લગ્ન બાદ પતિ-પત્ની એક જ રૂમમાં, એક જ બેડ પર ઊંઘે છે, આ ખૂબ જ સ્વાભાવિક અને કુદરતી છે. દુનિયાના એક દેશમાં આ સ્વાભાવિક નથી અને અહીં લગ્ન બાદ પતિ-પત્ની સાથે નહીં પણ અલગ અલગ રૂમમાં સૂવે છે. જાપાનમાં આવી વિચિત્ર પરંપરા કેમ છે એ વિશે જાત જાતના તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. અનેક જાપાની કપલ્સને એવું લાગે છે કે અલગ અલગ ઊંઘવું એ એમના માટે સારું છે.
જાપાનના કપલ્સની લાઈફ સ્ટાઈલ અન્ય દેશોની સરખામણીએ ખૂબ જ અલગ છે. લોકો અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે. પતિ-પત્ની બંને કામ કરે છે ત્યારે તો પરિસ્થિતિ જરા વધારે અઘરી થઈ જાય છે.
લોકો ઈન્ટરનેટ પર જાપાનની આ વિચિત્ર પરંપરા પાછળ શું કારણ હોઈ શકે એની ચર્ચા કરી રહ્યા છે. બંટી સિંહ નામના યુઝરે લખ્યું છે કે જાપાનમાં સત્તાવાર રીતે લગ્ન થયા બાદ પણ પતિ-પત્ની એક સાથે નથી સૂતા અને આ પાછળનુંકારણ એટલે તેમની ઉંઘ. ત્યાંના લોકો જેમ કામને વધારે મહત્ત્વ આપે છે એ જ રીતે ઊંઘને પણ મહત્ત્વ આપે છે. ક્વાલિટી સ્લિપિંગને કારણે લગ્ન થયા બાદ પણ લોકો અલગ અલગ રૂમમાં ઉંઘે છે. પાર્ટનરની નસકોરા બોલાવવાની ટેવ કે અન્ય કોઈ પણ વિચિત્ર આદતને કારણે ઊંઘમાં ખલેલ ન પડે એવો મત આ કપલ્સનો છે.
જ્યારે અચિંત નાથ સક્સેનાએ લખ્યું છે કે વિવાહિત દંપતિને એક જ પલંગ પર સાથે ઊંઘવું જોઈએ એ પરંપરા પશ્ચિમી દેશોમાંથી જ આવી છે, જ્યાં લગ્નનો આધાર શારીરિક સંબંધ અને રિલેશન છે. પૂર્વ તરફના દેશમાં જ્યાં લગ્ન એ પર્સનલ રિલેશનશિપની સાથે સાથે પારિવારીક અને સામાજિક જવાબદારીઓ એવો થાય છે. ત્યાં પરણિત યુગલ માટે એક સાથે રહેવા માટે બેડ શેર કરવાનું ફરજિયાત નથી. ભારતમાં પારંપારિક વિચારસરણીવાળા પરિવારમાં પતિ-પત્ની એક જ પલંગ પર સૂતેલા નહીં જોવા મળે.
આ બધું હોવા છતાં આ તો લોકો દ્વારા લગાવવામાં આવેલા તર્ક જ છે. આ માહિતીમાં કેટલું તથ્ય અને સત્ય છે એ બાબતની કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી.