જૈન સાધુની હિમાલય યાત્રા – આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
ઘડિયાળમાં ૧૨ વાગું વાગું થઈ રહ્યા હતા. પગ તો પાકીને હાથી થઈ ગયા હતા. નાભીરાજાનાં પગલીયા જવા માટે ૨ કિ.મી. સીધુ ચઢાણ ચઢવાનું હતું. વિચાર્યું હમણા નથી જવું. બપોર પછી વાત. બધાના ચહેરા ખીલી ગયા.
બધા એકમત થઈ પાછા ૧ કિ.મી. ચાલી ધર્મશાળા આવી ગયા. એ પછી તો ‘મં મં’ની તૈયારીઓ શરૂ કરવામાં આવી. અહીં કંઈ ભોજનશાળા ચાલુ નથી. સાથે આવેલ માણસો જ બધુ બનાવે અને વાપરે. માણસો તો બધા અમારી સાથે હતો. એક લાભભાઈ આવ્યા ન હતા. અમારા ગયા પછી ખબર પડી કે થોડી-થોડી તૈયાર ચાલુ થઈ ગઈ છે. એકાસણાને ન્યાય આપતા ૩ વાગી ગયા. હવે તો અશક્તિ હજુ વધી ગઈ.
ચરણ પગલે જઈ શકયા નહીં. જો કે ઠંડી પણ ઘણી હતી. ગઈકાલે હર્ષિત અને તેના મમ્મી – પપ્પા વિજયવાળાથી આવ્યા હતા. એક દિવસ રોકાયા. એટલી બધી ઠંડીનાં કારણે બીજા દિવસે સવારે વિદાય થયા, હર્ષિત સાથે જ છે. ખૂબ મજા આવે છે.
બસ આવતી કાલે તો પાછા દિલ્હી તરફ પ્રયાણ કરવાનું છે. સાંજે તો આદિશ્ર્વર દાદાની ખૂબ ભક્તિ કરી. અમિતભાઈ સાથે પણ ઘણી વાતો થઈ. સ્થાનિક લોકો સંબંધી – વ્યાપાર સંબંધી અહીં મળતા નકલી શિલાજિત – કેશર – હિંગ – રૂદ્રાક્ષ સંબંધી. અમિતભાઈએ આમંત્રણ આપ્યું પાછા વહેલા પધારજો. વધારે રોકવા માટે આગ્રહ કર્યો પણ – હજુ દિલ્હી દૂર છે.
૫૦૦ કિ.મી. ચાલવાનું છે. ઉપર વરસાદ ઝળુંબી રહ્યો છે. ઠંડી હોય કે ગરમી વિહાર થઈ શકે. વરસાદમાં ચાલવું તો અશકય છે. માટે હવે જલદી પગ ઉપાડીએ તો સારૂં.
આ રીતે બદ્રીનાથમાં આદીશ્ર્વર દાદાની છત્રછાયામાં ૬ સુવર્ણ દિવસો વિતાવી વળતા દિવસે અમે દિલ્હી માટે પ્રયાણ કર્યું.
‘પુનરાગમનાય ગમનમ્’
બદ્રીનાથથી એક શુભ દિવસે અમે પ્રસ્થાન કર્યું હિમાલયની યાદો લઈને. શરીર તો ખરેખર થાકયું હતું. નુંદરબાર (મહા.) ચોમાસું કરીને તરત વિહાર કર્યો હતો. સાત મહિનાથી સતત ચાલી રહ્યા છીએ. ૩૫૦૦ કિ.મી. ચાલી લીધું છે હજુ દિલ્હી પહોંચવાનું છે. ૫૦૦-૭૦૦ કિ.મી.થી પણ વધુ બાકી છે, પણ હવે તો હિમાલયથી નીચે ઊતરવાનું છે, એટલું સારું.
તો અમે પહેલા જ દિવસે ૨૩ કિ.મી. ચાલીને પાંડુકેશ્ર્વર આવ્યા. થોડો વિશ્રામ કરી સાંજે વિષ્ણુપ્રયાગ પહોંચ્યા. હમણાં થોડાક દિવસ પહેલા જ આવેલા વસંતભાઈ ઉડિસાવાળા અને ગણપતભાઈ કિશનગઢવાળા પહેલા દિવસનો ૩૪ કિ.મી.નો વિહાર કરીને અમારી સાથે જ પહોંચ્યા, પણ આ અનુભવ આખી જિંદગી યાદ રહે તેવો થયો.
બીજા દિવસે વિષ્ણુપ્રયાગથી જોષીમઠ આવવા માટે ઉપર ચઢાણ ચઢવાનું હતું, પણ રસ્તામાં આવતા સફરજનના બગીચાઓએ અમારો થાક ક્યારનો ઉતારી દીધો. મોટા મોટા લીલાછમ સફરજનથી લચી પડેલા વૃક્ષોના બગીચા ખરેખર સુંદર દૃશ્ય ઊભું કરતા હતા. હિમાલયમાં સફરજન – અખરોટ – આલુબુખારા – આળુ જેવા હિમાલયી ફળોના વન હોય છે.
ગુજરાત – રાજસ્થાનમાં જે રીતે યત્ર તત્ર બાવળિયા જોવા મળે તે રીતે હિમાલયમાં આવા ફળવૃક્ષો
જોવા મળે. જે થાકયાનો થાક ભુલાવે ભૂખ્યાની ભૂખ મટાવે. હિમાલયની એક ખાસિયત ભુલાય તેવી નથી. હિમાલયમાં કાંટાવાળી વનસ્પતિ ઉગતી નથી. એકાદ બે છોડવાને છોડીને ક્યાંય કાંટો જોવા નહીં મળે. દિવ્યભૂમિની આ જ તો પ્રભાવકતા હોય છે. વિહારમાં આગળ વધતા ચમોલી – રુદ્ર પ્રયાગ – પૌડી થઈ કોટદ્વાર હિમાલયની તળેટીએ આવી પહોંચ્યા. જેવો ધરતી ઉપર પગ મૂક્યો કે સૂરજ મા‘રાજનું સામ્રાજ્ય સોળે કળાએ ખીલી ઊઠયું. બળબળ તો ઉનાળો અમારી તપસ્યાને વધુ તેજસ્વી બનાવી રહ્યો હતો. દિલ્હી હવે ઘણું દૂર નથી છતાં કેવી રીતે પહોંચીશું? જુલાઈ મહિનાનું બીજું અઠવાડિયું વ્યતિત થઈ રહ્યું છે. પણ વરસાદનું વાતાવરણ હજુ દેખાતું નથી.
કોટદ્વારની હસ્તિનાપુર આવી ઘણો થાક ઉતાર્યો. હસ્તિનાપુરમાં ચાર દિવસ રોકાઈને શ્રી શાંતિનાથ દાદા અને શ્રી આદિશ્ર્વર દાદાની ખૂબ ભક્તિ કરી. એક શુભ દિવસે અમે દિલ્હી આવી પહોંચ્યા. ચાતુર્માસ પ્રારંભ થવાને ૨-૩ દિવસની વાર હતી. દિલ્હી માનસરોવર ગાર્ડન – શ્રી મંડાર સંઘમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. આજથી લગભગ સાડા ત્રણ મહિના પૂર્વે અમે દિલ્હી આવ્યા હતા અને આજે દિલ્હી આવ્યા છીએ. ફરક એટલો જ કે આજે હિમાલયની યાત્રા કરીને આવ્યા. ૧૫ થી ૨૦ કિલો વજન બધાનું ઊતરી ગયું છે. એટલે કે એટલા હળવા થઈ ગયા છીએ.
હિમાલયની યાત્રા યાદ રહેશે…
વંદના આદિનાથ દાદાને
વંદના અષ્ટાપદ ગિરિવરને…
—
હસ્તિનાપુરથી ચાર ધામ યાત્રા કરી હસ્તિનાપુર વિહાર રૂટ
ગામ કિમી. દેરાસર ઉપાશ્રય ઘર વિશેષ
હસ્તિનાપુર —-
રામરાજ ૧૩ નથી છે છે ઘરમાં
શર્મા ગોશાળ ૮ નથી નથી નથી રાત્રી ભોજન
નહેર પર આલમપપૂર
રાવલી ૧૮ નથી નથી નથી —
સહેજાનદ ૧ નથી નથી નથી —
મહમદપુર ૨॥ નથી સ્કૂલ નથી —
મંડાવર ૩ નથી સ્કૂલ નથી મંદિર
તીમરપુર ૩ નથી સ્કૂલ નથી —
બહાદુરપુર ૩ નથી નથી નથી સાર્વ. ભવન
ખીરની ૬ નથી સ્કૂલ નથી —
બાલાવલી ૩ાા નથી સ્કૂલ નથી —
ડુમ્મનપુર ૪ાા નથી સ્કૂલ નથી —
કુડી ભગવાનપુર ૧ાા નથી સ્કૂલ નથી —
રાયસી ૨ાા નથી સ્કૂલ નથી —
દરગાહપુર ૧ાા નથી સ્કૂલ નથી —
પુરવાલા ૧ાા નથી નથી નથી —
ઈસ્માઈલપુર ૨ નથી નથી નથી —
સુલતાનપુર ૩ નથી સ્કૂલ નથી —
ભટ્ટીપુર ૩ નથી નથી નથી —
શેરપુર ૧ નથી સ્કૂલ નથી —
ધરિવાલા ૧ નથી સ્કૂલ નથી —
શાહપુર ૧ાા નથી સ્કૂલ નથી —
પદાર્થા ૩ાા નથી સ્કૂલ નથી —
ધનપુરા ૧ાા નથી સ્કૂલ નથી —
ફેરૂપુર ૧ાા નથી સ્કૂલ નથી —
નરૂપુર પંજનહોડી ૩ નથી નથી નથી —
ગામ કિમી. દેરાસર ઉપાશ્રય ઘર વિશેષ
કનખલ ૫ નથી નથી નથી —
હરકી પૌડી ૩ નથી નથી નથી —
હરિદ્વાર ૫ નથી છે નથી —
હરિદ્વારથી ઋષિકેશથી નરેન્દ્રનગરથી ચમ્બાથી યમુનોત્રી:
રાયવાલા ૬ છે સ્કૂલ નથી —
શ્યામપુર ૫ નથી દિગં. નથી —
ઋષિકેશ ૮ છે છે છે —
નરેન્દ્રનગર ૧૬ નથી નથી નથી ચઢાણ ચાલુ
કંજાપુરી હનું. મંદિર ૭ નથી નથી નથી જયવીરલાલ
સૌર્યાદેવીમંદિર
દુઆધાર ૨ નથી નથી નથી —
જુગતર ૨ નથી નથી નથી —
આગરાખાલ ૧ નથી નથી નથી —
કપોટ ૬ નથી નથી નથી —
હોટલ કુંજાપુરી ૧ાા નથી નથી નથી —
તાછેલા
જાજલ ૬ નથી સ્કૂલ નથી —
ખાડી ૨ નથી સ્કૂલ નથી —
આમસેરા ૨ નથી સ્કૂલ નથી —
નાગની ૨ નથી નથી નથી ભરત મંદિર
સાંબલી ૬ નથી નથી નથી મૃત્યુજય મંદિર
ચમ્બા ૬ નથી નથી નથી મંદિર
કોટ ૪ નથી સ્કૂલ નથી —
ઘારકોટ ૪ નથી સ્કૂલ નથી —
તોપવાલ રેસ્ટો. ૧ નથી નથી નથી રૂમ
હરિદ્વારથી ઋષિકેશથી નરેન્દ્રનગરથી ચમ્બાથી યમુનોત્રી:
ગામ કિમી. દેરાસર ઉપાશ્રય ઘર વિશેષ
કિરગાની ૩ નથી સ્કૂલ નથી —
સમગઢ ૩ નથી સ્કૂલ નથી —
કાંડીખાલ ૩ નથી નથી નથી મંદિર
કિલ્લીખાલ ૩ નથી નથી નથી મંદિર
રત્નોગઢ ૩ નથી નથી નથી —-
કુનેર પટવારી ચોકી ૬ નથી નથી નથી નથીેલ
કમાંદ ૯ નથી સ્કૂલ નથી —
સ્યાંસુ ૧૩ નથી નથી નથી —
કન્ડિસૌડ ૩ નથી નથી નથી —
ચિન્યાલી સૌડ ૧૪ નથી નથી નથી ઇન્ટરકોલેજ
ઘરાસુબેંડ ૮ નથી સ્કૂલ નથી —
દેવીધાર ૮ નથી નથી નથી રેસ્ટ નથીઉસ રતન પેલેસ
કુંડા ૫ નથી નથી નથી મહર્ષિ આશ્રમ
શંકર મંદિર ૩ નથી નથી નથી મંદિર
ઉપલીનાકુરી ૨ નથી સ્કૂલ નથી જંગલમાં ચઢાણ
ગરબરસાલી ૧ નથી સ્કૂલ નથી જંગલમાં ચઢાણ
મરાડી સીંગોડા ૫ નથી નથી નથી જંગલમાં ચઢાણ
હનુમાન ઝૂંપડી ૧૦ નથી નથી નથી જંગલમાં ચઢાણ
નંદગાંવ રોડ ૧૬ નથી નથી નથી જંગલમાં ઉત.
યમનોત્રી રોડ ૨ નથી નથી નથી જંગલમાં ઉત.
ખરાદી ૫ નથી નથી નથી જંગલમાં ઉત.
કુથનૌર ૫ નથી નથી નથી —
પાલીગાડ ૪ નથી નથી નથી —
ઓજરી ૬ નથી નથી નથી —
સ્યાનાચટ્ટી ૩ નથી નથી નથી —
રાણાચટ્ટી ૩ નથી નથી નથી —
હનુમાનચટ્ટી ૩ નથી સ્કૂલ નથી — (ક્રમશ:)ઉ