જૈન મરણ
વાગડ બે ચોવીસી સ્થા. ગુર્જર જૈન
મૂળ ગામ રામવાવ હાલ મીરા રોડ સ્વ. જયસુખલાલ સ્વરૂપચંદ મહેતાના ધર્મપત્ની ચંદ્રિકાબેન મહેતા (ઉં. વ. ૬૪) રવિવાર, તા. ૧૫-૧-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મંછીબેન વનેચંદ સોમચંદ મોરબીઆની દીકરી. તે ચેતન, દીપક, જલ્પાના માતુશ્રી. શીતલ, નમિતા, હાર્દિક બાબરીયાના સાસુ. હર્ષિત, ક્રિશ, ભૂમિતના દાદી. હીયંકાના નાની. પ્રાર્થનાસભા રાધેક્રિષ્ના બેન્કવેટ હોલ, પૂનમ સાગર કોમ્પલેક્ષ, કારંડેલની બાજુમાં, મીરા રોડ (ઈસ્ટ), ગુરુવાર, ૧૯-૧-૨૩ના ૩.૩૦થી ૫.૦૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચમારડી નિવાસી હાલ બોરીવલી સ્વ. ઈન્દુબેન તથા સ્વ. નાનચંદ કાળીદાસ મહેતાના પુત્ર સ્વ. પંકજભાઈના ધર્મપત્ની પ્રફુલાબેન (ઉં. વ. ૬૦) તે ભાવિનના માતુશ્રી. ઈશાનીના સાસુ. તે પરેશ અને ચેતના નરસીકુમારના ભાભી. પિયર પક્ષે સ્વ. છગનલાલ મગનલાલ મહેતા (ફિફાદવાળા, હાલ આકોલા)ના દીકરી. તે મંગળવાર, તા. ૧૭-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. નિવાસસ્થાન: એ-૧૬૦૨, એવરશાઈન કાઉન, ૧૨૦ ફીટ રોડ, ઓફ વે. એક્સ. હાઈવે, કાંદિવલી (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
ગોડવાડ ઓસવાલ જૈન
ઘાણેરાવ (રાજ) હાલ મુંબઈ સ્વ. જયેશકુમાર રાઠોડ (ઉં.વ. ૪૭) તેમનો અરીહંતશરણ ૧૬-૧-૨૩ સોમવારે થયેલ છે. તે ફૂલવતી સ્વ. લલિતકુમારજીના પુત્ર. રશ્મિબેનના પતિ. કમલાબેન પારસમલજીના ભત્રીજ. રાકેશ, જીતેન્દ્ર, જયેશ, કમલેશ, હર્ષા, પૂનમના ભાઈ. ગૃહીતના પિતાજી. ધારણાના સસરા. પ્રાર્થનાસભા દિ. ૧૯-૧-૨૩ ગુરુવારે રાજસ્થાન હોલ, આરે રોડ, ચિંતામણી પાર્શ્ર્વનાથ જૈન મંદિર, ગોરેગાંવ વેસ્ટ ૧૧ થી ૧ સસુરાલ પક્ષ બાલવાડા (રાજ) હાલ ગુન્ટૂર નિવાસી શ્રીમાન શા અમૃતલાલજી બાબુલાલજી નાગોત્રા.
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
શ્રી ચંદ્રલતા (ઉં.વ. ૮૦) તે જીતેન્દ્ર ભરવાડાના ધર્મપત્ની, તા. ૧૮-૧-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. તારાબેન અમૃતલાલ ભરવાડાના પુત્રવધૂ. સ્વ. જયેન્દ્ર, ડો. કિરીટ, નરેન્દ્રના ભાભી. નીતા, કાશ્મીરના માતુશ્રી. જેતપુર નિવાસી સ્વ. અભયચંદ જયચંદ ભોડીયાના દીકરી. સ્વ. મનસુખભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. કિરણભાઈના બહેન. રાહુલ, રિયાના નાનીની પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ ગુરુવારે ૩.૩૦ થી ૫.૦૦, સર્વોદય હોલ, ડાયમંડ ફિંસશયતની સામે, એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી મહા. ચંદ્રકાંત શીવજી સાવલા (ઉં.વ. ૬૧) તા. ૧૬-૧-૨૩ના અવસાન પામ્યા છે. ખેતબાઇ શીવજીના પુત્ર. ભારતીના પતિ. વીરલ, રૂપલના પિતા. મોહન, વિનોદ, હેમચંદ, જગદીશ, (રશ્મિ) પ્રવિણાના ભાઇ. ચંપાબેન જાદવજીના જમાઇ. પ્રા. વ. સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦ ક.
વડાલાના વનીતા (વિમળા) મણીલાલ ગાલા (ઉં.વ. ૭૯) ૧૬-૧-૨૩ના અવસાન પામેલ છે. રાણબાઇ ખીમજીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. કોકિલા, ચેતના, વિજય, દિના, મનોજ, દિલીપના માતુશ્રી. વડાલા ઉમરબાઇ રવજી મોરારજીના પુત્રી. સાડાઉ સાકર વસનજી, ગેલડા નિર્મળા શાંતીલાલ, લાખાપર લીલા અમૃતલાલ, વડાલા નિર્જલા, તલકશી, ભાનુ નવિનના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૩ થી ૪.૩૦.
કોટડા (રોહા)ના લાલજી પચાણ ગાલા (ઉં.વ. ૮૦) તા. ૧૭/૧/૨૩ના અવસાન પામેલ છે. ખેતબાઇ પચાણ ધારશીના પુત્ર. લીલાવંતીના પતિ. દમયંતીના પિતા. વિશનજી, દેવપુરના વેલબાઇ રતનશી, કોટડાના પાનબાઇ ખીમજીના ભાઇ. મોથાળાના લક્ષ્મીબેન ચનાભાઇના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. ઠે. દિલીપ મોરારજી, ૫૦૫/૫૦૬, મુનિસુવ્રત, સર્વોદય નગર, મુલુંડ (વે.).
પ્રાગપુરના નાગજી હીરજી ગાલા (ઉં.વ. ૮૨) ૧૬/૧/૨૩ના અવસાન પામ્યા છે. કુંવરબાઇ હીરજી વિરપારના પુત્ર. પ્રભાબેનના પતિ. રાજેશ, રીટા, પ્રીતિના પિતા. સ્વ. વેલજીના ભાઈ. વડાલા સ્વ. સુંદરબેન, સ્વ. દેમુબેન નાનજી રવજી ધરોડના જમાઈ. પ્રા. જમનાદાસ ગોકુલદાસ મેમોરિયલ હોલ. (એન.એલ. હાઈસ્કૂલ), એસ. વી. રોડ, મલાડ (વે). ટા. ૪ થી ૫.૩૦.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ માંડવી હાલે ઘાટકોપર સ્વ. ચંચળબેન ન્યાલચંદ ખંડોરના સુપુત્ર રતિલાલભાઈ ખંડોર (ઉં.વ. ૯૧), બુધવાર, તા. ૧૮-૧-૨૩. અરીહંતશરણ પામેલ છે. તે સ્વ. શ્રીમતી ચંદ્રાવતીબેનના પતિ. અરૂણ અને માલતીના પિતાશ્રી. રૂપલ અને પ્રદીપ કુમારના સસરા. યસ, નિશિતા, દેવાંશના દાદા. હેતલ – પ્રિયાંશ, માનસીના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ગોંડલ નિવાસી હાલ બોરીવલી સ્વ. સમરતબેન નાગરદાસ પારેખના પુત્ર લલિતભાઈ (ઉં.વ. ૭૯) તે હેમાક્ષીબેનના પતિ. સીતાશુના પિતા. પ્રીતિ અશોક જસાણીના સસરા. પોરબંદરવાળા સ્વ. જગમોહનદાસ માવજી શાહના જમાઈ. ૧૭/૧/૨૩ના અરિહંતશરણં પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલાના હાલ (મલાડ) સ્વ. હેમંતભાઈ મનસુખલાલ બીલખીયાના ધર્મપત્ની નીલાબેન (ઉં. વ. ૬૫) મંગળવાર, ૧૭-૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મિહીરભાઈ અને ભાવિકભાઈના માતુશ્રી. તે રીંકલબેન અને ચીંકલબેનના સાસુ. તે સ્વ. જિતેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, સ્વ. લિલમબેન પ્રતાપરાય, સ્વ. હિનાબેન રાજેન્દ્ર, શરદભાઈ અને શ્રીમતી રેખાબેન રમેશભાઈના ભાભી. પિયર પક્ષે કલક્તા નિવાસી સ્વ. રસિકભાઈ ઉજમશી શાહના દીકરી. તે કેતનભાઈ અને ઉમાબેન મનીષભાઈ ગોડાના બેનની ભાવયાત્રા શુક્રવાર, ૨૦-૧-૨૩ના રોજ વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વે), સમય ૧૦ થી ૧૨.