જૈન મરણ
સાણંદ-વિરમગામ ઘોળ સાણંદ નિવાસી, હાલ ભાયંદર હસમુખલાલ સોમચંદભાઈ શાહના ધર્મપત્ની ગં. પ્રભાવતીબેન (ઉં. વ. ૮૨) તે ભદ્રેશભાઈ, ધનેશભાઈ અને મીનાક્ષી કેતનકુમાર શાહના માતા. નીલાબેન અને દિવ્યાબેનના સાસુ. રતિલાલ ખોડીદાસ શાહ (વિરમગામવાળા)ના સુપુત્રી અને સ્વ. હીંમતભાઈ તથા સ્વ. ધીરજલાલભાઈના બહેન તા. ૨૯.૧.૨૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦.૧.૨૩ના રોજ સોમવારે બપોરે ૩ થી ૫. (લૌકિક વ્યવહાર બંધ છે.) સ્થળ: વૈષ્ણવ સમાજ હોલ, ૬૦ ફૂટ રોડ, ફાટક પાસે, ભાયંદર (વેસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી દશાશ્રીમાળી જૈન
બોટાદ નિવાસી હાલ બોરીવલી મુંબઈ સ્વ. હિંમતલાલ મનસુખલાલ શાહના ધર્મપત્ની કોકિલાબેન (ઉં. વ. ૮૯) શુક્રવાર તા. ૨૭.૧.૨૩ના રોજ અરિંહતશરણ પામેલ છે. તે ભાવેશ, સ્વ. સંજય તથા જીતેશના માતુશ્રી. અ.સૌ. મીતા અને અ.સૌ. મનીષાના સાસુ. તે સ્વ. વાડીલાલભાઈ, હસમુખભાઈ, અશોકભાઈ, સ્વ. પુષ્પાબેન ચીમનલાલ, સ્વ. ઈન્દુબેન ચંદ્રકાંતભાઈ, સ્વ. મધુબેન જયંતીલાલ, અ.સૌ. રસીલાબેન પારસકુમાર, અ.સૌ. માલતીબેન કમલભાઈના ભાભી તે પિયરપક્ષે સ્વ. સુખલાલ કચરાભાઈ શ્રોફના દીકરી. બંને પક્ષે પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોડવાલ ઓશવાલ જૈન
સાદડી (રાણકપુર) હાલ બોરીવલી સ્વ. કાંતિલાલ મોહનલાલજી વેદમુથા (ઉં.વ. ૭૧) તે તા. ૨૭-૧-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે કમલાબેનના પતિ. પન્નાલાલ, સુમનવલ્લભરાજ, પ્રવીણ, સ્વ. સાયરબેન સોહનરાજજી છાજેડ, પુષ્પાબેન ફતેહચંદજી, મંજુબેન અશોકજી બાફના, સંગીતા, સુશીલા તથા ધનવંતીના ભાઇ. જુલી, પ્રીતિ, શર્મિલા, વિપુલ, ડિમ્પલ, રાકેશજી, હેતલ, મિનાક્ષી, મહિમા, નીલ, યશ, જીત, રીયા, ઇશા, જેનિય કલ્પનાના બાપાદાદા. પિયરપક્ષ સ્વ. ક્ધયાબેન છગનરાજજી, સ્વ. ધાકોબાઇ ભબુતમલજી, કાંતિલાલ, રમેશ, લલિત, અશોક, વિનોદ, શ્રીશ્રીમાલ પરિવાર બાલી (રાજ). હાલ બોરીવલી. બન્ને પક્ષની શત્રુંજય ભાવયાત્રા સોમવાર, તા. ૩૦-૧-૨૩ના સવારે ૧૧થી ૧. ઠે. સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ,બોરીવલી (વેસ્ટ).
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા નિવાસી હાલ સાતારા સ્વ. ચંપાબેન ફુલચંદભાઈ મહેતાની સુપુત્રી. સ્વ. શાંતિલાલ હરીચંદ સરવૈયાના ધર્મપત્ની પ્રભાબેન (ઉં. વ. ૮૭) તા. ૨૭.૧.૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. ભાનુબેન હસમુખરાય મેહતાના નણંદ. અશોકભાઈ, રાજેન્દ્રભાઈના માતુશ્રી. અનિતાબેન, તેજલબેનના સાસુ. સ્વ. પ્રફુલ્લાબેન – બિહારીભાઈ, જ્યોત્સના – શિરીષભાઈ, સ્નેહલ – સંજયભાઈ, પ્રતિભા-સ્વ. દિપકભાઈના માતુશ્રી. ધારા, કેજલ, જીનલ, વિવેક અને કશીશના દાદી. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના રતડીયાના મીનાબેન પોપટલાલ ગડા (ઉં.વ. ૬૫) તા. ૨૮-૧-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન નરશી ગડાના પુત્રવધુ. પોપટલાલના પત્ની. ધૈર્ય, જયના માતુશ્રી. નવનીતભાઇ, મહેન્દ્ર, સરલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પોપટલાલ નરશી ગડા, ૩૦૩, જય કુસુમ બિલ્ડીંગ, મરાઠા કોલોની, રામકૃષ્ણ હોટલની સામે, દહીંસર-ઇસ્ટ.
ભુજપુર હાલે નાગપુર ભરત હંસરાજ ડુંગરશી દેઢીયા (ઉં. વ.૭૧) તા. ૨૮-૧-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન હંસરાજના પુત્ર. ભાનુમતીના પતિ. નિશાંત, સ્વ. વિરલના પિતા. નગીન હંસરાજ, કંચન શાંતિલાલ, મધુ રમણીક, વનિતા જયંતિલાલ, વિંઝાણ રશ્મી વિરેન્દ્રના ભાઇ. લધીબાઇ શીવજી દેવજીના જમાઇ. પ્રા.: આજે સવારે ૧૦.૩૦ થી ૧૧. સ્થળ : કચ્છી ભુવન, નાગપુર. નિ. ભાનુમતી દેઢિયા, યોગીકૃપા એપા., કચ્છી ભુવનની બાજુમાં, લકડગંજ, નાગપુર – ૪૪૦૦૦૮.
ભોરારા હાલ અડાલજ (ગાંધીનગર, ગુજરાત)ના કસ્તુરબેન દામજી દેઢિયા (ઉં.વ. ૯૧) તા. ૨૭-૦૧-૨૩ના અવસાન પામેલ છે. દામજીના ધર્મપત્ની. દેવકાબેન કુંવરજી દેઢિયાના પુત્રવધૂ. દિલીપ, હસમુખના માતુશ્રી. બેરાજાના કેસરબેન ગાંગજી પદમશી સાવલાના પુત્રી. જેઠાલાલ, જાદવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હસમુખ દામજી દેઢિયા, બી/૭/૨૭૬, સાધના, અંબા ટાઉનશીપ સેક્ટર-૩, ત્રિમંદિર સંકુલ, અડાલજ, ગાંધીનગર (ગુજરાત)
બિદડાના તેજશી જીવરાજ માણેક ફુરિયા (બુદ્ધુબાપા) (ઉં.વ. ૯૧), દેશમાં તા. ૨૭/૧/૨૩ના અવસાન પામેલ છે. તે કુંતાબાઇ જીવરાજના સુપુત્ર. નિર્મળાબેનના પતિ. સ્વ. પદમશી, દિનેશ, જ્યોત્સના, ભારતીના પિતા. મો. આસંબિયાના હીરબાઇ ગાંગજી લાલજીના જમાઇ. દામજી, ખેતબાઇ વીરજી, મુરીબાઇ ભવાનજી, જેતબાઇ ગાંગજી, હીરબાઇ (કંકુબાઇ) કાનજીના ભાઇ. પ્રાર્થના સભા મુંબઇમાં રાખેલ નથી. એડ્રેસ : હિરેન ફુરીયા, માંદરિયો વાડી, બિદડા ૩૭૦૪૩૫.
નૃસિંહપુરા દિગંબર જૈન
નરસિંહપુર નિવાસી હાલ જોગેશ્વરી, સ્વ શ્રી રાયચંદ અંબાલાલ શાહના સુપુત્ર શ્રી મહેન્દ્ર ભાઈ (ઉં.વ.૭૧) તા. ૨૯-૦૧-૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે અલકાબેનના પતિ. હેતલ-વિધિ-કાર્તિકના પિતા. વિશાલ ભરતભાઇ શાહના સસરા. ઉર્મિલાબેન, કેસરીચંદ જીતુભાઈ, શશીકાંત, બિપીન, હિતેન્દ્ર, રાજેન્દ્ર, સુરેખાબેનના ભાઈ. પ્રાર્થના સભા તા: ૩૦-૦૧-૨૩ના બપોરે ૩ થી ૫. ઠે. ન્યૂ શાંતિનગર હોલ, દિગંબર જૈન મંદિરની સામે, ચામુંડા સર્કલની પાસે, બોરીવલી (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
વિંછીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચંપાબેન કેશવલાલ શામજી લાઠીયાના પુત્ર વિનોદચંદ્ર (ઉં.વ.૮૨) તે સ્વ. રમીલાબેનના પતિ. કેતન તથા અલ્પાના પિતા. હિના તથા નિમેષકુમાર શાહના સસરા, લીંબડી નિવાસી સ્વ. ચંપકલાલ કેશવલાલ શાહના જમાઈ. તા. ૨૮/૧/૨૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૩૧/૧/૨૩ ના મંગળવારના રોજ સવારે ૧૦ થી ૧૨ લાઇન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર ઇસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરત વિશા ઓસવાલ જૈન શ્ર્વે. મુ. પુ. જ્ઞાતિ
રમેશચંદ્ર બાબુભાઇ બાલુભાઈ ઝવેરી (ઉં.વ.૯૨) તે તા.૨૬/૧/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. શારદાબેનના પતિ, રાજેશ તથા રાગીણીના પિતા. રોમા તથા પરિન ઝવેરીના સસરા. રાહુલ-રિયા તથા ચાર્મી અને રોહનના દાદા. બીજલ-રોમીલ તથા તેજલ ભાવેશ ઝવેરીના કાકા. તેમની પ્રાર્થનાસભા ૩૦/૧/૨૩ના રોજ ૩ થી ૫ કલાકે વનિતા વિશ્રામ હોલ, નાનુભાઈ દેસાઈ રોડ, રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં ચર્નિરોડ વેસ્ટ ખાતે રાખેલ છે.
મારવાડના વીશા ઓશવાલ જૈન
ગામ કોટબાલીયાન હાલ કુરલા વાલા શા. ઉમેદમલ રાયચંદજીના સુપુત્ર સ્વ. જુમકુબાઇના પતિ. સ્વ. બાબુલાલ જમનાબાઇ, સ્વ. માણીકચંદજી પુષ્પાબાઇ, સ્વ. ધાકીબાઇ, સ્વ.ધુપચંદજી પરમારના ભાઇ. અરવિંદ, રેખા, પ્રદીપ, સપના, જયશ્રી, કમલેશજી, વર્ષા, કિશોરજી, બિંદુ, હસમુખજીના પિતા. સ્વ. મહેન્દ્ર દિનેશ હસમુખ ચંપાલાલજી જીતેન્દ્ર નિતીન શર્મિલા ઉત્તમજી શોભા રાજેશજી વીણા હિતેશજી અનીતા જીતેન્દ્રજી સુદેશા રાખી મનોજના દાદા. શા. રતનચંદજી ઉમેદમલજી પાલગોતા (ઉં. વ. ૮૧) અવસાન શનિવાર તા. ૨૮-૧-૨૩ના દિવસે મુંબઇમાં થયું છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૦-૧-૨૩ના સવારના ૧૧થી ૧. સાસરા પક્ષ દાદાઇ (રાજ) નિવાસી શા હિંમતમલજી વનાજી સ્વ. ઘીસુલાલજી, સ્વ. મોતીલાલજી રૂપચંદજી હસ્તીમલજી કાન્તીલાલજી. બન્ને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે. ઠે. રાજસ્થાન હોલ, ન્યુમીલ રોડ, કુરલા (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી
દેરાવાસી જૈન
લીંબડી નિવાસી હાલ બેંગલોર પ્રભાવંતી ઉત્તમચંદ જગજીવનદાસ શાહના સુપુત્ર કીરીટભાઇના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (અમીબેન) (ઉં.વ.૭૨) તે પીયર પક્ષે વકીલ અંબાલાલ ભાઇચંદભાઇના સુપુત્રી. કેજલ ગુંજન પાલખીવાલા તથા ચી. વૈભવના માતુશ્રી. ભરતભાઇ ઉત્તમચંદના ભાભી. દિવ્યાબેન મહેન્દ્રના દેરાણી. તા. ૨૮-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.