Jasprit Bumrah

રોહિતના હાથમાંથી કેપ્ટન્સીની કમાન છૂટી, આ બોલરને મળી ટીમ લીડ કરવાની ટક

સ્પોર્ટસ

Mumbai: ઈંગ્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવતાં મોટો ઝટકો લાગ્યો હોવાથી તે એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની જગ્યા જસપ્રીત બુમરાહને આપવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી છે.
રોહિત શર્મા બીજી વાર કોરોના પોઝિટિવ આવતાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી શકે તેમ ન હોવાથી જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની હતી, પરંતુ તે સમયે કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને પાંચમી મેચ નહોતી રમાઈ. હાલમાં આ સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી આગળ છે.
હવે આ પાંચમી મેસ્ટ બર્મિંઘમમાં રમાશે. જેમાં બુમરાહની કેપ્ટન્સી હેઠળ શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કે. એસ. ભરત, મયંક અગ્રવાલ, રવિંદ્ર જાડેજા, આર. અશ્વીન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ રમશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.