જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક મોટો અકસ્માત થયો છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈને જતી બસ અનંતનાગમાં ચંદનવાડી પાસે ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ ભીષણ દુર્ઘટનામાં ITBPના 6 જવાનોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 37 અન્ય ઘાયલ થયા છે. આ જવાનો અમરનાથ યાત્રા દરમિયાન ફરજ પર હતા. અમરનાથ યાત્રાનું સમાપન થવાથી તેઓ તેમના મુકામે પાછા ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો.
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે માહિતી આપી છે કે બસમાં કુલ 39 કર્મચારી હતા, જેમાંથી 37 આઈટીબીપીના અને 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. બસની બ્રેક ફેલ થતાં તે રોડની બાજુમાં આવેલી નદીમાં પડી હતી. સૈનિકો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાના સમાચાર મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પહેલગામના ચંદનવાડી વિસ્તાર પાસે બસ નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં ITBPના 2 જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, બાકીના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 6 ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

દેશના રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે, અનંતનાગ, J&K ખાતે કમનસીબ અકસ્માતમાં ITBP જવાનોના અમૂલ્ય જાનનું દુ:ખદ નુકશાન મને દુઃખથી ભરી દે છે. શોકગ્રસ્ત પરિવારો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

The tragic loss of precious lives of ITBP personnel in the unfortunate accident at Anantnag, J&K fills me with sadness. My heartfelt condolences for the bereaved families. I pray for speedy recovery of the injured.

— President of India (@rashtrapatibhvn) August 16, 2022

“> 

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, ‘ચંદનવાડી નજીક બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં અમે અમારા બહાદુર ITBP જવાનોને ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના. ઘાયલ જવાનોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.’
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ITBP અને પોલીસ કર્મચારીઓને લઈ જતી બસના અકસ્માત વિશે જાણીને દુઃખ થયું. મારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના.

Google search engine