જૈન મરણ

મરણ નોંધ

જામનગર વિશા ઓશવાલ જૈન
જામનગર હાલ મુંબઇ સ્વ. વસંતબેન અને સ્વ. સેવંતીલાલ ફૂલચંદ શાહના પુત્ર સુશીલભાઇ (ઉં. વ. ૬૩) તે કવિતાબેનના પતિ. વર્ષાબેન બીપીનભાઇ શ્રોફના ભાઇ. આદીત્યના પિતા. દેવલના સસરા. ચિ. ધ્રિહાનના દાદા. સ્વ. ભૂપેન્દ્ર ગુલાબચંદ મહેતાના જમાઇ. તા. ૨૨-૮-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
સાયલા નિવાસી હાલ મુલુન્ડ સ્વ. શાંતિલાલ હીરાચંદ શાહના પુત્ર દિલીપભાઈ (ઉં.વ.૭૨) તે જયંતીલાલ, સુરેન્દ્રભાઈના નાનાભાઈ. ગીતાબેનના પતિ, કલ્પેશના પિતા. સાસરાપક્ષે વસંતલાલ મણિલાલના જમાઈ. ૧૬/૮/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
પડીગૂંદીનાપાડાના સ્વ. ઈશ્ર્વરલાલ અમરતલાલ શાહના ધર્મપત્ની, પ્રવિણાબેન (ઉં.વ.૭૮) તે ૧૯/૮/૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે મનીષાના માતુશ્રી, ચેતનકુમારના સાસુ. મિહિર, વૈભવીના નાની. રમેશભાઈ તથા જ્યોતિબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ ચેન્નઈ, સ્વ. શાંતિલાલ ડુંગરસી તુરખિયા તથા સ્વ. સરોજબેન તુરખિયાના સુપુત્ર. શ્રી રમેશભાઈ તુરખિયા, (ઉં.વ.૬૯)નું તા. ૨૧-૮-૨૦૨૨ના અરિહંતશરણ થયેલ છે. શેખપર નિવાસી હાલ મુંબઈ સ્વ. ધીરજલાલ પ્રેમચંદ શાહના મોટા જમાઈ. વર્ષાબેન તુરખિયાના પતિ. પ્રવીણભાઈ, શૈલેશભાઈ, સતિષભાઈ, મનોજભાઈના ભાઈ. સ્વ. પુષ્પાબેન ડી. શાહ, સ્વ. દીનાબેન જે. ડેલિવાળા, અમદાવાદ, રીટાબેન આર. બાબરીઆ, હૈદરાબાદના ભાઈ. જીગર તુરખિયા તથા સેજલ ટી.પટેલ, કેનેડાના પિતાશ્રી.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ચિરાગ મનોજ કેશવજી ભેદા (ઉં.વ.૪૦) તા. ૧૯-૦૮-૨૨ના અરિહંત શરણ પામેલ છે. અમૃતા મનોજ (હીરાલાલ)ના પુત્ર. પુનમના પતિ. રેશમા, ટીનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ૧૨ નવકાર ગણવા. ઠે. ચિરાગ ભેદા, યોગી પ્રેસ્ટીજ, યોગીનગર, બોરીવલી (વે.).
નવીનાળના ક્ધિતુ પ્રકાશ છેડા, (ઉં.વ. ૪૨) તારીખ ૨૦-૦૮-૨૦૨૨ના અવસાન પામેલ છે. વેલબાઇ ખીમજી દેવજી છેડાનો પૌત્ર. પ્રિયા (પ્રભા) પ્રકાશ છેડાના પુત્ર. દિપાના ભાઇ. નાના ભાડીયા સ્વ. જીવીબેન પ્રેમજી મામણીયાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રકાશ છેડા, ૨૮/સી, વિશનજી પાર્ક, દાદર (ઇસ્ટ).
કોડાયના બિરેન વલ્લભજી સાવલા (ઉં.વ. ૬૧) તા. ૨૧-૮-૨૨ના અરિહંત શરણ પામ્યા છે. નિર્મળાબેન વલ્લભજી ખીમજીના સુપુત્ર. મીતાબેનના પતિ. રિશીત, રિધ્ધિના પિતાશ્રી. કોટડા (રોહા)ના નિલમ વિનોદ હીરજી છેડા, છસરાના સુકેશી પંકજ વસંતલાલ ગાલા, મોટી ખાખરના હિતેશ રતીલાલ વોરાના ભાઇ. ગંગાબેન માલસી મણશી દેઢીયાના જમાઇ. પ્રા. યોગી સભાગૃહ (દાદર), ટા. ૩ થી ૪.૩૦. નિ. વી.કે. સાવલા, ૩૦૧, મેરૂ હાઇટસ, તેલંગ રોડ, માટુંગા.
કોડાયના હસમુખ હંસરાજ ગડા, (ઉં.વ. ૬૨) બીજાપુર મધે તા. ૨૦-૮-૨૨ ના અવસાન પામેલ છે. મા. ઉમરબાઈ હંસરાજના પુત્ર. નમિતાના પતિ. રોનકના પિતા. દેશલપુર નીતા ભરત કેશવજી, માપર રીટા કિશોર હરસીના ભાઇ. ભુજપુર કેસરબેન દેવજી ધનજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : હસમુખ ગડા, ગંગા નિવાસ, ઈન્ડીરોડ, બીજાપુર-૫૮૬૧૦૧.
ગોધરાના જયવંતીબેન વસંતલાલ છેડા (ઉં.વ.૬૬) તા. ૨૦-૮-૨૨ ના રોજ અવસાન પામેલ છે. સ્વ. વેલબાઇ ચનાભાઇ છેડાના પુત્રવધૂ. વસંતલાલના ધર્મપત્ની. નીતા, પ્રીતી, કવિતા, અમીતના માતુશ્રી. ગોધરાના સ્વ. ગાંગબાઇ દેવજી સાલીયાના પુત્રી. ખીમજી, જેઠાલાલ, ધીરજના બેન. પ્રાર્થના : શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સં. સં કરસન લધુ નિસર હોલ. ટા.: ૨ થી ૩.૩૦. નિવાસ : વસંતલાલ છેડા, ૩૦૨, ગણેશ સોસા., ૩જે માળે, શનિ મંદિરની ઉપર, ભટ્ટીપાડા ક્રોસ રોડ, ભાંડુપ (વે).
પત્રીના નિર્મળાબેન લાલજી ગડા (ઉં.વ.૭૬) તા. ૨૦/૮/૨૨ના અરિહંતશરણ પામ્યા છે. સાકરબેન તલકશી દેવજીના પુત્રવધૂ. લાલજીભાઈના ધર્મપત્ની. રીટા, બંકિમના માતુશ્રી. ગુંદાલા મમીબાઈ ભવાનજી નાગશીના સુપુત્રી. પ્રેમજી, મગનભાઈ, વિનોદ, છસરાના અમૃતબેન ભવાનજી, મંજુલાબેન ધનજી, દેશલપુરના સુશીલાબેન વશનજી, ગુંદાલાના નયનાબેન નવિનચંદ્રના બેન. ગુણાનુવાદ રાખેલ નથી. નિ. બંકિમ ગડા : બી-૨૨૦૨, આર.એ.રેસીડેન્સી, એમ.એમ.જી.એસ. માર્ગ, દાદર (ઈ), મું-૧૪.
ફરાદ્રીના અ. સૌ. જયાબેન (ખેતબાઇ) વસનજી નેણશી ગાલા (ઉં.વ.૮૦) તા. ૨૧-૮-૨૨ના અરિહંત શરણ પામેલ છે. કેસરબેન નેણશી ચાંપશીના પુત્રવધૂ. વસનજીના પત્ની. રીટા, નિલેશ, અમીતના માતુશ્રી. બિદડાના વેલબાઇ પ્રેમજી વિજપાર પેથાણીના પુત્રી. વિસનજી, દામજી, જયંતિલાલ, કાંતિલાલ, લક્ષ્મીબેન, રતનબેન, પુષ્પા, ભારતીના બેન. પ્રા.: સ્થળ: જીવરાજ ભાણજી સભાગૃહ, અશોક નગર, મુલુંડ (વે). બપોરે ૨ થી ૩.૩૦. નિ. : વસનજી ગાલા, ૭, નવરત્ન, ૨જે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે).
વડાલાના ગં.સ્વ. નાનબાઇ દેવજી વીરજી સાવલા (ઉં.વ. ૮૫), તા. ૨૧-૮-૨૨ના અવસાન પામેલ છે. ભચાઉના વીરજી હરગણના પુત્રવધૂ. સ્વ. કાંતિલાલ (પન્નુ), દક્ષા, હીના, પિયુષના માતુશ્રી. ભચાઉના પરમાબેન લખમશી ગાંગજી ગાલાની પુત્રી. નાના ભાડિયાના રતનબેન ગાંગજી ડુંગરશી અને ભચાઉના કેશવજી રવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પિયુષ દેવજી સાવલા, ૧૦૯, ઉમરશી ભીમશી બિલ્ડીંગ, એસ.વી.રોડ, મલાડ (વે.).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
વરલ હાલ માટુંગા (સી.આર.), સ્વ સરલાબેન ચંદ્રકાંત કેશવલાલ દોશીના સુપુત્ર. દર્શનભાઈ (ઉં.વ.૪૩), તારીખ ૨૨-૮-૨૨ને સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. જે હેતલના પતિ. દર્શ અને દક્ષના પિતાશ્રી. તે સ્વ. નરેશ તથા અવની જીજ્ઞેશ કોરડિયાના ભાઈ. ફાલ્ગુનીના દેર અને શ્ર્વસુર પક્ષે નરેન્દ્રભાઈ પરમાણંદ દાશ શાહ સિહોરવાળા હાલ ઘાટકોપરના જમાઈ. તેમની સાદડી ૨૩-૮-૨૨ને મંગળવારના રોજ લખમશી નપ્પુ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા (સી.આર.) ખાતે રાખેલ છે. સવારે ૯ થી૧૧. લૌકિક વ્યવહાર
બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.