24મી ફેબ્રુઆરી, 2028ના શ્રીદેવીએ દુબઈમાં છેલ્લાં શ્વાસ લીધા. તેની વિદાયને પાંચ વર્ષનો સમય પસાર થઈ ગયો છે. એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે તે પરિવાર સાથે દુબઈ ગયા હતા. હાલમાં જ જ્હાન્વી કપૂરે સોશિયલ મીડિયામાં મમ્મીને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં જ્હાન્વીએ મમ્મી સાથેનો તેનો એક ફોટો પણ શેયર કર્યો હતો અને લખ્યું હતું કે મમ્મી હું આજે પણ તને બધે જ શોધી રહી છું…
View this post on Instagram
જહાન્વીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આગળ પોસ્ટમાં જ્હાન્વીએ લખ્યું છે કે હું આજે જે પણ કરું છું એ જોઈને તને ચોક્કસ જ અભિમાન થશે અને હું જે કંઈ પણ કરું છું એની શરુઆત તારાથી જ થાય છે અને એનો અંત પણ તારાથી જ થાય છે. જહાન્વીને આ પોસ્ટ પર અત્યાર સુધી અનેક લોકોએ કમેન્ટ્સ અને લાઈક કરી છે.
આથિયા શેટ્ટી, વરુણ શર્મા, કરણ જોહર, મનીષ મલ્કહોત્રા, રકુલ પ્રીત સિંહે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. જહાન્વીની સાથે સાથે બોની કપૂરે પણ શ્રીદેવીની યાદમાં એક પોસ્ટ શેયર કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જહાન્વી કપૂરની મિલી ફિલ્મ હાલમાં જ રીલિઝ થઈ હતી અને તેની આ ફિલ્મ સુપર ફ્લોર સાબિત થઈ હતી.
છેલ્લાં કેટલાક દિવસથી સતત એવી ચર્ચા થઈ રહી હતી કે જહાન્વી કપૂર સાઉથની એક ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે, પણ બોની કપૂરે આ બાબતે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું હાલમાં તો જહાન્વી કપૂર સાઉથમાં ડેબ્યુ કરવાની નથી કે ન તો તેની પાસે કોઈ ફિલ્મની ઓફર આવી છે.