જયપુરઃ એક પાંચ સંતાનોની માતા અને તેના પ્રેમીએ ત્રણ વર્ષની દીકરીની ગળું દાબીને હત્યા કરીને તેનો મૃતદેહ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવા પ્રકરણે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાળકીનો મૃતદેહ મંગળવારે હિંદુમલકોટ પોલીસ સ્ટેશનની હદમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. આ બાળકીની ઓળખ કરીને પોલીસ તેની માતા સુનિતા સુધી પહોંચી હતી. માતાએ જ સગી માતાએ દીકરી સાથે આવું કરતાં લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર સુનિતાને પાંચ સંતાન છે અને તેણે 16-17 જાન્યુઆરીની રાતે પોતાના પ્રેમીની મદદથી ત્રણ વર્ષની દીકરીનું ગળું દાબીને હત્યા કરી હતી. સુનિતા તેના પ્રેમી સન્ની ઉર્ફે માલતા સાથે શાસ્ત્રીનગરમાં રહેતી હતી. તેના ત્રણ દીકરા પતિ સાથે રહેતાં હતા જ્યારે ચાર અને ત્રણ વર્ષની દીકરીઓ તેની સાથે રહેતી હતી. 16-17 જાન્યુઆરીની રાતે તેણે ત્રણ વર્ષની દીકરી કિરણનું ચાદરથી ગળું દાબીને હત્યા કરી નાખી હતી. રાતના સમયે બંને જણ ગંગાનગર રેલવે સ્ટેશન ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગંગાનગર પોલીસ સ્ટેશનના વડાએ આ મામલે જણાવ્યું હતું કે મહિલા અને તેનો પ્રેમી સવારે 6.10 કલાકે ટ્રેનમાં બેઠા હતા અને ટ્રેન જેવી ફતુહી રેલવે સ્ટેશન નજીક આવેલી નદીના પુલ પર પહોંચી ત્યારે તેમણે ચાલુ ટ્રેનમાંથી જ કિરણનો મૃતદેહ ફેંકી દીધો હતો. પણ મૃતદેહ નદીમાં પડવાને પડવાને બદલે રેલવે ટ્રેક પર જ પડ્યો હતો અને તેને કારણે આ આખો ગુનો પ્રકાશમાં આવ્યો હતો. મૃતદેહ ફેંક્યા બાદ બંને જણ અબોહર રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાંથી બીજી ટ્રેન લઈને ગંગાનગર ખાતે પાછા ફર્યા હતા. તપાસના અંતે મૂળ ઉત્તર પ્રદેશના આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.