રાજસ્થાનમાં પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને આપી તાલિબાની સજા, નિર્વસ્ત્ર કરીને પિટાઈ કરી અને પછી…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનના જેસલમેરમાં અમાનવીય વ્યવહારનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પ્રેમિકાને મળવા પહોંચાલા એક યુવકને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો હતો અને તેના વાળ પણ કાપી નાંખ્યા હતાં. આ મામલો મોહનગઢ વિસ્તારથી દૂર હમીરનાડાનો હોવાનું જાણાવ મળ્યું હતું,
સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયાં હતાં. શુક્રવારે છથી સાત આરોપી વિરુદ્ધ કેસ નોંધીને પોલીસ તપાસ કરી રહી છે. યુવક તેની પ્રેમિકાને મળવા આવી રહ્યો હોવાની વાતની જાણ થતાં તેમણે યુવક સાથે દુર્વવ્હાર કર્યો હતો અને તેની મોટરસાઈકલ પણ સળગાવી નાંખી હતી.

1 thought on “રાજસ્થાનમાં પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને આપી તાલિબાની સજા, નિર્વસ્ત્ર કરીને પિટાઈ કરી અને પછી…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.