મેઘધનુષ્ાી વ્યક્તિત્વને નિખારતો ‘જાદુનામા’ નામનો કરિશ્મા
ફિલ્મનામા -નરેશ શાહ
જો સમજદાર માણસની જેમ મારી સોચમાં એક ઠરેલપણું હોત અને જીવનની દરેક બાબતને કડવાશ વગર જોઈ શક્તો હોત તો કદાચ, અમારી શાદી તૂટી ન હોત મૈં ઐસા ક્યૂં હું – જેવું ગીત લખનારા જાવેદ અખ્તરના આ શબ્દો છે. હા, સલીમ જાવેદવાળા જાવેદ અખ્તર. પોતાની પ્રથમ શાદી, પ્રથમ પત્ની હની ઈરાની અને પુત્રી ઝોયા અખ્તર તેમજ પુત્ર ફરહાન અખ્તરની માતા સાથેના તૂટી ગયેલાં લગ્નજીવન પાછળનાં કારણો આપતા તેઓ કહે છે.
તૂટી ગયેલી આ શાદી વિષ્ો હની ઈરાનીને પણ કંઈક
કહેવાનું છે, મારી માએ તો પહેલેથી જ આ લગ્નનો વિરોધ કરેલો અને સહમતિ આપતા કહેલું પણ ખરું કે, આ લગ્ન કાંઈ ટકવાનું નથી…
એ ૧૯૭૦ નું વરસ હતું. (સલીમ-) જાવેદે હજુ તોતિંગ સફળતાનો સ્વાદ ચાખ્યો નહોતો. સ્વભાવમાં બંડખોરી હતી અને ખિસ્સાં ફાકા-મસ્તીથી છલોછલ હતા. સીતા ઔર ગીતા ફિલ્મના સેટ પર જાવેદ અખ્તર પ્રથમ વખત હની ઈરાનીને મળ્યા અને પછી બન્ને પરણી ગયા પણ જાણે લગ્ન ફળ્યાં.
જંજીર, સીતા ઔર ગીતા અને હાથી મેરે સાથી પછી સફળતા (સલીમ-) જાવેદના ઘરનું તોરણ બની ગઈ. સક્સેસે જાણે જેકપોટ જીતવાનું શરૂ કરી દીધું. હની ઈરાની કહે છે કે, એ વખતે જાવેદસાહેબે અત્યધિક પીવાનું શરૂ કરી દીધું. સાંજે શરૂ થયું હોય તો તેમનું શરાબ પીવાનું સવાર સુધી ચાલવા લાગ્યું અને… આ ચીજે તકલીફ સર્જવાની શરૂઆત કરી
દીધી. સવાર સુધી (દોસ્તો સાથે) ચાલતી ડ્રિન્ક પાર્ટીનો વિરોધ કરું તો તેઓ બહાર જઈને પીવા લાગ્યા. એ પણ જોખમી જ હતું. કેટલીય વખત તેમણે એક્સિડન્ટ ર્ક્યા અને સફળતાની સૌથી મોટી મર્યાદા એ છે કે તમારી આસપાસ ગલત લોકોનું ઝૂંડ ઊભું કરી દે છે.
… અને હની ઈરાનીથી અલગ થઈને પછી જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે જીવવાનું શરૂ ર્ક્યું, પરંતુ હની-જાવેદ-શબાનાની ટ્રાયોલોજીમાં ક્યાંય બિટરનેસ આવી નહીં, એ વાત માટે તો ખરેખર ત્રણેયની પ્રશંસા કરવી પડે. જાવેદ અખ્તર તો કહી ચૂક્યા છે કે, જે સમજદારી અમે (હની-જાવેદે) શાદી પછી રાખી, એ પહેલાં રાખી હોત તો કદાચ, એ તૂટી જ ન હોત.
કેટલાંક સંબંધો હોય છે જ એવા કે તેની આંટીઘૂટીનો છેડો ત્યારે જ મળે, જયારે છેડો ફાટી ગયો હોય છે. એ પછીની બધી ફિલોસોફી, એનાલિસિસ તો માત્ર બીજા માટેની પ્રેરણા અથવા બોધપાઠ બનીને રહી જાય છે.
શાદી તૂટવાના પચાસ વરસ પછી હની ઈરાનીનું આ વિશ્ર્લેષ્ાણ વાંચો : “કુછ લોગ બહુત અચ્છે દોસ્ત બનને લાયક હોતે હૈ, હમ ઉનકો હસબંડ યા વાઈફ બના લેતે હૈ.
તાજ્જુબીની વાત એ છે કે, અહીં તમે વાંચ્યા એ જાવેદ
અખ્તર-હની ઈરાનીના શબ્દો-સોચ અલગ-અલગ જગ્યાએ
પ્રગટ થયા નથી, બલ્કે જાવેદ અખ્તર પર લખાયેલાં પુસ્તક જાદુનામામાં પ્રગટ થયા છે અને આ વાત જાદુનામા (મંજૂલ પબ્લિકેશન, કિંમત: ૧૯૯૯ રૂપિયા) ના લેખક અરવિંદ મંડલોઈને કહેવામાં આવી છે.
ફોર કલરમાં પ્રસિદ્ધ થયેલાં જાદુનામા (જાવેદ અખ્તરનું
હુલામણું નામ જાદુ છે) પુસ્તકની એવરેજ કોસ્ટ કાઢીએ તો તેનું પ્રત્યેક (૩પ૮ પાના) પાનું પાંચ રૂપિયાને સાંઈઠ પૈસાની
કિંમતનું છે પણ તેની લખાવટ, પ્રસ્તુતિ તેમજ આધારભૂતતા એવી નક્કર છે કે જાદુનામા ગુજરાતી લ્હેજામાં કહીએ તો પૈસા વસૂલ પુસ્તક છે.
સામાન્ય રીતે ત્રીજી વ્યક્તિ પુસ્તક લખે ત્યારે કંઈક કાંચું રહી જવાની સંભાવના રહે છે કારણકે લખવા માટે જે-તે વ્યક્તિએ તમને ઈંજન આપ્યું હોતું નથી.
જાદુનામા પુસ્તકના લેખક માત્ર અરવિંદ મંડલોઈ છે એટલે
(કમ સે કમ, આ લખનારને) એવી છાપ પડે કે અમુક વાતોની ખરાઈ કરવામાં આવી નહીં હોય અથવા અમુક મુદ્દા ઈરાદાપૂર્વક જાજમ નીચે મૂકી દેવાયા હશે પણ જાદુનામામાં એવું હરગીઝ થયું નથી.
અહીં જાવેદ અખ્તરના જ શબ્દમાં તેમના જન્મથી લઈને ર૦રર સુધીની યાત્રા કરાવવામાં આવી છે, એટલું જ નહીં – પૂર્વપત્ની હની ઈરાનીથી માંડીને શબાના આઝમી, ઝોયા-ફરહાન અખ્તર, કરણ જાહેર, સુભાષ્ા ઘઈ, રહેમાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો જાવેદ અખ્તરની વિશિષ્ટતા તેમજ તેમની સાથેના અનુભવની વાત કરે છે. આનંદના સેટ પર જાવેદને પ્રથમ વખત મળેલાં અમિતાભ
બચ્ચન કહે છે, (દીવાર ફિલ્મ પછીના) એ દૌરમાં એક્વાર એક જર્નાલિસ્ટે મને પૂછેલું કે, તમે સલીમ-જાવેદ સાથે આટલી બધી (૧૩ જેટલી ફિલ્મો સલીમ-જાવેદ અને અમિતાભ બચ્ચનની છે) ફિલ્મો કરો તો છો પણ જો સલીમ-જાવેદ ફેઈલ થઈ ગયા તો શું થશે?
મેં કહેલું : “જો સલીમ-જાવેદ ફેઈલ થઈ જશે તો અમિતાભ બચ્ચન પણ ફેઈલ થઈ જશે.
જાવેદ અખ્તરને પર્સનલી એમ લાગે છે કે અમિતાભ બચ્ચને મીલી ફિલ્મમાં જે અભિનય ર્ક્યો છે, એ બેનમૂન છે પણ એ ફિલ્મની જોઈએ એટલી નોંધ લેવામાં આવી નથી. મીલી ફિલ્મ સલીમ-જાવેદે નહીં પણ રાહી માસુમ રઝા, બિમલ દત્તા અને મોહિની સિપ્પીએ લખી હતી પણ…
જાદુનામામાં સલીમ-જાવેદ નામની જોડીના બે્રકઅપની વાતો પણ છે, જેની વાત થશે નેકસ્ટ વીક.