જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

શ્ર્વેતામ્બર દેરાવાસી જૈન
આજોલ ઉત્તર ગુજરાતના હાલ મુંબઈ શ્રીમતી અરૂણાબેન શરદભાઈ શાહ (ઉં. વ. ૭૫) ૧.૭.૨૨, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. શરદ શાહના પત્ની. મનીષા મેહતા, ડૉ. પ્રિતી દોશી અને ડૉ. પ્રસન્ના શાહના માતુશ્રી. અજય મેહતા અને ગૌતમ દોશીના સાસુમા. આદિત્ય અને શ્રીદા, શગુન, શિવાની, આયુશી, અશની, ધ્રુવ, વનેયાના દાદીમા. પ્રાર્થનાસભા, સોમવાર, ૪-૭-૨૨ના ૫ થી ૭. સ્થળ: સોફીયા ભાભા હોલ, સોફીયા કોલેજ કેમ્પસ, ભુલાભાઈ દેસાઈ રોડ, બ્રીચકેન્ડી, મુંબઈ-૨૬.
કચ્છી વિશા ઓશવાળ જૈન
લાકડીયાના વેલજી ગડા (ઉં.વ. ૭૨), તા. ૩૦-૬-૨૨, ગુરુવારે મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. દિવાળીબેન મણશી રાણા ગડાના સુપુત્ર. કેસરબેનના પતિ. સમીર, સચિન, રીંકલના પિતાશ્રી. સ્વ. મુરજી, પ્રેમજી, ખીમજી, સ્વ. કેસર, સ્વ. દેવકા, સ્વ. વિશા, સ્વ. રમા, નાનુ, સ્વ. પાર્વતીના ભાઇ. સ્વ. ભમીબેન વિરમ આશા છેડાના જમાઇ. પ્રાર્થના: સોમવાર, તા. ૪-૭-૨૨, બપોરે ૨.૩૦ થી ૪.૦૦, પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ).
દેશલપુર (કંઠી)ના પ્રવિણ ભવાનજી ગાલા (ઉં.વ. ૭૨), ૨૮-૬-૨૨ના દેશમાં અવસાન પામેલ છે. ઝવેરબેન ભવાનજીના પુત્ર. જયાના પતિ. સંદીપ, સ્વ. નિકુંજના પિતા. વિશનજી, વિરચંદ, દેવચંદ, દિનેશના ભાઇ. ડેપાના રતનબેન વેલજી શીવજી ફુરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંદીપ ગાલા, બી-૭૦૨, લારકીન્સનગર, ગણેશનગર, ડોંબીવલી (વેસ્ટ).
બિદડાના રતનબેન કલ્યાણજી છેડા (ઉં.વ. ૭૬) તા. ૧-૭-૨૨ના દેહપરિર્તન કરેલ છે. પાનબાઇ કારૂઆ પુત્રવધૂ. સ્વ. કલ્યાણજીના પત્ની. મયુર, ચેતન, હિનાના માતુશ્રી. દેશલપુર-કંઠીના ખેતબાઇ ખીમજી કાનજીના દીકરી. વિશનજી, મુલચંદ, નવીન, પુષ્પા, લીલાવંતી, હેમા, કુસુમ, જયાના બેન. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા. સાંજે ૪ થી ૫.૩૦.
કોડાયના ઉર્મિલાબેન શાંતીલાલ શાહ/નાગડા (ઉં.વ. ૮૦) તા. ૩૦-૬-૨૨ના અવસાન પામેલ છે. વેલબાઇ વેરશી પદમશીના પુત્રવધૂ. શાંતીલાલના ધર્મપત્ની. ઉષા, વર્ષા, રીટા, બીનાના માતુશ્રી. મેરાવા પાનબાઇ શીવજી ઠાકરશીના સુપુત્રી. ડોણના ઝવેર રતનશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતીલાલ શાહ, એ-૧૧, જયા એપાર્ટમેન્ટ, દત્તપાડા રોડ, બોરીવલી (ઇસ્ટ).
હાલાપુરના સરલાબેન નેમજી મારૂ (ઉં.વ. ૮૫), તા. ૩૦/૬/૨૨ના અવસાન પામ્યા છે. લક્ષ્મીમા-રતનબેન ધનજી લધાના પુત્રવધૂ. નેમજીના ધર્મપત્ની. તરૂણ, હિનાના માતા. લાયજાના કસ્તુરબેન ધનજી જેઠાભાઈની સુપુત્રી. મોહનલાલ, વસનજી, હાલાપુરના રશ્મી રમણીકલાલ હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિના મારૂ, ૨૦૮/૨, હીરા મહલ, રફી અહેમદ કીડવાઈ રોડ, વડાલા (વેસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ચોટીલા હાલ કાંદિવલી ગંગાસ્વરૂપ હીરાબેન ઘેલાભાઈ કોઠારી (ઉં.વ. ૮૫) શનિવાર, તા. ૨-૭-૨૨ અરિહંતશરણ પામેલ છે. તે પિયરપક્ષે કંકુબેન મોહનલાલ જીવરાજ કપાસીના દીકરી. તે હીનાબેન હસમુખભાઈ કોઠારી, તે ભરતભાઇના માતૃશ્રી. સ્મિતાબેન કિરણકુમાર શાહ, દીપિકા અતુલકુમાર શાહ, છાયાબેન હિતેશભાઈ શાહના માતૃશ્રી. પૌત્ર જય, ધારા અને પ્રીતિ, પ્રતીક જશ ક્રિના ફોરમ અને એકતાના નાની. લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે. ભાવયાત્રા રવિવાર, તારીખ સમય સવારના ૧૦ થી ૧, ૩-૭-૨૨ સઈ સુથાર વાડી, સ્વયંભૂ ગણેશ મંદિરની સામે, કાંદિવલી પૂર્વ.
જામનગર અને હાલાર વિ. જૈન
ખીલોરા (જામનગર) હાલ માંચેસ્ટર (યુ.કે.) જયેશ પ્રિતમલાલ ઠક્કર (ઉં.વ. ૬૧) તા. ૨૪ જૂનના શુક્રવારે અરિહંતશરણ થયેલ છે. તે લલિતાબેનના પુત્ર. અમિતાના પતિ. કૃપાના પિતા. પ્રણવના સસરા. શશીકાંત જેઠાલાલ પારેખના જમાઇ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેપલા હાલ ઘાટકોપર સ્વ. નરોતમદાસ નાનચંદ શાહના સુપુત્ર ચિ. ધનેશભાઇ (ઉં. વ. ૬૬) તા. ૧-૭-૨૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે કવિતાના પતિ. ખાંતિભાઇ, સુરેશભાઇ, ભરતભાઇ, ઉષાબેન ચંદ્રકાન્ત, ચંદ્રિકાબેન પ્રવીણચંદના ભાઇ. નિલાબેન, જયોત્સનાબેન, રંજનબેનના દિયર. નેમચંદ નાનચંદ શાહના ભત્રીજા. મોસાળ પક્ષ મહુવા નિવાસી સ્વ. દલીચંદ માણેકચંદ દોશી, હરગોવિંદદાસ જીવરાજભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભાવયાત્રા તા. ૫-૭-૨૨ મંગળવાર ૯.૩૦થી ૧૨, ઠે: પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ) રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.