જસ્સીએ અપાવી યુવરાજની યાદ! કેપ્ટન બનતાની સાથે બુમરાહે બનાવ્યો રેકોર્ડ, એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Mumbai: ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની મેચમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. એક ઓવરમાં સૌથી વધુ 35 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને પહેલી ઈનિંગમાં 416 રન બનાવ્યા હતાં. તેમાં પહેલી વાર કેપ્ટનનું સુકાની પદ સંભાળી રહેલા જસપ્રીત બુમરાહે એક ઓવરમાં 35 રન બનાવ્યા હતાં. જોકે, આ ક્ષણે યુવરાજ સિંહની યાદ અપાવી હતી. નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે એક ઓવરમાં છ સિક્સ ફટકારીને 36 રન બનાવ્યા હતાં. આજે બુમરાહે યુવરાજની યાદ અપાવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો અનોખો રેકોર્ડ બુમરાહે બનાવ્યો છે.
18 વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી બ્રાયન લારાએ એક ઓવરમાં 28 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ઈંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બુમરાહે કેવી રીતે બનાવ્યા 35 રન
પહેલો બોલઃ ફોર
બીજો બોલઃ વાઈડ જતાં પાંચ રન બન્યા
ત્રીજો બોલઃ નો બોલ પર સિક્સ
ચોથો બોલઃ ફોર
પાંચમો બોલઃ સિક્સ
છઠ્ઠો બોલઃ એક રન

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.