જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના ભાડીયાના ચંદ્રકાંત મેઘજી ગડા (ઉં.વ. ૭૦) ૨૧-૬-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મેઘજીના પુત્ર. જયશ્રીના પતિ. રૂબીનના પિતા. ચંપક, વસંત, અરવિંદ, મધુરી (સીમા), ગુણી (ગીતા)ના ભાઇ. લક્ષ્મીબેન કરમશી લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રૂબીન શાહ, ૪૦૧, પ્રીતી બિલ્ડીંગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.).
કપાયાના સુંદરજી મુરજી સંગોઇ (ઉં.વ. ૭૭) તા. ૨૦-૬-૨૨ના અવસાન પામેલ છે. માતૃશ્રી સ્વ. પુરબાઇ મુરજી કાંઇયાના પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. અલ્પેશ, મિતેશ, હીરેનના પિતા. ભોરારા સ્વ. ગંગાબેન શામજી પાલણના જમાઇ. સ્વ. પાનબાઇ, નાનજી, ગં.સ્વ. હેમકુંવર, કસ્તુર, ગં.સ્વ. નિર્મળા, પ્રભા, હીનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીરેન સંગોઇ, બી/૧૩૦૧, આરએનએ ટાવર, ન્યુ સુંદર નગર, કાલીના, સાંતાક્રુઝ (ઇ.).
રામાણીયાના માતુશ્રી ચંચળબેન પ્રેમજી સાવલા (ઉં.વ. ૮૮) તા. ૧૯-૬-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. માકબાઈ ભાણજી જેવતના પુત્રવધૂ. રામાણીયાના મેઘબાઈ ઘેલા ક્ચરા મામણીયાના સુપુત્રી. પ્રેમજી ભાણજીના ધર્મપત્ની. સુનિલ, પરેશ, કલ્પનાના માતુશ્રી. રામાણીયાના નરશી ઘેલા, ઠાકરશી ઘેલા, તુંબડીના પાનબાઈ કાનજી ઉમરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પરેશ પ્રેમજી સાવલા: ૩૮/૬, કનૈયા સદન, પેસ્તમ સાગર રોડ નં. ૩, ચેમ્બુર.
વડાલાના હાલે પાચોરાના માતુશ્રી મણીબેન ચંદ્રકાંત નિસર (ઉં.વ. ૭૪) તા. ૨૧-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. દેવકાબેન રામજી ભવાનજીના પુત્રવધૂ. ચંદ્રકાંત નિસરના ધર્મપત્ની. દિપક, ભારતી, કુમુદના માતુશ્રી. ટોડાના દેવકાબેન નાગજીના પુત્રી. વલ્લમજી, ચિમન, લક્ષ્મી, મંજુલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિપક ચંદ્રકાંત નીસર, દેવદત્ત નગર, પાચોરા (જલગાંવ).
માપરના રસીલા રમણીકલાલ કારાણી (ઉં.વ. ૭૧) તા. ૨૧-૬-૨રના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન ઉમરશી લીલાધરના પુત્રવધૂ. રમણીકના પત્ની. ગોધરાના માતુશ્રી રંજન (હીરબાઈ) રામજી ભીમશી વોરાના પુત્રી. પ્રીતિ, શૈલેષ, કવિતા, જ્યોતિ (મીરા)ના માતુશ્રી. ગોધરા અશોક રામજી, ચુનડી કલ્પના બિપીનના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ. શૈલેષ કારાણી, ૧૧૫, સત્યગિરી સદન, ૨/૧૭, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઈસ્ટ).
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર હાલ કાંદિવલી કલ્પનાબેન ગુણવંતરાય ધનજીભાઈ શાહના પુત્ર રાકેશભાઈના ધર્મપત્ની અ. સૌ. સેજલ (ભારતી) (ઉં. વ. ૫૯) મંગળવાર, ૨૧-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે નિધી દિશાંકભાઈ દોશીના માતુશ્રી. તે નીતા-મીલન, રૂપલ-નિલેશના ભાભી. તે સ્વ. જયાબેન ભોગીલાલ પ્રભુદાસ શાહની પુત્રી. તે સ્વ. રોહિતભાઈ, પ્રકાશભાઈ, જયોત્સનાબેન, સુધાબેનના બેન. પ્રાર્થનાસભા બંને પક્ષની ૨૩-૬-૨૨, ગુરુવારના સાંજે ૪થી ૬. વર્ધમાન સ્થાનકવાસી જૈન મોટો ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છ ગુર્જર જૈન
કચ્છ માંડવી હાલે ડોમ્બીવલી વસંતલાલ રવિલાલ શાહ (ઉં.વ. ૮૫) મંગળવાર, ૨૧/૬/૨૨ના અરીહંતશરણ પામેલ છે. અનુશુર્યાબેનના પતિ. નિશા કીર્તિ કુમાર વોરા, હીના મેહુલ મહેતા, વૈશાલી ભાવેશ દોશી, રેશમા જેમીન શાહ, હર્ષના પિતાશ્રી. કમલાબેન ગુણવંત શાહ, નંદુબેન કેશવલાલ શાહ, સ્વ. દિનેશભાઈ, જયસુખભાઈના મોટાભાઈ. વિથોણના નાગજીભાઈ દેવશીભાઈ મહેતાના જમાઈ. મંજુલાબેન મહેશ શાહના બનેવી. લૌકિક વહેવાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધ્રાંગધ્રા હાલ કાંદિવલી કોકિલાબેન તથા સ્વ. શાંતિભાઈ હરજીવનદાસ શાહના પુત્ર રાજેશભાઈ (ઉં.વ. ૬૨) તે ૧૯/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિ જયેશકુમાર જોબાલીયા, નીલા ભરતકુમાર મહેતા તથા નીતિનભાઈના ભાઈ. દિશા, ધવલ, ઇશિતા, નિકિતા, નિકેશના મામા. વિરેનભાઈ ખોડીદાસ શેઠના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી હાલ અંધેરી સ્વ. વનમાળીદાસ તલસી મહેતાના પુત્ર જગન્નાથ (ખુશાલભાઈ) તે સ્વ. નલીનીબેનના પતિ. સ્વ. શાંતિભાઈ, સ્વ. નરોત્તમભાઇ, સ્વ. જયસુખભાઇ, સ્વ. ભોગીલાલભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. મુક્તાબેન વ્રજલાલ મહેતા, સ્વ. અંજુબેન નાગરદાસ મહેતા, સ્વ. રસીલાબેન જયંતીભાઈ મહેતા તથા સ્વ. ડોલરબેન લવચંદભાઈ કારેડીયાના ભાઈ. સ્વ. ગંગાદાસ મથુરાદાસ શાહના જમાઈ. ગં.સ્વ. શીલાબેન રણછોડભાઈ પરીખના બનેવી. ૧૯/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ટીકર રણની નિવાસી સ્વ. કાંતાબેન કાંતિલાલ ન્યાલચંદ મહેતાના પુત્ર શિરીષભાઈ (ઉં.વ. ૭૫) તે ૨૧/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેન દિનેશકુમાર શાહ, મીનાબેન સુરેશભાઈ જોગાણી, ભાવનાબેન ચંદ્રેશભાઇ ધુલીયા, સ્વ. જયદીપ તથા યોગેશના ભાઈ. બીનાના જેઠ. આયુષીના મોટાપપ્પા. કવિતા, ઉમા, પલ્લવી, કવિશના મામા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
સાવરકુંડલા, હાલ સાયન, શ્રી સુરેશચંદ્ર વચ્છરાજ મહેતા (ઉં.વ. ૯૪) તા. ૨૧-૬-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રમાબેનના પતિ. તે વચ્છરાજ હરખચંદના પુત્ર. તે ચેતન દિવ્યા, નિખીલ અવની, પરીતા દિવ્યેશ શેઠના પિતા. તે સ્વ. ત્રંબકભાઈ, સ્વ. મંજુબેન શાંતિલાલ ગાંધી, સ્વ. ચંપાબેન નાનાલાલ ઠોસાની, લીલમબેન ગંભિરભાઈ શાહના ભાઈ. તે સ્વ. ગીરધરલાલ ખીમચંદભાઈ શાહના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યહવાર બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.