જમ્મુ-કાશ્મીર: પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી ફરી નજરકેદ, CRPFની ગાડી ઘરની બહાર તૈનાત, ગેટ પર તાળું મરાયું

ટૉપ ન્યૂઝ

જમ્મુ-કાશ્મીરના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી(PDP)ના વડા મહેબૂબા મુફ્તીને(Mehbooba Mufti) ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ સાથે મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર કાશ્મીરી પંડિતો(Kashmiri Pandit) પર થઇ રહેલા હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મહેબૂબા મુફ્તીએ એક ટ્વીટમાં લખ્યું, “ભારત સરકાર કાશ્મીરી પંડિતોની દુર્દશાને કાર્પેટ હેઠળ ધકેલી દેવા માંગે છે કારણ કે ભાગી જવાનું પસંદ ન કરનારાઓની સરકારની કઠોર નીતિઓને કારણે દુર્ભાગ્યપૂર્ણ ટાર્ગેટ કિલિંગ થઈ છે. સરકાર અમને દુશ્મન તરીકે જોઈ રહી છે, જેના કારણે મને નજરકેદ કરવામાં આવી છે.”

“>

અન્ય એક ટ્વીટમાં મહેબૂબા મુફ્તીએ લખ્યું કે, આજે ચોટીગામમાં સુનીલ કુમારના પરિવારને મળવાના મારા પ્રયાસોને વહીવટીતંત્રે નિષ્ફળ બનાવ્યા હતા. આ વહીવટીતંત્ર દાવો કરે છે કે અમને નજર કેદ કરવાનું અમારી પોતાની સલામતી માટે છે જ્યારે તેઓ પોતે ખીણના દરેક ખૂણામાં જાય છે.

“>

આ પહેલા મહેબૂબ મુફ્તીએ AAP વિરોધી દેખાવો માટે કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓના સમર્થનમાં વિરોધ પક્ષોને એક કરવામાં નિષ્ફળ રહી છે.
એક ટ્વીટમાં તેમણે કહ્યું, ‘દુઃખદ વાત છે કે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત હિતથી ઉપર ઊઠી શકી નથી. તે પોતે EDની કાર્યવાહીનો ભોગ બની છે, તેમ છતાં તે ભાજપના પ્રચારમાં સામેલ થઈ રહી છે.’
કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને તેમની ટોળકી વાસ્તવિક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે તેથી તેની સામે ન્યાયિક કાર્યવાહી થઇ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.