Homeદેશ વિદેશજામા મસ્જિદ છોકરીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ પાછો ખેંચવા સહમત

જામા મસ્જિદ છોકરીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ પાછો ખેંચવા સહમત

નવી દિલ્હી: દિલ્હીની જામા મસ્જિદે છોકરીઓના પ્રવેશ પર મૂકેલા પ્રતિબંધથી વિવાદ ઊભો થતાં તે આ આદેશ પાછો ખેંચવા સહમત થઇ હતી.
અગાઉ, મસ્જિદ દ્વારા તેના મુખ્ય દરવાજાની બહાર ‘છોકરીઓ’ ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસોની રાષ્ટ્રીય મહિલા આયોગે (એનસીડબ્લ્યુ) બુધવારે નોંધ લીધી હતી અને જાતે પગલાં લેવાનું નકકી કયુર્ં હતું.
આ નિર્ણયને તેમણે પ્રતિકૂળ અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો.
થોડા દિવસો પહેલા તારીખ વગરની આ નોટિસ ત્રણ મુખ્ય પ્રવેશદ્વારની બહાર લગાવવામાં આવી હતી.
મહિલા અધિકાર કાર્યકર્તાઓએ મસ્જિદના વહીવટ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ આદેશ આપણને સો વર્ષ પાછળ લઈ જાય છે. આ માત્ર પ્રતિકૂળ જ નથી, પરંતુ દર્શાવે છે કે આ ધાર્મિક જૂથો છોકરીઓ વિશે કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે. તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
મસ્જિદના વહીવટીતંત્રની નોટિસમાં લખવામાં આવ્યું છે કે જામા મસ્જિદમાં એકલી છોકરી અથવા છોકરીઓના સમૂહને પ્રવેશની પરવાનગી નથી. શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીના જણાવ્યા અનુસાર, હેરિટેજ સ્ટ્રક્ચરના પરિસરમાં કેટલીક ઘટનાઓ નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જામા મસ્જિદ એક પૂજા સ્થળ છે અને તેના માટે લોકોનું સ્વાગત છે, પરંતુ છોકરીઓ એકલી આવે છે અને તેમના પ્રેમીની રાહ જુએ છે. આ સ્થળ આ માટે નથી. એવી છોકરીઓ પર પ્રતિબંધ છે. (એજન્સી)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular