આતંકવાદી સંગઠન સાથે કનેકશનને લઈને સુરતમાં જલીલની સતત બીજા દિવસે પૂછપરછ

આપણું ગુજરાત

Surat: કર્ણાટકમાં આતંકવાદીઓ પકડાયા બાદ ATS અને NIA સતર્ક બની છે. ગઈ કાલે રવીવારની વહેલી સવારે ગુજરાત ATS અને NIA એ સ્થાનિક પોલીસને સાથે રાખી ગુજરાતના અમદાવાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં કેટલાક સ્થળોએ દરોડા પડી તપાસ હાથ ધરી હતી. તપાસ એજન્સીઓએ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાની આશંકાએ સુરત લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સની અટકાયત કરી હતી. પૂછપરછ બાદ મોડી સાંજે તેને છોડી દેવાયો હતો. આજે જલીલને ફરી બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીની તપાસમાં જલીલ સહિત અન્ય 3 નામ સામે આવ્યાં હતા. ધોરણ 10 પાસ જલીલ હાલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે.
મળતી માહિતી મુજબ NIAના સ્ટાફ દ્વારા જલીલને કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે. જલીલ યુપીમાં એક વર્ષ પહેલાં જમાતમાં ગયો હતો એ વખતે સંપર્કમાં આવ્યો હતો. જલીલ ધો-10 સુધી ભણેલો છે, હાલ તે મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે. અગાઉ જલીલ રિક્ષા ચલાવતો હતો અને સાથે કાપડ દલાલીનું પણ કામ કરતો હતો. જજીલ સાથે તેના મિત્ર ઉમરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બંનેનાં મોબાઈલના ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવશે.
NIAના સ્ટાફે જલીલના મોબાઇલમાંથી દેશવિરોધી પ્રવૃત્તિઓ બાબતેના કેટલાક પુરાવા એકત્ર કર્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. NIA કે ગુજરાત ATS દ્વારા વધુ માહિતી અપાઈ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.