રાજસ્થાનની રાજધાની જયપુરમાં જ્યાં લોકો એક તરફ રંગોનો તહેવાર હોળીની ઊજવણીમાં વ્યસ્ત દેખાયા હતા, ત્યાં બીજી તરફ આ જ પિંક સિટીમાંથી એક કપલનો એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમારા મોઢામાંથી એક જ ઉદ્ગાર સરી પડશે કે ભાઈસાબ આ લોકોએ તો ભારે કરી… આ વીડિયો જયપુરના જવાહર સર્કલનો છે એવું કહેવાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી બુલેટની પેટ્રોલની ટાંકી પર બેઠી છે અને ખુલ્લેઆમ આ કપલ રોમાન્સ કરી રહ્યું છે કોઈએ તેમની આ પ્રેમલીલાને કચકડે કંડારી લીધી હતી.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે કોઈ કપલનો વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલાં પણ આવો જ એક વીડિયો અજમેરથી સામે આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ વીડિયો ક્યાંનો છે અને કોણ આ બાઈક ચલાવી રહ્યો છે આ બાબતને તપાસ હાથ ધરવામાં આવી છે.
હોળીના દિવસે આ કપલનો વીડિયો વાઈરલ થયો હતો અને કપલ એકદમ હોળીના અંદાજમાં રોમાન્સ કરતું જોવા મળી રહ્યો છે. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે, પણ હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી રહી. આ પ્રકારના વીડિયો વાઈરલ થવાને કારણે ફરી એક વખત શહેરની ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વીડિયોમાં યુવક કે યુવતી બંનેમાંથી કોઈ પણ જણે હેલ્મેટ પહેર્યું નથી. આવી ઘટના હવે વારંવાર સામે આવી રહી છે અને તેને કારણે પોલીસ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે.
હવે જયપુરમાં કપલ વટાવી તમામ હદ…
RELATED ARTICLES