જૈન મરણ

વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના કુંવરબેન નેમચંદ શાહ (ઉં.વ. ૬૧) તા. ૨૧-૯-૨૨ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. વિશાબેન દુદાભાઈ પૂજા શાહના પુત્રવધૂ. તે નેમચંદના ધર્મપત્ની. જિગ્ના, વિજય, શીતલ, અનિલના માતુશ્રી. સ્વ. કાંતિલાલ, કલ્પેશના સાસુ. કેવલ, અરિહંત, સિદ્ધાંશી, નિવાનના નાની. સ્વ. ધનીબેન નેણશી ગોપાલ ગાલાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: ૨/૧૯, સહ્યાદ્રિ નગર, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીંબડી ઘાટકોપર હાલ હૈદરાબાદ સ્વ. હરખચંદ અમૃતલાલ શાહ (માસ્તર)ના પુત્ર ધીરજલાલ શાહ (ઉં. વ. ૮૧) તે સ્વ. કલ્પનાબેન (કુંજબાળાબેન)ના પતિ. પૂર્વી નિરવકુમાર ગાંધી, સૌરભના પિતા. રિદ્ધિના સસરા. સ્વ. માણેકલાલ, સ્વ. હિંમતભાઇ, સ્વ. ચમનભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. નગીનભાઇ અને વાડીલાલભાઇના ભાઇ. સ્વ. સવિતાબેન શાંતિલાલ મણીલાલ અજમેરા રંગપુર નિવાસીના જમાઇ તા. ૧૬-૯-૨૨ શુક્રવારના હૈદરાબાદ ખાતે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર હાલ વિલપાર્લે સ્વ. જયાબહેન વિનયચંદ્ર દોશીના પુત્ર રમેશભાઇ (ઉં.વ.૭૪) તે વિભાબહેનના પતિ. તે જીજ્ઞેશના પિતા. તે પ્રિયાના સસરાજી. તે અરુણાબેન, ભરતભાઇ, ભારતીબહેન તથા ધર્મેશભાઇના ભાઇ. તે ભાવનગર નિવાસી સ્વ. પન્નાલાલ હેમચંદભાઇ શાહના જમાઇ તા. ૨૧-૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના વિજયાબેન લક્ષ્મીચંદ ભગત (મોતા) (ઉં.વ. ૯૦) ૨૦/૯/૨૨ના અરિહંતશરણ પામેલ છે. દેવકાબાઇ / લીલબાઇ કુંવરજી રામજીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. જયંત, સ્વ. નરેન્દ્ર, પ્રદીપ, હિનાના માતા. રાયણ ઉમરબાઇ ઠાકરશી વેલજી ગડાના પુત્રી. રતિલાલ, મણિલાલ, વેલબાઇ, કસ્તુર રાઘવજી, નવાવાસ મંજુલા ડુંગરશી, માર્કન્ડ ચીમનલાલ ગાંધી (સોલીસીટર)ના બેન. પ્રા. લાયન્સ કમ્યુનીટી હોલ, ૯૩, બી ગારોડીયા નગર, ઘાટકોપર (પૂ.), ટા. ૪.૦૦ થી ૫.૩૦. નિ. પ્રદીપ શાહ, ૫૦૧, વશિષ્ઠ, શ્રીમદ રાજચંદ્રલેન, ઘાટકોપર (પૂ.).
દેશલપુર (કંઠી) શાંતાબેન રામજી દેવજી વીરાના જમાઇ દયારામ (ઉં.વ. ૬૫), તા. ૧૪/૯/૨૨ના અવસાન પામેલ છે. નાગલપુરના ભદુજી ધારતોના પુત્ર. ભારતીના પતિ. દિનેશના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત વીરા, તપસ્યા કો.હા. સો., ૧૧૨/ સી-૯, મ્હાડા કોલોની, માલવણી ગેટ નં. ૮, મલાડ (પ.).
બારોઇ હાલે ગંગાવતીના રીંકેશ શીરીષ મોતા (ઉં.વ. ૩૫) ૧ દિવસના સંથારો આદરી તા. ૨૦-૯-૨૨ના આયુષ્ય પુર્ણ કરેલ છે. માતુશ્રી તારાબેન પ્રેમજી મોણશીના પૌત્ર. ગં.સ્વ. કલ્પના શીરીષના પુત્ર. પ્રીતી, પરૂલના ભાઇ. બારોઇના માતુશ્રી લક્ષ્મીબેન કલ્યાણજી ઉમરશી કેનીયાના દોહિત્ર. ગુણાનુવાદ સભા રાખેલ નથી. એડ્રસ: શીરીષ મોતા, પ્રેમ નિવાસ, બાંબુ બજાર રોડ, સી.બી. એસ. કોલોની, ગંગાવતી (કર્ણાટક).
બિદડા (ચાંપાણી ફરિયા)ના અજીતસિંહ પ્રેમજી ગડા (ઉં.વ. ૮૬) તા. ૨૦-૯-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ખેતબાઇ વેલજી કાનડના પૌત્ર. સ્વ. પાનબાઇ પ્રેમજીના પુત્ર. સ્વ. ગંગાબેન, કલ્યાણજી, મણીલાલના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મણીલાલ ગડા, ૧૦૩- ડી, હાઇલેન્ડ પાર્ક, લિંક રોડ, કાંદીવલી (વે.).
નાના ભાડિયાના કિરણ વીરચંદ નંદુ (ઉં.વ. ૬૫) તા. ૨૧-૯-૨૨ના અવસાન પામેલ છે. કસ્તુરબેન વીરચંદ રવજીના સુપુત્ર. રશ્મિના પતિ. મલયના પિતા. રાયણના પ્રભાબેન તલકશીના જમાઇ. પ્રા. શ્રી માટુંગા કચ્છી મૂર્તિપૂજક શ્ર્વેતામ્બર જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) ટા. ૨.૦૦ થી ૩.૩૦. નિ. મલય કિરણ નંદુ, એ-૩૦૩, છેડા હાઇટસ, સાંગરીલા બિસ્કીટ ફેક્ટરીની બાજુમાં, એલ.બી.એસ. રોડ, ભાંડુપ (વે.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જૂનાગઢ હાલ દિલ્હી સ્વ. પ્રાણલાલ મણિલાલ દોશી તથા સ્વ. કમળાબેનના પુત્ર મુકેશ (ઉં. વ. ૬૪) તા. ૧૯-૯-૨૨ના દિલ્હી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાના પતિ. પલક દૈવેશ શાહ, અદિતિ ઉમંગ મિસ્ત્રી તથા મૃદુલના પિતા. તે સ્વ. ભૂપેન્દ્રભાઇ, નગીનભાઇ, બકુલભાઇ, સરલા હરીત શેઠ, પ્રીતિ ભરત કોઠારી તથા મીતા ગીરીશ ગાંઠાણીના ભાઇ સાસરા. પક્ષે સ્વ. રણછોડભાઇ લલુભાઇ દેસાઇના જમાઇ. પ્રાર્થનાસભા દિલ્હી મુકામે રાખેલ છે.

Google search engine