જૈન મરણ
રાધનપુર તીર્થ જૈન
હાલ બોરીવલી નિવાસી ના સ્વ. વિજયાબેન મણિલાલ દેવચંદ સિરીયાના પુત્રવધુ અ. સૌ રેખા સિરીયા (ઉં. વ. ૬૭) તે ૨૬/૧/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેન્દ્રભાઈ સિરીયાના ધર્મપત્ની, પિન્કી તથા પિયુષના માતા. કૌશિક ભોગીલાલ શાહ તથા રોશનીના સાસુ. પિયરપક્ષે રાધનપુર નિવાસી હાલ કાંદિવલી સ્વ. શારદાબેન ભાઇલાલ લલ્લુભાઇ કોઠારીના પુત્રી. માહી, જયમ તથા રિશીના બા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તિર્થ દેરાવાસી જૈન
રાધનપુર તિર્થ નિવાસી અરવિંદભાઈ મુક્તિલાલ ઝોટા (ઉં. વ. ૭૮) હાલ કાંદિવલી તા. ૨૮.૦૧.૨૦૨૩ નાં અવસાન પામેલ છે. તેઓ નિર્મલાબેનનાં પતિ તથા અંકિતભાઈ, મીતા સમીરકુમાર, મેઘના નિમેષકુમાર તથા સ્વીટી શ્રેયાંસકુમારનાં પિતાજી તથા સેવંતીભાઇ. સનાભાઈ, નવિનભાઈ તથા પ્રતિભાબેન અને કોકિલાબેનનાં ભાઈ. તેઓ કાંતિલાલ. લલ્લુભાઈ ભણસાલીનાં જમાઇ. તેઓ આયુષી. હર્ષેનકુમાર શાહ, ક્રિષા, હીર, વર્ધન,વિરાગ, સિદ્ધી, શ્રુતનાં નાના એડ્રેસ :- ઈ ૧૦૩, હારમોની બિલ્ડિંગ, દામોદરવાડી, કાંદિવલી ઈસ્ટ, લૌકીક વ્યવહાર બંધ છે.
ક. દ. ઓ. જૈન
ગામ જખૌ હાલ ડોમ્બિવલીના માતુશ્રી મીઠીબાઇ ભવાનજી મોમાયાના સુપુત્ર રમેશભાઇ (ઉં. વ. ૭૧) શુક્રવાર, તા. ૨૭-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. નયન (નિલેશ) અને ભાવિકાના પિતા. દિપાલી અને કાર્થિકના સસરા. જમકુબાઇ કલ્યાણજી બોરીચાના જમાઇ. હીરાચંદભાઇ, પ્રેમચંદભાઇ, લબ્ધીભાઇ અને તિલકભાઇના ભાઇ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૯-૧-૨૩ના ૩.૩૦થી ૫. ઠે. સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના ધીરજલાલ વસનજી રાંભીયા (ઉં. વ. ૬૮) તા. ૨૭/૧ ના અવસાન પામ્યા છે. પ્રવિણાના પતિ. હેમલ, ડિમ્પલના પિતા. હીરબાઈ (મકુમા) વસનજી માણેક રાંભીયાના સુપુત્ર. લક્ષ્મીચંદ, જેતબાઈ ગાંગજી, કસ્તૂર ખીમજી, પ્રેમીલા ડો. નરેન્દ્ર, નિર્મળા ઉમરશીના ભાઈ. નાંગલપુરના ગંગાબાઈ લખમશી માડણના જમાઈ. પ્રાર્થના : શ્રી વર્ધમાન સ્થાનક જૈન શ્રાવકસંઘની કરસન લધુ નીસર હોલ, દાદર (વેસ્ટ), ટા. ૪ થી ૫.૩૦. નિવાસ : પ્રવિણા ધીરજલાલ, ૨૦, ઠાકુર પ્રેમઆશીષ, નાહુર ગાંવ, મુલુંડ (વેસ્ટ).
કોડાયના સરોજબેન શાંતીલાલ ગોગરી (ઉં. વ. ૭૫) તા. ૨૬-૧-૨૩ના અરીહંતશરણ થયા છે. ઉમરબાઇ મેઘજીના પુત્રવધૂ. શાંતીભાઇના ધર્મપત્ની. મીતેશ, અંજન, બીજલના માતુશ્રી. ખેરવાના સ્વ. કાંતાબેન પીનાકીન શાહના સુપુત્રી. સ્વ. હંસા જયંતીલાલ, સ્વ. મીનાક્ષી મંગળદાસ, સ્વ. કોકીલાબેન મંગળદાસ, જ્યોત્સના પ્રબોધકુમાર, નયના બ્રીજેશકુમાર, અલ્કા જીતેનકુમાર, વંદના કિર્તીકુમાર, જયેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મીતેશ ગોગરી, ૨૦૨, ત્રીપલ એસ. હાઇટ્સ, જકરીયા રોડ, મલાડ (વે.).
ગઢસીસાના સુંદરજી રવજી દેઢિયા (ઉં. વ. ૮૨) તા.૨૬-૧-૨૩ના અવસાન પામેલ છે. ભાણબાઈ રવજીના પુત્ર. સુંદરબેનના પતિ. સુષ્મા, દીના, અતુલના પિતા. હેમરાજ, હરખચંદ, હીરાલાલ શેરડી દમયંતી આણંદજી, રતન વલ્લભજી, ગોધરા સાકર ચંદ્રકાંતના ભાઇ. ગઢશીશા નાનબાઇ પ્રેમજીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર (સે.રે.), ટા. ૧.૩૦ થી ૩.૦૦. નિ. સુંદરજી દેઢિયા. ૮૦૧, ગિરનાર ટાવર, મોતીશા લેન, ભાયખલ્લા, મઝગાંમ, મું-૧૦.
ગુંદાલાના સુંદરબેન તલકશી પાસુ સંગોઇ (ઉં. વ. ૮૮) તા. ૨૭-૧-૨૩ના અવસાન પામેલ છે. ખેતબાઇ રતનશીના પુત્રવધૂ. સ્વ. તલકશીના પત્ની. મંજુલા, કાંતિ, ચંદ્રીકાના માતુશ્રી. પત્રી જીવીબેન કાનજી ડુંગરશી છેડાના સુપુત્રી. કલ્યાણજી, વસનજી, સાકરબેન રામજી નાનજી ગોગરી, સાડાઉ ચંદનબેન કાંતીલાલ હંસરાજ ગાલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતીભાઇ સંગોઇ, ઋ-૫૦૩, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).
નારાણપુરના મેઘબાઇ ચાંપશી દેવજી જૈન (ગોગરી) (ઉં. વ. ૯૭) તા. ૨૬-૧-૨૩ ના દેહપરિવર્તન કરેલ છે. ચાંપલમાં દેવજીના પુત્રવધૂ. સ્વ. ચાંપશીના ધર્મપત્ની. નરેડીના જેતબાઇ ધારશી પુંજા નાગડાની સુપુત્રી. રવિન્દ્રના માતુશ્રી. લક્ષ્મીબાઇ ખીંયશી, હીરબાઇ નાનજી, બુદ્ધિબાઇ પાસુ, વેલબાઇ વેલજી, દેવકાંબેન દામજી, રતનબેન દામજી, વલ્લભજી ધારશી, બાંઇયાબાઇ લીલાધરના બેન. માતૃવંદના : શુક્રવાર, તા. ૩-૨-૨૩, બપોરે ૩ થી પ. સ્થળ : શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) નિ. : રવિ જૈન, બંગલા નં. ૧૫, સુગર મર્ચન્ટ સોસા., ઓફ લામ રોડ, દેવલાલી-૪૨૨૪૦૧.
ખંભાત વિશાશ્રીમાળી જૈન
અ.સૌ. નીરંજનાબેન શાહ તે સ્વ. લલિતાબેન કેસરીચંદ શાહના પુત્રવધૂ. તે શ્રી હસમુખભાઈ શાહના ધર્મપત્ની. તે ચિ. કુનાલ તથા ચિ. નીપાના માતુશ્રી. તે શ્રી પ્રતિભાબેન-દિનેશભાઈ, ઉર્વશીબેન-શાંતિભાઈ, મિનાબેન-રમેશભાઈ, સુશીલાબેન-બિપીનભાઈ, ઈલાબેન-જયાતિષભાઈના ભાભી. શ્રી કુમુતરેખા શ્રીજી મ.સા.ના સંસારી ભાભી. તે શાક્ષી અને ક્રિષના નાની. તે સ્વ. કાંતાબેન નટવરલાલ શાહના સુપુત્રી તા. ૨૮.૦૧.૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સોમવારના સવારે ૯થી ૧૨ કલાકે જિનભક્તિ રાખેલ છે. સ્થળ : ઘેલાભાઈ કરમચંદ સેનેટોરિયમ, શાંતિપ્રભ ઉપાશ્રય (સ્થાનકવાસી)ની બાજુમાં, વિલેપાર્લે (વે.).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ હાલ બોરીવલી સ્વ. હિંમતલાલ મનસુખલાલ શાહના ધર્મપત્ની કોકિલાબેન (ઉં. વ. ૮૯) શુક્રવાર તા. ૨૭-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવેશ, સ્વ. સંજય તથા જીતેશના માતુશ્રી. અ. સૌ. મીતા અને અ. સૌ.મનીષાના સાસુ. તે જય, ઉત્સવ, ધર્માંગના દાદી. અ. સૌ. ભાવિના દાદી-સાસુ. તે સ્વ. વાડીલાલભાઇ, હસમુખભાઇ, અશોકભાઇ, સ્વ. પુષ્પાબેન ચીમનલાલ, સ્વ. ઇન્દુબેન ચંદ્રકાન્તભાઇ, સ્વ. મધુબેન જયંતીલાલ, અ. સૌ. રસીલાબેન પારસકુમાર, અ . સૌ. માલતીબેન કમલભાઇના ભાભી. તે પિયર પક્ષે સ્વ. સુખલાલ કચરાભાઇ શ્રોફના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના દિવાળીબેન ધનજી ભચુ છેડા (ઉં. વ. ૮૯) અવસાન પામેલ છે. ડાઇબેન ભચુ રામજીના પુત્રવધૂ. મંજુલા, અરવિંદ, મહેશનાં માતુશ્રી. મંજુલા, ભારતી, વેલજી ગાલાના સાસુ. વાલીબેનના દેરાણી, ખેતઇ, મોંઘી, દિવાળી, લખમીનાં ભાભી. ભચાઉનાં સંતોકબેન વિજપાર મુરજી નિસરના દીકરી. પ્રાર્થના તા. ૩૦-૧-૨૩ના, સોમવારે ૩થી ૪.૩૦. ઠે. કપોળ વાડી, ૧લે માળે, એમ. જી. રોડ, ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ મલાડ સ્વ. અમૃતલાલ લલ્લુભાઇના સુપુત્ર કનૈયાલાલ પારેખ (ઉં. વ. ૮૪) તા. ૨૧-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયોત્સનાબેનના પતિ. બકુલ, નિલેશ, વિક્રમ, પ્રશાંતના પિતા. તથા મીના, ફોરમ, સેજલ, મેઘનાના સસરાજી. તથા દિશા ભૌતિકકુમાર, તૃષા અભયકુમાર, મિત, ક્રિશા, માર્ગી, ખુશના દાદાજી. શ્ર્વસૂર પક્ષે જમણવાવ નિવાસી સ્વ. વીરચંદભાઇ જેચંદભાઇના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. પિતૃવંદના તા. ૨૯-૧-૨૩ના ૧૦થી ૧૨. ઠે. સ્વામિનારાયણ ઓડિટોરિયમ હોલ, શારદા સ્કૂલની બાજુમાં, દત્ત મંદિર રોડ, મલાડ (ઇસ્ટ).
ઝાલાવાડ વિશા શ્રીમાળી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક દેરાવાસી જૈન
ટીકર (પરમાર) નિવાસી હાલ ભાયંદર, સ્વ. મંજુલાબેન નટવરલાલ શાહના સુુુપુત્ર ચંદ્રકાન્તભાઇ (ઉં. વ. ૮૦) ગુરુવાર તા.૨૬-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મૃદુલાબેનના પતિ. નિકેતા, ભાવેશ, પરાગના પિતા. તે રાજેશકુમાર, શિલ્પા તથા શ્ર્વેતાના સસરા. ગં. સ્વ. કોકીલાબેન જયંતીલાલ, સ્વ. લલિતભાઇ, ગં. સ્વ. હંસાબેન મહેન્દ્રકુમાર, સ્વ. હેમલતાબેન જીતેન્દ્રકુમાર, વર્ષાબેન કિરીટકુમાર તથા વિજયભાઇના ભાઇ. સાસરા પક્ષે ગં. સ્વ. સુભદ્રાબેન મણીલાલ ગફલદાસ વોરાના જમાઇ. રાજવી, શ્રેયના નાના. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.