જૈન મરણ

મરણ નોંધ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડિયાના હસમુખ મુલચંદ મારૂ (ઉં.વ. ૬૧) ૩-૯-૨૨ના અવસાન પામેલ છે. જવેરબેન મુલચંદના પુત્ર. મધુ (પપ્પુ)ના પતિ. ભાવિનના પિતા. લાયજા નિર્મળા ભુપેન્દ્ર, કોડાય નીરંજના નરેન્દ્ર, પ્રવિણા ગિરીશના ભાઈ. ડેપા કેશરબેન ભવાનજી દેવરાજ સાવલા, બેરાજા જેતબાઈ મુરજીના જમાઈ. ચક્ષુ અને ત્વચા દાન કરેલ છે. પ્રા: જય મંગલ ભવન, ઋષભ-અજિત જિનાલય, રામ મારૂતી ક્રોસ રોડ, નૌપાડા, થાણા (વે.) ટા. ૩ થી ૪.૩૦. નિ.: મધુ હસમુખ મારૂ, ૧૦૩ નીલ એપા., યશોધન નગર, થાણા (વે).
નાના ભાડિયાના દમયંતીબેન હરખચંદ રાંભિયા (ઉં.વ. ૮૪) તા. ૫-૯-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ભવાનજીના પુત્રવધૂ. મોટી રાયણના હંસા/કંકુબેન વેલજીના પુત્રી. અશ્ર્વિન, હરીશ, ચંદન (વીણા)ના માતુશ્રી. મોટી રાયણના ગાંગજી, દામજી, ચુનીલાલ, અમૃત, હીરાલાલ, ઉમરબાઇ, સુંદરબેન, સુશીલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન અને ચક્ષુદાન કરેલ છે. ઠે. હરીશ રાંભિયા, ૨૪, તુલશી ભુવન, આર.એચ.બી. રોડ, મુલુંડ (વે).
દેશલપુર (કંઠી) તા. મુંદ્રાના માતુશ્રી ઝવેરબેન દેવચંદ વીરા (શાહ) (ઉં.વ. ૮૭) તા. ૪-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. મણીબેન રાઘવજીના પુત્રવધૂ. સ્વ. દેવચંદ રાઘવજીના ધર્મપત્ની. ચેતન, પરીંદા, નિશા, ડોલી (ભારતી)ના માતુશ્રી. પત્રી પાનબાઇ મેઘજી ધરોડના પુત્રી. તલકશી, પ્રાગપર મણીબેન રાઘવજી, મુંદ્રા અંજના હરખચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: ચેતન શાહ, ૪૦૧, એમરાલ્ડ, ૧૫મો રસ્તો, ચેમ્બુર, મું-૭૧.
દુર્ગાપુર (નવાવાસ)ના કસ્તુરબેન દામજી ગડા (ઉં.વ. ૮૦), તા. ૪-૯-૨૨ના અવસાન પામેલ છે. હાંસબાઇ વેલજીના પુત્રવધૂ. સ્વ. દામજીના પત્ની. લતા, જ્યોતિ, જયેશ, સ્મિતાના માતુશ્રી. નાંગલપુર પાનબાઇ કુંવરજીના પુત્રી. શાંતીલાલ, તલવાણાના ભાણબાઇ પુનશી, નાંગલપુરના લક્ષ્મીબેન રતનશીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ ગડા, ૧૦૩, ગણેશ કૃપા, ઝવેર રોડ, મુલુંડ (વે.).
નરેડી હાલે મુલુંડના માતુશ્રી સાકરબેન શામજી હરીયા (ઉં.વ. ૮૩) તા. ૫-૯-૨૨ના અવસાન પામેલ છે. શામજી રવજીના ધર્મપત્ની. જેઠીબાઇ રવજી મુરજીના પુત્રવધૂ. રમીલા, ભરત, સતીષ નયનાના માતુશ્રી. ચીઆસરના કુંવરબાઇ દેરાજ પાસુના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સતીષ હરીયા, ૫૦૪, ચંદન એપાર્ટમેન્ટ, બંધુ ચાફેકર માર્ગ, મુલુંડ (ઇ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના દમયંતીબેન જગશી સતરા (ઉં. વ. ૬૯) અવસાન પામેલ છે. મુરઇબેન દેવરાજ સતરાના પુત્રવધુ. જગશીભાઇના પત્ની. પ્રવીણ, નીતીન, વિમળાના માતુશ્રી. નેણશીના ભાઇના પત્ની. રતીલાલ, કેસરના ભાભી. સ્વ. તેજી સ્વ. ગંગા માડણ ધનજીની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૩૦૧, દર્શનવ્યુ, હરદેવી સોસાયટી, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
અગતરાઇ હાલ મુંબઇ સ્વ. જશુમતિબેન નરેનભાઇ મીઠાણીના સુપુત્ર ધર્મેશભાઇ (ઉં. વ. ૬૧) તે સોનલબેનના પતિ. પાર્થ અને પૂજાના પપ્પા. રાધી અને ભવ્યકુમારના સસરા. વિરલના ભાઇ, રાજુલના દિયર. તે તા. ૩-૯-૨૨ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૯-૨૨ ગુરુવારના બપોરે ૩થી ૫ વાગ્યે. ઠે. યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
કચ્છી જૈન
દરશડી હાલે ભાંડુપના ગં. સ્વ. સાવિત્રીબેન શિવચંદ શાહના સુપુત્ર મૌલિક (ઉં. વ. ૩૮) તા. ૫-૯-૨૨ સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે ભાવિનીબેનના પતિ. મિખેલના પિતા. પ્રીતીબેન મનીષભાઇ દોશી, નૂતનબેન ધીરેનભાઇ સંઘવીના ભાઇ. તે દેશલપર (કંઠી)ના નિશાબેન નિતીનભાઇ મહેતાના જમાઇ. સ્વ. પૂનમચંદ, સ્વ. ગુલાબચંદ, પ્રવીણભાઇ, ભુપેન્દ્રભાઇ, હરેશભાઇ, સ્વ. ઇશ્ર્વરબેન, સ્વ. જનકબેન, સ્વ.વસંતબેનના ભત્રીજા. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૯-૨૨ બુધવાર, બપોરે ૪થી ૫.૩૦. ઠે. મેવાડ કેસરી ભવન, લાલ બહાદુર શાસ્ત્રી રોડ, ભાંડુપ પોલીસ સ્ટેશનની બાજુમાં, ભાંડુપ (વેસ્ટ).
કચ્છી ગુર્જર જ્ઞાતિ જૈન
ગોધરા (કચ્છ) હાલે ઘાટકોપરના લિલમબેન લાલચંદ મહેતાના પુત્રવધૂ રાખીબેન (ઉં.વ. ૪૩) અરિહંતશરણ પામેલ છે. તે દિવ્યેશભાઇના ધર્મપત્ની. મહેકી, નિશીના માતુશ્રી. રમિલા જગદીશ, ખેવના દીપકના દેરાણી. હસ્તી સુરેશ શાહના ભાભી. માંડવીના મીતાબેન (ચંદનબેન) મનસુખ શાહની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૧૦૦૧, શુભમ લેવિસ્ટા, પંત નગર, ઘાટકોપર પૂર્વ.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
મેથળા (દાઠા) હાલ મુલુંડ સ્વ. જયાબેન પાનાચંદ છોટાલાલ શાહના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ.૭૭) તા. ૪/૯/૨૨ રવિવારના અવસાન પામેલ છે. તે રેખાબેનના પતિ. વિવેક, દિશા, કૃપાલીના પિતાશ્રી. વિધિ તથા યોગેશકુમારના સસરા. રાવીના દાદા. આરવના નાના. તે મણિલાલ સોમચંદ (પદ્માતારા વાળા)- મહુવાના જમાઈ. તેમની પિતૃ વંદના તા. ૮/૯/૨૨ના ગુરુવાર સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે સમૃદ્ધિ હોલ, ટેલિફોન એક્ષચેન્જની સામે, મુલુંડ (વેસ્ટ).
ગોડવાડ ઓસવાલ જૈન
શિવગંજ હાલ સિક્કાનગર મુંબઈ સ્વ. જ્યોત્સનાબેન કાવેડીયા (ઉં.વ. ૬૫), તે સ્વ. શેષમલજી નોપાજી કાવેડીયાના વહુ. એમના જેઠ સ્વ. સોહનલાલજી, ચમ્પાલાલજી, સ્વ. પ્રકાશજીના ધર્મપત્ની. તે વિલાસ, અશ્ર્વિનના કાકી. મિત્તલ, કિનલના માતુશ્રી. સીમા, ભરતજી છાજેડના સાસુજી. શૈલી, વિરાલિના દાદીનું સ્વર્ગવાસ શનિવાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ને થયેલ છે. ભાવ યાત્રા ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય સવારે ૧૧ થી ૧. ક્ષેત્રપાલ ભવન, ઝાબવા વાડી, ચીરાબજાર, પિયર પક્ષ – સ્વ. મણિલાલજી, સતીશ, વિનોદ, સ્વ. થાનમલજી ભગાજી વિંજોવા (હાલ ગોરેગામ).
શ્રી સોરઠ વિશાશ્રીમાળી જૈન
કોલકી હાલ અંધેરી શાંતાબેન જયંતિલાલ સાવડિયાના સુપુત્ર રાજેશ જયંતિલાલ સાવડિયા (ઉં.વ. ૫૯) તે ભાવનાબેનના પતિ. જહાનવીના પિતા. મનીષ તથા અજયના ભાઈ, સ્વ. જયંતિલાલ સ્વરૂપચંદ શાહના જમાઈ તા. ૫/૯/૨૨ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશાશ્રીમાળી સ્થા. જૈન
લીંબડી હાલ મલાડ ગં.સ્વ. શાંતાબેન સંઘવી (ઉં.વ. ૯૦) તે ૬/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતીલાલ વાડીલાલ સંઘવીના ધર્મપત્ની. અશ્ર્વિન-કલ્પના, રેખા-હેમેન્દ્ર, જયેન્દ્ર-તૃષા, દિના-ધનેન્દ્ર, પરેશ-રીટાના માતુશ્રી. સ્વ. વાડીભાઈ, સ્વ. મનુભાઈ, રમુભાઇ, સ્વ. વસુબેન, સ્વ. વિમળાબેન, સ્વ. મંજુબેનના બહેન. સ્વ. અમૃતલાલ વાડીલાલ સંઘવી, સ્વ. જયાબેન મંગળદાસ શાહના ભાભી. કેયુર, ઉર્વીશ-નેહા, દર્શિતા કનન, પિન્કી, ચિંતન અપર્ણા, વિકુંજ-નિધિ, રૂચિ અંકિત, નિરાલી, હર્ષલ, મિલોની, ફોરમ-કરણના દાદી નાની. પ્રાર્થનાસભા ૮/૯/૨૨ના સમય ૧૦ થી ૧૧.૩૦, પાવનધામ, એમસીએ ક્લબની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.