જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ: શરીર પર કેરોસિન પણ છાંટ્યું, આત્મવિલોપન કરે પહેલા પોલીસે અટકાયત કરી

આપણું ગુજરાત

Jamnagar: રાજ્યભરમાં લમ્પી વાઇરનો કહેર યથાવત છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસને કારણે હજારો પશુઓના મોત થયા છે. ત્યારે સરકારની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે લમ્પી વાયરસને લઈને જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બેઠક ચાલી રહી હતી ત્યારે રોષે ભરાયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજાએ શરીર કેરોસિન પણ છાંટી દીધું હતું. આત્મવિલોપન કરે એ પહેલાં જ પોલીસે તેમને અટકાવી અટકાયત કરી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રપટેલ આજે જામનગર જિલ્લામાં લમ્પી વાઇરસના નિવારણ માટે થઇ રહેલી કાર્યવાહીનું નિરીક્ષણ કરવા જામનગર આવ્યા હતા. મુખ્યપ્રધાને સોનલનગર ખાતે બનાવાયેલા લમ્પી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ દરમિયાન જામનગર શહેર કોંગ્રેસ-પ્રમુખ દિગુભા જાડેજા કોંગ્રેસ મહામંત્રી સાથે પોતાની કાર લઇને કચેરીએ આવી પહોંચ્યા હતા. દિગુભા જાડેજાએ કેરબા ભરેલું કેરોસિન પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે.
જામનગર કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં હજારો ગૌવંશ વાયરસથી સંક્રમિત થયા છે ત્યારે સરકાર તરફથી ખુબ ધીમી ગતિએ રસીકરણ કરવા આવી રહ્યું છે પરિણામે દરરોજ મોટા પ્રમાણમાં ગૌવંશના મોત નીપજી રહ્યા છે. બીજી તરફ સરકાર પશુઓના મોતના આંકડાઓ પણ છુપાવી રહી છે. ત્યારે ગૌપ્રેમીઓ અને પશુપાલકોમાં રોષનો માહોલ ફેલાયો છે. આ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપ કરી સુતેલી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.