જસપ્રીત બુમરાહે લારાનો વિક્રમ તોડ્યો

દેશ વિદેશ

એક જ ઑવરમાં ૩૫ રન કરાયા

બર્મિંગહામ: ભારતીય ટીમના કૅપ્ટન જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રૉડની એક જ ઑવરમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૨૯ રન ફટકારી વિશ્ર્વવિક્રમ કર્યો હતો. ભારતીય બૅટ્સમેનોએ મૅચની ૮૪મી ઑવરમાં વાઈડ બૉલમાં પાંચ રન અને નૉ બૉલના એક રન સહિત કુલ ૩૫ રન બનાવ્યા હતા, જે પણ એક વિક્રમ હતો. એક ઑવરમાં નોંધાયેલા ૩૫ રનમાંથી બુમરાહે ૨૯ રન બનાવ્યા હતા.
બ્રૉડે એક જ ઑવરમાં પાંચ વાઈડ અને એક નૉ બૉલ નાખ્યો હતો. બુમરાહે ચાર ચોગ્ગા, બે છગ્ગા અને એક સિંગલ રનની મદદથી ૨૯ રન બનાવ્યા હતા.
ભારતીય બૅટ્સમેનોએ મૅચની ૮૪મી ઑવરમાં કુલ ૩૫ રન બનાવ્યા હતા, જેમાંથી બુમરાહે ૨૯ રન બનાવ્યા હતા. ટેસ્ટક્રિકેટની આ અત્યાર સુધીની સૌથી મોંંઘી ઑવર હતી.
અગાઉ આ વિક્રમ વૅસ્ટ ઈંડીઝની ટીમના ધુરંધર ખેલાડી બ્રાયન લારાના નામે હતો.
લારાએ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં અગાઉ એક જ ઑવરમાં ૨૮ રન ફટકાર્યા હતા. ૧૮ વર્ષ સુધી આ વિક્રમ લારાના નામે રહ્યો હતો.
વર્ષ ૨૦૦૩-૦૪માં લારાએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મૅચમાં લૅગ સ્પિનર રૉબિન પીટરસનની એક જ ઑવરમાં ૨૮ રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી જ્યૉર્જ બૅઈલીએ જૅમ્સ ઍન્ડરસનની અને કેશવ મહારાજે જૉ રૂટની એક ઑવરમાં ૨૮ રન ફટકાર્યા હતા, પરંતુ બાઉન્ડરીની સંખ્યાને મામલે તેઓ લારા કરતા પાછળ હતા.
ટેસ્ટક્રિકેટમાં એક જ ઑવરમાં સૌથી વધુ રન કરનાર
જસપ્રીત બુમરાહ (બૉલર સ્ટુઅર્ટ બા્રૅડ)- ૩૫ રન-વર્ષ ૨૦૨૨
બ્રાયન લારા (બૉલર રૉબિન પીટરસન)- ૨૮ રન-વર્ષ ૨૦૦૩
જ્યૉર્જ બૅઈલી (બૉલર જૅમ્સ ઍન્ડરસન)- ૨૮ રન- વર્ષ ૨૦૧૩
કેશવ મહારાજ (બૉલર જૉ રૂટ)- ૨૮ રન- વર્ષ ૨૦૨૦. (એજન્સી)
———-
૮૩.૧ ઑવર: ચોગ્ગો,
૮૩.૨ ઑવર: પાંચ વાઈડ,
૮૩.૨ ઑવર: છગ્ગો અને (નૉ બૉલ),
૮૩.૨ ઑવર: ચોગ્ગો,
૮૩.૩ ઑવર: ચોગ્ગો,
૮૩.૪ ઑવર: ચોગ્ગો,
૮૩.૫ ઑવર: છગ્ગો,
૮૩.૬ ઑવર: એક રન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.