શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગમ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ હતી. ભારતીય સૈન્ય દ્વારા માત્ર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આતંકવાદીઓઓ ગોળીબાર શરુ કરતાં સૈન્યના જવાનોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો.
એક પોલીસ અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, બડગામના રેડબગ વિસ્તારમાં આતંકવાદીઓની છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. આ એન્કાઉન્ટર હજી પણ ચાલુ હોવાથી ત્રણ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ સુરક્ષા દળો સાથે થયેલાં એન્કાઉન્ટરમાં જવાનોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યાં હતા.
ત્રણ અઠવાડિયા પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના મુંજ માર્ગ વિસ્તારમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ બાદ લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. પોલીસનું કહેવું છે કે આ આતંકીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે.
… અને જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરશન ફેરવાયું અથડામણમાં!!
RELATED ARTICLES