જમ્મુ-કાશ્મીરમાં સબ ઈન્સ્પેક્ટર(SI)ની ભરતી કૌભાંડના મામલામાં CBIએ દેશમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ અલગ ટીમ જમ્મુ, શ્રીનગર, હરિયાણા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગલુરુ અને દિલ્હીમાં તપાસ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર SSB પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ ખાલિદ જહાંગીર અને અશોક કુમારના નિવાસસ્થાન પર પણ તપાસ ચલુ છે.
જમ્મુ અને કાશ્મીરમાં સબ ઈન્સ્પેક્ટરોની ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઈએ ગત મહિને 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ કોચિંગ સેન્ટરના માલિક, બીએસએફના તત્કાલીન મેડિકલ ઓફિસર અને જમ્મુ અને કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (જેકેએસએસબી)ના અધિકારીઓ સહિત 33 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડે 27 માર્ચે પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લીધી હતી, જેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર સરકારે પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતા 33 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને તપાસ સમિતિની રચના કરી હતી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપી, જેકેએસએસબી, બેંગલુરુ સ્થિત ખાનગી કંપની, લાભાર્થી ઉમેદવારો અને અન્ય અધિકારીઓ વચ્ચે કાવતરું ધડાયું હતું અને એસઆઈની પોસ્ટ માટે લેખિત પરીક્ષાના આયોજનમાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હતી.

Google search engine