એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા કવિ અને લેખક જાવેદ અખ્તરે ફરી એક વખત પડોશી દેશ પાકિસ્તાન પર ટિપ્પણી કરી હતી. અખ્તરે આ કાર્યક્રમમાં પોતાની પાકિસ્તાન યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
આ અનુભવ વિશે તેમણે જણાવ્યું હતું કે હાલમાં જ હું એક ફેસ્ટિવલ માટે પાકિસ્તાન ગયો હતો અને ત્યાં મારું ખૂબ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં એક મહિલાએ મને સવાલ કર્યો કે અમે લોકો તો તમને ખૂબ સારી રીતે મળીએ છીએ, ખૂબ સારા સમજીએ છીએ પણ તમારે ત્યાં દરેક પાકિસ્તાનીને આંતકવાદી સમજવામાં આવે છે. ત્યારે મેં એમને કહ્યું કે તમે જરા તમારા રેકોર્ડને સુધારી લો. અમારે ત્યાં પણ તમારા દેશથી ઘણા લોકો આવ્યા છે અને અમે લોકોએ પણ એમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે અને માન-સન્માન આપ્યું છે.
આગળ પોતાના આ અનુભવ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વાત એટલેથી નથી પતી. અમારા તરફથી આવું કંઈ જ નથી, પરંતુ તમારે ત્યાં લતા મંગેશકરજીનો એક પણ કાર્યક્રમ યોજાયો નથી. અમે તમને આતંકવાદી નથી સમજતાં. હું મુંબઈનો રહેવાસી છું અને અમારા શહેરમાં શું થયું એ તમે ખૂબ જ સારી રીતે જાણો છો અને એ લોકો નોર્વે અને ઈજિપ્તથી નહોતા આવ્યા. એ લોકો અહીં જ ફરી રહ્યા છે. જો અમને તમારી સામે ફરિયાદ છે તો તમારે એનાથી દુઃખી થવાની જરૂર નથી. હું પાકિસ્તાનથી જ્યારે ભારત આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે કોઈ વર્લ્ડ વોર જિતીને આવ્યો છું.
એટલું જ નહીં આ કાર્યક્રમમાં જાવેદ અખ્તરે એવું પણ કહી દીધું હતું કે જ્યારે માનવી ભૂલો કે હ્યુમન બ્લંડર પર કોઈ પુસ્તક લખાશે તો એમાં પાકિસ્તાનનું નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવશે. આનું કોઈ લોજિક નહોતું, તર્ક નહોતો… પાકિસ્તાનના આર્થિક સંકટ પર વાત કરતાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે મને એવું તો કંઈ ત્યાં દેખાયું નહીં. આપણે ત્યાં તો ઝૂંપડપટ્ટી તરત જ દેખાઈ જાય છે, પણ ત્યાં મને એવું કંઈ દેખાયું નહીં કે પછી શક્ય છે કે છુપાવી રાખી હોય…
પાકિસ્તાનનું નિર્માણ એ સૌથી મોટી માનવી ભૂલ… જાણો કોણે કહ્યું આવું
RELATED ARTICLES