં માત્ર દુ:ખ જ આપે છે, તેમ છતાં આપણે કોઈ તેનાથી બચી શકતા નથી, પરંતુ ઈર્ષ્યાનાં મૂળ જો ઊગતાં જ ડામી દેવામાં આવે તો જીવનભર તેના કારણે
ઉદ્ભવતા દુ:ખની પીડાને ઘણા ખરા અંશે નાથી શકાય છે. ખાસ કરીને આજની તરુણીઓ જ્યારે સ્ત્રી બનશે ત્યારે ઈર્ષ્યાને પોતાના પર હાવી ન થવા દેવાની ક્ષમતા તેને જીવનમાં ઘણી આગળ
લઈ જશે.
જે તરુણીઓમાં ઈર્ષ્યાભાવ સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે તેઓમાં એકલતા, આક્રમકતા, અકળામણ કે આત્મસન્માનનો અભાવ અન્યો કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ જલદીથી મિત્રો બનાવી શકતી નથી અને જો એકાદ મિત્ર બની પણ જાય તો અજાણપણે તેને પઝેસિવનેસના ભારથી કચડી નાખે છે.
પરંતુ ઈર્ષ્યાભાવ જેવા નેગેટિવ ઈમોશન્સ દ્વારા પણ જાતને કંઈક નવું શીખવાડી શકાય છે ખરા?હા, જો તમને કોઈના અચીવમેન્ટથી કે કોઈના પ્રોગ્રેસથી ઈર્ષ્યા આવતી હોય તો એવા દરેક પોઈન્ટ્સનું એક લિસ્ટ બનાવવું અને એને પોતાના જીવનમાં પૂરા કરવાના પ્રયત્નો કરવાથી આગળ વધી શકાય છે અને ધીમે ધીમે ઈર્ષ્યાભાવથી છુટકારો પણ મેળવી શકાય છે. ઉપરાંત, કોઈ એક જ વ્યક્તિ કે અમુક મિત્રો પર જ નિર્ભર રહેવાને બદલે પોતાની આસપાસનું વર્તુળ મોટું કરવાથી અમુક લોકો પરની નિર્ભરતા ઘટતાં ઈર્ષ્યાને ઘટાડી શકાય છે એટલું જ નહીં, પણ અન્યો પાસે જે છે એનાથી અભિભૂત થવાને બદલે તમારો પોતાનો એક અલગ આયામ ઊભો કરતાં જો શીખી જવામાં આવે તો જીવનભર તેના ફાયદાઓ મેળવી શકાતા હોય છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.