Homeટોપ ન્યૂઝજમ્મુ-કાશ્મીર: કુપવાડામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, એક અધિકારી સહિત 3 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, એક અધિકારી સહિત 3 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાનું એક પેટ્રોલિંગ વાહન ખીણમાં પડતાં એક અધિકારી સહિત ત્રણ જવાનો શહીદ થયા છે. આ ઘટના કુપવાડાના મછાલ સેક્ટરની છે, આર્મી પેટ્રોલિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો.
સેના તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓપરેશનલ કામ દરમિયાન ટ્રેક પર બરફ પડ્યો હતો જેના કારણે 1 જેસીઓ અને 2 જવાનોની ટીમનું વાહન લપસીને ઊંડી ખીણમાં પડ્યું હતું. માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ખીણમાંથી બહાર કઢાયા હતા.

“>

હાલ મછાલ સેક્ટરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કેટલાક ભાગોમાં એક ફૂટ સુધી બરફ જામી ગયો છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લેશિયર તૂટવાને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા. આ ઘટના પણ મછાલ સેક્ટરમાં જ બની હતી. પેટ્રોલિંગ દરમિયાન જવાનો પર બરફનો પહાડ પડ્યો તૂટી પડ્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા. જ્યારે અનેક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular