કતારમાં ફિફા વર્લ્ડ કપની ‘ઈ’ ગ્રૂપની રવિવારે જાપાન સામે રમાયેલી મૅચ કોસ્ટારિકાએ ૧-૦થી જીતી હતી. (ડાબેથી જમણે) ૧) કતારમાં રવિવારે અહમદ બિન અલી સ્ટેડિયમ ખાતે જાપાન અને કોસ્ટારિકા વચ્ચેની ‘ઈ’ ગ્રૂપની મૅચ દરમિયાન કોસ્ટારિકાના જૉએસ કૅમ્પબેલ (જમણે) અને જાપાનના રિત્સુ ડૉએન વચ્ચે બોલ માટે ખેંચતાણ થઈ હતી. ૨) ગોલ ફટકાર્યા બાદ ઉજવણી કરી રહેલો કોસ્ટારિકાની ટીમનો ખેલાડી કૅશેર. ૩) ગોલ અટકાવવાનો પ્રયાસ કરી રહેલો કોસ્ટારિકાનો ગોલકીપર કૅલોર નૅવાસ. (એજન્સી)