Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી, હાલ સુરત સ્વ. લાભકુંવરબેન વ્રજલાલભાઈ સંઘરાજકાના સુપુત્ર જયંતકુમાર તા. ૧-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જ્યોતિબેનના પતિ. શુભમ, દિપ્તી કોઠારી, સેજલ બાખડા, કાજલ મહેતા તથા ચાંદની પંજાબીના પિતાશ્રી. તે ભૂમિ, હિતેન, હર્ષદ, અમિત તથા કેનિલના સસરા. તે કોકીલા દોશી, ઈલા પારેખ, કિરીટ, ભરત તથા નરેશના ભાઈ. તે સ્વ. જયંતીલાલ ફુલચંદ ગાંધીના જમાઈની પ્રાર્થનાસભા અમરેલી મુકામે તા. ૬-૧૧-૨૨ના રાખેલ છે.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
લેરિયા, હાલ ભાંડુપ સ્વ. ભાઈચંદ જીવાભાઈ શેઠના સુપુત્ર બાવચંદ (બિપીનચંદ્ર) શેઠ (ઉં.વ. ૮૭) તા. ૨-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. તે પ્રિતી, કમલેશ અને મિલનના પિતાશ્રી. તે હર્ષદ, નિપા તથા હિનાના સસરા. તે સ્વ. લાબુબેન, સ્વ. મગનભાઈ, સ્વ. મંજુબેન, મનહરભાઈ, સરલાબેનના ભાઈ. તે વ્રજલાલ ગોરધનદાસ પાટલીયાના જમાઈ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
જામનગર, હાલ મુલુન્ડ સ્વ. જેકુરબેન મનસુખલાલ ફુલચંદ દોશીના સુપુત્ર વીરેન્દ્રભાઈ (ઉં.વ. ૬૫) તે વર્ષાબેનના પતિ. વિજેતા તથા હાર્દિકના પિતાશ્રી. ચાર્મી તથા ગૌરવના સસરા. સ્વ. લાભશંકરભાઈ મોદી તથા શિવલાલભાઈ મોદીના જમાઈ. શ્રી રાજેશભાઈ, સ્વ. કિશોરભાઈ, શ્રી કમલેશભાઈ, શ્રી ચંદ્રેશભાઈ, સરોજબેન મહેન્દ્રકુમાર સુતરીયા, સ્વ. ઉષાબેન હરીશકુમાર શેઠના ભાઈ તા. ૧-૧૧-૨૨ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૫-૧૧-૨૨ના સમય બપોરે ૩.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધી સ્થળ:- ડેફોડીલ પબ્લિક સ્કૂલ, શારદા નીલાયમ, ફાયર બ્રિગેડની બાજુમાં, નીલમનગર ફેસ-૨, ગવનપાડા, મુલુન્ડ (ઈસ્ટ). ચક્ષુદાન કરેલ છે.
દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વાલુકડ હાલ મલાડ સ્વ. કિશોરભાઈ અમૃતલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. કૈલાશબેન (ઉં.વ. ૮૧) તે સ્વ. દેવાંગભાઈ, સ્વ. સમીર, મિલન, ચેતના ભરત શાહ, દીપ્તિ ભરત સંઘવીના માતુશ્રી. સ્વ. કિરીટભાઈ, પંકજભાઈ, ઉષાબેન મહેન્દ્રભાઈ નારીચણીયાના ભાભી. સ્વ. મનહરલાલ, પ્રભાબેન, નીરૂબેન, લતાબેનના બહેન. માનસી, ચક્ષુ, યશના નાની. તે બુધવાર, તા. ૨/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૫/૧૧/૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય હોલ નં ૪, એસ.વી. રોડ, લોહાણા મહાજનવાડી સામે, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી જૈન
મૂળગામ ધ્રાંગધ્રા હાલ કાંદિવલીના સ્વ. ધીરજલાલ મગનલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. લલીતાબેન શાહ (ઉં.વ. ૮૫) તે ૨/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મનીષભાઈ-અ.સૌ. સ્મિતાબેન, નીનાબેન અજયભાઇ શાહ તથા અમિતભાઇ-અ.સૌ. અમીબેનના માતુશ્રી. હાર્દિક, ધનવીન તથા ઈશાનના દાદી. સ્વ. મૂળચંદ નરશી શાહના દીકરી. સ્વ. તારાબેન લલિતભાઈ, સ્વ. કંચનબેન કાંતિભાઈ, સ્વ. સરલાબેન રમણીકભાઇ, સ્વ. સુનંદાબેન જશવંતભાઈ, સ્વ. શાંતાબેન મનસુખલાલ, સ્વ. સુભદ્રાબેન બાબુલાલ, સ્વ. કંચનબેન કાંતિલાલ, ચંદ્રાબેન સુમનલાલના ભાભી. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના રાજેશ લખમશી છેડા (ઉં.વ.૫૦) તા. ૧-૧૧-૨૨ના કચ્છમાં અવસાન પામેલ છે. ગં.સ્વ. નિર્મળાબેન લખમશીના પુત્ર. પ્રીતિના પતિ. આયુષીના પિતા. શીલા, રાહુલના ભાઈ. ગં.સ્વ. મંજુલાબેન ચુનીલાલ છાડવાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રીતિ રાજેશ છેડા, એ/૧૩૦૨, જય સોનલ, સરોજીની નાયડુ રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શેલણા (સાવરકુંડલા) નિવાસી હાલ ઘાટકોપર વસંતબેન નાનાલાલ ત્રિભોવનદાસ મહેતાનાં સુપુત્ર ચિ. રાજેશભાઈના ધર્મપત્ની અ.સૌ. તૃપ્તિ (ઉં.વ.૫૨) તા. ૧-૧૧-૨૨ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે જીલ અને પાર્થનાં માતુશ્રી. અ.સૌ. ધ્વની તથા મનનકુમાર અનીલભાઈ બીલખીયાનાં સાસુ. નવિનભાઈ, અશ્ર્વિનભાઈ, કેતનભાઈ, સરોજબેન ભૂપેન્દ્રકુમાર રામાણી, નિતાબેન જગદીપભાઈ મહેતાનાં ભાઈનાં ધર્મપત્ની. પિયરપક્ષે તળાજાવાળા હાલ ઘાટકોપર રમાબેન બચુભાઈ મણિલાલ દોશીની દીકરી. (પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પરવડી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતિલાલ પ્રાગજીભાઈ શાહના ધર્મપત્ની રસિલાબેન શાહ (ઉં.વ.૮૦) તા. ૨-૧૧-૨૨, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ, આશાબેન, મહેન્દ્રકુમાર તથા શૈલાબેન (શકુંતલા) હર્ષદરાય મહેતા તથા નીતાબેન દિનેશકુમાર શાહના માતુશ્રી તથા મણિલાલ પ્રાગજીભાઈ, સ્વ. હિંમતલાલ પ્રાગજીભાઈના ભાભી તથા પિયર પક્ષે સ્વ. નગીનદાસ મોહનલાલ (ભાદ્રોળવાળા)ના બેન. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે: હર્ષદભાઈ અમૃતલાલ મહેતા, બી-૧૫-આર્શિવાદ બિલ્ડિંગ, વલ્લભબાગ ક્રોસ લેન, ઘાટકોપર (ઈસ્ટ).

RELATED ARTICLES

Most Popular