બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહનવી કપૂરના નામથી હવે કોઈ અજાણ્યા નથી. બોલીવુડમાં બહુ ટૂંક સમયમાં પોતાનું નામ કમાવી લીધું છે, જેમાં તાજેતરમાં હિન્દી ફિલ્મ મિલી ફ્લોપ રહી હતી, પરંતુ હવે નેટફિલ્કસ પર ટ્રેડિંગમાં નંબર વન પર બાજી મારી હોવાનું કહેવાય છે.
ગયા વર્ષે ચોથી નવેમ્બરે થિયેટરમાં મિલી ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. વાસ્તવિક ઘટના આધારિત આ ફિલ્મને લોકપ્રિયતા મળી નહોતી અને દર્શકોને પણ જાણે પસંદ આવી નહોતી. આમ છતાં હવે આ ફિલ્મને નેટફિ્લકસ પર રિલીઝ કરવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં ટ્રેડિંગમાં પહેલા નંબરે પહોંચી છે અને નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો છે અને હવે આ મુદ્દે જાન્હવી કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મારફત જાહેરાત કરી છે.
ઓટીટી પ્લેટફોર્મ નેટફિલક્સ પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો જાહનવી કપૂરની મિલી, સોનાક્ષી સિંહા અને હુમા કુરૈશીની ડબલ એક્સેલ અને સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની સુપરહિટ ફિલ્મ ડીએસપી સામેલ છે, જેમાં મિલીએ બાજી મારી છે.