Homeટોપ ન્યૂઝFIFA વર્લ્ડકપમાં બીજો અપસેટ: જાપાને ચાર વખતની ચેમ્પિયન ટીમ જર્મનીને હરાવી

FIFA વર્લ્ડકપમાં બીજો અપસેટ: જાપાને ચાર વખતની ચેમ્પિયન ટીમ જર્મનીને હરાવી

 

દોહાઃ અહીંના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે જર્મની અને જાપાનની વચ્ચેની પાંચમી મેચમાં ચાર વખતની ચેમ્પિયન ટીમ જર્મનીને જાપાને 2-1થી હરાવીને બે એશિયાઈ ટીમે સૌથી મોટા અપસેટ સર્જયાં છે.

ગ્રુપ-ઈની બુધવારે સૌથી પહેલી મેચ રમાઈ હતી. આ મેચમાં જાપાનની ટીમે ચાર વખતની વિજેતા ટીમ જર્મનીને 2-1થી હરાવી છે. જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટો અપર્સેટ સર્જયો છે. મંગળવારે સઉદી અરેબિયાએ આર્જેન્ટિનાની ટીમને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જયો હતો.

જાપાને ફૂટબોલ વર્લ્ડકપમાં બુધવારે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો, જેમાં ગ્રુપ ઈમાં જર્મનીને 2-1થી હરાવ્યું હતું. ચાર વખતની ચેમ્પિયન જર્મનીની ટીમને મેચમાં પહેલો ગોલ કર્યા પછી હારી ગયું હતું. જર્મનીએ પહેલા હાફટાઈમમાં 1-0થી આગળ હતું, પરંતુ જાપાને બીજા હાફમાં આખી ગેમને પલટી નાખી હતી. જાપાનના રિત્સુ દોઆને 75મી મિનિટ અને 83મી મિનિટે ગોલ કર્યો હતો, જ્યારે જર્મની વતીથી એલ્કાઈ ગુંડોઅને 33મી મિનિટે ગોલ કર્યો હતો.

ફિફા વર્લ્ડકપમાં જર્મનીની ટીમ ચાર વખત વિજેતા બની છે અને 2014માં ફિફા વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. જોકે, વર્ષ 2018માં જર્મની ફિફા વર્લ્ડકપના પહેલા રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. જાપાન આ વખતે સતત સાતમી વખત વર્લ્ડકપ માટે કવોલીફાય કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular